Last Update : 31-July-2012, Tuesday

 

ઓઢવના જૂદા જૂદા એસ્ટેટની ફેકટરીઓ દ્વારા
પાણીના ગેરકાયદે જોડાણો અંગે RTI કમિશનરનો મ્યુનિ. કમિશનરને પત્ર

RTI હેઠળ કોર્પોરેશને આપેલી માહિતી તપાસી ગેરરીતિ જણાય તો તેને અટકાવી કાર્યવાહી કરવા જણાવ્યું

અમદાવાદ,સોમવાર
પૂર્વ વિસ્તાર ઓઢવમાં આવેલા સાતથી આઠ જૂદી જૂદી એસ્ટેટોમાં આવેલી ફેકટરીઓએ પાણીના ગેરકાયદે જોડાણો મેળવી લીધા હોવાનું ખુદ મ્યુનિસિપલ અધિકારીઓએ કબુલી લીધું છે. એટલું જ નહીં આરટીઆઈ હેઠળ આ અંગેની કેટલીક વિગતો પણ આપી હતી. જેના અનુસંધાનમાં અન્ય એસ્ટેટોની સ્થિતિ અંગે અરજદારને માહિતી અપાતી નથી. આ બાબતને ગંભીર ગણીને ખુદ ચીફ આરટીઆઈ કમિશનરને મ્યુનિસિપલ કમિશનરને પત્ર લખીને તપાસ કરવા તેમજ ગેરરીતિ અટકાવવા અને પગલા ભરવાનું જણાવ્યું છે.
જાન્યુઆરી- ૨૦૧૨માં અરજદારે ઓઢવના અંબિકાનગરમાં આવેલાં સાંઈનાથ એસ્ટેટ, રવિ એસ્ટેટ, અંબિકા ઈન્ડસ્ટ્રીયલ એસ્ટેટ, ત્રિપદા એસ્ટેટ, વિધા એસ્ટેટ તથા રાજશ્રી એસ્ટેટના શેડ, ફેકટરીઓને એએમસીએ આપેલા પાણી-ગટરના જોડાણો તેમજ બાંધકામોને મુદ્દે આરટીઆઈ હેઠળ માહિતી માગી હતી. આ એસ્ટેટોમાં પણ ઘણી ગેરરીતિઓ થયેલી છે. પરંતુ આરટીઆઈનો જવાબ અપાતો નથી. આથી અરજદારે અપીલો કરી છે. જેના સંદર્ભમાં ચીફ ઈન્ફરમેશન કમિશનર ડી. રાજગોપાલને મ્યુનિ. કમિશનર ગુરૃપ્રસાદ મહાપાત્રને એક પત્ર લખ્યો છે.
પત્રમાં જણાવાયું છે કે, આપના તાબા હેઠળ આવતી કચેરીઓની કામગીરીમાં ગેરરીતિઓ બાબતે ઘણી બધી અરજીઓ અંગે સંતોષકારક જવાબ મળતા નથી. જેથી આયોગ સમક્ષ રજૂઆતો આવે છે. આવા કેસોમાં જો આપની કક્ષાએથી યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તો ગેરરીતિ અટકી શકે તેમ છે. અરજદારને સાંભળી આપની કચેરી દ્વારા જ અપાયેલી માહિતી તપાસી જો તેમાં ગેરરીતિ માલુમ પડે તો તેને અટકાવવા માટે યોગ્ય કાર્યવાહી કરશો.
પત્રમાં જણાવાયું છે કે, ૯-૧૦ના વર્ષની ફરિયાદની સુનાવણી ૧૪મી માર્ચે રાખી હતી. પરંતુ કમનસીબે આપની કચેરી તરફથી કોઇ હાજર રહ્યું નથી. અરજદારને અપાયેલી માહિતીમાંથી એવું તારણ નીકળે છે કે ગેરકાયદે પાણી જોડાણોમાં ગેરરીતિ થઇ છે પરંતુ તેને અટકાવવા માટે શું પ્રયત્નો થયા તેની કોઇ વિગતો આપેલ નથી. જેથી મારો આગ્રહ છે કે આ બાબતમાં તેમજ અરજદાર તરફથી થયેલી અન્ય ગેરરીતિ સંબંધિત અરજીઓ અંગે પણ આપ પોતે રસ લઇને યોગ્ય કાર્યવાહી કરો. આપના તરફથી થયેલી કાર્યવાહીની જાણ આયોગને કરવાનો આગ્રહ રાખું છું, એવું ચીફ કમિશનરે પત્રના અંતમાં જણાવ્યું છે.
જાણવા મળે છે કે ચીફ કમિશનરનાં આવા પત્ર છતાં હજુ સુધી આ અરજદારને બોલાવાયો નથી કે ગેરકાયદે પાણી જોડાણો અને બાંધકામો અંગે કોઇ નક્કર પગલા ભરાયા નથી.

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

ગગન નારંગને પિતાએ કહ્યું કે 'ઔર જીતના હૈ અભી'

ભારતની બોમ્બયલા દેવી પ્રી-ક્વાર્ટર ફાઇનલમાં હારી જતા બહાર
ભારતનો નેધરલેન્ડ સામે હોકીમાં ૨-૩થી પરાજય
આજે સ્વિમિંગના ૪ અને કુલ૧૫ ગોલ્ડમેડલ માટે મુકાબલા
ભારત પાસે ઘણી પ્રતિભાઓ પડેલી છે
રેટ આધારિત શેરો પાછળ સેન્સેક્સ ૩૦૪, નિફટી ૧૦૦ પોઈન્ટ ઊછળ્યો
સોનામાં વિશ્વ બજાર પાછળ ભાવો ઘટયા ઃ ચાંદી ઉંચકાઈ
વીજ પ્રોજેકટોને ફન્ડીંગ પૂરું પાડવામાં બેન્કોની ઉદાસીનતા
દેશનું આર્થિક ચિત્ર ખૂબ જ ધૂંધળું ઃ રિઝર્વ બેન્ક
દેશની પવિત્ર નદીઓને શુધ્ધ રાખવાની હિમાયત કરતાં ઉમા

કલમાડીને કોમનવેલ્થ ગેમના વડા બનાવવા મુદ્દે ખેલ મંત્રાલય ભીંસમાં

૮૫ વર્ષ પુરાણા સંસદભવનની મજબૂતી ચિંતાનો વિષય
દુષ્કાળથી પ્રભાવિત ૩૨૦ જિલ્લા માટે રાહત યોજના ઘડાઈ
જુલાઈ મહિનામાં સોનાની આયાત ૩૫ ટકા ઓછી રહેવાની ધારણાં

ડીઝલમાં બેવડી ભાવનીતિ અને ખેડૂતો માટે સબસીડીની ટૂંકમાં જ જાહેરાતની સંભાવના

 
 

Gujarat Samachar Plus

શ્રાવણના મીની વેકેશનનું છોટું પ્લાનીંગ
ફ્રેશર્સ પાર્ટીને બદલે ગુજરાતી ભાષા સપ્તાહ મનાવ્યો
ભાઈને વૃઘ્ઘાશ્રમમાંથી પોતાના ઘરે લઈ આવતી બહેન
નિફ્‌ટના અઢી લાખના ફોરકાસ્ટ મેગેઝીનમાં ફેશનની આગાહી
ટ્રાન્સપરન્ટ સાડીમાં સેક્સી લૂક
મોન્સૂનમાં ઓઇલી નાસ્તો હેલ્થને નુકસાન કરે છે
ફેશન ઓફ આર્મી એસેસરીઝ
 

Gujarat Samachar glamour

સોનાક્ષી સલમાનના પુત્રની માતા બનશે
સલમાન અને શાહરૂખ એક સાથે જોવા મળશે
‘આરાધના’ ને ન્યુ બોટલ ‘ટોપગન’માં પિરસાશે
પ્રીટી ‘ભૈયાજી સુપરહિટ’માં આક્રમક પત્નિ બનશે
નેક્સ્ટ ફિલ્મમાં ડિફરન્ટ રોલમાં હોઈશ
નરગિસ ટુંકા હીરો સાથે જોડી બનાવવા તૈયારી છે
ઝેબથી કંટાળેલા અદનાનને છૂટાછેડા મળતા નથી
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved