Last Update : 31-July-2012, Tuesday

 

અમદાવાદમાં તસ્કરોનો સુવર્ણકાળ

-૬૮ લાખનું સોનુ ચોરાયું

 


-ફલેટમાં ૨૩ લાખની ઘરફોડ

અમદાવાદ, સોમવાર
અમદાવાદીઓ અસલામત છે અને તસ્કરોનો જાણે સુવર્ણકાળ ચાલી રહ્યો છે. સી.જી. રોડ ઉપર જ્વેલર્સને ત્યાં પોણો કરોડના દાગીનાની ચોરીમાં પોલીસને કોઈ કડી મળી નથી ત્યાં સેટેલાઈટમાં બે સ્થળેથી વધુ ૬૮ લાખની કિંમતના સોનાના દાગીના અને સોનાની બિસ્કીટની ચોરી થઈ છે. પ્રેરણાતિર્થ જૈન દેરાસરથી આનંદનગર રોડ જવાના રસ્તે પળવારમાં જ પાર્ક કરેલા એક્ટિવામાં પગ પાસે હેન્ડલમાં ભરાવેલા બે કિલો સોનાના ૪૫ લાખની કિંમતના દાગીના અને દોઢ લાખની રોકડ ભરેલા થેલાની ચોરી થઈ હતી. જ્યારે, સેટેલાઈટના શિરોમણી ટાવરના એક બંધ ફલેટનો દરવાજો તોડીને ૨૩ લાખની કિંમતના ૧,૧૦૦ ગ્રામ સોનાના બિસ્કીટ અને ડોલર્સની ચોરી કરાયાની ફરિયાદો નોંધાઈ છે. એક જ દિવસમાં વધુ ૬૮ લાખની ચોરીની ફરિયાદો થતાં પોલીસ અધિકારીઓએ જાણે મૌન સેવી લીધું છે.
અમદાવાદમાં તસ્કરોની નજર માત્ર ને માત્ર 'પીળી ધાતુ' એટલે કે સોના ઉપર જ હોવાની અનુભૂતિ થાય તેવી ઘટનાઓ બની રહી છે. આજે આનંદનગર રોડથી પ્રેરણાતિર્થ દેરાસર તરફ જતાં રસ્તા ઉપર પળવારમાં જ ૪૬.૫૦ લાખની મત્તા ભરેલો થેલો ચોરીને 'ધૂમ' સ્ટાઈલ બાઈકસવારો નાસી ગયાની ફરિયાદ નોંધાવાઈ છે. આનંદનગરના કંચનભૂમિ ફલેટમાં રહેતા અને માણેક ચોકમાં કલાપૂર્ણ ઓર્નામેન્ટ્સ નામે વ્યવસાય કરતાં મુકેશભાઈ ચિનુભાઈ શાહ (ઉ.વ. ૪૯) સોનાના દાગીના બનાવીને જ્વેલરી શો-રૃમમાં વેચાણથી આપે છે. આજે સવારે ૧૧-૩૦ વાગ્યાના અરસામાં મુકેશભાઈ તેમના ભત્રીજા ધવલ અશોકભાઈ શાહને સાથે લઈને બોપલમાં ચામુંડા જ્વેલર્સમાં મનિષભાઈની દુકાને ગયા હતા. રિનોવેશન ચાલતું હોવાથી મનિષભાઈએ હાલમાં દાગીના ખરીદવાની ના પાડી હતી.
મુકેશભાઈ અને ભત્રીજો ધવલ એક્ટિવા ઉપર ઘરે જમવા માટે પરત ફરી રહ્યાં હતાં. પ્રેરણાતિર્થ દેરાસરથી આનંદનગર તરફ જતા રસ્તે પુષ્કર ફલેટની સામે એક મોબાઈલ શોપ પાસે ભત્રીજો ધવલ મોબાઈલ લેવા ઉભો રહ્યો હતો. ધવલ મોબાઈલ શોપમાં ગયો હતો અને મુકેશભાઈ એક્ટિવા પાસે ઉભા હતા. એવામાં જ એક શખ્સ એક્ટિવા પાસે આવ્યો હતો અને પગ રાખવાની જગ્યામાં હેન્ડલમાં ભરાવેલો થેલો આંચકીને બાજુમાંથી પસાર થતાં બાઈક ઉપર બેસી ગયો હતો. પોતાની નજર સામે જ દાગીના અને રોકડ ભરેલો થેલો લઈને પળવારમાં જ બાઈક ઉપર નાસી રહેલા ચોરીની પાછળ મુકેશભાઈ બૂમ પાડીને દોડયા હતા. પણ, અચાનક બનેલી ઘટનાથી મુકેશભાઈએ બેલેન્સ ગુમાવ્યું હતું અને પડી ગયાં હતાં. ભત્રીજો ધવલ દોડયો હતો પણ એ પહેલાં બાઈકસવારો પલાયન થઈ ગયા હતા. મુકેશભાઈની ફરિયાદ મુજબ, થેલામાં ૪૫ લાખની કિંમતના બે કિલો સોનાના દાગીના અને દોઢ લાખની રોકડ હતી. આમ, કુલ ૪૬.૫૦ લાખની ચોરી થયાની ફરિયાદ આનંદનગર પોલીસમાં નોંધાવાઈ છે. પી.આઈ. જે.એચ. જલુએ કહ્યું કે- ફરિયાદ સંદર્ભે ઉંડી તપાસ ચાલે છે.
પળવારમાં લાખોના દાગીનાની ચોરીની ઘટનાની થોડી જ મિનિટોમાં સેટેલાઈટ પોલીસને લાખો રૃપિયાની ઘરફોડ ચોરી થયાનો મેસેજ મળ્યો હતો. ઝાંસીની રાણીના પૂતળાથી નહેરૃનગર ચાર રસ્તા તરફ જતા માન ટાવર પાસેના શિરોમણી રેસિડન્સીમાં વિજયભાઈ હિમ્મતલાલ શાહના ઘરે ૨૩ લાખની મત્તા ચોરાયાની ફરિયાદ સેટેલાઈટ પોલીસમાં નોંધાવાઈ છે. પી.આઈ. એમ.એસ. સિન્ધા અને ટીમની તપાસમાં એવી વિગતો ખૂલી છે કે, સિલાઈ મશીન બનાવવાનો વ્યવસાય કરતા વિજયભાઈ તેમના પત્ની અને પુત્ર સાથે શનિવારે બપોરે માઉન્ટ આબુ ગયા હતા. શિરોમણી રેસીડન્સીના ફલેટ નંબર એ-૮૦૧માં રહેતા વિજયભાઈને આજે સવારે પાડોશીએ તેમના ઘરનો દરવાજો તૂટેલો હોવાની વાત કરી હતી.
વિજયભાઈએ તાબડતોબ ઘરે પરત ફરી તપાસ કરતાં તેમના ઘરમાંથી સોનાની એક કિલો અને ૧૦૦ ગ્રામની મળી કુલ ૧,૧૦૦ ગ્રામ સોનુ અને ૧ લાખની કિંમતના સોનાના સેટની ચોરી થયાની વિગતો મળી હતી. પૈસાપાત્ર પરિવારો રહે છે તેવા આ એપાર્ટમેન્ટના પાર્કિંગમાં ૧૬ સીસીટીવી કેમેરા છે. આ કેમેરાના આધારે તપાસ શરૃ કરવામાં આવ્યાનું સેટેલાઈટ પોલીસ કહે છે. વધુ એક વખત એક જ દિવસમાં લાખો રૃપિયાના સોનાની ચોરીથી અમદાવાદમાં પોલીસની કાર્યક્ષમતા અંગે અનેક સવાલો ચર્ચાતા થયાં છે.

'ધૂમ' સ્ટાઈલે ચોરી અંગે પોલીસને કયા મુદ્દે શંકા છે?
* આનંદનગરમાં 'ધૂમ' બાઈકસવારો ૪૫ લાખના દાગીના ચોરી ગયા તેમાં શંકાસ્પદ મુદ્દાની તપાસ ચાલતી હોવાનું પોલીસ કહે છે. પોલીસ કહે છે કે- દાગીના ચોરાતા બૂમ સાંભળનાર લોકો મળ્યાં છે પણ બાઈક ઉપર ભાગતા ચોરને જોનાર કોઈ મળતું નથી. ચોરીનો મુદ્દામાલ ખરેખર કેટલાનો? તે અંગે પૂરતા બીલો ન હોવાથી શંકા પ્રવર્તે છે. આ કિસ્સામાં દાગીનાનો વીમો હોવાની વિગતો મળતાં તે અંગે પણ તપાસ ચાલે છે.

સોનાની બજાર કિંમત ૯૩ લાખ પણ પોલીસ ચોપડે ૬૮ લાખ!
* સેટેલાઈટ અને આનંદનગરમાં આજે કુલ ૩ કિલો ૧૦૦ ગ્રામ સોનાના દાગીના અને સોનુ ચોરાયાની ફરિયાદો નોંધાઈ છે. બજારના સૂત્રોના કહેવા મુજબ, ૧ કિલો સોનાની બજારકિંમત ૩૦ લાખથી વધુ છે. ચોરાયેલા સોનાની બજારકિંમત ૯૩ લાખ થવા જાય છે. પણ, પોલીસ ચોપડે કિંમત ૬૮ લાખ બતાવવા પાછળ ગૂનાની ગંભીરતા ઘટાડવાનો હેતુ હોવાની લોકચર્ચા છે. જો કે, પોલીસ કહે છે કે- બીલ મુજબ સોનાની કિંમત આંકીને કેટલાની ચોરી થઈ તે નિશ્ચિત કરાય છે.

નજરે જોનાર ન મળતાં CCTV અને મોબાઈલ ફોનની તપાસ
* આનંદનગર રોડ ઉપર પળવારમાં ૪૫ લાખના દાગીના ચોરી જવાયા ત્યારે ફરિયાદી મુકેશભાઈ એક્ટિવા પાસે જ ઉભા હતા. પોલીસ કહે છે કે, મુકેશભાઈ બાઈકસવાર ચોર પાછળ દોડયા હતા. પણ, ચહલપહલવાળા રોડ ઉપર ચોરને ભાગતા જોનાર કોઈ વ્યક્તિ મળતી નથી. આ સંજોગોમાં આ માર્ગ ઉપરના અન્ય બિલ્ડીંગોમાં સીસીટીવી હોય તો ફૂટેજ મેળવવા તપાસ શરૃ કરાઈ છે. આ ઉપરાંત, મોબાઈલ ફોનની પણ તપાસ ચાલે છે.

૧,૧૦૦ ગ્રામ સોનુ ગુમાવનાર પરિવાર આબુ ફરવા ગયો હતો
* નહેરૃનગર પાસેના પોશ ટાવરમાં રહેતા વિજયભાઈ તેમના પત્ની અને પુત્ર સાથે માઉન્ટ આબુ ફરવા ગયા હતા. પોલીસે કહ્યું કે, શનિ-રવિની રજામાં આ પરિવાર આબુ ગયો હતો. આજે સવારે વિજયભાઈને કોઈએ જાણ કરી હતી કે તેમના ઘરનો દરવાજો તૂટેલો છે. ઘરમાંથી વિદેશી ચલણ પણ ચોરાયું છે તે અંગે તપાસ ચાલી રહી છે.

તસ્કરોના સુવર્ણકાળનું આજનું 'ક્રાઈમ મીટર'
* બપોરે ૧૨-૩૦ઃ પ્રેરણાતિર્થ દેરાસર રોડ ઉપર સોનાની વિંટી, કડી, બુટ્ટી, પેન્ડલ, ડોકીયા અને સેટ મળી કુલ બે કિલો સોનાના દાગીના ભરેલા થેલાની ચોરી. પાંચ જ સેકન્ડમાં દાગીના ભરેલા ડબ્બા અને રૃા. દોઢ લાખની ચોરી ધૂમ બાઈકસવારો પલાયન.
* બપોરે ૧-૧૫ઃ નહેરૃનગર ચાર રસ્તા પાસે શિરોમણી રેસીડન્સીના એક ફલેટમાં ૨૩ લાખની ચોરી થયાની પોલીસને જાણ થઈ. શનિવારે બપોરથી સોમવાર સવાર દરમ્યાન દરવાજો તોડી તસ્કરો પ્રવેશ્યા.

'ન્યુમેરિક લોક' હોવાથી ફલેટનો દરવાજો તોડયો
* નહેરૃનગર ચાર રસ્તા પાસે શિરોમણી રેસીડન્સીના પોશ ફલેટસના પાર્કિંગમાં ૧૬ સીસીટીવી કેમેરા છે. અને વિજયભાઈ શાહના ફલેટના દરવાજામાં આધુનિક ન્યુમેરિક લોક હતું. આ લોક તોડવાનું શક્ય ન હોવાથી તસ્કરોએ દરવાજો જ તોડી નાંખ્યો હતો. સામાન્યતઃ નકૂચા, તાળાં, જાળી અને ઈન્ટરલોક તોડી જતી ચોર ગેંગથી પોલીસ જાણકાર છે. પણ, ન્યુમેરિક લોક હોવાથી દરવાજો તોડાયાની પ્રથમ ઘટનાથી પોલીસ ચોંકી ઉઠી છે.

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

ગગન નારંગને પિતાએ કહ્યું કે 'ઔર જીતના હૈ અભી'

ભારતની બોમ્બયલા દેવી પ્રી-ક્વાર્ટર ફાઇનલમાં હારી જતા બહાર
ભારતનો નેધરલેન્ડ સામે હોકીમાં ૨-૩થી પરાજય
આજે સ્વિમિંગના ૪ અને કુલ૧૫ ગોલ્ડમેડલ માટે મુકાબલા
ભારત પાસે ઘણી પ્રતિભાઓ પડેલી છે
રેટ આધારિત શેરો પાછળ સેન્સેક્સ ૩૦૪, નિફટી ૧૦૦ પોઈન્ટ ઊછળ્યો
સોનામાં વિશ્વ બજાર પાછળ ભાવો ઘટયા ઃ ચાંદી ઉંચકાઈ
વીજ પ્રોજેકટોને ફન્ડીંગ પૂરું પાડવામાં બેન્કોની ઉદાસીનતા
દેશનું આર્થિક ચિત્ર ખૂબ જ ધૂંધળું ઃ રિઝર્વ બેન્ક
દેશની પવિત્ર નદીઓને શુધ્ધ રાખવાની હિમાયત કરતાં ઉમા

કલમાડીને કોમનવેલ્થ ગેમના વડા બનાવવા મુદ્દે ખેલ મંત્રાલય ભીંસમાં

૮૫ વર્ષ પુરાણા સંસદભવનની મજબૂતી ચિંતાનો વિષય
દુષ્કાળથી પ્રભાવિત ૩૨૦ જિલ્લા માટે રાહત યોજના ઘડાઈ
જુલાઈ મહિનામાં સોનાની આયાત ૩૫ ટકા ઓછી રહેવાની ધારણાં

ડીઝલમાં બેવડી ભાવનીતિ અને ખેડૂતો માટે સબસીડીની ટૂંકમાં જ જાહેરાતની સંભાવના

 
 

Gujarat Samachar Plus

શ્રાવણના મીની વેકેશનનું છોટું પ્લાનીંગ
ફ્રેશર્સ પાર્ટીને બદલે ગુજરાતી ભાષા સપ્તાહ મનાવ્યો
ભાઈને વૃઘ્ઘાશ્રમમાંથી પોતાના ઘરે લઈ આવતી બહેન
નિફ્‌ટના અઢી લાખના ફોરકાસ્ટ મેગેઝીનમાં ફેશનની આગાહી
ટ્રાન્સપરન્ટ સાડીમાં સેક્સી લૂક
મોન્સૂનમાં ઓઇલી નાસ્તો હેલ્થને નુકસાન કરે છે
ફેશન ઓફ આર્મી એસેસરીઝ
 

Gujarat Samachar glamour

સોનાક્ષી સલમાનના પુત્રની માતા બનશે
સલમાન અને શાહરૂખ એક સાથે જોવા મળશે
‘આરાધના’ ને ન્યુ બોટલ ‘ટોપગન’માં પિરસાશે
પ્રીટી ‘ભૈયાજી સુપરહિટ’માં આક્રમક પત્નિ બનશે
નેક્સ્ટ ફિલ્મમાં ડિફરન્ટ રોલમાં હોઈશ
નરગિસ ટુંકા હીરો સાથે જોડી બનાવવા તૈયારી છે
ઝેબથી કંટાળેલા અદનાનને છૂટાછેડા મળતા નથી
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved