Last Update : 31-July-2012, Tuesday

 
મેઘરાજાએ મોઢું ફેરવતા
જિલ્લામાં દુષ્કાળના ડાકલા ઃ પશુઓ, ખેડૂતો, માલધારીઓ કફોડી સ્થિતિમાં

તળાજા પંથકમાં તાકીદે રાહતકામ, પશુઓ માટે કેટલ કેમ્પ શરૃ કરવા કલેકટરને રજૂઆત

ભાવનગર, સોમવાર
વરસાદ ખેંચાતા ભાવનગર જિલ્લામાં દુષ્કાળના ડાકલા વાગતા ખેડૂતો, પશુઓ, માલધારીઓ કફોડી સ્થિતિમાં મુકાઈ ગયા છે. ત્યારે તળાજા પંથકમાં વરસાદની નોંધપાત્ર ઘટથી વર્ષ નિષ્ફળ ગયું છે. જો કે વરસાદ ખેંચાતા ઘાસચારાની તંગી અને બેકારીથી ખેડૂતો ચિંતામાં મુકાઈ ગયા છે. ત્યારે તળાજા પંથકમાં તાકીદે રાહતકામ તેમજ પશુઓ માટે કેટલ કેમ્પ શરૃ કરવા અંગે જિલ્લા પંચાયતના દિહોર મત વિસ્તારના સદસ્યએ કલેકટરને લેખિત રજુઆત કરી છે.
રજૂઆતમાં જણાવ્યા મુજબ તળાજા તાલુકો ૧૧૮ ગામ ધરાવતો તાલુકો છે. સધ્ધરખેતીના કારણે ભાવનગર જિલ્લામાં આગવું સ્થાન ધરાવતો હતો. આ તાલુકામાં વરસાદ નહીં પડતા ખેડૂતો, મજૂરો ચિંતામાં મુકાઈ ગયા છે. વરસાદ નહીં હોવાથી પશુને ઘાસચારો મળતો નથી. માટે પશુ શક્તિહીન અને ઉત્પાદનમાં શૂન્ય થતા જાય છે. તેના ચારા માટે રાહતદરે લીલા ઘાસની વ્યવસ્થા થાય તે માટે કેટલ કેમ્પ તાકીદે કરવા તેમજ ખેડૂતોનું વાવેતર મગફળી, કપાસ, બાજરી વગેરે ચોમાસુ પાકો સદંતર નિષ્ફળ ગયા છે. તેના પર નહીવત આનાવારી મુકી તેને પાક વીમો આપવા માગ ઉઠી છે.
તળાજા પંથકમાં ચોમાસાની સીઝનનો નહીંવત વરસાદથી અમુક વિસ્તારોમાં ખેડુતોએ સાહસ કરી વાવેલા બિયારણો વરસાદ ખેંચાતા ફેલ થવાથી પડયામાંથે પાટું જેવી સ્થિતિ નિર્માણ પામી છે. ખેડૂતોને અન્ય કોઈ ધિરાણ વધારાનું ઓછા વ્યાજે મળી રહે તેવું આયોજન કરવાની જરૃર છે. ખાસ કરીને પોતાની જ મંડળીના સભ્યોને લાગુ પડતી હોય તેવી જ બેંકોમાં ઓછા વ્યાજે વધારે રકમ મળી રહે તે જરૃરી છે. આ તાલુકામાં હાલ ખેતી સદંતર નાશ થતા મજૂરોને ઘરે બેસી પોતાનું પેટ ભરવું પડે છે તો રાહતકામો તાત્કાલિક શરૃ થાય તે ગંભીર જરૃર છે જેથી મજૂરો પોતાના પેટનું પુરૃ કરી શકે.

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

ગગન નારંગને પિતાએ કહ્યું કે 'ઔર જીતના હૈ અભી'

ભારતની બોમ્બયલા દેવી પ્રી-ક્વાર્ટર ફાઇનલમાં હારી જતા બહાર
ભારતનો નેધરલેન્ડ સામે હોકીમાં ૨-૩થી પરાજય
આજે સ્વિમિંગના ૪ અને કુલ૧૫ ગોલ્ડમેડલ માટે મુકાબલા
ભારત પાસે ઘણી પ્રતિભાઓ પડેલી છે
રેટ આધારિત શેરો પાછળ સેન્સેક્સ ૩૦૪, નિફટી ૧૦૦ પોઈન્ટ ઊછળ્યો
સોનામાં વિશ્વ બજાર પાછળ ભાવો ઘટયા ઃ ચાંદી ઉંચકાઈ
વીજ પ્રોજેકટોને ફન્ડીંગ પૂરું પાડવામાં બેન્કોની ઉદાસીનતા
દેશનું આર્થિક ચિત્ર ખૂબ જ ધૂંધળું ઃ રિઝર્વ બેન્ક
દેશની પવિત્ર નદીઓને શુધ્ધ રાખવાની હિમાયત કરતાં ઉમા

કલમાડીને કોમનવેલ્થ ગેમના વડા બનાવવા મુદ્દે ખેલ મંત્રાલય ભીંસમાં

૮૫ વર્ષ પુરાણા સંસદભવનની મજબૂતી ચિંતાનો વિષય
દુષ્કાળથી પ્રભાવિત ૩૨૦ જિલ્લા માટે રાહત યોજના ઘડાઈ
જુલાઈ મહિનામાં સોનાની આયાત ૩૫ ટકા ઓછી રહેવાની ધારણાં

ડીઝલમાં બેવડી ભાવનીતિ અને ખેડૂતો માટે સબસીડીની ટૂંકમાં જ જાહેરાતની સંભાવના

 
 

Gujarat Samachar Plus

શ્રાવણના મીની વેકેશનનું છોટું પ્લાનીંગ
ફ્રેશર્સ પાર્ટીને બદલે ગુજરાતી ભાષા સપ્તાહ મનાવ્યો
ભાઈને વૃઘ્ઘાશ્રમમાંથી પોતાના ઘરે લઈ આવતી બહેન
નિફ્‌ટના અઢી લાખના ફોરકાસ્ટ મેગેઝીનમાં ફેશનની આગાહી
ટ્રાન્સપરન્ટ સાડીમાં સેક્સી લૂક
મોન્સૂનમાં ઓઇલી નાસ્તો હેલ્થને નુકસાન કરે છે
ફેશન ઓફ આર્મી એસેસરીઝ
 

Gujarat Samachar glamour

સોનાક્ષી સલમાનના પુત્રની માતા બનશે
સલમાન અને શાહરૂખ એક સાથે જોવા મળશે
‘આરાધના’ ને ન્યુ બોટલ ‘ટોપગન’માં પિરસાશે
પ્રીટી ‘ભૈયાજી સુપરહિટ’માં આક્રમક પત્નિ બનશે
નેક્સ્ટ ફિલ્મમાં ડિફરન્ટ રોલમાં હોઈશ
નરગિસ ટુંકા હીરો સાથે જોડી બનાવવા તૈયારી છે
ઝેબથી કંટાળેલા અદનાનને છૂટાછેડા મળતા નથી
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved