Last Update : 31-July-2012, Tuesday

 

ફિશરીઝ કોન્ટ્રેક્ટના કૌભાંડમાં મંત્રી
પુરુષોત્તમ સોલંકી સામે ભ્રષ્ટાચારની ફરિયાદમાં હવે કાર્યવાહી થશે

રાજ્યપાલે આપેલી મંજુરીનો ૫૦ પાનાનો હુકમ હાઇકોર્ટમાં રજુ થયોઃ રિટનો નિકાલ

અમદાવાદ,સોમવાર
ફિશરીઝ મંત્રી પુરુષોત્તમ સોલંકી સામે ભ્રષ્ટાચારની ફરિયાદ અંગે રાજ્યપાલ ડૉ.કમલા બેનીવાલે કાર્યવાહી કરવા માટે મંજુરી આપતો હુકમ આજે હાઇકોર્ટ સમક્ષ રજુ કરવામાં આવ્યો હતો અને તે સાથે કોર્ટના હુકમનો અનાદાર કરવા અંગેની અરજીનો નિકાલ કર્યો હતો પરંતુ ઠરાવ્યું હતું કે આ હુકમ કેસની કાર્યવાહીનો ભાગ બની રહેશે.
ફિશરીઝ મંત્રી પુરુષોત્તમ સોલંકી સામે કાર્યવાહી કરવા માટે મંજુરી આપવાનો રાજ્ય સરકારના મંત્રી મંડળે ઇન્કાર કર્યો હતો તેથી તેઓ સામે હાઇકોર્ટના હુકમનો અનાદર કરવામાં આવ્યો છે તેથી મુખ્યમંત્રી અને મંત્રી મંડળના સભ્યો સામે કાર્યવાહી કરવાની દાદ અરજદાર ઇશાક મરડીયાએ માગી હતી.
જસ્ટિસ જયંત પટેલ અને જસ્ટિસ સી.એલ.સોનીની ડિવિઝન બેન્ચ સમક્ષ આજે અરજીની આજે સુનાવણી હાથ ધરાતા કોર્ટે નોંધ્યું હતું કે રાજ્યપાલ તરફથી આ કેસમાં મંજુરી આપવામાં આવી હોવાનો હુકમ હાઇકોર્ટ રજિસ્ટ્રીને પ્રાપ્ત થયો છે. અરજદારના એડવોકેટ મુકલ સિંહા અને રાજ્ય સરકારના એડવોકેટ જનરલ કમલ ત્રિવદીને આ હુકમ વાંચવા માટે આપવામાં આવ્યો હતો. રાજ્યપાલે ૫૦ પાનાના હુકમમાં ૬૫ ફકરાઓની અંદર સમગ્ર કેસની વિગતો અને મંજુરી આપવાના કારણો દર્શાવ્યા હતા.
આ અગાઉ હાઇકોર્ટે આ અરજીમાં વચગાળાનો હુકમ કર્યો હતો અને નોંધ્યું હતું ભ્રષ્ટાચારની કાર્યાવાહી કરવા માટે મંજુરી આપવાની આખરી સત્તા રાજ્યપાલને છે. રાજ્ય સરકારે મંજુરી નહીં આપવા અંગે જે કંઇ નિર્ણય કર્યા હતા તે સ્વીકારવો કે નહી તે રાજ્યપાલે નક્કી કરવાનું છે અને આખરી નિર્ણય લેવાનો છે. આ નિર્ણય લેવા માટે ચીફ સેક્રેટરીએ તમામ સાહિત્ય સામગ્રી રાજ્યપાલને મોકલી આપવાની રહેશે અને ત્યારબાદ નિર્ણય કરવાનો રહેશે.આ હુકમના સંદર્ભમાં ચીફ સેક્રેટરીએ રાજ્યપાલને તમામ સાહિત્ય મોકલી આપ્યું હતું અને ગઇ તા. ૨૬મી ના રોજ રાજ્યપાલે ફિશરીઝ મંત્રી પુરુષોત્તમ સોલંકી વિરૃધ્ધની ભ્રષ્ટાચારની ફરિયાદ અંગે કાર્યાવાહી હાથ ધરવા માટે મંજુરી આપતો નિર્ણય લીધો હતો અને મંજરી આપતા હુકમ હાઇકોર્ટને મોકલી આપ્યો હતો અને તે સાથે આ વિવાદનો અંત આવ્યો હતો.

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

ગગન નારંગને પિતાએ કહ્યું કે 'ઔર જીતના હૈ અભી'

ભારતની બોમ્બયલા દેવી પ્રી-ક્વાર્ટર ફાઇનલમાં હારી જતા બહાર
ભારતનો નેધરલેન્ડ સામે હોકીમાં ૨-૩થી પરાજય
આજે સ્વિમિંગના ૪ અને કુલ૧૫ ગોલ્ડમેડલ માટે મુકાબલા
ભારત પાસે ઘણી પ્રતિભાઓ પડેલી છે
રેટ આધારિત શેરો પાછળ સેન્સેક્સ ૩૦૪, નિફટી ૧૦૦ પોઈન્ટ ઊછળ્યો
સોનામાં વિશ્વ બજાર પાછળ ભાવો ઘટયા ઃ ચાંદી ઉંચકાઈ
વીજ પ્રોજેકટોને ફન્ડીંગ પૂરું પાડવામાં બેન્કોની ઉદાસીનતા
દેશનું આર્થિક ચિત્ર ખૂબ જ ધૂંધળું ઃ રિઝર્વ બેન્ક
દેશની પવિત્ર નદીઓને શુધ્ધ રાખવાની હિમાયત કરતાં ઉમા

કલમાડીને કોમનવેલ્થ ગેમના વડા બનાવવા મુદ્દે ખેલ મંત્રાલય ભીંસમાં

૮૫ વર્ષ પુરાણા સંસદભવનની મજબૂતી ચિંતાનો વિષય
દુષ્કાળથી પ્રભાવિત ૩૨૦ જિલ્લા માટે રાહત યોજના ઘડાઈ
જુલાઈ મહિનામાં સોનાની આયાત ૩૫ ટકા ઓછી રહેવાની ધારણાં

ડીઝલમાં બેવડી ભાવનીતિ અને ખેડૂતો માટે સબસીડીની ટૂંકમાં જ જાહેરાતની સંભાવના

 
 

Gujarat Samachar Plus

શ્રાવણના મીની વેકેશનનું છોટું પ્લાનીંગ
ફ્રેશર્સ પાર્ટીને બદલે ગુજરાતી ભાષા સપ્તાહ મનાવ્યો
ભાઈને વૃઘ્ઘાશ્રમમાંથી પોતાના ઘરે લઈ આવતી બહેન
નિફ્‌ટના અઢી લાખના ફોરકાસ્ટ મેગેઝીનમાં ફેશનની આગાહી
ટ્રાન્સપરન્ટ સાડીમાં સેક્સી લૂક
મોન્સૂનમાં ઓઇલી નાસ્તો હેલ્થને નુકસાન કરે છે
ફેશન ઓફ આર્મી એસેસરીઝ
 

Gujarat Samachar glamour

સોનાક્ષી સલમાનના પુત્રની માતા બનશે
સલમાન અને શાહરૂખ એક સાથે જોવા મળશે
‘આરાધના’ ને ન્યુ બોટલ ‘ટોપગન’માં પિરસાશે
પ્રીટી ‘ભૈયાજી સુપરહિટ’માં આક્રમક પત્નિ બનશે
નેક્સ્ટ ફિલ્મમાં ડિફરન્ટ રોલમાં હોઈશ
નરગિસ ટુંકા હીરો સાથે જોડી બનાવવા તૈયારી છે
ઝેબથી કંટાળેલા અદનાનને છૂટાછેડા મળતા નથી
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved