Last Update : 31-July-2012, Tuesday

 

આજનું પંચાગ આજનું ભવિષ્ય સુપ્રભાતમ્ આજનું ઔષધ આજ ની જોક આજની રેસીપી
 

આજ નું પંચાગ

તા. ૩૧-૦૭-૨૦૧૨, મંગળવાર
શ્રાવણ સુદ તેરસ
પવન ફૂંકાય ? ટુંક સમયમાં વરસાદ ? બજારોમાં વધઘટ ?

 

દિવસના ચોઘડિયા ઃ રોગ, ઉદ્વેગ, ચલ, લાભ, અમૃત, કાળ, શુભ, રોગ
રાત્રિના ચોઘડિયા ઃ કાળ, લાભ, ઉદ્વેગ, શુભ, અમૃત, ચલ, રોગ, કાળ

 

અમદાવાદ સૂર્યોદય ઃ ૬ ક. ૧૧ મિ. સૂર્યાસ્ત ઃ ૧૯ ક. ૨૧.
સૂરત સૂર્યોદય ઃ ૬ ક. ૧૩ મિ. સૂર્યાસ્ત ઃ ૧૯ ક. ૧૭. મિ.
મુંબઈ સૂર્યોદય ઃ ૬ ક. ૧૬ મિ. સૂર્યાસ્ત ઃ ૧૯ ક. ૧૩.મિ.
નવકારસી સમય ઃ (અ) ૬ ક. ૫૯ મિ. (સૂ) ૭ ક. ૦૧ મિ. (મું) ૭ ક. ૦૪ મિ.
જન્મ રાશિ ઃ- આજે રાત્રે ૨૯ ક. ૨૦ મિ. (મંગળવારની રાત્રિના ૫ ક. ૨૦ મિ.) સુધીમાં જન્મેલ બાળકની ધન (ભ.ધ.ફ.ઢ.) રાશિ આવશે. ત્યાર પછી જન્મેલ બાળકની મકર (ખ.જ.) રાશિ આવે.
નક્ષત્ર ઃ પૂર્વાષાઢા રાત્રે ૧૧ ક. ૪૨ મિ. સુધી પછી ઉત્તરાષાઢા
ગોચર ગ્રહ ઃ સૂર્ય-કર્ક, મંગળ-કન્યા, બુધ-કર્ક, ગુરુ-વૃષભ, શુક્ર-મિથુનમાં ૧૯.૪૮ થી, શનિ-કન્યા, રાહુ-વૃશ્ચિક, કેતુ-વૃષભ, હર્ષલ (યુરેનસ)-મીન, નેપચ્યુન-કુંભ, પ્લુટો-ધન, ચંદ્ર- રાત્રે ૨૯ ક. ૨૦ મિ. સુધી ધન પછી મકર.
વિક્રમ સંવત ઃ ૨૦૬૮ શોભન સં. શાકે ઃ ૧૯૩૪, નંદન સંવત્સર, જૈનવીર સંવત ઃ ૨૫૩૮
દક્ષિણાયન વર્ષા ૠતુ શ્રાવણ સુદ તેરસ ને મંગળવાર રા.દિ. શ્રા ૯, માસ તિથિ-વાર- શ્રાવણ સુદ તેરસ ને મંગળવાર
પવન ફૂંકાય ? જલ્દી ટુંક સમયમાં વરસાદ થાય ? દિવસ પચ્ચીસમાં રૂમાં મંદી થાય ?
મુસલમાની હિજરીસન ૧૪૩૩ રમજાન માસનો ૧૦ રોજ
પારસી શહેનશાહી વર્ષ ૧૩૮૧ સ્પેર્દાંમંદ માસનો ૧૮ રોજ રશ્ને

[Top]
 

આજ નું ભવિષ્ય

 

મેષ ઃ આપના નોકરી-ધંધાના કામકાજમાં સાનુકુળતા રહે. નોકરીમાં ઉપરી વર્ગ, સહકાર્યકર વર્ગથી સાનુકુળતા રહે, સીઝનલ ધંધો આવક થાય.

 

વૃષભ ઃ આજે આપના નોકરી-ધંધાના કામમાં, નાણાંકીય પ્રશ્નમાં, પરિવારના પ્રશ્નમાં ચંિતા રહે, પત્નીના કારણે તમને વ્યગ્રતા રહે.

 

મિથુન ઃ આપના ધંધાકીય કામમાં, નોકરીના કામમાં સાનુકુળતા રહે. ધંધો આવક થાય. વ્યવહારીક સામાજીક કૌટંબીક કામ થઇ શકે.

 

કર્ક ઃ નોકરી-ધંધાના કામમાં ઘ્યાન આપી શકો. સીઝનલ ધંધો આવક થાય. બહાર કે બહારગામ જવાનું થાય, જવાબદારી રહે.

 

સંિહ ઃ પુત્ર- પૌત્રાદિકના, પત્નીના કામમાં તમારે સહકાર આપવા, સાનુકુળ થવાનો પ્રયત્ન કરવો પડે. વધારાનો ખર્ચ કરવો પડે.

 

કન્યા ઃ આપના નિકટના સગા સંબંધીના પ્રશ્ને ઘરમાં ચંિતા, મતભેદ, વિવાદથી સંભાળવું. મૌન રાખી બધાને સાનુકુળ થવું પડે.

 

તુલા ઃ દેશ પરદેશના બહારગામના સગા સંબંધી મિત્રવર્ગની ચંિતા રહે. કોઇના આગમનના કારણે વધારાનો ખર્ચ થાય.

 

વૃશ્ચિક ઃ આપના પરિવારના, નોકરી-ધંધાના કામમાં ઘ્યાન આપી શકો. સીઝનલ ધંધો આવક થાય. નોકરીમાં સાનુકુળતા રહે.

 

ધન - માનસિક વ્યગ્રતા તમારા રોજીંદા કામમાં જણાય. નોકરી-ધંધાના પુત્ર પૌત્રાદિકના પત્નીના વિચારોમાં બેચેની રહે.

 

મકર ઃ આપના સગા સંબંધી મિત્રવર્ગના કામ અંગેની ચર્ચા વિચારણા થાય. નોકરી-ધંધાના કામમાં ચંિતા રહે.

 

કુંભ ઃ પુત્ર પૌત્રાદિકથી આનંદ રહે. નોકરી-ધંધાના કામમાં ઘ્યાન આપી શકો. આવક આવી જવાથી રાહત અનુભવાય.

 

મીન ઃ તમારા જવાબદારીવાળા કામમાં તમારી જાતે જ વ્યસ્ત રહેવાનું થાય. નોકરી-ધંધાનું ઘર પરિવારનું કામ કરી શકો.

જન્મ તારીખ વર્ષ સંકેત તા. ૩૧-૦૭-૨૦૧૨, મંગળવાર


આજથી શરૂ થતું આપનું જન્મ વર્ષ આરોહ- અવરોહનું રહેવા છતાં સરવાળે પ્રગતિ- સફળતાનું રહેવાથી વર્ષા ઉત્તરાર્ધમાં આપ આનંદમાં રહો. નોકરી-ધંધાની ચંિતા વ્યથામાંથી મુકત થતા જાવ. નવીન કાર્ય રચના ફેરફારી થયા. ફાયદો લાભ થાય.

 

- સંયુકત પરિવારના સંયુકત મીલકતના પ્રશ્ને ભાગીદારીના પ્રશ્ને વર્ષાંરભનો સમય ચંિતા સંઘર્ષ વિવાદનો રહે. નાણાંનો વ્યય થાય. સરકારી ખાતાકીય કાનૂની પ્રશ્ને ચંિતા રહે.

 

- વર્ષ ૨૦૧૩ના પ્રારંભથી જેમ જેમ સમય પસાર થાય તેમ તેમ તમારા માટે સાનુકુળ સમય શરૂ થાય અને નોકરી-ધંધાના કાર્યક્ષેત્રમાં પ્રગતિ, સફળતા પ્રાપ્ત કરતા જાવ.

 

- સ્ત્રીવર્ગને વર્ષ આરોહ અવરોહનું રહે. પરંતુ ભકિત પૂજા ધર્મકાર્યથી વર્ષના ઉત્તરાર્ધમાં પતિ-સંતાન પરિવારને ફાયદો લાભ થાય, આનંદ રહે.

 

- વિદ્યાર્થીવર્ગને વર્ષાંરંભે ભણવામાં ઘ્યાન રાખવું પડે. ઉત્તરાર્ધમાં એકગ્રતા સાચવવી પડે.

 

સુપ્રભાતમ્

- બોલાવવો પડે તે પહેલાં આવી પહોંચે, હંમેશાં દરવાજે હાજર રહે અને કંઈ પૂછવામાં આવે ત્યારે સાચી વાત ટૂંકાણમાં કહે તેવો માણસ રાજાના સેવક તરીકે યોગ્ય છે.
- અનુ. કુલીનચંદ્ર યાજ્ઞિક

રાજા લોકોનું કલ્યાણ કરતો હોય તો પણ સેવકો વગર શોભતો નથી. જેમ સૂર્ય જાતે તેજસ્વી હોવા છતાં કિરણો વગર શોભતો નથી.

- અનુ. કુલીનચંદ્ર યાજ્ઞિક

 

- રાજા માર મારે, કઠોર વાત કહે, દંડ પણ દે, તો પણ જે સેવક રાજાનું બુરૂં ઈચ્છતો નથી તે જ રાજાઓ માટે સાચો સેવક છે.
- અનુ. કુલીનચંદ્ર યાજ્ઞિક

[Top]
 
 

આજ નું ઔષધ

રુચિવર્ધક ચટણી

 

આચાર્ય દ્રઢબલને પ્રણામ કરીને આવનાર મઘ્યમ વયના કાપડના વેપારી અનંતરાયે ટૂંકમાં પોતાની સમસ્યાનું કથન કર્યું. એમને ઘણા સમયથી ભોજન વખતે રુચિ થતી નથી. ખાવાનું મન થાય અને આનંદથી ભોજન કરવાની ઈચ્છા, રુચિ તો થવી જોઈએને? છતાં તે બેય સમય પરાંણે જમતા હતા.

આચાર્ય દ્રઢબલે જોયું કે એમનું વજન તો ભારવાળુ હતું જ. પાયાની સલાહ સવાર-સાંજ સમય કાઢીને એક એક કલાક ચાલવાની આપી. બે સમય ભોજન સિવાય વચ્ચે બીજું કંઈ ભોજન કે નાસ્તાના નામે પેટમાં નાખવાનું નહિ. હાસ્તો માપસર ભોજન અને ચાલવાના નિયમથી પણ પાચન સુધરે અને જઠરાગ્નિ પ્રદીપ્ત થતા ભોજનની રુચિ પણ થાય. રુચિવર્ધક એક ચટણી પણ બતાવી. જે ભોજનના આરંભ પહેલા ચાટી ચાટીને ખાધા પછી ભોજન શરૂ કરવાનું.

કોથમીરના પાન, કાળા મરીના દાણા, જીરૂં, જરાક હંિગ, નમક, ગોળ આ બધામાં આદુનો રસ પણ ઉમેરવો. એમાં લીંબુ પણ નીચોવવું. આ બધા જ દ્રવ્યોને લસોટીને એની ચટણી બનાવવી. આજના સમયમાં મિક્સરમાં નાખીને પણ તે બનાવી શકાય.

આ રુચિવર્ધક ચટણી છે. આ ચટણીના દ્રવ્યો જઠરાગ્નિને પ્રદીપ્ત કરશે. ભોજનના આરંભે આવી ચટણીનું સેવન હંમેશા પથ્ય છે. સજીવ દેહમાં ભૂખ લગાડનાર, પાચન કરનાર સત્ય તે જઠરાગ્નિ છે. જઠરાગ્નિ મંદ હોય તો અનેક રોગો-વિકારો થાય. બેઠાડું જીવન હોવા છતાં સમય કાઢીને ચાલવાનો નિયમ પાળવો. આ પાયાના સત્ય છે. અગ્નિ પ્રદીપ્ત હોય અને સુપેરે પાચન થતું હોય તો કોઈ રોગ ન થાય.
- લાભશંકર ઠાકર

Top]
 

આજ ની જોક

છગન મને મગન બગીચામાં બેઠા બેઠા ટોળટપ્પા મારી રહ્યા હતા.. છગન બોલ્યો, ‘‘પહેલાં જગજીત સંિહ પછી શમ્મી કપુર, દેવ આનંદ, મહેંદી હસન, દારાસંિગ અને હવે રાજેશ ખન્ના... લાગે છે ભગવાનને આપણા ફિલ્મી એક્ટરો અને ગાયકોમાં રસ પડવા લાગ્યો છે.’’
‘‘હા, સાચું’’ મગને જવાબ આપ્યો, ‘‘પણ મને થાય છે કે ભગવાન આપણા રાજકારણમાં પણ હવે રસ લેવા માંડે તો સારું !’’

[Top]
 

આજ ની રેસીપી

પૌષ્ટિક મકાઈની મજેદાર વાનગીઓ

મકાઈનાં વડાં

 

 

સામગ્રી ઃ ..૨૫૦ ગ્રામ સૂકા મકાઈના દાણા, હળદર, તલ, વાટેલા આદુ-મરચાં, સોડા, ખાંડ અને તેલ , મીઠું સ્વાદ મુજબ

 

રીત ઃ ૨૫૦ ગ્રામ સૂકા મકાઈના દાણાને કરકરા દળાવવા, તેમાં મીઠું, મરચું, હળદર, તલ, વાટેલા આદુ-મરચાં, સોડા, ખાંડ અને તેલનું મોેણ નાંખી, છાસથી ખીરુ બાંધવું. ચાર કલાક રહેવા દઈ પછી તેમાં એક ચમચો ગરમ તેલ નાંખી પાટલા ઉપર ભીનો રૂમાલ પાથરી વડાં થાપી, તળી ે લેવા.

 

[Top]
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ


 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved