Last Update : 31-July-2012, Tuesday

 

રિઝર્વ બેંકની બેઠક પૂર્વે
રેટ આધારિત શેરો પાછળ સેન્સેક્સ ૩૦૪, નિફટી ૧૦૦ પોઈન્ટ ઊછળ્યો

 

અમદાવાદ, સોમવાર
આવતીકાલે રિઝર્વ બેંકની ધિરાણ નીતિની સમીક્ષા માટે મળનારી બેઠક પૂર્વે રિઝર્વ બેંક સાનુકૂળ વલણ અપનાવશે તેવા આશાવાદ પાછળ તેમજ વૈશ્વિક સ્તરના સાનુકૂળ અહેવાલો પાછળ એશિયા- યુરોપના શેરબજારોમાં પણ સાનુકૂળ વલણના અહેવાલો પાછળ ચોમેરથી ચાલુ રહેલ નવી લેવાલી પાછળ મુંબઇ શેરબજાર ખાતે આજે પણ સુધારાની ચાલ આગળ વધી હતી. આજે રેટ આધારિત શેરોએ સુધારાની આગેવાની લીધી હતી. આ શેરોની સાથોસાથ સેન્સેક્સ બેઇઝડ તેમજ હેવી વેઇટ શેરોમાં ઝડપી સુધારો નોંધાતા કામકાીજના અંતે બીએસઇ સેન્સેક્સ ૩૦૪.૪૯ પોઇન્ટ વધીને ૧૭૧૪૩.૬૮ની સપાટીએ મજબૂત રહ્યો હતો. બજારના જાણકાર વર્તુળોના જણાવ્યા મુજબ આવતીકાલે રિઝર્વ બેંકની ધિરાણ નીતિની સમીક્ષા માટે બેઠક મળનાર છે. પ્રથમ ત્રિમાસિક માટેની નાણાનીતિની સમીક્ષા વેળા મધ્યસ્થ બેંક દ્વારા કોઇ આશ્ચર્યજનક જાહેરાત કરાય તેવી શક્યતા પાછળ મુંબઇ શેરબજાર ખાતે આજે કામકાજનો પ્રારંભ ઊછાળા સાથે જ થવા પામ્યો હતો. આજે કામકાજના પ્રારંભથી જ બજારમાં નવી લેવાલીનો પ્રવાહ જારી રહેતા કામકાજની શરૃઆતથી જ બજાર ૧૨૫-૧૫૦ પોઇન્ટ ઉપર જ ચાલતું હતું. બીજી તરફ વૈશ્વિક સ્તરના સાનુકૂળ અહેવાલોની પણ બજાર પર પોઝીટીવ અસર જોવા મળી હતી. યુરોઝોનને તૂટતું અટકાવવા યુરોપીયન સેન્ટ્રલ બેંકે તમામ જરૃરી પગલા ભરવા દર્શાવેલ તૈયારીઓ તેમજ યુએસ ફેડરલ રિઝર્વના સાનુકૂળ વલણની આજે યુરોપ- એશિયાના બજારો પર સાનુકૂળ અસર થવા પામી હતી. વૈશ્વિક બજારના ખેલાડીઓ હવે ચાલુ સપ્તાહે ઈસીબીની બેઠક પર મીટ માંડીને બેઠા છે.
સેન્સેક્સ ૧૭૦૦૦ની સપાટી કુદાવીને એક માસની ઊંચી સપાટીએ
ઉપરોક્ત સાનુકૂળ અહેવાલો પાછળ આજે કામકાજનો પ્રારંભ ઊંચા મથાળે થયા બાદ વૈશ્વિક બજારોની તેમજ આજે અને અગાઉ જાહેર થયેલા કેટલીક જાણીતી કંપનીઓના પરિણામો પ્રતિકૂળતાઓ વચ્ચે પણ પોઝીટીવ બની રહેતા તેની પણ બજાર પર સાનુકૂળ અસર થવા પામી હતી. જેના પગલે નવી લેવાલીનો પ્રવાહ ચાલુ રહેતા સેન્સેક્સ ફરી એકવાર ૧૭૦૦૦ની સપાટી કુદાવીને ઈન્ટ્રા ડે વધીને ૧૭૧૬૩.૯૫ની ઊંચી સપાટીએ પહોંચી ગયો હતો. સાનુકૂળ અહેવાલો પાછળ આજે તેજીની ચાલ એકધારી જળવાઇ રહી હતી અને કામકાજના અંતે તે નજીવા ફેરફાર સાથે એક માસની ઊંચી સપાટીએ જ બંધ રહ્યો હતો.
તેજીની આગેવાની સ્ટેટ બેંકે લીધી ઃ બેંક શેરોમાં ઊછાળા
આજની તેજીની આગેવાની સ્ટેટ બેંકના શેરે લીધી હતી. નવી ઝડપી લેવાલી પાછળ આજે સ્ટેટ બેંકના શેરમાં રૃા. ૮૯.૮૫નો એટલે કે ૪.૬૩ના ઊછાળો નોંધાતા તે રૃા. ૨૦૩૧.૦૫ની સપાટીએ મજબૂત રહ્યો હતો. આ ઉપરાંત બેંક શેરો પણ રિઝર્વ બેંક સાનુકૂળ પગલાં ભરશે તેવા આશાવાદ પાછળ સુધારા તરફી રહ્યા હતા. જે પૈકી આજે આઈસીઆઈસીઆઈ બેંકનો શેર રૃા. ૩૬.૧૦ (૪ ટકા) ઊછલીને ૯૬૪.૩૦, અને એચડીએફસી બેંકનો શેર રૃા. ૨.૮૫ વધીને ૫૮૭.૧૦ની સપાટીએ મક્કમ રહ્યો હતો. બીજી તરફ પ્રોત્સાહક પરિણામે પાછળ આજે બેંક ઓફ બરોડા, ઈન્ડીયન ઓવરસીઝ, અલ્હાબાદ બેંક, સિન્ડીકેટ બેંક પણ સુધારા તરફી રહ્યા હતા. કામકાજના અંતે બેંકેક્ષ ઈન્ડેક્સ ૩૧૦.૨૬ પોઇન્ટ વધીને ૧૧૯૪૩.૪૨ની સપાટીએ મજબૂત રહ્યો હતો.
પસંદગીના સેન્સેક્સબેઇઝડ અને હેવી વેઈટ શેરોમાં ઝડપી સુધારો
ચોમેરથી નીકળેલી નવી લેવાલી પાછળ આજે પસંદગીના સેન્સેક્સબેઇઝડ તથા હેવીવેઇટ શેરોમાં સુધારો ઝડપથી આગળ વધ્યો હતો. નવી લેવાલી પાછળ તાતા મોટર્સ ૪ ટકા વધીને રૃા. ૨૨૧.૬૫, તાતા પાવર ૪ ટકા વધીને રૃા. ૯૮.૫૦, આઇસીઆઇ. બેંક ૪ ટકા વધીને રૃા. ૯૬૪.૩૦, ભેલ ૪ ટકા વધીને રૃા. ૨૧૬.૨૦, લાર્સન ૩ ટકા વધીને રૃા. ૧૩૬૪.૫૫, ગેઇલ ઈન્ડિયા ૩ ટકા વધીને રૃા. ૩૫૬.૧૦, સ્ટરલાઇટ ૩ ટકા વધીને રૃા. ૧૦૪.૨૦, એનટીપીસી ૩ ટકા વધીને રૃા. ૧૫૭.૬૫, ઈન્ફોસીસ ૩ ટકા વધીને રૃા. ૨૨૦૯.૪૫, તાતા સ્ટીલ ૩ ટકા વધીને રૃા. ૪૧૦.૨૦, મહિન્દ્રા મહિન્દ્રા ૨ ટકા વધીને રૃા. ૭૦૪.૪૦, સનફાર્મા ૨ ટકા વધીને રૃા. ૬૪૪.૮૦, જિન્દાલ સ્ટીલ ૨ ટકા વધીને રૃા. ૪૦૨.૮૫ની સપાટીએ મજબૂત રહ્યો હતો.
ઓએનજીસી, વિપ્રો અને હિન્દુસ્તાન યુની લીવરમાં થયેલી પીછેહઠ
તેજીના માહોલ વચ્ચે આજે સેન્સેક્સબેઇઝડ પસંદગીના શેરો વેચવાલીના દબાણે પાછા પડયા હતા. જેમાં ઓએનજીસી રૃા. ૨૭૬.૫૫, હિંદ યુનીલીવર ૪૬૪.૬૦ અને વિપ્રો ૩૩૪.૨૦ની સપાટીએ નરમ રહ્યો હતો.
સ્મોલકેપ અને મિડકેપ શેરોમાં પણ નીચા મથાળે નવી લેવાલી
વિતેલા સપ્તાહમાં મિડકેપ શેરોમાં ગાબડા નોંધાયા બાદ આ અંગે હાથ ધરાયેલી તપાસમાં સેબી ઝડપથી આગળ વધી હોવાના અહેવાલોની બજાર પર સાનુકૂળ અસર થઇ હતી. આ અહેવાલો તેમજ બજારના ટ્રેન્ડના પગલે હાથ ધરાયેલ નવી લેવાલી પાછળ આ બંને જુથના શેરોમાં ઝડપી સુધારો નોંધાતા કામકાજના અંતે બીએસઇ મિડકેપ ઈન્ડેક્સ ૧.૫૩ ટકા વધીને ૫૯૭૭.૮૪ અને સ્મોલકેપ ઈન્ડેક્સ ૧.૨૯ ટકા વધીને ૬૪૩૯.૭૯ની સપાટીએ મજબૂત રહ્યો હતો.
રેટ આધારીત શેરોમાં જોવા મળેલો સળવળાટ ઃ ઝડપી લેવાલી
આવતીકાલે રિઝર્વ બેંક દ્વારા હકારાત્મક અભિગમ અપનાવીને સાનુકૂળ જાહેરાત કરાશે તેવા આશાવાદ પાછળ ચોમેરથી નીકળેલી નવી લેવાલીએ આજે બેંક, રિયાલ્ટી, ઓટો શેરોમાં ઝડપી સુધારો નોંધાયો હતો. જેના પગલે કામકાજના અંતે બીએસઇ રિયાલ્ટી ઈન્ડેક્સ ૩ ટકા વધીને ૧૬૧૮.૬૯, બેંકેક્ષ ૩ ટકા વધીને ૧૧૯૪૩.૪૨ અને ઓટો ઈન્ડેક્સ ૨ ટકા વધીને ૯૦૭૮.૪૪ની સપાટીએ તથા કન્ઝ્યુમર ડયુરેબલ ઈન્ડેક્સ પણ ૨ ટકા વધીને ૬૪૧૪.૬૨ની સપાટીએ મજબૂત રહ્યો હતો.
સ્પાઇસ જેટે ખોટ ભૂંસી નફો કરતા એરલાઇન શેરોમાં તેજી
ભારતની બીજા ક્રમાંકની બજેટ એરલાઈન્સ કંપનીએ ખોટ ભૂંસી નફો કર્યાના અહેવાલોની આજે એરલાઇન કંપનીઓના શેર પર સાનુકૂળ અસર થવા પામી હતી. કંપનીએ ગત વર્ષે જૂન ત્રિમાસિકમાં રૃા. ૭૧.૯૬ કરોડની ખોટ નોંધાવી હતી. તેની સામે ચાલુ વર્ષે તેણે રૃા. ૫૬.૧૫ કરોડનો નફો નોંધાવતા આ શેરમાં સંગીન ઊછાળો નોંધાયો હતો. આ અહેવાલો પાછળ આજે જેટ એરવેઝ, કિંગફિશર એરલાઇન્સ કંપનીના શેરમાં પણ અનુક્રમે ૭.૨ ટકા અને ૩.૭ ટકા ઊછાળો નોંધાયો હતો.
એનએસઈનો નિફટી આંક ૧૦૦ પોઇન્ટ ઊછલ્યો છતાં મનોવૈજ્ઞાાનિક સપાટી નીચે
સાનુકૂળ અહેવાલો પાછળ એનએસઇ ખાતે પણ સુધારાની ચાલ આગળ વધતા એનએસઇનો નિફટી આંક પણ કામકાજના અંતે ૯૯.૯૫ પોઇન્ટ વધીને ૫૧૯૯.૮૦ની સપાટીએ મજબૂત રહ્યો હતો. જોકે, આમ છતાં તે તેની ૫૨૦૦ પોઇન્ટની મનોવૈજ્ઞાાનિક સપાટીની નીચે બંધ રહ્યો હતો. જોકે એનએસઇ ફયુચર ઓપ્શન ખાતે આજે તેજીનો માહોલ હોવા છતાં ટર્નઓવર ઘટીને રૃા. ૮૦૯૬૦.૬૯ કરોડ નોંધાયું હતું.
એશિયાઇ અને યુરોપીયન શેરબજારમાં મજબૂતાઇ
ઈસીબી અને ફેડરલના સાનુકૂળ અહેવાલો પાછળ આજે વૈશ્વિક શેરબજારમાં ઝડપી સુધારો નોંધાયો હતો. નવી લેવાલી પાછળ આજે એશિયાઇ શેરબજારો ૨ ટકા સુધી વધ્યા હતા. જ્યારે ભારતીય બજાર બંધ થયું તે વેળાએ યુરોપીયન બજારો એક ટકો જેટલા વધીને ચાલતા હતા.

RBI નો નિર્ણય બજાર માટે મહત્વનો
રિઝર્વ બેંક હકારાત્મક વલણ અપનાવશે તેવા આશાવાદ પાછળ આજે સેન્સેક્સમાં ૩૦૪ પોઇન્ટનો ઊછાળો નોંધાયો છે. હવે જો આવતીકાલે રિઝર્વ બેંકે ધિરાણ નીતિની સમીક્ષા વેળા કોઇ હકારાત્મક વલણ નહીં અપનાવે તો આવતીકાલે બજારમાં ઊંચા મથાળેથી ભારે નફારૃપી વેચવાલીનું દબાણ જોવા મળે તો નવાઇ નહીં એમ બજારના જાણકાર વર્તુળોએ ઉમેર્યું હતું.
બીએસઇમાં આજે ૩૦૪ પોઇન્ટનો ઊછાળો નોંધાયો હોવા છતાં કુલ ટર્નઓવર ઘટીને રૃા. ૧૭૪૮.૪૯ કરોડ નોંધાયું હતું.

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

ગગન નારંગને પિતાએ કહ્યું કે 'ઔર જીતના હૈ અભી'

ભારતની બોમ્બયલા દેવી પ્રી-ક્વાર્ટર ફાઇનલમાં હારી જતા બહાર
ભારતનો નેધરલેન્ડ સામે હોકીમાં ૨-૩થી પરાજય
આજે સ્વિમિંગના ૪ અને કુલ૧૫ ગોલ્ડમેડલ માટે મુકાબલા
ભારત પાસે ઘણી પ્રતિભાઓ પડેલી છે
રેટ આધારિત શેરો પાછળ સેન્સેક્સ ૩૦૪, નિફટી ૧૦૦ પોઈન્ટ ઊછળ્યો
સોનામાં વિશ્વ બજાર પાછળ ભાવો ઘટયા ઃ ચાંદી ઉંચકાઈ
વીજ પ્રોજેકટોને ફન્ડીંગ પૂરું પાડવામાં બેન્કોની ઉદાસીનતા
દેશનું આર્થિક ચિત્ર ખૂબ જ ધૂંધળું ઃ રિઝર્વ બેન્ક
દેશની પવિત્ર નદીઓને શુધ્ધ રાખવાની હિમાયત કરતાં ઉમા

કલમાડીને કોમનવેલ્થ ગેમના વડા બનાવવા મુદ્દે ખેલ મંત્રાલય ભીંસમાં

૮૫ વર્ષ પુરાણા સંસદભવનની મજબૂતી ચિંતાનો વિષય
દુષ્કાળથી પ્રભાવિત ૩૨૦ જિલ્લા માટે રાહત યોજના ઘડાઈ
જુલાઈ મહિનામાં સોનાની આયાત ૩૫ ટકા ઓછી રહેવાની ધારણાં

ડીઝલમાં બેવડી ભાવનીતિ અને ખેડૂતો માટે સબસીડીની ટૂંકમાં જ જાહેરાતની સંભાવના

 
 

Gujarat Samachar Plus

શ્રાવણના મીની વેકેશનનું છોટું પ્લાનીંગ
ફ્રેશર્સ પાર્ટીને બદલે ગુજરાતી ભાષા સપ્તાહ મનાવ્યો
ભાઈને વૃઘ્ઘાશ્રમમાંથી પોતાના ઘરે લઈ આવતી બહેન
નિફ્‌ટના અઢી લાખના ફોરકાસ્ટ મેગેઝીનમાં ફેશનની આગાહી
ટ્રાન્સપરન્ટ સાડીમાં સેક્સી લૂક
મોન્સૂનમાં ઓઇલી નાસ્તો હેલ્થને નુકસાન કરે છે
ફેશન ઓફ આર્મી એસેસરીઝ
 

Gujarat Samachar glamour

સોનાક્ષી સલમાનના પુત્રની માતા બનશે
સલમાન અને શાહરૂખ એક સાથે જોવા મળશે
‘આરાધના’ ને ન્યુ બોટલ ‘ટોપગન’માં પિરસાશે
પ્રીટી ‘ભૈયાજી સુપરહિટ’માં આક્રમક પત્નિ બનશે
નેક્સ્ટ ફિલ્મમાં ડિફરન્ટ રોલમાં હોઈશ
નરગિસ ટુંકા હીરો સાથે જોડી બનાવવા તૈયારી છે
ઝેબથી કંટાળેલા અદનાનને છૂટાછેડા મળતા નથી
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved