Last Update : 31-July-2012, Tuesday

 

કેન્દ્ર ટૂંક સમયમાં જ રીયલ એસ્ટેટ રેગ્યુલેશન બીલ રજૂ કરવા તૈયાર

જોકે આ ખરડામાં મુખ્યત્વે પ્રોપર્ટીના સોદાઓ પર જ ફોક્સ કરવામાં આવશે
નવી દિલ્હી, તા.૩૦
આગામી ૧૫ દિવસમાં કેન્દ્ર સરકાર રીયલ એસ્ટેટ (રેગ્યુલેશન એન્ડ ડેવલપમેન્ટ) ખરડા પર વિચારણા કરશે અને સંસદના ચોમાસુ સત્રમાં એ રજૂ કરવાની યોજના ધરાવે છે. સંસદનું ચોમાસુ સત્ર ૮મી ઓગસ્ટથી શરૃ થઈ રહ્યું છે. આ અંગેની ડ્રાફટ કેબીનેટ નોટ કેબીનેટ સેક્રેટરીયેટને મોકલાઈ રહી હોવાનું એક ઉચ્ચ અધિકારીએ જણાવ્યું હતું. આમ તો જોકે આ બાબત કેન્દ્ર રાજ્યની સંયુક્ત યાદીમાં આવતી હોઈ ખરડો માત્ર પ્રોપર્ટી ટ્રાન્ઝેકશન પર જ ફોક્સ કરશે.
આમ તો રીયલ એસ્ટેટ ક્ષેત્રનું હાર્દ જમીન છે અને તે બાબત રાજ્ય હેઠળ આવતી હોઈ, રાજ્યો તરફથી પ્રતિભાવ મળવામાં ઘણો સમય લાગ્યો હતો. છત્તીસગઢે તો આ ખરડાનો સીધો વિરોધ કર્યો છે. જ્યારે પ. બંગાળે આડકતરી રીતે અમુક કારણો રજૂ કર્યા છે. ઉત્તર પ્રદેશે પણ અમુક આશંકાઓ દર્શાવી છે. જ્યારે મહારાષ્ટ્ર સરકારે આ બાબતમાં પોતાનો જ કાયદો ઘડયો છે. આમ વિવિધ રાજ્યોનાં મંતવ્યોને આ ખરડામાં સમાવવાની અમે કોશીશ કરી હોવાનું આ અધિકારીએ જણાવ્યું હતું. દરખાસ્ત મુજબનાં રિયલ એસ્ટેટ નિયામક સમક્ષ રજીસ્ટ્રેશન કરાવ્યા વગર પ્રોજેક્ટ વેચનાર સજાની જોગવાઈ આ ખરડામાં કરાઈ છે. આ સજા ત્રણ વર્ષ સુધીની જેલ અથવા અંદાજીત કોસ્ટનાં ૧૦ ટકા કે બન્ને હશે. જોકે જેલની અવધિ લંબાવવાની કોઈ યોજના નથી એવો ખુલાસો પણ કરાયો છે.
આ ખરડા હેટળ આવરી લેવાય તે માટે ડેવલપમેન્ટ માટેની જમીનની સાઈઝ ૪૦૦૦ સ્કવેર મીટરથી ઘટાડી ૧૦૦૦ સ્કવેર મીટરની કરાઈ છે. એકવાર આ ખરડો કાયદો બની જાય ત્યારબાદ આ લિમીટમાં ફેરફાર કરવાની રાજ્યોને સત્તા રહેશે.
આ અધિકારીએ એવો પણ ખુલાસો કર્યો હતો કે આ ધારાની સાથે સાથે જ રીયલ એસ્ટેટ સંબંધિત રાજ્યોનાં ધારાઓ પણ અમલમાં રહેશે. જોકે રાજ્યોનાં કાયદાઓમાં ઘણી વિસંગતિ હશે તો તેમણે તેમના કાયદાઓમાં સુધારો કરવો પડશે. આ ખરડામાં રાજ્યોને સૂચના આપતી જોગવાઈઓ સામેલ કરવાની કોઈ જ યોજના નથી એમ આ અધિકારીએ જણાવ્યું હતું.
ખરડાનો હેતુ એક નિયામક સત્તા સ્થાપવાનો છે જેથી રિયલ એસ્ટેટ ક્ષેત્રે સુઆયોજીત વિકાસ થઈ શકે, અસરકારક અને પારદર્શક સ્વરૃપે સ્થાવર મિલકતોનાં સોદા થઈ શકે તથા રીયલ એસ્ટેટ ક્ષેત્રે ગ્રાહકોનાં હિતોનું રક્ષણ થઈ શકે.

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

ગગન નારંગને પિતાએ કહ્યું કે 'ઔર જીતના હૈ અભી'

ભારતની બોમ્બયલા દેવી પ્રી-ક્વાર્ટર ફાઇનલમાં હારી જતા બહાર
ભારતનો નેધરલેન્ડ સામે હોકીમાં ૨-૩થી પરાજય
આજે સ્વિમિંગના ૪ અને કુલ૧૫ ગોલ્ડમેડલ માટે મુકાબલા
ભારત પાસે ઘણી પ્રતિભાઓ પડેલી છે
રેટ આધારિત શેરો પાછળ સેન્સેક્સ ૩૦૪, નિફટી ૧૦૦ પોઈન્ટ ઊછળ્યો
સોનામાં વિશ્વ બજાર પાછળ ભાવો ઘટયા ઃ ચાંદી ઉંચકાઈ
વીજ પ્રોજેકટોને ફન્ડીંગ પૂરું પાડવામાં બેન્કોની ઉદાસીનતા
દેશનું આર્થિક ચિત્ર ખૂબ જ ધૂંધળું ઃ રિઝર્વ બેન્ક
દેશની પવિત્ર નદીઓને શુધ્ધ રાખવાની હિમાયત કરતાં ઉમા

કલમાડીને કોમનવેલ્થ ગેમના વડા બનાવવા મુદ્દે ખેલ મંત્રાલય ભીંસમાં

૮૫ વર્ષ પુરાણા સંસદભવનની મજબૂતી ચિંતાનો વિષય
દુષ્કાળથી પ્રભાવિત ૩૨૦ જિલ્લા માટે રાહત યોજના ઘડાઈ
જુલાઈ મહિનામાં સોનાની આયાત ૩૫ ટકા ઓછી રહેવાની ધારણાં

ડીઝલમાં બેવડી ભાવનીતિ અને ખેડૂતો માટે સબસીડીની ટૂંકમાં જ જાહેરાતની સંભાવના

 
 

Gujarat Samachar Plus

શ્રાવણના મીની વેકેશનનું છોટું પ્લાનીંગ
ફ્રેશર્સ પાર્ટીને બદલે ગુજરાતી ભાષા સપ્તાહ મનાવ્યો
ભાઈને વૃઘ્ઘાશ્રમમાંથી પોતાના ઘરે લઈ આવતી બહેન
નિફ્‌ટના અઢી લાખના ફોરકાસ્ટ મેગેઝીનમાં ફેશનની આગાહી
ટ્રાન્સપરન્ટ સાડીમાં સેક્સી લૂક
મોન્સૂનમાં ઓઇલી નાસ્તો હેલ્થને નુકસાન કરે છે
ફેશન ઓફ આર્મી એસેસરીઝ
 

Gujarat Samachar glamour

સોનાક્ષી સલમાનના પુત્રની માતા બનશે
સલમાન અને શાહરૂખ એક સાથે જોવા મળશે
‘આરાધના’ ને ન્યુ બોટલ ‘ટોપગન’માં પિરસાશે
પ્રીટી ‘ભૈયાજી સુપરહિટ’માં આક્રમક પત્નિ બનશે
નેક્સ્ટ ફિલ્મમાં ડિફરન્ટ રોલમાં હોઈશ
નરગિસ ટુંકા હીરો સાથે જોડી બનાવવા તૈયારી છે
ઝેબથી કંટાળેલા અદનાનને છૂટાછેડા મળતા નથી
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved