Last Update : 31-July-2012, Tuesday

 

બિલ ન ભરાતા પોલીસ સ્ટેશનોના ફોન કપાયા

-સરકારી તંત્રનો અંધેર વહિવટ

 


-પણ પોલીસ તંત્ર નિશ્ચિંત

અમદાવાદ, સોમવાર
અમદાવાદ શહેરના ૩૭ પોલીસ સ્ટેશનો, એજન્સીઓ અને અધિકારીઓના મળી અંદાજે ૫૦ જેટલા ટેલીફોન છેલ્લા ચારથી સાત દિવસથી ટેલીફોન બિલ ન ભરાયાના મુદ્દે બંધ થઈ ગયાં છે. ટેલીફોન બંધ થઈ જવાથી પ્રજા સાથે સીધો સંપર્ક ધરાવતા પોલીસ સ્ટેશનોની કામગીરીને ઘેરી અસર પહોંચી છે.
અમદાવાદના પશ્ચિમ વિસ્તારના પાંચ મળી કુલ એકાદ ડઝન જેટલા પોલીસ સ્ટેશનોના 'પોલીસ સ્ટેશન ઓફીસર'ને ફાળવાયેલાં લેન્ડલાઈન ટેલીફોન છેલ્લા ચારથી સાત દિવસથી બંધ થઈ ગયાં છે. આ ઉપરાંત, પોલીસ અધિકારીઓ અને એજન્સીઓના મળી ૫૦ જેટલા ફોન બિલ નહીં ભરાયા હોવાથી વિક્ષેપીત થયાનું પોલીસ સૂત્રોમાંથી જાણવા મળે છે. સત્તાવાર સૂત્રો આ બાબતે તપાસ કર્યા બાદ જ ખરી વિગતો સ્પષ્ટ થાય તેમ કહે છે.
આમ તો, મોબાઈલ ફોનના જમાનામાં પોલીસ તંત્રનું કામ અટકતું નથી. પરંતુ, પી.એસ.ઓ. ટેબલ ઉપર ફાળવાયેલા લેન્ડલાઈન નંબર અને ફેક્સ નંબર બંધ થયા હોવાથી હોસ્પિટલો અને અન્ય કચેરીઓના સંદેશા વ્યવહાર તેમજ પ્રજાજનોને પોલીસ સ્ટેશનના કામ માટે ટેલીફોનિક સંપર્ક કરવામાં પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડે છે. એ જ રીતે, બંદોબસ્ત કે અન્ય કોઈ ઈમરજન્સી મેસેજ આપવાનો થાય ત્યારે પોલીસ કર્મચારીઓનો સંપર્ક કઈ રીતે કરવો તેની સમસ્યા સર્જાય છે. છેલ્લા કેટલાક સમયથી બિલ નહીં ભરાવાથી પોલીસ સ્ટેેશનોના ટેલીફોન થોડા દિવસો માટે બંધ થવાની ઘટના છાશવારે બનતી રહી છે. પણ, ઉચ્ચ સ્તરેથી જાહેર સેવાની આ બાબતે ગંભીરતા જણાતી નથી.
ભારત સંચાર નિગમ લિમિટેડના પ્રિન્સિપાલ જનરલ મૅનેજર બી.કે. સિંહાએ જણાવ્યું હતું કે પોલીસના ઘણાં મથકોના વર્ષો જૂના બિલ ન ભરાયા હોવાથી અને તેમના વારંવાર રિમાઈન્ડર અપાયા હોવા છતાંય તેમણે બિલ ભરાવવાની તસદી ન લીધી હોવાથી તેમના ફોન જોડાણો પાંચથી સાત દિવસથી કપાઈ ગયા છે. તેમ છતાંય જાહેર જનતાની સેવાઓમાં તેઓ તૈનાત રહેતા હોવાથી તેમની સેવાની ઉપયોગીતાને ધ્યાનમાં લઈને તેમની સેવાઓ કાપવી જોઈએ નહિ. તેમની સેવાઓને પાછી ચાલુ કરી દેવા માટે ઝડપથી પગલાં લેવામાં આવી રહ્યા છે.

 

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

ગગન નારંગને પિતાએ કહ્યું કે 'ઔર જીતના હૈ અભી'

ભારતની બોમ્બયલા દેવી પ્રી-ક્વાર્ટર ફાઇનલમાં હારી જતા બહાર
ભારતનો નેધરલેન્ડ સામે હોકીમાં ૨-૩થી પરાજય
આજે સ્વિમિંગના ૪ અને કુલ૧૫ ગોલ્ડમેડલ માટે મુકાબલા
ભારત પાસે ઘણી પ્રતિભાઓ પડેલી છે
રેટ આધારિત શેરો પાછળ સેન્સેક્સ ૩૦૪, નિફટી ૧૦૦ પોઈન્ટ ઊછળ્યો
સોનામાં વિશ્વ બજાર પાછળ ભાવો ઘટયા ઃ ચાંદી ઉંચકાઈ
વીજ પ્રોજેકટોને ફન્ડીંગ પૂરું પાડવામાં બેન્કોની ઉદાસીનતા
દેશનું આર્થિક ચિત્ર ખૂબ જ ધૂંધળું ઃ રિઝર્વ બેન્ક
દેશની પવિત્ર નદીઓને શુધ્ધ રાખવાની હિમાયત કરતાં ઉમા

કલમાડીને કોમનવેલ્થ ગેમના વડા બનાવવા મુદ્દે ખેલ મંત્રાલય ભીંસમાં

૮૫ વર્ષ પુરાણા સંસદભવનની મજબૂતી ચિંતાનો વિષય
દુષ્કાળથી પ્રભાવિત ૩૨૦ જિલ્લા માટે રાહત યોજના ઘડાઈ
જુલાઈ મહિનામાં સોનાની આયાત ૩૫ ટકા ઓછી રહેવાની ધારણાં

ડીઝલમાં બેવડી ભાવનીતિ અને ખેડૂતો માટે સબસીડીની ટૂંકમાં જ જાહેરાતની સંભાવના

 
 

Gujarat Samachar Plus

શ્રાવણના મીની વેકેશનનું છોટું પ્લાનીંગ
ફ્રેશર્સ પાર્ટીને બદલે ગુજરાતી ભાષા સપ્તાહ મનાવ્યો
ભાઈને વૃઘ્ઘાશ્રમમાંથી પોતાના ઘરે લઈ આવતી બહેન
નિફ્‌ટના અઢી લાખના ફોરકાસ્ટ મેગેઝીનમાં ફેશનની આગાહી
ટ્રાન્સપરન્ટ સાડીમાં સેક્સી લૂક
મોન્સૂનમાં ઓઇલી નાસ્તો હેલ્થને નુકસાન કરે છે
ફેશન ઓફ આર્મી એસેસરીઝ
 

Gujarat Samachar glamour

સોનાક્ષી સલમાનના પુત્રની માતા બનશે
સલમાન અને શાહરૂખ એક સાથે જોવા મળશે
‘આરાધના’ ને ન્યુ બોટલ ‘ટોપગન’માં પિરસાશે
પ્રીટી ‘ભૈયાજી સુપરહિટ’માં આક્રમક પત્નિ બનશે
નેક્સ્ટ ફિલ્મમાં ડિફરન્ટ રોલમાં હોઈશ
નરગિસ ટુંકા હીરો સાથે જોડી બનાવવા તૈયારી છે
ઝેબથી કંટાળેલા અદનાનને છૂટાછેડા મળતા નથી
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved