Last Update : 31-July-2012, Tuesday

 

ડીઝલમાં બેવડી ભાવનીતિ અને ખેડૂતો માટે સબસીડીની ટૂંકમાં જ જાહેરાતની સંભાવના

૨૦૦૯ કરતાં આ વખતનું ડીઝલ સબસીડી બિલ ઘણુ વધુ આવશે / પંજાબ-હરીયાણાએ તો આવી સબસીડીની માગણી કરી છે

નવી દિલ્હી, તા. ૩૦
એક તરફ સરકાર ડીઝલના ભાવોને ડીકન્ટ્રોલ કરવા માગે છે ત્યારે બીજી તરફ ડીઝલમાં ડયુઅલ પ્રાઈસીંગ-બેવડી ભાવનીતિ અપનાવી તેમાં દુકાળગ્રસ્ત રાજ્યોને ભારે સબસીડી આપી આર્થિક સહાયનો બોજો વધારવો પડે એવું જણાય છે. વરસાદ ઓછો પડયો હોય તેવા રાજ્યોમાં સિંચાઈ માટે ખેડૂતોને પંપ ચલાવવા પડે અને તે માટે ડીઝલની માંગ વધે તેને સબસીડી આપવા માટે વધારાનું ભંડોળ ફાળવવા નાણા ખાતું તૈયાર હોવાનું જાણવા મળ્યું છે. સંભવત ઃ આ વખતની આવી ડીઝલ સબસીડી ઐતિહાસિક વિક્રમ સર્જી શકે છે. ૩૦ વર્ષની સૌથી ખરાબ દુકાળનો સામનો ૨૦૦૯માં કરવો પડયો ત્યારે પણ આવી આર્થિક સહાય આપવામાં આવી હતી. તે વર્ષે સમગ્રતયા અનાજ ઉત્પાદનમાં ૭ ટકાનો ઘટાડો થયો હતો જ્યારે અન્ન ફુગાવો ૧૬ ટકાની ટોચે પહોંચ્યો હતો.
દુકાળ ગ્રસ્ત રાજ્યોને ડીઝલ સબસીડી અપાશે, પાકનાં નુકસાનની સંભાવના અને ગણતરીનાં આધારે પંપો ચલાવવા અપાનારી આવી ડીઝલ સબીસીડી હજારો કરોડ રૃપિયા પણ થઈ શકે છે. એવું નાણા મંત્રાલયના એક અધિકારીએ નામ ન લેવાની શરતે જણાવ્યું હતું. દુકાળની અસરગ્રસ્ત જિલ્લાઓમાંથી વિગતવાર માહિતી પ્રાપ્ત થયા બાદ સબસીડીનું ચોક્કસ પ્રમાણ નક્કી કરાશે એમ પણ તેમણે ઉમેર્યું હતું.
અત્યાર સુધીમાં તો પંજાબ અને હરિયામા રાજ્યોએ આવી સબસીડીની માગણી કરી છે અને આ રાજ્યોમાં છેલ્લા એક સપ્તાહમાં વિજળી અને ડીઝલની માંગ ઘણી વધી ગઈ છે. આ રાજ્યોમાં ખરીફ મોસમમાં ડાંગર પકવાય છે અને આ પાક માટે વિપુલ પ્રમાણમાં પાણી જોઈએ છીએ. આ બન્ને રાજ્યો મળીને ભારતનાં કુલ ચોખાનાં ઉત્પાદમાં ૨૦ ટકાનું યોગદાન આપે છે. આ બન્ને રાજ્યોમાં પાણીની સપાટી પણ ઊંડી ઉતરી હોઈ ડીઝલની માંગ વધી છે.
દુકાળ જેવી સ્થિતિમાં સૌથી વધુ અસર ખેડૂતો, ખેત-મજૂરો અને વપરાશકારો પર થતી હોય છે. એક અગ્રગણ્ય કૃષિ અર્થશાસ્ત્રીએ જણાવ્યું હતું કે સરકારે ડીઝલ અને પાવર સબસીડી ખેડૂતોને આપવી જોઈએ અને દુષ્કાળ રાહતનો અમુક ભાગ સીધો ખેડૂતોને ટ્રાન્સફર કરવો જોઈએ. ૨૦૦૯-૧૦નાં સુધારેલા બજેટ એસ્ટમેટસમાં રૃા. ૧૦૦ કરોડની જોગવાઈ કરાઈ હતી તેની સામે માત્ર રૃા. ૨૨ કરોડની આર્થિક સહાય જ અપાઈ હતી. મદદ ઘણી મોડી આવવાના કારણે અન્ય રાજ્યો તો તે સબસીડીનો લાભ લઈ શક્યા ન હતા પણ બિહારે લાભ લીધો હતો.
દેશમાં જૂનમાં ડીઝલનો વપરાશ ૧૧ ટકા વધી ૬,૬૭,૦૦૦ ટન થયો છે. ૨૭મી જુલાઈ સુધી વરસાદની ૨૧ ટકાની ખાધ છે. પંજાબ હરીયાણા, પશ્ચિમી ઉત્તર પ્રદેશ, ગુજરાત, મહારાષ્ટ્ર, કર્ણાટક અને રાજસ્થાનનાં ખેતરોમાં પાણીની ભારે જરૃર છે. પંજાબનો ૯૦ ટકા વિસ્તાર સિંચાઈયુક્ત હોઈ ત્યાં પૂરા વિસ્તારમાં વાવણી થઈ ગઈ છે. પણ વરસાદ નથી તેથી પંપ સેટ ચલાવવા માટે ડીઝલની માગ વધી ગઈ છે. કૃષિ મંત્રાલયનાં આંકડાઓ અનુસાર ખરીબ મોસમમાં વાવણી હેઠળનો વિસ્તાર છેલ્લા પાંચ વર્ષની સરેરાશ કરતાં આઠ ટકા ઓછો રહ્યો છે. છેલ્લા થોડા વર્ષોથી પંજાબ, હરિયાણા, રાજસ્થાન અને ગુજરાત અમુક વિસ્તારોમાં જળસપાટી ઝડપથી નીચે જઈ રહી છે અને તેમાં પણ છેલ્લા થોડા મહિનાઓથી તો ઝડપ ઓર વધી ગઈ છે એવું સેન્ટ્રલ ગ્રાઉન્ડ વોટર બોર્ડનાં એક અધિકારીએ જણાવ્યું હતું. આજે મંગળવારે દુકાળ અંગે ઇજીઓએમની બેઠક મળી રહી છે.

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

ગગન નારંગને પિતાએ કહ્યું કે 'ઔર જીતના હૈ અભી'

ભારતની બોમ્બયલા દેવી પ્રી-ક્વાર્ટર ફાઇનલમાં હારી જતા બહાર
ભારતનો નેધરલેન્ડ સામે હોકીમાં ૨-૩થી પરાજય
આજે સ્વિમિંગના ૪ અને કુલ૧૫ ગોલ્ડમેડલ માટે મુકાબલા
ભારત પાસે ઘણી પ્રતિભાઓ પડેલી છે
રેટ આધારિત શેરો પાછળ સેન્સેક્સ ૩૦૪, નિફટી ૧૦૦ પોઈન્ટ ઊછળ્યો
સોનામાં વિશ્વ બજાર પાછળ ભાવો ઘટયા ઃ ચાંદી ઉંચકાઈ
વીજ પ્રોજેકટોને ફન્ડીંગ પૂરું પાડવામાં બેન્કોની ઉદાસીનતા
દેશનું આર્થિક ચિત્ર ખૂબ જ ધૂંધળું ઃ રિઝર્વ બેન્ક
દેશની પવિત્ર નદીઓને શુધ્ધ રાખવાની હિમાયત કરતાં ઉમા

કલમાડીને કોમનવેલ્થ ગેમના વડા બનાવવા મુદ્દે ખેલ મંત્રાલય ભીંસમાં

૮૫ વર્ષ પુરાણા સંસદભવનની મજબૂતી ચિંતાનો વિષય
દુષ્કાળથી પ્રભાવિત ૩૨૦ જિલ્લા માટે રાહત યોજના ઘડાઈ
જુલાઈ મહિનામાં સોનાની આયાત ૩૫ ટકા ઓછી રહેવાની ધારણાં

ડીઝલમાં બેવડી ભાવનીતિ અને ખેડૂતો માટે સબસીડીની ટૂંકમાં જ જાહેરાતની સંભાવના

 
 

Gujarat Samachar Plus

શ્રાવણના મીની વેકેશનનું છોટું પ્લાનીંગ
ફ્રેશર્સ પાર્ટીને બદલે ગુજરાતી ભાષા સપ્તાહ મનાવ્યો
ભાઈને વૃઘ્ઘાશ્રમમાંથી પોતાના ઘરે લઈ આવતી બહેન
નિફ્‌ટના અઢી લાખના ફોરકાસ્ટ મેગેઝીનમાં ફેશનની આગાહી
ટ્રાન્સપરન્ટ સાડીમાં સેક્સી લૂક
મોન્સૂનમાં ઓઇલી નાસ્તો હેલ્થને નુકસાન કરે છે
ફેશન ઓફ આર્મી એસેસરીઝ
 

Gujarat Samachar glamour

સોનાક્ષી સલમાનના પુત્રની માતા બનશે
સલમાન અને શાહરૂખ એક સાથે જોવા મળશે
‘આરાધના’ ને ન્યુ બોટલ ‘ટોપગન’માં પિરસાશે
પ્રીટી ‘ભૈયાજી સુપરહિટ’માં આક્રમક પત્નિ બનશે
નેક્સ્ટ ફિલ્મમાં ડિફરન્ટ રોલમાં હોઈશ
નરગિસ ટુંકા હીરો સાથે જોડી બનાવવા તૈયારી છે
ઝેબથી કંટાળેલા અદનાનને છૂટાછેડા મળતા નથી
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved