Last Update : 30-July-2012, Monday

 

અમિતાભ બચ્ચનનું ભવ્ય પ્લાનિંગ !

- મન્નુ શેખચલ્લી
કંઈ કેટલા વરસ પછી અભિષેક બચ્ચનની એક ફિલ્મ હિટ ગઈ છે. ‘બોલ બચ્ચન’ની સફળતા જોઇને અભિષેક એક પાર્ટી આપવા થનગની રહ્યો છે.
એવામાં અમિતાભ બચ્ચનનો લંડનથી ફોન આવ્યો ઃ
‘સાંભળ, ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં જેટલાં ખાનદાન છે એ બધાનું એક લિસ્ટ તૈયાર કર ! કપુર ખાનદાન, ચોપરા ખાનદાન, જોહર ખાનદાન...’
‘ખાન ખાનદાન..’ અભિષેકે ભજીયું મુકયું, ‘એમાં તો ત્રણ છે એટલે ખાન-ખાન-ખાન ખાનદાન !’
‘ચુપ, દોઢ ડહાપણ ના કર. ખાનદાનો ઉપરાંત પ્રોડયુસરોનું લિસ્ટ બનાવ, ડીરેકટરોનું લિસ્ટ બનાવ, ડીસ્ટ્રીબ્યુટરોનું લિસ્ટ બનાવ...’
‘વાઉ ! ‘બોલ બચ્ચન’ ની પાર્ટીમાં આ બધાને બોલાવવાના છે ? વૉટ એન આઇડિયા સરજી...’
‘એય !’ અમિતાભે ફોનમાં ગર્જના કરી, ‘યે તુમ્હારા થ્રીજી ફોરજી બંધ કરો. ઉસ મેં ફોર્જરી બહોત હૈ ! ઔર હાં, ફોર્જરી સે યાદ આયા. સારે પોલિટીશીયન્સ કે નામ કા લિસ્ટ બનાઓ..’
‘પોલિટીશીયન્સ ? વાઉ !’ અભિષેક હસવા લાગ્યો, ‘પહેલું નામ તો રેખા આન્ટીનું ! બરોબર ને ?’
‘હાં.. વો...’ અમિતાભનો અવાજ થોથવાયો. પણ ચાલુ રાખ્યું, ‘હાં વો રેખાજી, જયાપ્રદાજી, જયલલિતાજી... એ બધા તો ખરા જ. પણ તારી મમ્મીને પૂછીને એમાં અમરસંિહ, મુલાયમસંિહ, અખિલેશ એ બધાનાં નામ પણ ઉમેરવાનાં છે.’
‘સરજી ?’ અભિષેક ચોંકયો ‘એ બધા તો તમારા-’
‘જુના સાથી કહેવાય, જુના સાથી. એમાં નવા સાથી પણ ઉમેરો... મોદીજી.’ અમિતાભે કડક અવાજે કહ્યું.
‘જી સરજી, પણ સરજી, બોલ બચ્ચનની પાર્ટીમાં આ મોદીજી.’
‘હું કહું છું એટલું કરને, ડફોળ ?’ અમિતાભે અવાજ ઊંચો કર્યો, ‘રાજકારણીઓના લીસ્ટમાં સોનિયાજીનું નામ પણ લખવાનું.’
‘હેં ? બોલે તો, કપૂર ખાનદાન ઔર ગાંધી ખાનદાન એક હી જગહ પે ? વૉટ એન આઇડિયા સરજી !’
‘હવે મુંબઈનો નકશો કાઢ.’ અમિતાભે આગળ ચલાવ્યું.
‘ખુલી ગયો. મારા ફોનમાં થ્રીજી છે ને !’
‘એમાં જો, આપણા બંગલાથી જુહુ બિચ સુધીનો એવો રૂટ બનાવ કે જેમાં બે ચાર મંદિરો આવી જાય, બે ચાર સ્ટુડિયો આવી જાય અને બે ચાર રાજકારણીઓના એરિયા પણ આવી જાય.’
‘ડેડી વાત શું છે ?’
‘મિડીયાના પત્રકારોનું લિસ્ટ બનાવ. યુ-ટયૂબ, ગુગલ, ફેસબુક, ટિવટર આ બધામાં કોણ કોણ છે એનાં નામો ભેગાં કર.. અને હા, તારા અને ઐશ્વર્યાનાં લગ્ન વખતે જે જે લોકોએ લગ્નની મીઠાઈ પાછી મોકલાવી હતી એમને પણ મનાવીને, માન આપીને આ વખતે બોલાવવાના છે.’
‘ડેડી ?’ અભિષેકને હવે નવાઈ લાગી, ‘આટલું મોટું પ્લાનંિગ શેનું છે ? તમારી કોઈ મેગાબ્લોકબસ્ટર ફિલ્મ આવી રહી છે ?’
‘ના ઇડિયટ !’ અમિતાભે અભિષેકને ખખડાવી નાંખ્યો, ‘રાજેસ ખન્નાની સ્મશાનયાત્રા કેવી જબરદસ્ત નીકળી એ જોયું કે નહિ ? હવે જયારે મારી સ્મશાનયાત્રા નીકળે ત્યારે એનાથી દસ ગણી હાઇપ થવી જોઈએ !’ સમજ્યો ?’
Share |
 

Gujarat Samachar Plus

પાઠયપુસ્તક મંડળે શરીરના અંગોની જગ્યા બદલી નાંખી
વારસદાર વિહોણા બાઈક સાથે સેપ્ટના એ સવારો આજે પણ લાપત્તા
કોલેજોમાં જામ્યું સ્ટુડન્ટનું ઝૂમ બરાબર ઝૂમ
ના કોઈ દિશા ના કોઈ મુકામ બસ ચલ પડે હૈ
વિડીયો ગેમની અસર ઘરે નહીં સ્કૂલમાં દેખાય છે
શોપિંગ ગાઇડ જરૃરી હૈ...
પ્રેમનું પ્રતિક રાખડી બજારમાં નવી સ્ટાઇલ સાથે
 

Gujarat Samachar glamour

સલમાનની ફિલ્મનું પ્રાઇવેટ સ્ક્રીનીંગ નહીં કરાય
આમિર તરફથી બહેનને 'બર્થ-ડે' ગિફ્ટ
મનીષાએ પતિ સાથેના સંબંધોનો છેડો ફાડી નાખ્યો
કિસ્મત ફિલ્મે પહેલીવાર 'જ્યુબિલી'નો સ્વાદ ચખાડયો
સુનિતાને અંતરિક્ષમાં 'જોકર' જોવા મળશે કે નહીં?
શાહરૃખ અચાનક આરાધ્યાને રમાડવા ગયો
કરીના દબંગ-૨માં સલ્લુ સાથે આઇટમ સોન્ગ
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved