Last Update : 31-July-2012, Tuesday

 
વિદ્યાનગરમાં સાયન્સના વિદ્યાર્થીએ ગળાફાંસો ખાઈ આપઘાત કર્યો

૨૦ વર્ષીય વિદ્યાર્થીએ હોસ્ટેલમાં ફાંસો ખાતા પોલીસ ફરિયાદ થઈ

આણંદ,તા.૩૦
આણંદ શહેર પાસેના વલ્લભવિદ્યાનગરમાં આજે ભરબપોરના સુમારે એક ૨૦ વર્ષના વિદ્યાર્થીએ કોઈ અગમ્ય કારણોસર ગળે ફાંસો ખાઈને આપઘાત કરી લીધો હોવાની ઘટનાએ શિક્ષણ નગરીમાં ભારે ચકચાર જગાવી છે. આ બનાવ અંગે વિદ્યાનગર પોલીસે અપમૃત્યુની નોંધ દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી છે.
આ બનાવ અંગે પોલીસ સૂત્રોના વધુમાં જણાવ્યા મુજબ મૂળ જૂનાગઢ જિલ્લાના કેશોદ ગામનો રહીશ ધવલભાઈ રણછોડભાઈ પરમાર (ઉં.વ.૨૦) સુવિખ્યાત શિક્ષણધામ વલ્લભવિદ્યાનગર ખાતે આવેલ ભીખાભાઈ કોમ્પલેક્ષમાં રહેતો હતો અને નગરની એન.વી.પટેલ સાયન્સ કોલેજના બીજા વર્ષમાં અભ્યાસ કરતો હતો. આજે ભરબપોરના લગભગ ૧ઃ૫૦ કલાક પહેલા ધવલ પરમારે હોસ્ટેલની રૃમમાં કોઈ અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો. આ બનાવ અંગે વિપુલભાઈ મોહનભાઈ છાપરીયા (રહે.આણંદ-વિદ્યાનગર રોડ, ડીવાઈન ડાઈનીંગ હોલની ઉપર)એ વિદ્યાનગર પોલીસ મથકને જાણ કરી હતી. આથી પોલીસ તાબડતોબ ઘટના સ્થળે દોડી આવી હતી. પોલીસે ધવલ પરમારના મૃતદેહનો કબજો મેળવીને મૃતદેહનો પોસ્ટમોર્ટમ માટે નજીકના સરકારી દવાખાનામાં મોકલી આપ્યો હતો. ૨૦ વર્ષીય વિદ્યાર્થી ધવલ પરમારે શા કારણે ગળે ફાંસો ખાઈને આપઘાત કર્યો તે પ્રશ્ને વિદ્યાર્થીઓમાં જાત-જાતની અટકળો અને તરહ-તરહ પ્રકારના તર્ક-વિતર્કો ચર્ચાની એરણે ચઢ્યા છે. જો કે આપઘાત કરવા પાછળનું સચોટ કારણ હજુ સુધી જાણી શકાયું નથી. આ બનાવ અંગે વિદ્યાનગર પોલીસે અકસ્માતે મોતની નોંધ દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી છે.

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

ગગન નારંગને પિતાએ કહ્યું કે 'ઔર જીતના હૈ અભી'

ભારતની બોમ્બયલા દેવી પ્રી-ક્વાર્ટર ફાઇનલમાં હારી જતા બહાર
ભારતનો નેધરલેન્ડ સામે હોકીમાં ૨-૩થી પરાજય
આજે સ્વિમિંગના ૪ અને કુલ૧૫ ગોલ્ડમેડલ માટે મુકાબલા
ભારત પાસે ઘણી પ્રતિભાઓ પડેલી છે
રેટ આધારિત શેરો પાછળ સેન્સેક્સ ૩૦૪, નિફટી ૧૦૦ પોઈન્ટ ઊછળ્યો
સોનામાં વિશ્વ બજાર પાછળ ભાવો ઘટયા ઃ ચાંદી ઉંચકાઈ
વીજ પ્રોજેકટોને ફન્ડીંગ પૂરું પાડવામાં બેન્કોની ઉદાસીનતા
દેશનું આર્થિક ચિત્ર ખૂબ જ ધૂંધળું ઃ રિઝર્વ બેન્ક
દેશની પવિત્ર નદીઓને શુધ્ધ રાખવાની હિમાયત કરતાં ઉમા

કલમાડીને કોમનવેલ્થ ગેમના વડા બનાવવા મુદ્દે ખેલ મંત્રાલય ભીંસમાં

૮૫ વર્ષ પુરાણા સંસદભવનની મજબૂતી ચિંતાનો વિષય
દુષ્કાળથી પ્રભાવિત ૩૨૦ જિલ્લા માટે રાહત યોજના ઘડાઈ
જુલાઈ મહિનામાં સોનાની આયાત ૩૫ ટકા ઓછી રહેવાની ધારણાં

ડીઝલમાં બેવડી ભાવનીતિ અને ખેડૂતો માટે સબસીડીની ટૂંકમાં જ જાહેરાતની સંભાવના

 
 

Gujarat Samachar Plus

શ્રાવણના મીની વેકેશનનું છોટું પ્લાનીંગ
ફ્રેશર્સ પાર્ટીને બદલે ગુજરાતી ભાષા સપ્તાહ મનાવ્યો
ભાઈને વૃઘ્ઘાશ્રમમાંથી પોતાના ઘરે લઈ આવતી બહેન
નિફ્‌ટના અઢી લાખના ફોરકાસ્ટ મેગેઝીનમાં ફેશનની આગાહી
ટ્રાન્સપરન્ટ સાડીમાં સેક્સી લૂક
મોન્સૂનમાં ઓઇલી નાસ્તો હેલ્થને નુકસાન કરે છે
ફેશન ઓફ આર્મી એસેસરીઝ
 

Gujarat Samachar glamour

સોનાક્ષી સલમાનના પુત્રની માતા બનશે
સલમાન અને શાહરૂખ એક સાથે જોવા મળશે
‘આરાધના’ ને ન્યુ બોટલ ‘ટોપગન’માં પિરસાશે
પ્રીટી ‘ભૈયાજી સુપરહિટ’માં આક્રમક પત્નિ બનશે
નેક્સ્ટ ફિલ્મમાં ડિફરન્ટ રોલમાં હોઈશ
નરગિસ ટુંકા હીરો સાથે જોડી બનાવવા તૈયારી છે
ઝેબથી કંટાળેલા અદનાનને છૂટાછેડા મળતા નથી
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved