Last Update : 31-July-2012, Tuesday

 
ભાવનગર સહિત રાજ્યમાં
પડતર પ્રશ્નોના મુદ્દે માહિતી ખાતાનાં કર્મચારીઓના આંદોલનનો પ્રારંભ

રાજ્યની તમામ માહિતી ખાતાની કચેરીમાં કર્મયોગીઓએ કાળીપટ્ટી ધારણ કરી ફરજ બજાવી

ભાવનગર, સોમવાર
ભાવનગર સહિત સમગ્ર રાજ્યની માહિતી ખાતાની કચેરીઓના કર્મચારીઓએ પડતર પ્રશ્નોના ઉકેલની માંગ સાથેના આંદોલનનો આજથી પ્રારંભ થયો છે. આજે રાજ્યની માહિતી ખાતાની કચેરીઓના કર્મયોગીઓએ કાળીપટ્ટી ધારણ કરી ફરજ બજાવી હતી.
રાજ્ય સરકારની પ્રજાલક્ષી કામગીરીને વિવિધ માધ્યમો દ્વારા લોકો સુધી પહોંચાડીને સરકારઅને પ્રજા વચ્ચે સેતુરૃપ કામગીરી કરતા માહિતી ખાતાના વર્ષો જૂના અને વણઉકેલ્યા પ્રશ્નોને કારણે આ ખાતું જ સમસ્યાગ્રસ્ત થઇ ગયું છે. આના કારણે ખાતાના અધિકારીઓ-કર્મચારીઓએ તેઓના પ્રશ્નોના ઉકેલ માટે નાછૂટકે આંદોલનનો આશરો લેવો પડયો છે. આજથી માહિતી ખાતાના અધિકારીઓ-કર્મચારીઓએ કાળી પટ્ટી ધારણ કરી સમગ્ર દિવસ દરમિયાન નિષ્ઠાપૂર્વક ફરજો બજાવી હતી. રાજ્યની તમામ જિલ્લા માહિતી કચેરીઓમાં પણ માહિતી ખાતાના કર્મચારીઓ દ્વારા કાળીપટ્ટી ધારણ કરી દિવસ દરમિયાન પોતાની ફરજો નિષ્ઠાપૂર્વક બજાવી હતી.
માહિતી ખાતાના કર્મયોગીઓ દ્વારા શરૃ કરાયેલ આ આંદોલનના ભાગરપે આગામી દિવસો દરમિયાન તા.૩જી ઓગસ્ટથી તા.૭મી ઓગસ્ટ દરમિયાન વર્ક ટુ રૃલ તા.૮મી ઓગસ્ટે પેન ડાઉન જેવા કાર્યક્રમો મંડળ દ્વારા આપવામાં આવ્યા છે. પ્રશ્નોનો નિવેડો નહી આવે તો તમામ અધિકારીઓ-કર્મચારીઓ તા.૯મી ઓગસ્ટના રોજ ચોવીસ કલાકની રાઉન્ડ ધ ક્લોક ફરજ બજાવશે. તા.૧૩મી ઓગસ્ટ અને તા.૧૪મી ઓગસ્ટના રોજ સુત્રોચ્ચાર કરવામાં આવશે. તા.૧૫મી ઓગસ્ટના રોજ ગાંધીનગર ખાતે મહામંડળના સમાંતર ધ્વજવંદનના કાર્યક્રમમાં હાજરી આપી માહિતી ખાતાના તમામ અધિકારી-કર્મચારીઓની ખાસ સાધારણ સભા બોલાવવામાં આવી છે. ત્યારબાદ તા.૧૭મી ઓગસ્ટથી ૨૦મી ઓગસ્ટ દરમિયાન મંડળના હોદ્દેદારો સહિત અધિકારી-કર્મચારીઓ દ્વારા પ્રતિક ઉપવાસ કરવામાં આવશે અને છેલ્લે તા.૨૧-૮-૨૦૧૨ના દિવસથી ગુજરાત રાજ્ય માહિતી ખાતા કર્મચારી મંડળના પ્રમુખ દિનેશ ચૌહાણ દ્વારા આમરણાંત ઉપવાસ કરાશે અને તેમના ટેકામાં ખાતાના કર્મયોગીઓ દ્વારા પ્રતિક ઉપવાસ કરવામાં આવશે, તેમ યાદીમાં જણાવાયું હતું.

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

ગગન નારંગને પિતાએ કહ્યું કે 'ઔર જીતના હૈ અભી'

ભારતની બોમ્બયલા દેવી પ્રી-ક્વાર્ટર ફાઇનલમાં હારી જતા બહાર
ભારતનો નેધરલેન્ડ સામે હોકીમાં ૨-૩થી પરાજય
આજે સ્વિમિંગના ૪ અને કુલ૧૫ ગોલ્ડમેડલ માટે મુકાબલા
ભારત પાસે ઘણી પ્રતિભાઓ પડેલી છે
રેટ આધારિત શેરો પાછળ સેન્સેક્સ ૩૦૪, નિફટી ૧૦૦ પોઈન્ટ ઊછળ્યો
સોનામાં વિશ્વ બજાર પાછળ ભાવો ઘટયા ઃ ચાંદી ઉંચકાઈ
વીજ પ્રોજેકટોને ફન્ડીંગ પૂરું પાડવામાં બેન્કોની ઉદાસીનતા
દેશનું આર્થિક ચિત્ર ખૂબ જ ધૂંધળું ઃ રિઝર્વ બેન્ક
દેશની પવિત્ર નદીઓને શુધ્ધ રાખવાની હિમાયત કરતાં ઉમા

કલમાડીને કોમનવેલ્થ ગેમના વડા બનાવવા મુદ્દે ખેલ મંત્રાલય ભીંસમાં

૮૫ વર્ષ પુરાણા સંસદભવનની મજબૂતી ચિંતાનો વિષય
દુષ્કાળથી પ્રભાવિત ૩૨૦ જિલ્લા માટે રાહત યોજના ઘડાઈ
જુલાઈ મહિનામાં સોનાની આયાત ૩૫ ટકા ઓછી રહેવાની ધારણાં

ડીઝલમાં બેવડી ભાવનીતિ અને ખેડૂતો માટે સબસીડીની ટૂંકમાં જ જાહેરાતની સંભાવના

 
 

Gujarat Samachar Plus

શ્રાવણના મીની વેકેશનનું છોટું પ્લાનીંગ
ફ્રેશર્સ પાર્ટીને બદલે ગુજરાતી ભાષા સપ્તાહ મનાવ્યો
ભાઈને વૃઘ્ઘાશ્રમમાંથી પોતાના ઘરે લઈ આવતી બહેન
નિફ્‌ટના અઢી લાખના ફોરકાસ્ટ મેગેઝીનમાં ફેશનની આગાહી
ટ્રાન્સપરન્ટ સાડીમાં સેક્સી લૂક
મોન્સૂનમાં ઓઇલી નાસ્તો હેલ્થને નુકસાન કરે છે
ફેશન ઓફ આર્મી એસેસરીઝ
 

Gujarat Samachar glamour

સોનાક્ષી સલમાનના પુત્રની માતા બનશે
સલમાન અને શાહરૂખ એક સાથે જોવા મળશે
‘આરાધના’ ને ન્યુ બોટલ ‘ટોપગન’માં પિરસાશે
પ્રીટી ‘ભૈયાજી સુપરહિટ’માં આક્રમક પત્નિ બનશે
નેક્સ્ટ ફિલ્મમાં ડિફરન્ટ રોલમાં હોઈશ
નરગિસ ટુંકા હીરો સાથે જોડી બનાવવા તૈયારી છે
ઝેબથી કંટાળેલા અદનાનને છૂટાછેડા મળતા નથી
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved