Last Update : 31-July-2012, Tuesday

 

દિવસે પ્રતિબંધ છતાં બેફામ દોડતી ટ્રકે ભોગ લીધો
ખોખરાબ્રિજ પાસે ૧૧ સાયન્સના વિદ્યાર્થીનું ડમ્પર અડફેટે મોત

દિવાન બલ્લુભાઇ સ્કૂલમાંથી છુટીને વિદ્યાર્થી સ્કૂટી પર ઘરે જતો હતોઃ અકસ્માત બાદ ડમ્પર ચાલક ફરાર

અમદાવાદ, સોમવાર
કાંકરિયાની દિવાન બલ્લુભાઇ સ્કૂલના ધોરણ ૧૧ સાયન્સના વિદ્યાર્થીનું ખોખરા બ્રિજ પાસે આજે સાંજે ડમ્પર અડફેટે મોત નિપજતા અરેરાટી વ્યાપી ગઇ હતી. જશોદાનગર પાસે રહેતો તરૃણ સ્કૂલેથી છુટીને પોતાની સ્કૂટી પર ઘરે પરત ફરી રહ્યો હતો, ત્યારે પુરપાટ દોડતા ડમ્પરે તેને અડફેટે લીધો હતો. ઉલ્લેખનીય છે કે શહેરમાં દિવસ દરમિયાન ટ્રક જેવા મોટા વાહનો પર પ્રતિબંધ હોવા છતા સ્થાનિક અને ટ્રાફિક પોલીસની રહેમરાહે દોડતી ટ્રકોને કારણે અનેક પરિવારો વેરવિખેર થઇ ગયા છે.
સ્થાનિક સૂત્રોનાં જણાવ્યા અનુસાર, જશોદાનગર પાસે ગીરીવર બંગલોઝમાં રહેતા નિતિનભાઇ મોદીનો નાનો દીકરો ચિંતન કાંકરિયાની દિવાન બલ્લુભાઇ સ્કૂલમાં ધોરણ ૧૧ સાયન્સમાં અભ્યાસ કરતો હતો. પિતાએ અપાવેલી સ્કૂટી લઇને સ્કૂલે જતો ચિંતન આજે સાંજે શાળાએથી છુટયા બાદ ઘરે પરત ફરી રહ્યો હતો ત્યારે ખોખરા બ્રિજ નજીક એક પુરપાટ દોડી રહેલા ડમ્પરે ચિંતનને અડફેટે લીધો હતો.
ટ્રકની અડફેટે ગંભીર રીતે ઘવાઇને હવામાં ફંગોળાયેલા ચિંતનને તબીબી સારવાર મળે તે પહેલા જ તેનું સ્થળ પર મોત નિપજ્યું હતુ. બીજી તરફ અકસ્માત સર્જાતાની સાથે ડમ્પર ચલાક સ્થળ પરથી નાસી છુટયો હતો.
રાહદારીઓનું કહેવું છે કે- દિવસ દરમિયાન મોટા અને ભારે વાહનો પર શહેરમાં પ્રવેશવા પર પ્રતિબંધ હોવા છતા ટ્રાફિક અને સ્થાનિક પોલીસની હપ્તાખાઉ નીતિને કારણે વિદ્યાર્થીનો ભોગ લેવાયો છે. લોકોએ તો ત્યાં સુધી રોષ ઠાલવ્યો હતો કે ડમ્પર ચાલક સાથે તેને અહીં સુધી પ્રવેશવા દેનારી પોલીસ સામે પણ કાર્યવાહી થવી જોઇએ.

રક્ષાબંધન પૂર્વે જ બહેને એકનો એક ભાઇ ગુમાવ્યો
* ડમ્પર ચાલકની નાની એવી ભૂલને કારણે જશોદાનગરના પરિવારે એકનો એક દીકરો અને બહેને એકનો એકભાઇ ગુમાવ્યો છે. બે દિવસ બાદ ભાઇને રાખડી બાંધવાના સપના જોતી બહેન માથે જાણે આભ તૂટી પડયુ છે, જ્યારે ચિંતના અપમૃત્યુના સમાચારથી સ્થાનિક લોકોમાં પણ શોકની કાલીમા છવાઇ ગઇ છે.

ખોખરા બ્રિજ પાસે ઇન્ડસ્ટ્રીયલ ઝોન છતાં ટ્રાફિક નિયમન નહીં
* સ્થાનિક લોકોનું કહેવું છે કે રખિયાલ ચાર રસ્તાથી માંડીને અનુપમ સિનેમા સુધી અને અનુપમથી ખોખરા બ્રિજથી છેક કાગડાપીઠ પોલીસ સ્ટેશન સુધી અનેક ઇન્ડસ્ટ્રિઝ આવેલી છે. આ માર્ગો પર લગભગ દરરોજ એક અકસ્માત સર્જાય છે છતાં ટ્રાફિક નિયમનની કોઇ વ્યવસ્થા નથી. લોકોમાં રોષ છે કે ટ્રાફિક પોલીસની હપ્તાખાઉ નીતિને પગલે અહીં બેફામ ટ્રકો અને અન્ય વાહનો દોડતા હોય છે જેમને અટકાવનારૃ કોઇ નથી.

 

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

ગગન નારંગને પિતાએ કહ્યું કે 'ઔર જીતના હૈ અભી'

ભારતની બોમ્બયલા દેવી પ્રી-ક્વાર્ટર ફાઇનલમાં હારી જતા બહાર
ભારતનો નેધરલેન્ડ સામે હોકીમાં ૨-૩થી પરાજય
આજે સ્વિમિંગના ૪ અને કુલ૧૫ ગોલ્ડમેડલ માટે મુકાબલા
ભારત પાસે ઘણી પ્રતિભાઓ પડેલી છે
રેટ આધારિત શેરો પાછળ સેન્સેક્સ ૩૦૪, નિફટી ૧૦૦ પોઈન્ટ ઊછળ્યો
સોનામાં વિશ્વ બજાર પાછળ ભાવો ઘટયા ઃ ચાંદી ઉંચકાઈ
વીજ પ્રોજેકટોને ફન્ડીંગ પૂરું પાડવામાં બેન્કોની ઉદાસીનતા
દેશનું આર્થિક ચિત્ર ખૂબ જ ધૂંધળું ઃ રિઝર્વ બેન્ક
દેશની પવિત્ર નદીઓને શુધ્ધ રાખવાની હિમાયત કરતાં ઉમા

કલમાડીને કોમનવેલ્થ ગેમના વડા બનાવવા મુદ્દે ખેલ મંત્રાલય ભીંસમાં

૮૫ વર્ષ પુરાણા સંસદભવનની મજબૂતી ચિંતાનો વિષય
દુષ્કાળથી પ્રભાવિત ૩૨૦ જિલ્લા માટે રાહત યોજના ઘડાઈ
જુલાઈ મહિનામાં સોનાની આયાત ૩૫ ટકા ઓછી રહેવાની ધારણાં

ડીઝલમાં બેવડી ભાવનીતિ અને ખેડૂતો માટે સબસીડીની ટૂંકમાં જ જાહેરાતની સંભાવના

 
 

Gujarat Samachar Plus

શ્રાવણના મીની વેકેશનનું છોટું પ્લાનીંગ
ફ્રેશર્સ પાર્ટીને બદલે ગુજરાતી ભાષા સપ્તાહ મનાવ્યો
ભાઈને વૃઘ્ઘાશ્રમમાંથી પોતાના ઘરે લઈ આવતી બહેન
નિફ્‌ટના અઢી લાખના ફોરકાસ્ટ મેગેઝીનમાં ફેશનની આગાહી
ટ્રાન્સપરન્ટ સાડીમાં સેક્સી લૂક
મોન્સૂનમાં ઓઇલી નાસ્તો હેલ્થને નુકસાન કરે છે
ફેશન ઓફ આર્મી એસેસરીઝ
 

Gujarat Samachar glamour

સોનાક્ષી સલમાનના પુત્રની માતા બનશે
સલમાન અને શાહરૂખ એક સાથે જોવા મળશે
‘આરાધના’ ને ન્યુ બોટલ ‘ટોપગન’માં પિરસાશે
પ્રીટી ‘ભૈયાજી સુપરહિટ’માં આક્રમક પત્નિ બનશે
નેક્સ્ટ ફિલ્મમાં ડિફરન્ટ રોલમાં હોઈશ
નરગિસ ટુંકા હીરો સાથે જોડી બનાવવા તૈયારી છે
ઝેબથી કંટાળેલા અદનાનને છૂટાછેડા મળતા નથી
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved