Last Update : 31-July-2012, Tuesday

 
યુનિવર્સિટીમાં સી.બી.સી.એસ.ના અણઘડ અમલના કારણે પ્રથમ ગ્રાસે મક્ષિકા જેવો ઘાટ
લોકભારતીના બીઆરએસના વિદ્યાર્થીઓને સંયુક્ત પરિણામને બદલે છઠ્ઠા સેમેસ્ટરની માર્કશીટ

વિદ્યાર્થીઓ અન્ય યુનિવર્સિટીમાં પ્રવેશ મેળવવા માટે જાય કે નોકરી માટે ઉમેદવારી કરે બધી જગ્યાએ ઉભા થતા પ્રશ્ન ઃ વિદ્યાર્થીઓના ભવિષ્ય સામે પ્રશ્નાર્થ

 

ભાવનગર, સોમવાર
લોકભારતી સણોસરા ખાતે ચાલતા બેચલર ઓફ રૃરલ સ્ટડીઝ (બી.આર.એસ.)ના વિદ્યાર્થીઓને સંયુક્ત પરિણામના બદલે માત્ર છઠ્ઠા સેમેસ્ટરની માર્કશીટ અપાતા વિદ્યાર્થીઓના ભવિષ્ય સામે પ્રશ્નાર્થ ઉભો થયો છે. આ વિદ્યાર્થીઓ અન્ય યુનિવર્સિટીમાં પ્રવેશ મેળવવા માટે એપ્લાઈ થાય કે નોકરી માટે ઉમેદવારી કરે ત્યારે તમામ જગ્યાએ પ્રશ્ન ઉભા થતા હોવાની રજૂઆત થઈ છે. છતાં નથી લોકભારતી લોકસેવા મહાવિદ્યાલય ધ્યાન આપતું કે નથી યુનિવર્સિટી ઓથોરિટી આ વિદ્યાર્થીઓની ફરિયાદ સાંભળીને ઉકેલ લાવતી.
ભાવનગર યુનિવર્સિટીમાં સન ૨૦૧૦-૧૧થી સેમેસ્ટર અને ચોઈસ બેઈઝ ક્રેડીટ સીસ્ટમ (સી.બી.સી.એસ.)નો અમલ કરવામાં આવ્યો તેના એક વર્ષ પહેલાથી લોકભારતી સણોસરા ખાતે સી.બી.સી.એસ.નો અમલ શરૃ કરવામાં આવતા આ વખતે બી.આર.એસ. અભ્યાસક્રમના ૮૦ વિદ્યાર્થીઓની પ્રથમ બેચ છઠ્ઠા સેમેસ્ટરમાં ઉતિર્ણ થઈ છે. પરંતુ આ સાથે જ યુનિવર્સિટીમાં સી.બી.સી.એસ.ના અણઘડ અમલના કારણે પ્રથમ ગ્રાસે મક્ષિકા જેવો ઘાટ ઉત્પન્ન થયો છે. બી.આર.એસ.ના વિદ્યાર્થીઓની રજૂઆત એવી છે કે, લોકભારતી સણોસરા ખાતે ચાલતા અને ભાવનગર યુનિવર્સિટી સાથે સંલગ્ન બી.આર.એસ. અભ્યાસક્રમની આ વર્ષે અપાયેલ અંતિમ સત્રની માર્કશીટથી વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં મૂકાઈ ગયા છે. કારણ કે, આ માર્કશીટ તમામ છએ છ સેમેસ્ટરનું ઓવરઓલ ગ્રેડીંગ દર્શાવતી હોવી જોઈએ તેના બદલે માત્ર છઠ્ઠા સેમેસ્ટરનું જ પરિણામ દર્શાવતી માર્કશીટ આપવામાં આવી છે. પરિણામે આ વિદ્યાર્થીઓ અન્ય યુનિવર્સિટીમાં પ્રવેશ મેળવવા માટે એપ્લાઈ થાય કે નોકરી માટે ઉમેદવારી કરે ત્યારે તમામ જગ્યાએ પ્રશ્ન ઉભા થવાથી વિદ્યાર્થીઓને મુશ્કેલી થઈ રહી છે. વળી, બી.આર.એસ.ની જુદાજુદા સેમેસ્ટરની પરીક્ષાની માર્કશીટ આપવામાં પણ લોચા મારવામાં આવ્યા છે. વિદ્યાર્થીઓને પ્રથમ અને બીજા સેમેસ્ટરની માર્કશીટમાં નથી યુનિવર્સિટીનો લોગો જોવા મળતો કે નથી લોકભારતીનો લોગો જોવા મળતો. ચોથા અને પાંચમા સેમેસ્ટરની માર્કશીટમાં લોકભારતીનો લોગો છે તો યુનિવર્સિટીનો લોગો નથી જ્યારે છઠ્ઠા સેમેસ્ટરની માર્કશીટમાં બંનેનો લોગો છે.
આ સ્થિતિના પરિણામે બી.આર.એસ.ના વિદ્યાર્થીઓએ આ માર્કશીટ પાછી ખેંચી સુધારેલી માર્કશીટ આપવાની રજૂઆત કરી છે. પરંતુ આ સંબંધે કોઈ કાર્યવાહી થઈ નથી. અલબત્ત, લોકભારતી સણોસરાના લોકસેવા મહાવિદ્યાલયના આચાર્યએ વર્ષ ૨૦૧૧-૧૨ના સ્નાતકો જોગ જરૃરી માર્ગદર્શક નોંધ સાથે વિદ્યાર્થીઓને લખી આપ્યું છે કે, 'મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટીની સંલગ્ન અને સ્વાયત્ત કોલેજ-લોકભારતી, લોક સેવા મહાવિદ્યાલય સણોસરાના એપ્રિલ-મે-૨૦૧૨માં ઉતિર્ણ થયેલ સ્નાતકોએ (બી.આર.એસ.) સેમેસ્ટર પદ્ધતિથી અભ્યાસ અને પરીક્ષા પૂર્ણ કરેલ હોવાથી તેમની પદવીનું મૂલ્યાંકન તેમની લેવાયેલ સેમેસ્ટર-૫ અને સેમેસ્ટર-૬માં મળેલ ટકાવારીની સરેરાશ (સેમેસ્ટર-૫ના ટકા તથા સેમેસ્ટર-૬ના ટકાના સરવાળાને બે વડે ભાગીને) કાઢીને ગણવાની રહેશે. કારણ કે, ત્રણ વર્ષના આ સ્નાતક અભ્યાસક્રમમાં વર્ષોથી યુનિવર્સિટી માન્ય પરંપરા મુજબ ત્રીજા વર્ષના પરિણામને અંતિમ ગ્રેડ/ટકા તરીકે ગણવામાં આવ્યા છે. હવે સેમેસ્ટર-૫ અને સેમેસ્ટર-૬એ ત્રીજા વર્ષનું મૂલ્યાંકન છે. આથી ત્રીજા વર્ષના આધારે ગુણાંકન કરવા માટે સેમેસ્ટર-૫ અને સેમેસ્ટર-૬ને લક્ષમાં લેવું. આમ, વિદ્યાર્થીઓની જે-તે હેતુસર થનાર મેરીટ યાદી આ ટકાવારીના આધારે ગણવાની રહેશે.'
આ સ્થિતિમાં એવા સંખ્યાબંધ સવાલ ઉઠવા પામ્યા છે કે, શું દરેક જગ્યાએ એપ્લાઈ થતી વખતે આ પ્રકારે પ્રશ્ન ઉત્પન્ન થાય ત્યારે વિદ્યાર્થીઓએ પત્ર જોડવાનો ને ? બી.આર.એસ.ના અભ્યાસક્રમમાં સી.બી.સી.એસ.ના અમલના છ સેમેસ્ટર પૂર્ણ થયા ત્યાં સુધી લોકભારતી સંસ્થા અને યુનિવર્સિટી ઓથોરિટી શું કરતા હતા ? તમામ યુનિવર્સિટીઓમાં સી.બી.સી.એસ.નો પહેલ વહેલો અમલ કરવાનો જશ ખાટવા એટલો બધો ઉતાવળે અમલ કર્યો કે એમાં ચોકસાઈનું તત્વ જ ભૂલી જવાયું ? નહીંતર આવી પરિસ્થિતિ ઉત્પન્ન થાય ?

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

ગગન નારંગને પિતાએ કહ્યું કે 'ઔર જીતના હૈ અભી'

ભારતની બોમ્બયલા દેવી પ્રી-ક્વાર્ટર ફાઇનલમાં હારી જતા બહાર
ભારતનો નેધરલેન્ડ સામે હોકીમાં ૨-૩થી પરાજય
આજે સ્વિમિંગના ૪ અને કુલ૧૫ ગોલ્ડમેડલ માટે મુકાબલા
ભારત પાસે ઘણી પ્રતિભાઓ પડેલી છે
રેટ આધારિત શેરો પાછળ સેન્સેક્સ ૩૦૪, નિફટી ૧૦૦ પોઈન્ટ ઊછળ્યો
સોનામાં વિશ્વ બજાર પાછળ ભાવો ઘટયા ઃ ચાંદી ઉંચકાઈ
વીજ પ્રોજેકટોને ફન્ડીંગ પૂરું પાડવામાં બેન્કોની ઉદાસીનતા
દેશનું આર્થિક ચિત્ર ખૂબ જ ધૂંધળું ઃ રિઝર્વ બેન્ક
દેશની પવિત્ર નદીઓને શુધ્ધ રાખવાની હિમાયત કરતાં ઉમા

કલમાડીને કોમનવેલ્થ ગેમના વડા બનાવવા મુદ્દે ખેલ મંત્રાલય ભીંસમાં

૮૫ વર્ષ પુરાણા સંસદભવનની મજબૂતી ચિંતાનો વિષય
દુષ્કાળથી પ્રભાવિત ૩૨૦ જિલ્લા માટે રાહત યોજના ઘડાઈ
જુલાઈ મહિનામાં સોનાની આયાત ૩૫ ટકા ઓછી રહેવાની ધારણાં

ડીઝલમાં બેવડી ભાવનીતિ અને ખેડૂતો માટે સબસીડીની ટૂંકમાં જ જાહેરાતની સંભાવના

 
 

Gujarat Samachar Plus

શ્રાવણના મીની વેકેશનનું છોટું પ્લાનીંગ
ફ્રેશર્સ પાર્ટીને બદલે ગુજરાતી ભાષા સપ્તાહ મનાવ્યો
ભાઈને વૃઘ્ઘાશ્રમમાંથી પોતાના ઘરે લઈ આવતી બહેન
નિફ્‌ટના અઢી લાખના ફોરકાસ્ટ મેગેઝીનમાં ફેશનની આગાહી
ટ્રાન્સપરન્ટ સાડીમાં સેક્સી લૂક
મોન્સૂનમાં ઓઇલી નાસ્તો હેલ્થને નુકસાન કરે છે
ફેશન ઓફ આર્મી એસેસરીઝ
 

Gujarat Samachar glamour

સોનાક્ષી સલમાનના પુત્રની માતા બનશે
સલમાન અને શાહરૂખ એક સાથે જોવા મળશે
‘આરાધના’ ને ન્યુ બોટલ ‘ટોપગન’માં પિરસાશે
પ્રીટી ‘ભૈયાજી સુપરહિટ’માં આક્રમક પત્નિ બનશે
નેક્સ્ટ ફિલ્મમાં ડિફરન્ટ રોલમાં હોઈશ
નરગિસ ટુંકા હીરો સાથે જોડી બનાવવા તૈયારી છે
ઝેબથી કંટાળેલા અદનાનને છૂટાછેડા મળતા નથી
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved