Last Update : 31-July-2012, Tuesday

 
ખાંડના વધેલા ભાવોથી નાગરિકોને દાઝ્યા પર ડામ જેવી સ્થિતિ
ગુજરાતમાં ૧ કરોડ ક્વિન્ટલ ખાંડનું ઉત્પાદન છતાં ભાવો આસમાને

જો હવે વરસાદ વધુ ખેંચાશે તો શેરડીનું વાવેતર ઘટશે ઉત્પાદન ઓછું થતાં ખાંડના ભાવોમાં ઉછાળાની શક્યતા

અમદાવાદ, સોમવાર
સમગ્ર ગુજરાતમાં નહીવત્ વરસાદના કારણે દુષ્કાળની સ્થિતિ આવીને ઉભી રહી છે. ત્યારે જો હજુ પણ વરસાદ નહીં થાય તો શેરડીનું વાવેતર અને તેના ઉત્પાદનમાં જબ્બર ફટકો પડનાર છે. પરિણામે છેલ્લા એક માસથી સળગેલા ખાંડના ભાવોમાં વધુ ઉછાળો આવવાની શક્યતાઓ રહેલી છે.
ગુજરાતમાં દર ચોમાસામાં શેરડીનું વાવેતર થયા બાદ ઓક્ટોબર માસથી શેરડીનું પીલાણ શરૃ થાય છે. જે એપ્રિલ માસ સુધી ચાલતું હોય છે. ગુજરાતમાં કુલ ૧૭ સહકારી ખાંડ ફેક્ટરી આવેલી છે અને ૧ ખાંડસરી યુનિટ આવેલું છે. આ ફેક્ટરીઓમાં ગત્ એપ્રિલ માસ સુધીમાં કુલ ૯૩.૯ર લાખ મેટ્રિક ટન શેરડીનું પીલાણ કરાયું હતુ.
આ પીલાણથી ૧ કરોડ ક્વિન્ટલ ખાંડનું ઉત્પાદન થયું હતું. ગુજરાત માટે આ જથ્થો નોંધપાત્ર કહી શકાય છતાં હાલમાં નાગરિકોએ ખાંડના વધતા ભાવોને લઈને પીસાવાની નોબત આવી છે.
દેશભરમાં પાકતી ખાંડનો જથ્થો દર મહિને કેટલો બજારમાં મુકવો તે કેન્દ્ર સરકાર નક્કિ કરતી હોય છે. પરિણામે ગુજરાતમાં ખાંડનું ૧ કરોડ ક્વિન્ટલ જેટલું ઉત્પાદન થયું હોવા છતાં અને હજુ ગુજરાતની ખાંડ ફેક્ટરીઓમાં જંગી જથ્થામાં માલ પડયો હોવા છતાં ક્વોટાના કારણે તે જથ્થો બજારમાં આવી શકતો નથી. પરિણામે એક માસ પહેલા ખાંડનો કિલોનો ભાવ ૩૦થી ૩૧ રૃપિયા હતો તે હાલમાં ૩પથી ૩૬ રૃપિયાએ પંહોચી ગયો છે.
બીજી બાજુ શેરડીના વાવેતરનો સમય લગભગ વિતી ગયો છે. છતાં જો હવે ગણતરીના દિવસોમાં વરસાદ ન થાય તો સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતના કેટલાક ભાગમાં શેરડીનું વાવેતર નિષ્ફળ જનાર છે. જેના કારણે ઓક્ટોબરથી શેરડીનું પીલાણ શરૃ થાય તે આ વર્ષે શરૃ જ નહીં થઈ શકે અને ખાંડ, ગોળના ભાવો વધુ વધે તેવી શક્યતાઓ જોવાઈ રહી છે. જો કે દક્ષિણ ગુજરાતમાં જળસ્ત્રોત હોવાથી ત્યાં વાવેતરમાં મોટો ફરક પડે તેમ નથી.

ખાંડ ઉત્પાદકોની કેન્દ્ર સમક્ષ ક્વોટા પ્રથા રદ કરવાની માંગ
ગત્ તા.૩ જૂલાઈના રોજ કેન્દ્ર સરકાર દ્વારા બોલાવાયેલી બેઠકમાં દરેક રાજયમાંથી ખાંડ ઉત્પાદકો અને ડિરેક્ટર ઓફ સુગર ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠકમાં ખાંડ ઉત્પાદકોએ સમગ્ર દેશમાંથી ક્વોટા પ્રથા રદ કરવા માંગણી કરી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.

ગુજરાતની સુગર ફેક્ટરીઓના શેરડી પીલાણ અને ખાંડ ઉત્પાદનના આંકડા

ફેક્ટરીનું નામ

શેરડીનું પીલાણ(મે.ટન)

ખાંડનું ઉત્પાદન(ક્વિ.)

બારડોલી

૧૪,૭૧,પ૭૬

૧૬,૭૭,૭૪૦

ગણદેવી

,૮ર,૭પ૦

૧૧,૪૭,૬૦૦

મઢી

૧૦,૦૦,૭૦૪

૧૦,૬પ,૦પ૦

ચલથાણ

,૩૧,૦૪૮

,૭૪,પ૬૦

મરોલી

,૪૪,૯૩૦

,૪૬,૩૧૦

વલસાડ

,૧૩,૬ર૬

,ર૭,૯૭ર

સાયન

,૦૬,૪૬ર

,૩પ,૯૧૦

મહૂવા

,૬પ,૧૩૪

,૯૩,૪૬૦

ઉકાઈ

૮૩,પ૯૪

૬૭,૯૧૦

ગણેશ

,૦૩,૧૯૯

,ર૪,૯૧૬

કામરેજ

,૦૧,૯ર૦

,૧૪,૦૪૦

કોપર-વલોદ

,રર,૭૬૩

,ર૯,૪૭૦

પંડવાઈ

,ર૯,૦પ૭

,પપ,ર૧૦

નર્મદા

,૯૪,૦૪ર

,૬૭,૭ર૭

વડોદરા

,૪૮,૭૪૯

,૩૯,૬૯૦

કોડિનાર

,૯ર,૯૩ર

,૬૧,૬૯પ

તાલાળા

,૩૬,૦૧૬

,૩૮,૬ર૦

ખાંડસરી ગોર્વધન

૬૪,૧૮૦

પ૬,પ૮૦

કુલ

૯૩,૯ર,૬૮ર

,૦૦,ર૪,૪૬૦

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

ગગન નારંગને પિતાએ કહ્યું કે 'ઔર જીતના હૈ અભી'

ભારતની બોમ્બયલા દેવી પ્રી-ક્વાર્ટર ફાઇનલમાં હારી જતા બહાર
ભારતનો નેધરલેન્ડ સામે હોકીમાં ૨-૩થી પરાજય
આજે સ્વિમિંગના ૪ અને કુલ૧૫ ગોલ્ડમેડલ માટે મુકાબલા
ભારત પાસે ઘણી પ્રતિભાઓ પડેલી છે
રેટ આધારિત શેરો પાછળ સેન્સેક્સ ૩૦૪, નિફટી ૧૦૦ પોઈન્ટ ઊછળ્યો
સોનામાં વિશ્વ બજાર પાછળ ભાવો ઘટયા ઃ ચાંદી ઉંચકાઈ
વીજ પ્રોજેકટોને ફન્ડીંગ પૂરું પાડવામાં બેન્કોની ઉદાસીનતા
દેશનું આર્થિક ચિત્ર ખૂબ જ ધૂંધળું ઃ રિઝર્વ બેન્ક
દેશની પવિત્ર નદીઓને શુધ્ધ રાખવાની હિમાયત કરતાં ઉમા

કલમાડીને કોમનવેલ્થ ગેમના વડા બનાવવા મુદ્દે ખેલ મંત્રાલય ભીંસમાં

૮૫ વર્ષ પુરાણા સંસદભવનની મજબૂતી ચિંતાનો વિષય
દુષ્કાળથી પ્રભાવિત ૩૨૦ જિલ્લા માટે રાહત યોજના ઘડાઈ
જુલાઈ મહિનામાં સોનાની આયાત ૩૫ ટકા ઓછી રહેવાની ધારણાં

ડીઝલમાં બેવડી ભાવનીતિ અને ખેડૂતો માટે સબસીડીની ટૂંકમાં જ જાહેરાતની સંભાવના

 
 

Gujarat Samachar Plus

શ્રાવણના મીની વેકેશનનું છોટું પ્લાનીંગ
ફ્રેશર્સ પાર્ટીને બદલે ગુજરાતી ભાષા સપ્તાહ મનાવ્યો
ભાઈને વૃઘ્ઘાશ્રમમાંથી પોતાના ઘરે લઈ આવતી બહેન
નિફ્‌ટના અઢી લાખના ફોરકાસ્ટ મેગેઝીનમાં ફેશનની આગાહી
ટ્રાન્સપરન્ટ સાડીમાં સેક્સી લૂક
મોન્સૂનમાં ઓઇલી નાસ્તો હેલ્થને નુકસાન કરે છે
ફેશન ઓફ આર્મી એસેસરીઝ
 

Gujarat Samachar glamour

સોનાક્ષી સલમાનના પુત્રની માતા બનશે
સલમાન અને શાહરૂખ એક સાથે જોવા મળશે
‘આરાધના’ ને ન્યુ બોટલ ‘ટોપગન’માં પિરસાશે
પ્રીટી ‘ભૈયાજી સુપરહિટ’માં આક્રમક પત્નિ બનશે
નેક્સ્ટ ફિલ્મમાં ડિફરન્ટ રોલમાં હોઈશ
નરગિસ ટુંકા હીરો સાથે જોડી બનાવવા તૈયારી છે
ઝેબથી કંટાળેલા અદનાનને છૂટાછેડા મળતા નથી
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved