Last Update : 31-July-2012, Tuesday

 

એમસીએક્સ પર સોનું, ચાંદી અને ક્રૂડના વાયદામાં મામૂલી સુધારો કામકાજમાં સૂસ્તી કોમડેક્સ ૭.૯૩ પોઈન્ટ વધી ૩૭૬૯.૯૩

કૃષિચીજોમાં સીપીઓ, કોટન અને કપાસ એકંદરે નરમ બટેટામાં ઉછાળો

મુંબઇ, તા.૩૦
નવા સપ્તાહના પ્રારંભના દિનના પ્રથમ સત્રમાં આજે એમસીએક્સ પર મહિનાના અંતને કારણે કામકાજમાં સૂસ્તી હતી અને ૩,૧૧,૨૧૮ સોદામાં રૃ.૧૭,૨૩૨.૭૬ કરોડનું ટર્નઓવર થયું હતું, જેમાં સોના-ચાંદીનો હિસ્સો રૃ.૬,૧૬૪.૭૯ કરોડનો હતો. વિદેશોમાં અમેરિકામાં ફેડ દ્વારા અને યુરોપ્ની સેન્ટ્રલ બેન્ક દ્વારા સ્ટિમ્યુલસ પેકેજ જાહેર થવાની શક્યતા ઉપર સોના-ચાંદી અને ક્રૂડના ભાવ સાધારણ સુધારા સાથે ટકેલા રહ્યા હતા.
સોનામાં ૪૯,૮૧૬ સોદામાં રૃ.૩,૯૨૨.૭૧ કરોડનાં ૧૩,૧૧૦ કિલોનો ધંધો થયો હતો. ઓપ્ન ઈન્ટરેસ્ટ ૨૩,૧૨૮ કિલોનો હતો. ચાલુ વાયદામાં રૃ.૩,૨૫૮.૯૯ કરોડનાં ૧૦,૮૮૮ કિલો, મિની વાયદામાં રૃ.૬૨૫.૪૪ કરોડનાં ૨,૦૯૪ કિલો, ગિનીમાં રૃ.૨૫.૪૪ કરોડનાં ૮૫ કિલો અને પેટલમાં રૃ.૧૨.૭૫ કરોડનાં ૪૨ કિલોના વેપાર થયા હતા.
સોનાના વાયદામાં રૃ.૨થી રૃ.૧૮નો મામૂલી સુધારો હતો. અપવાદરૃપ એકમાત્ર મિની ઓગસ્ટ વાયદો રૃ.૩ ઘટી રૃ.૨૯,૭૮૨ રહ્યો હતો. ચાલુ વાયદામાં ઓક્ટોબર રૃ.૧૩ વધી રૃ.૩૦,૧૬૩ અને ફેબ્રુઆરી રૃ.૧૮ વધી રૃ.૩૦,૮૭૮ રહ્યા હતા. મિની વાયદામાં ઓક્ટોબર રૃ.૯ વધી રૃ.૩૦,૧૬૮ રહ્યો હતો. ગિનીના વાયદા રૃ.૧૯થી રૃ.૩ અને સીસાના વાયદામાં રૃ.૧થી રૃ.૨ની વધઘટ હતી. ગિનીનો જુલાઈ વાયદો રૃ.૧૯ વધી રૃ.૨૩,૭૩૬ હતો, જ્યારે પેટલનો જુલાઈ વાયદો રૃ.૧ વધી રૃ.૨,૯૮૭ રહ્યો હતો.
ચાંદીમાં ૪૧,૯૦૩ સોદામાં રૃ.૨,૨૪૨.૦૮ કરોડની ૪૨૦.૩૧૩ ટન ચાંદીનાં કામ થયાં હતાં. ઓપ્ન ઈન્ટરેસ્ટ ૧,૩૦૧.૦૫૧ ટનનો હતો. ચાલુ વાયદામાં રૃ.૧,૬૦૧.૩૨ કરોડની ૩૦૦.૩૦૦ ટન, મિની વાયદામાં રૃ.૪૯૩.૯૭ કરોડની ૯૨.૫૫૦ ટન અને માઈક્રો વાયદામાં રૃ.૧૪૬.૭૯ કરોડની ૨૭.૪૬૩ ટન ચાંદીનો વેપાર થયો હતો.
ચાંદીના વાયદામાં પણ મામૂલી રૃ.૧થી રૃ.૬૩નો સુધારો હતો. ચાલુ વાયદામાં સપ્ટેમ્બર રૃ.૬૩ વધી રૃ.૬૩,૨૯૧ અને માર્ચ માત્ર રૃ.૧ વધી રૃ.૫૬,૫૨૪ રહ્યા હતા. મિની વાયદા રૃ.૬૧થી રૃ.૫૭ અને માઈક્રો વાયદા રૃ.૬૦થી રૃ.૫૫ જેટલા વધ્યા હતા. મિની ઓગસ્ટ રૃ.૬૧ વધી રૃ.૫૩,૩૧૭ અને માઈક્રો ઓગસ્ટ રૃ.૬૦ વધી રૃ.૫૩,૩૧૮ રહ્યા હતા.
બિનલોહ ધાતુઓમાં તાંબુ, એલ્યુમિનિયમ અને સીસાના વાયદામાં ઘટાડો હતો, જ્યારે નિકલ અને જસતમાં મિશ્ર વધઘટ હતી. તાંબાના વાયદામાં ૫ પૈસાથી ૩૦ પૈસા, એલ્યુમિનિયમમાં ૧૫ પૈસાથી ૩૫ પૈસા અને સીસામાં ૫ પૈસાથી ૨૦ પૈસાનો ઘટાડો હતો. નિકલમાં રૃ.૧.૫૦થી રૃ.૪.૩૦ અને જસતમાં ૫ પૈસાથી ૧૦ પૈસાની વધઘટ હતી.
એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલના વાયદાના ભાવોમાં રૃ.૧૦થી રૃ.૧૫ અને બ્રેન્ટ ક્રૂડ તેલમાં રૃ.૯થી રૃ.૨૨ની વૃદ્ધિ રહી હતી. ક્રૂડ તેલ ઓગસ્ટ વાયદો રૃ.૧૪ વધી રૃ.૫,૦૧૨ અને બ્રેન્ટ ક્રૂડ તેલ ઓગસ્ટ રૃ.૯ વધી રૃ.૫,૮૯૬ બંધ રહ્યા હતા. નેચરલ ગેસમાં રૃ.૩.૨૦થી રૃ.૩.૫૦નો સુધારો ભાવમાં રહ્યો હતો. ક્રૂડ તેલમાં રૃ.૩,૮૨૩.૦૨ કરોડનાં ૭૬,૧૩,૭૦૦ બેરલ્સ, બ્રેન્ટ ક્રૂડ તેલમાં રૃ.૬.૬૦ કરોડનાં ૧૧,૨૦૦ બેરલ્સ અને નેચરલ ગેસમાં રૃ.૫૬૧.૫૭ કરોડનાં ૩,૨૭,૬૮,૭૫૦ એમએમબીટીયૂનાં કામકાજ થયાં હતાં.
કૃષિ અને અન્ય ચીજોમાં સીપીઓમાં ૧૦ પૈસાથી ૩૦ પૈસાની મિશ્ર વધઘટ રહી હતી. સીપીઓ જુલાઈ વાયદો ૧૦ પૈસા ઘટી રૃ.૫૬૫.૩૦ બંધ હતો. એલચીના વાયદા રૃ.૩૩.૮૦થી રૃ.૫૪, બટેટા-આગ્રા રૃ.૧૪.૫૦થી રૃ.૧૭.૮૦, બટેટા-તારકેશ્વર રૃ.૩૦.૩૦થી રૃ.૩૬.૬૦ અને મેન્થા તેલ રૃ.૧૧.૨૦થી રૃ.૧૫.૨૦ની રેન્જમાં સુધર્યા હતા. એલચી ઓગસ્ટ રૃ.૫૪ વધી રૃ.૧,૪૦૪.૨૦, બટેટા-આગ્રા ઓગસ્ટ રૃ.૧૪.૫૦ વધી રૃ.૧,૩૪૪.૨૦, બટેટા-તારકેશ્વર ઓગસ્ટ રૃ.૩૦.૩૦ વધી રૃ.૧,૦૪૪.૧૦ અને મેન્થા તેલ જુલાઈ રૃ.૧૫.૨૦ વધી રૃ.૧,૩૧૦.૮૦ બંધ રહ્યા હતા. કપાસનો માર્ચ વાયદો રૃ.૧૬.૭૦ અને એપ્રિલ રૃ.૧૯ ઘટી બંધમાં અનુક્રમે રૃ.૧,૦૭૯.૧૦ અને રૃ.૧,૦૮૧.૯૦ રહ્યા હતા. કોટનના વાયદાઓમાં રૃ.૧૦૦થી રૃ.૩૨૦નો ઘટાડો ભાવમાં રહ્યો હતો. કોટન જુલાઈ વાયદો રૃ.૨૧૦ ઘટી રૃ.૧૭,૨૮૦ બંધ રહ્યો હતો. સીપીઓમાં રૃ.૬૫૨.૫૮ કરોડનાં ૧,૧૫,૧૪૦ ટન, એલચીમાં રૃ.૯૨.૨૦ કરોડનાં ૬૭૯ ટન, બટેટા-આગ્રામાં રૃ.૮.૯૪ કરોડનાં ૬,૩૩૦ ટન, બટેટા-તારકેશ્વરમાં રૃ.૭.૯૭ કરોડનાં ૬,૮૪૦ ટન, મેન્થા તેલમાં રૃ.૩૪૧.૭૧ કરોડનાં ૨,૫૮૯ ટન, કપાસમાં રૃ.૮.૨૮ કરોડનાં ૧,૫૨૦ ટન અને કોટનમાં રૃ.૧૧૪.૩૮ કરોડનાં ૬૪,૯૫૦ ગાંસડીના વેપાર થયા હતા.
કોમડેક્સ ૭.૯૩ પોઈન્ટ વધી ૩૭૬૯.૯૩ બંધ હતો. અંતર્ગત આંકોમાં મેટલ ઈન્ડેક્સ ૩.૮૮ પોઈન્ટ વધી ૪૯૪૬.૮૨, એનર્જી ઈન્ડેક્સ ૧૪.૭૧ પોઈન્ટ વધી ૩૪૪૩.૬૨ અને એગ્રી ઈન્ડેક્સ ૪.૦૫ પોઈન્ટ વધી ૨૮૨૨.૭૪ બંધ હતા.

એમસીએક્સના વાયદાના ભાવ

કોમોડિટી

પાકતી તારીખ

ખૂલી

વધી

ઘટી

બંધ

વધઘટ

સોનું

૦૪-૦૮-૧૨

૨૯૮૦૦.૦૦

૨૯૮૧૫.૦૦

૨૯૭૬૬.૦૦

૨૯૭૯૬.૦૦

૦.૦૦

સોનું-મિની

૦૪-૦૮-૧૨

૨૯૭૯૪.૦૦

૨૯૮૦૯.૦૦

૨૯૭૫૨.૦૦

૨૯૭૮૨.૦૦

-૩.૦૦

ગોલ્ડ પેટલ

૩૧-૦૭-૧૨

૨૯૮૩.૦૦

૨૯૯૧.૦૦

૨૯૮૩.૦૦

૨૯૮૭.૦૦

૧.૦૦

ગોલ્ડ-પેટલ-દિલ્હી

૩૧-૦૭-૧૨

૩૦૦૬.૦૦

૩૧૪૩.૦૦

૩૦૦૩.૦૦

૩૧૨૮.૦૦

૩૨.૦૦

ગોલ્ડ-ગિની

૩૧-૦૭-૧૨

૨૩૭૧૭.૦૦

૨૩૭૬૮.૦૦

૨૩૬૯૦.૦૦

૨૩૭૩૬.૦૦

૧૯.૦૦

ચાંદી

૦૫-૦૯-૧૨

૫૩૧૨૫.૦૦

૫૩૩૩૩.૦૦

૫૩૧૨૫.૦૦

૫૩૨૯૧.૦૦

૬૩.૦૦

ચાંદી માઈક્રો

૩૧-૦૮-૧૨

૫૩૨૪૧.૦૦

૫૩૩૬૦.૦૦

૫૩૨૦૦.૦૦

૫૩૩૧૮.૦૦

૬૦.૦૦

ચાંદી-મિની

૩૧-૦૮-૧૨

૫૩૨૨૯.૦૦

૫૩૩૫૮.૦૦

૫૩૨૦૧.૦૦

૫૩૩૧૭.૦૦

૬૧.૦૦

તાંબુ

૩૧-૦૮-૧૨

૪૨૧.૩૦

૪૨૩.૦૫

૪૧૯.૬૫

૪૨૦.૮૦

-૦.૦૫

તાંબુ-મિની

૩૧-૦૮-૧૨

૪૨૧.૨૦

૪૨૩.૦૫

૪૧૯.૭૦

૪૨૦.૮૦

૦.૦૦

નિકલ

૩૧-૦૭-૧૨

૮૮૩.૯૦

૮૮૭.૮૦

૮૭૬.૬૦

૮૮૬.૫૦

૪.૩૦

નિકલ-મિની

૩૧-૦૭-૧૨

૮૮૨.૮૦

૮૮૭.૮૦

૮૭૬.૭૦

૮૮૬.૫૦

૪.૩૦

એલ્યુમિનિયમ

૩૧-૦૭-૧૨

૧૦૩.૬૦

૧૦૩.૬૦

૧૦૩.૦૫

૧૦૩.૨૦

-૦.૩૫

એલ્યુમિનિયમ-મિની

૩૧-૦૭-૧૨

૧૦૩.૬૦

૧૦૩.૬૦

૧૦૩.૦૫

૧૦૩.૧૫

-૦.૩૫

સીસું-મિની

૩૧-૦૭-૧૨

૧૦૬.૨૫

૧૦૬.૨૫

૧૦૫.૭૦

૧૦૬.૧૦

-૦.૨૦

સીસું

૩૧-૦૭-૧૨

૧૦૬.૧૫

૧૦૬.૨૫

૧૦૫.૭૦

૧૦૬.૧૫

-૦.૧૫

જસત-મિની

૩૧-૦૭-૧૨

૧૦૨.૪૦

૧૦૨.૪૦

૧૦૧.૮૦

૧૦૨.૨૫

૦.૦૦

જસત

૩૧-૦૭-૧૨

૧૦૨.૩૫

૧૦૨.૩૫

૧૦૧.૮૫

૧૦૨.૨૫

૦.૦૦

ક્રૂડ તેલ

૨૦-૦૮-૧૨

૫૦૦૫.૦૦

૫૦૨૯.૦૦

૫૦૦૫.૦૦

૫૦૧૨.૦૦

૧૪.૦૦

બ્રેન્ટ ક્રૂડ તેલ

૧૪-૦૮-૧૨

૫૯૬૮.૦૦

૫૯૬૮.૦૦

૫૮૭૯.૦૦

૫૮૯૬.૦૦

૯.૦૦

નેચરલ ગેસ

૨૮-૦૮-૧૨

૧૬૮.૮૦

૧૭૨.૨૦

૧૬૮.૮૦

૧૭૧.૯૦

૩.૪૦

સીપીઓ

૩૧-૦૭-૧૨

૫૬૮.૫૦

૫૭૦.૦૦

૫૬૩.૮૦

૫૬૫.૩૦

-૦.૧૦

એલચી

૧૪-૦૮-૧૨

૧૩૪૪.૦૦

૧૪૦૪.૨૦

૧૩૩૩.૦૦

૧૪૦૪.૨૦

૫૪.૦૦

બટેટા-આગ્રા

૧૪-૦૮-૧૨

૧૩૨૭.૦૦

૧૩૪૬.૦૦

૧૩૨૭.૦૦

૧૩૪૪.૨૦

૧૪.૫૦

બટેટા-તારકેશ્વર

૧૪-૦૮-૧૨

૧૦૨૩.૦૦

૧૦૪૪.૨૦

૧૦૨૩.૦૦

૧૦૪૪.૧૦

૩૦.૩૦

મેન્થા તેલ

૩૧-૦૭-૧૨

૧૨૯૯.૦૦

૧૩૧૬.૦૦

૧૨૮૧.૫૦

૧૩૧૦.૮૦

૧૫.૨૦

કપાસ

૩૦-૦૩-૧૩

૧૦૯૯.૦૦

૧૧૦૦.૦૦

૧૦૭૬.૦૦

૧૦૭૯.૧૦

-૧૬.૭૦

રૃ

૩૧-૦૭-૧૨

૧૭૫૬૦.૦૦

૧૭૬૧૦.૦૦

૧૭૨૦૦.૦૦

૧૭૨૮૦.૦૦

-૨૧૦.૦૦

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

ગગન નારંગને પિતાએ કહ્યું કે 'ઔર જીતના હૈ અભી'

ભારતની બોમ્બયલા દેવી પ્રી-ક્વાર્ટર ફાઇનલમાં હારી જતા બહાર
ભારતનો નેધરલેન્ડ સામે હોકીમાં ૨-૩થી પરાજય
આજે સ્વિમિંગના ૪ અને કુલ૧૫ ગોલ્ડમેડલ માટે મુકાબલા
ભારત પાસે ઘણી પ્રતિભાઓ પડેલી છે
રેટ આધારિત શેરો પાછળ સેન્સેક્સ ૩૦૪, નિફટી ૧૦૦ પોઈન્ટ ઊછળ્યો
સોનામાં વિશ્વ બજાર પાછળ ભાવો ઘટયા ઃ ચાંદી ઉંચકાઈ
વીજ પ્રોજેકટોને ફન્ડીંગ પૂરું પાડવામાં બેન્કોની ઉદાસીનતા
દેશનું આર્થિક ચિત્ર ખૂબ જ ધૂંધળું ઃ રિઝર્વ બેન્ક
દેશની પવિત્ર નદીઓને શુધ્ધ રાખવાની હિમાયત કરતાં ઉમા

કલમાડીને કોમનવેલ્થ ગેમના વડા બનાવવા મુદ્દે ખેલ મંત્રાલય ભીંસમાં

૮૫ વર્ષ પુરાણા સંસદભવનની મજબૂતી ચિંતાનો વિષય
દુષ્કાળથી પ્રભાવિત ૩૨૦ જિલ્લા માટે રાહત યોજના ઘડાઈ
જુલાઈ મહિનામાં સોનાની આયાત ૩૫ ટકા ઓછી રહેવાની ધારણાં

ડીઝલમાં બેવડી ભાવનીતિ અને ખેડૂતો માટે સબસીડીની ટૂંકમાં જ જાહેરાતની સંભાવના

 
 

Gujarat Samachar Plus

શ્રાવણના મીની વેકેશનનું છોટું પ્લાનીંગ
ફ્રેશર્સ પાર્ટીને બદલે ગુજરાતી ભાષા સપ્તાહ મનાવ્યો
ભાઈને વૃઘ્ઘાશ્રમમાંથી પોતાના ઘરે લઈ આવતી બહેન
નિફ્‌ટના અઢી લાખના ફોરકાસ્ટ મેગેઝીનમાં ફેશનની આગાહી
ટ્રાન્સપરન્ટ સાડીમાં સેક્સી લૂક
મોન્સૂનમાં ઓઇલી નાસ્તો હેલ્થને નુકસાન કરે છે
ફેશન ઓફ આર્મી એસેસરીઝ
 

Gujarat Samachar glamour

સોનાક્ષી સલમાનના પુત્રની માતા બનશે
સલમાન અને શાહરૂખ એક સાથે જોવા મળશે
‘આરાધના’ ને ન્યુ બોટલ ‘ટોપગન’માં પિરસાશે
પ્રીટી ‘ભૈયાજી સુપરહિટ’માં આક્રમક પત્નિ બનશે
નેક્સ્ટ ફિલ્મમાં ડિફરન્ટ રોલમાં હોઈશ
નરગિસ ટુંકા હીરો સાથે જોડી બનાવવા તૈયારી છે
ઝેબથી કંટાળેલા અદનાનને છૂટાછેડા મળતા નથી
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved