Last Update : 31-July-2012, Tuesday

 

વીસીની નિમણૂક ને પડકારતી રિટ રદ
વાઇસ ચાન્સેલરની નિમણૂક સર્ચ કમિટી જ કરી શકે

યુજીસીના રાજ્યના કાયદામાં વિરોધાભાસ હોય તો રાજ્યના કાયદા સર્વોપરિ

અમદાવાદ,સોમવાર
ગુજરાત યુનિવર્સિટી વાઇસચાન્સેલરની નિમણૂકની પ્રક્રિયાને પડકારતી રિટ ગુજરાત હાઇકોર્ટે ફગાવી દીધી છે અને ગુજરાત યુનિવર્સિટી એક્ટ મુજબ વાઇસ ચાન્સેલરની નિમણૂક માટે સર્ચ કમિટીની રચના અંગેની જોગવાઇને યોગ્ય ઠરાવી છે. આ જોગવાઇ યુજીસીની જોગવાઇથી વિરોધાભાસ ધરાવતી હોવા છતાં તેનું પ્રભૂત્વ પ્રવર્તે છે.
ચીફ જસ્ટિસ ભાસ્કર ભટ્ટાચાર્ય અને જસ્ટિસ જે.બી.પારડીવાલાની બેન્ચે આજે ઉપરોક્ત ચુકાદો આપતા ઠરાવ્યું હતું કે રાજ્યના વિષયોમાં કાયદો ઘડવાની સત્તા રાજ્ય સરકારને છે અને કેન્દ્રના વિષયો અંગે કાયદો ઘડવાની સત્તા સંસદને છે. યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશનનો રેગ્યુલેશન એક્ટ પ્રત્યાયુક્ત વિધાન છે. તે સંસદની સત્તા ગ્રહણ કરી શકે નહીં. યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન કલમ ૨૬ ની જોગવાઇ અને ગુજરાત યુનિવર્સિટી એક્ટની કલમ ૧૦ ની જોગવાઇ એક બીજાથી વિરોધાભાસી છે. આવા સંજોગોમાં સુપ્રીમ કોર્ટના માર્ગદર્શક સિધ્ધાંતોને ધ્યાનમાં લેતા પ્રત્યાયુક્ત કાયદા અને રાજ્યના કાયદા વચ્ચે વિરોધાભાસ પ્રવર્તતો હોય ત્યારે રાજ્યના કાયદાની જોગાવાઇ અગ્રીમતા ધરાવે છે.
હાઇકોર્ટે ઠરાવ્યું હતું કે યુનિવર્સિટી એક્ટની કલમ ૧૦ કાયદેસર છે અને તેની બંધારણીયતાને પડકારતી રિટ ફગાવી દેવામાં આવે છે.
ગુજરાત યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલરની નિમણૂક કરવા માટે રાજ્યપાલે ૧૦-૩-૨૦૧૨ના રોજ સર્ચ કમિટીની નિમણૂક કરી હતી. જે યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશનના રેગ્યુલેશન એક્ટની જોગવાઇનું ઉલ્લંઘન કરતી હોવોનો મુદ્દો ઉપસ્થિત કરતી રિટ સેનેટ સભ્ય ધવલ પટેલે કરી હતી. હાઇકોર્ટે આ રિટ દાખલ કરીને સત્તાવાળાઓ સામે કામચલાઉ મનાઇ હુકમ જારી કર્યો હતો. આજે આ રિટ ફગાવી દેવામાં આવી હતી અને મનાઇ હુકમ પણ ઉઠાવી લેવામાં આવ્યો હતો. અરજદારે હાઇકોર્ટનો હુકમ સામે અપીલ જવા માટે સ્થગિત રાખવા વિનંતી કરી હતી પરંતુ તે પણ હાઇકોર્ટે માન્ય રાખી ન હતી. આ સાથે યુનિવર્સિટી એક્ટ હેઠળ રચાયેલી સર્ચ સમિતિને વાઇસ ચાન્સેલરની નિમણૂક માટે નામો સૂચવવાની કાર્યવાહી આગળ ધપાવી શકશે.

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

ગગન નારંગને પિતાએ કહ્યું કે 'ઔર જીતના હૈ અભી'

ભારતની બોમ્બયલા દેવી પ્રી-ક્વાર્ટર ફાઇનલમાં હારી જતા બહાર
ભારતનો નેધરલેન્ડ સામે હોકીમાં ૨-૩થી પરાજય
આજે સ્વિમિંગના ૪ અને કુલ૧૫ ગોલ્ડમેડલ માટે મુકાબલા
ભારત પાસે ઘણી પ્રતિભાઓ પડેલી છે
રેટ આધારિત શેરો પાછળ સેન્સેક્સ ૩૦૪, નિફટી ૧૦૦ પોઈન્ટ ઊછળ્યો
સોનામાં વિશ્વ બજાર પાછળ ભાવો ઘટયા ઃ ચાંદી ઉંચકાઈ
વીજ પ્રોજેકટોને ફન્ડીંગ પૂરું પાડવામાં બેન્કોની ઉદાસીનતા
દેશનું આર્થિક ચિત્ર ખૂબ જ ધૂંધળું ઃ રિઝર્વ બેન્ક
દેશની પવિત્ર નદીઓને શુધ્ધ રાખવાની હિમાયત કરતાં ઉમા

કલમાડીને કોમનવેલ્થ ગેમના વડા બનાવવા મુદ્દે ખેલ મંત્રાલય ભીંસમાં

૮૫ વર્ષ પુરાણા સંસદભવનની મજબૂતી ચિંતાનો વિષય
દુષ્કાળથી પ્રભાવિત ૩૨૦ જિલ્લા માટે રાહત યોજના ઘડાઈ
જુલાઈ મહિનામાં સોનાની આયાત ૩૫ ટકા ઓછી રહેવાની ધારણાં

ડીઝલમાં બેવડી ભાવનીતિ અને ખેડૂતો માટે સબસીડીની ટૂંકમાં જ જાહેરાતની સંભાવના

 
 

Gujarat Samachar Plus

શ્રાવણના મીની વેકેશનનું છોટું પ્લાનીંગ
ફ્રેશર્સ પાર્ટીને બદલે ગુજરાતી ભાષા સપ્તાહ મનાવ્યો
ભાઈને વૃઘ્ઘાશ્રમમાંથી પોતાના ઘરે લઈ આવતી બહેન
નિફ્‌ટના અઢી લાખના ફોરકાસ્ટ મેગેઝીનમાં ફેશનની આગાહી
ટ્રાન્સપરન્ટ સાડીમાં સેક્સી લૂક
મોન્સૂનમાં ઓઇલી નાસ્તો હેલ્થને નુકસાન કરે છે
ફેશન ઓફ આર્મી એસેસરીઝ
 

Gujarat Samachar glamour

સોનાક્ષી સલમાનના પુત્રની માતા બનશે
સલમાન અને શાહરૂખ એક સાથે જોવા મળશે
‘આરાધના’ ને ન્યુ બોટલ ‘ટોપગન’માં પિરસાશે
પ્રીટી ‘ભૈયાજી સુપરહિટ’માં આક્રમક પત્નિ બનશે
નેક્સ્ટ ફિલ્મમાં ડિફરન્ટ રોલમાં હોઈશ
નરગિસ ટુંકા હીરો સાથે જોડી બનાવવા તૈયારી છે
ઝેબથી કંટાળેલા અદનાનને છૂટાછેડા મળતા નથી
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved