Last Update : 31-July-2012, Tuesday

 

મંત્રી સંઘાણીએ ૭૦ બેન્કોને તાળાં લગાવ્યાં

-૮૧ બેંકો ફડચામાં ગઈ

 


-૩૧ બેંકોનું મર્જર થયું

અમદાવાદ,સોમવાર
મુખ્યમંત્રીના પ્રીતિપાત્ર એવા સહકાર મંત્રી દિલીપ સંઘાણી સહિતનાએ તેમના કાર્યકાળમાં સહકારી બેંકોમાં થાપણદારો અને સભાસદોનું હિત જોખમાય તે રીતે વહીવટ કરતાં છેલ્લા ૮ વર્ષમાં ૭૦ અર્બન કો-ઓપરેટિવ બેંકોને તાળા મારવાની નોબત આવી છે. આ સમયગાળા દરમિયાન ૮૧ બેંકો ફડચામાં ગઈ છે અને ૩૧ બેંકોનું મર્જર કરવું પડયું છેેે.
ભાજપ સરકારે લાખો ખેડૂતો, સભાસદો અને થાપણદારોનું જેમાં હિત સમાયેલું છે તેવા સહકારી ક્ષેત્રને કમાણીનો ધંધો બનાવી દેતા અનેક સહકારી બેંકો અને સંસ્થાઓના અસ્તિત્વ જોખમાયા છે. આ હકિકત અર્બન કો-ઓપરેટિવ બેંકોને બરાબર લાગુ પડતી હોય તેમ માધુપુરા મર્કેન્ટાઈલ કો-ઓપ.બેંકનું આર્થિક સુનામી બાદ પણ અનેક અર્બન કો-ઓપ. બેંકોની સ્થિતિ ડામાડોળ રહી છે.
માધુપુરા બેંકના લાખો થાપણદારોનું હિત ધ્યાને લેવાના બદલે તેના કૌભાંડીઓને બચાવવા માટે ભાજપના રાષ્ટ્રીય નેતા અરૃણ જેટલી મેદાને આવ્યા હતા. આવી જ રીતે ગુજરાતમાં પણ ભાજપ સરકારના મંત્રી દિલીપ સંઘાણી સહિતનાએ સહકારી બેંકોમાં જેતે ડિરેક્ટરોના સગા-સંબંધીઓને લોનો આપી રીકવરી જ ન થાય તેવી સ્થિતિનું નિર્માણ કરતાં અનેક સહકારી બેંકોની સ્થિતિ ડામાડોળ બની ગઈ છે.
વર્ષ ર૦૦પથી ર૦૧ર સુધીમાં રાજયની અર્બન બેંકોમાં નબળી બેંકોની ટકાવારી ૪૩.ર ટકા હતી તે ઘટાડીને ૧૧.૮ ટકા સુધી નીચે લાવવામાં સફળતા મળી હોવાનો સહકાર વિભાગ દાવો કરી રહ્યો છે પરંતુ વર્ષ ર૦૦પમાં અર્બન કો-ઓપ.બેંકોની સંખ્યા ૩૦૮ હતી તે વર્ષ ર૦૧રમાં ઘટીને માત્ર ર૩૮ થઈ ગઈ છે. એટલે કે છેલ્લા ૮ વર્ષમાં ૭૦ બેંકો બંધ થવા પામી છે. જેમાં સૌથી વધુ વર્ષ ર૦૦૮માં એટલે કે દિલીપ સંઘાણીના સહકાર મંત્રીના કાર્યકાળમાં એક જ વર્ષમાં ૧૭ બેંકોને ખંભાતી તાળા મારી દેવા પડયા છે. સરકારના સૂત્રોએ જણાવ્યું હતું કે આ સમયગાળા દરમિયાન ૮૧ બેંકો ફડચામાં ગઈ હતી જ્યારે ૩૧ બેંકોને અન્ય બેંકોમાં મર્જ કરવામાં આવી હતી. હાલમાં ર૩૮ બેંકો પૈકી પ મલ્ટી સ્ટેટ બેંકો છે. ૭ શીડયુલ બેંકો છે. ૧૦ મહિલા કો-ઓપ.બેંકો છે. આ તમામ બેંકોમાં કુલ ર૭.૦૪ લાખ સભાસદો અને ૭૭.૦૬ લાખ થાપણદારો છે.
આમ, સહકારી ક્ષેત્રમાં લોકોનો વિશ્વાસ વધવાના બદલે જેટલો પણ વિશ્વાસ છે તે ડગમગી જાય તેવી સ્થિતિ દિન-પ્રતિદિન નિર્માણ થતી જાય છે. આવી સ્થિતિમાં દિલીપ સંઘાણી જેવા મંત્રીઓએ સહકારી ક્ષેત્રને રાજકારણનું મેદાન બનાવવાના બદલે સહકારી સંસ્થાઓ તંદુરસ્ત બને તેવા પ્રયત્નો કરવા જોઈએ તેવી સમયની માંગ છે.

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

ગગન નારંગને પિતાએ કહ્યું કે 'ઔર જીતના હૈ અભી'

ભારતની બોમ્બયલા દેવી પ્રી-ક્વાર્ટર ફાઇનલમાં હારી જતા બહાર
ભારતનો નેધરલેન્ડ સામે હોકીમાં ૨-૩થી પરાજય
આજે સ્વિમિંગના ૪ અને કુલ૧૫ ગોલ્ડમેડલ માટે મુકાબલા
ભારત પાસે ઘણી પ્રતિભાઓ પડેલી છે
રેટ આધારિત શેરો પાછળ સેન્સેક્સ ૩૦૪, નિફટી ૧૦૦ પોઈન્ટ ઊછળ્યો
સોનામાં વિશ્વ બજાર પાછળ ભાવો ઘટયા ઃ ચાંદી ઉંચકાઈ
વીજ પ્રોજેકટોને ફન્ડીંગ પૂરું પાડવામાં બેન્કોની ઉદાસીનતા
દેશનું આર્થિક ચિત્ર ખૂબ જ ધૂંધળું ઃ રિઝર્વ બેન્ક
દેશની પવિત્ર નદીઓને શુધ્ધ રાખવાની હિમાયત કરતાં ઉમા

કલમાડીને કોમનવેલ્થ ગેમના વડા બનાવવા મુદ્દે ખેલ મંત્રાલય ભીંસમાં

૮૫ વર્ષ પુરાણા સંસદભવનની મજબૂતી ચિંતાનો વિષય
દુષ્કાળથી પ્રભાવિત ૩૨૦ જિલ્લા માટે રાહત યોજના ઘડાઈ
જુલાઈ મહિનામાં સોનાની આયાત ૩૫ ટકા ઓછી રહેવાની ધારણાં

ડીઝલમાં બેવડી ભાવનીતિ અને ખેડૂતો માટે સબસીડીની ટૂંકમાં જ જાહેરાતની સંભાવના

 
 

Gujarat Samachar Plus

શ્રાવણના મીની વેકેશનનું છોટું પ્લાનીંગ
ફ્રેશર્સ પાર્ટીને બદલે ગુજરાતી ભાષા સપ્તાહ મનાવ્યો
ભાઈને વૃઘ્ઘાશ્રમમાંથી પોતાના ઘરે લઈ આવતી બહેન
નિફ્‌ટના અઢી લાખના ફોરકાસ્ટ મેગેઝીનમાં ફેશનની આગાહી
ટ્રાન્સપરન્ટ સાડીમાં સેક્સી લૂક
મોન્સૂનમાં ઓઇલી નાસ્તો હેલ્થને નુકસાન કરે છે
ફેશન ઓફ આર્મી એસેસરીઝ
 

Gujarat Samachar glamour

સોનાક્ષી સલમાનના પુત્રની માતા બનશે
સલમાન અને શાહરૂખ એક સાથે જોવા મળશે
‘આરાધના’ ને ન્યુ બોટલ ‘ટોપગન’માં પિરસાશે
પ્રીટી ‘ભૈયાજી સુપરહિટ’માં આક્રમક પત્નિ બનશે
નેક્સ્ટ ફિલ્મમાં ડિફરન્ટ રોલમાં હોઈશ
નરગિસ ટુંકા હીરો સાથે જોડી બનાવવા તૈયારી છે
ઝેબથી કંટાળેલા અદનાનને છૂટાછેડા મળતા નથી
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved