Last Update : 30-July-2012, Monday

 

વરસાદની આગાહી બાબતમાં વિજ્ઞાાનીઓ કેમ થાપ ખાઈ જાય છે ?

છેલ્લાં ૧૩૭ વર્ષનો અનુભવ કહે છે કે આપણા વિજ્ઞાાનીઓ ક્યારેય દુષ્કાળ અથવા અતિવૃષ્ટિની સચોટ આગાહી કરી શક્યા નથી

આ વર્ષે મેઘરાજ આપણી સાથે સંતાકૂકડી રમી રહ્યા છે તેને કારણે સરકારનું અને ખાસ કરીને વડા પ્રધાન મન મોહન સિંહનું બ્લડ પ્રેશર વધી રહ્યું છે. દેશના મોટા ભાગમાં વરસાદની જે ખાધ જોવા મળી રહી છે તે હવે મોડા વરસાદથી સરભર થઈ શકે તેમ નથી. દેશના ૬૦ ટકાથી વધુ પ્રદેશમાં દુકાળની ડાકલીઓ સંભળાઈ રહી છે. નવાઈની વાત એ છે કે હવામાન ખાતાંએ આ વર્ષે ૯૬ થી ૯૮ ટકા વરસાદ પડવાની જે આગાહી કરી હતી તે સદંતર ખોટી પુરવાર થઈ રહી છે. એક બાજુ આપણે એવો દાવો કરીએ છીએ કે વિજ્ઞાાનને જોરદાર વિકાસ થયો છે. બીજી બાજુ આપણા આબોહવાશાસ્ત્રીઓ ચોમાસામાં વરસાદ કેટલો પડશે અને ક્યારે પડશે તેની સચોટ આગાહી પણ કરી શકતા નથી.
યુપીએ સરકારની વિશ્વસનીયતા ભ્રષ્ટાચારના આક્ષેપોને કારણે તળિયે ગઈ છે. તેમાં જો ચોમાસું ફેઈલ જશે અને અનાજની તંગીનું વાતાવરણ પેદા થશે તો યુપીએ સરકારની વોટબેન્ક ઉપર અને ઈ.સ. ૨૦૧૪માં આવનારી ચૂંટણીઓ ઉપર પણ તેની અસર પડી શકે છે. આ વર્ષે હવામાન ખાતાંઓ 'સારાં ચોમાસાં'ની આગાહી કરી તેને કારણે આપણા નેતાઓ તકેદારીનાં પગલાં લેવાની બાબતમાં ગફલતમાં પડી ગયા. તેમણે તો વીસ લાખ ટન ઘઉંની નિકાસ કરવાની યોજના પણ ઘડી કાઢી. શરદ પવાર ભારતના કૃષિ પ્રધાન છે, પણ ખેડૂતોનાં હિતોની ચિંતા કરવાને બદલે તેઓ રાજકારણના દાવપેચ લગાડવામાં વ્યસ્ત છે. હજી આપણા નેતાઓ સ્વીકારી નથી શકતા કે દેશમાં તાકીદની પરિસ્થિતિ છે. આ કારણે જ અનાજની નિકાસના નિર્ણય બાબતમાં પણ ફેરવિચારણા કરવા તેઓ તૈયાર થતા નથી.
આબોહવાશાસ્ત્રીઓની આગાહી મુજબ વરસાદ ન આવે એ આપણો કાયમનો અનુભવ થઈ ગયો છે. આપણી સરકાર કરોડો રૃપિયાના ખર્ચાઓ કરીને હવામાન ખાતું ચલાવે છે. તેમાં છેલ્લામાં છેલ્લાં સંશોધન મુજબનાં સાધનો પણ વસાવવામાં આવ્યાં છે. હવામાનની આગાહી માટે આપણે સેટેલાઈટની પણ મદદ લઈએ છીએ. તેમ છતાં વરસાદ હંમેશા આબોહવાશાસ્ત્રીઓની હાલત કફોડી કરતો આવ્યો છે. આબોહવાશાસ્ત્રીઓ જે દિવસે જોરદાર વરસાદની આગાહી કરે તે દિવસે ઉઘાડ નીકળે છે અને વગર આગાહીએ બારે મેઘ ખાંગા થઈ જાય છે ત્યારે લોકો ઓચિંતા ઝડપાઈ જાય છે. આબોહવા શાસ્ત્રીઓ તો સરકારને પણ કફોડી હાલમાં મૂકી શકે છે. હવે તો એવો સમય આવી ગયો છે કે હવામાન શાસ્ત્રીઓએ મળીને સરકારને કહી દેવું જોઈએ કે ચોમાસાંની આગાહી બાબતમાં અમારું વિજ્ઞાાન અધૂરું છે, માટે તેની ઉપર ભરોસો રાખવો નહીં.
આપણા વિજ્ઞાાનીઓ હજી સુધી વરસાદ ક્યાં, ક્યારે અને કેવી રીતે આવે છે, એ પાયાની ઘટના જ સમજી શક્યા નથી. આ કારણે વરસાદની આગાહી કરવામાં તેઓ કાયમ થાપ ખાઈ જાય છે. વિજ્ઞાાનીઓ એમ કહે છે કે ઉનાળાની ગરમીને કારણે દરિયાનાં પાણીની વરાળ થાય છે અને વાદળાં બંધાય છે. આ વાદળાં જ્યારે સંતૃપ્ત થઈ જાય છે ત્યારે વરસાદ આવે છે. અહીં સવાલ એ થાય છે કે દરિયાના પાણીની વરાળ તો દરરોજ થતી હોય છે. તો વરસાદ શા માટે દરરોજ આવતો નથી ? શા માટે એ માટે આઠ મહિના સુધી રાહ જોવી પડે છે ? શા માટે ઉનાળો પૂરો થાય તે પછી જ વરસાદ આવે છે ? શા માટે દેશના બધા ભાગોમાં એક સાથે અને એકસરખો વરસાદ આવતો નથી ?
એમ કહેવાય છે કે દક્ષિણ અને પશ્ચિમ ભારતમાં નૈઋત્ય દિશામાંથી આવતાં પવનો વરસાદ લાવે છે. આ કારણે ભારતમાં ચોમાસાનું આગમન પહેલાં કેરળના દરિયા કિનારે થાય છે અને તે ધીમે ધીમે ઉત્તર ભારત તરફ આગળ વધે છે. અહીં તરત સવાલ એ થાય છે કે દરિયો તો કર્ણાટક, મહારાષ્ટ્ર અને ગુજરાતમાં પણ છે. આ દરિયામાં પાણી પણ છે. તેની વરાળ પણ થાય છે. વરાળના વાદળાં પણ બંધાય છે. તો પછી આ વાદળાં શા માટે કર્ણાટક, મહારાષ્ટ્ર અને ગુજરાતમાં વરસતાં નથી. શા માટે આ ત્રણ રાજ્યોએ કેરળનાં વાદળાંની રાહ જોવી પડે છે ? જૌ નૈઋત્ય દિશામાંથી આવતાં વાદળો જ કર્ણાટક, મહારાષ્ટ્ર અને ગુજરાતમાં વરસાદ લાવતાં હોય તો આ ત્રણેય રાજ્યોમાં ક્રમશઃ વરસાદ આવવો જોઈએ. ઘણી વખત મહારાષ્ટ્રમાં વરસાદ આવે તે પહેલાં જ ગુજરાતમાં ધોધમાર વરસાદ આવી જાય છે અને પૂરની પરિસ્થિતિ પણ પેદા થાય છે. વાદળાંઓ શા માટે અમુક વિસ્તારોમાંથી અમસ્તાં જ પસાર થઈ જાય છે અને અમુક વિસ્તારોમાં મન મૂકીને વરસી પડે છે ?
ભારતનું હવામાન ખાતું છેલ્લા ૧૩૭ વર્ષથી નૈઋત્ય દિશામાંથી આવતાં ચોમાસાંની આગાહી કરી રહ્યું છે. પૂણેની વેધશાળામાં ૧૩૭ વર્ષની વરસાદના આંકડાઓ મોજૂદ છે. ૧૩૭ વર્ષનો ઈતિહાસ અમે કહે છે કે દેશમાં જ્યારે પણ દુષ્કાળ પડયો છે અથવા તો અતિવૃષ્ટિ અને પૂરની પરિસ્થિતિ પેદા થઈ છે ત્યારે હવામાનશાસ્ત્રીઓ તેની આગાહી કરવામાં નિષ્ફળ ગયા છે. તાજેતરમાં દિલ્હીના હવામાન ખાતાંના વડા ડો. લક્ષ્મણ સિંહ રાઠોડે પહેલી વખત એવો નિખાલસ એકરાર કર્યો છે કે અમે જે પદ્ધતિએ વરસાદની આગાહી કરીએ છીએ, તેમાં દુષ્કાળ અથવા અતિવૃષ્ટિની આગાહી કરવી લગભગ અશક્ય છે. આ કારણે જ તેઓ વર્ષાનુવર્ષ નોર્મલ વરસાદની આગાહી કર્યા કરે છે. જો ચોમાસું ખરેખર નોર્મલ હોય તો વાંધો નથી આવતો, પણ જો દુષ્કાળની અથવા વરસાદની રેલંછેલની પરિસ્થિતિ પેદા થાય તો તેમની પોલ ખુલ્લી જાય છે.
છેલ્લા ૧૦૦ વર્ષના આંકડા તપાસીએ તો ૮૫ વર્ષમાં ચોમાસું નોર્મલ રહ્યું છે. આ કારણે જો ચોમાસું ખરેખર નોર્મલ હોય તો વેધશાળાની આગાહી સાચી જ પુરવાર થાય છે. હવામાન ખાતું આંખ મિંચીને 'નોર્મલ મોન્સુન'ની આગાહી કરે તો પણ ૮૫ ટકા આગાહીઓ તો સાચી જ પડે છે. પરંતુ જ્યારે એકદમ ઓછો કે એકદમ વધુ વરસાદ પડે ત્યારે હવામાન ખાતાંની કસોટી થાય છે. દાખલા તરીકે ઈ.સ. ૧૯૮૭, ૨૦૦૨, ૨૦૦૪ અને ૨૦૦૯માં દેશના અનેક ભાગોમાં દુષ્કાળની પરિસ્થિતિ હતી, જેની આગાહી કરવામાં હવામાન ખાતું સદંતર નિષ્ફળ ગયું હતું. ઈ.સ. ૧૯૯૪માં દેશમાં અતિવૃષ્ટિ થઈ તેની આગાહી કરવામાં પણ હવામાન ખાતું નિષ્ફળ ગયું હતું. આ વર્ષે હવામાન ખાતાંએ અમેરિકાથી આયાત કરવામાં આવેલી ટેકનોલોજીનો ઉપયોગ કરીને સારાં ચોમાસાંની આગાહી કરી હતી, જે નિષ્ફળ પુરવાર થઈ છે.
દુનિયાભરના વિજ્ઞાાનીઓ કહે છે કે ઠંડી, ગરમી કે વરસાદ જેવી કુદરતી ઘટનાઓની આગાહી મહિનાઓ પહેલાં સચોટ રીતે કરવી અશક્ય છે. આ કારણે વિદેશના વિજ્ઞાાનીઓ અમુક દિવસોથી વધુ એડવાન્સમાં આગાહી કરતા નથી. ભારતના હવામાન શાસ્ત્રીઓ દર વર્ષે આ દુસ્સાહસ કરી રહ્યા છે. હકીકતમાં તેમને નૈઋત્યના ચોમાસાંનું ક્યારે આગમન થશે તેનો જ ખ્યાલ હોય છે. નૈઋત્યના ચોમાસાની પ્રગતિ બાબતમાં તેઓ જે કોઈ આગાહીઓ કરે છે તે હવામાં તીર છોડવા જેવી હોય છે. જો સામાન્ય કરતાં ૧૦ ટકા ઓછો વરસાદ આવે તો દુકાળની પરિસ્થિતિ પેદા થાય છે. જો તેનું પણ હોય છે. વરસાદ જ્યારે જોઈએ ત્યારે ન પડે તો નુકસાન થાય છે તેમ જ્યારે ન જોઈતો હોય ત્યારે પડે તો પણ નુકસાન થાય છે. આ બાબતમાં દેશના કિસાનોને યોગ્ય અને સચોટ માર્ગદર્શન આપવામાં હવામાન શાસ્ત્રીઓ નિષ્ફળ ગયા છે.
ભારતના ટોચના હવામાન શાસ્ત્રી જે. શ્રીનિવાસન કહે છે કે દુનિયાની કોઈ એજન્સી ભારતમાં અનાવૃષ્ટિની આગાહી કરવામાં સફળ થતી નથી. તો પછી ભારતના હવામાન શાસ્ત્રીઓ 'સામાન્ય ચોમાસાં'ની આગાહી ક્યા આધારે કરે છે ? દર વખતે ભારતમાં ચોમાસું આવે છે, એટલું નક્કી છે. છેલ્લા ૧૩૭ વર્ષમાં એક પણ વખત એવું નથી બન્યું કે ભારતમાં ચોમાસામાં બિલકુલ વરસાદ ન પડયો હતો. સૌથી ખરાબ ગણાતાં વર્ષમાં પણ ભારતમાં સરેરાશ ૬૦ સે.મી. જેટલો વરસાદ તો પડયો જ છે. ભારતની ૮૦ ટકા પ્રજા નૈઋત્યના ચોમાસા ઉપર અવલંબિત છે. વિજ્ઞાાનીઓ હજી સુધી એ સમજી નથી શક્યો કે નૈઋત્યનું ચોમાસું કેવી રીતે પેદા થાય છે, કેવી રીતે આગળ વધે છે. અને શા કારણે નિષ્ફળ જાય છે. ઉત્તર ભારતના દિલ્હી સહિતના ભાગોમાં નૈઋત્યના ચોમાસાને કારણે નહીં પણ વંટોળને કારણે વરસાદ આવે છે. તેને પણ વિજ્ઞાાનીઓ સમજી શકતા નથી.
કેન્દ્ર સરકારમાં એક મિનિસ્ટ્રી ઓફ અર્થ સાયન્સ છે, જેનું કામ હવામાનની આગાહીઓ કરવાનું છે. આ ખાતાંના એક વિજ્ઞાાની શ્રી માધવન રાજીવન એકરાર કરે છે કે અમારા માટે ચોમાસું હજી પણ રહસ્યના આવરણમાં વિંટળાયેલો કોયડો છે. તેની સાચી વૈજ્ઞાાનિક જાણકારી હજી અમારી પાસે નથી. કેન્દ્ર સરકાર ચોમાસાની સચોટ આગાહી કરવાનાં ઉપકરણો પાછળ ૭.૫ કરોડ ડોલરનો ખર્ચો કરવાની છે. આગાહીઓ કરવા માટે અત્યારે ભારતમાં ૩૫૦ હવામાન શાસ્ત્રીઓ છે. તેની સંખ્યા વધારીને ૧,૨૦૦ની કરવાની પણ કેન્દ્ર સરકારની ગણતરી છે.
કાળાં માથાંના માનવીઓ અને વિજ્ઞાાનીઓ કુદરતને હજી નથી ઓળખી શકતા, પણ પ્રાણીઓ અને પક્ષીઓમાં તેની કુદરતી શક્તિ છે. કહેવાય છે કે કાગડાને આ વર્ષે કેટલો વરસાદ પડશે તેની એંધાણી મળી જાય છે, જેના આધારે તે ઝાડ ઉપર માળા બાંધવાનું સ્થળ નક્કી કરે છે.
જાણકારો કાગડાના માળા જોઈને કહી શકે છે કે આ વર્ષે કેટલો વરસાદ આવશે. ટીટોડી પોતાનાં ઈંડા અમુક ચોક્કસ રીતે મૂકે તેના આધારે પણ વરસાદની આગાહી કરી શકાય છે. ગુજરાતમાં ભડલી વાક્યોના આધારે પણ વરસાદની સચોટ આગાહી કરવામાં આવે છે. આજના વિજ્ઞાાનીઓ આગાહી કરવા માટે આ પ્રાચીન વિજ્ઞાાનનો પણ ઉપયોગ કરે તો તેમના જ્ઞાાનમાં અભિવૃદ્ધિ થાય તેમ છે.
- સુપાર્શ્વ મહેતા

Share |
 

Gujarat Samachar Plus

પાઠયપુસ્તક મંડળે શરીરના અંગોની જગ્યા બદલી નાંખી
વારસદાર વિહોણા બાઈક સાથે સેપ્ટના એ સવારો આજે પણ લાપત્તા
કોલેજોમાં જામ્યું સ્ટુડન્ટનું ઝૂમ બરાબર ઝૂમ
ના કોઈ દિશા ના કોઈ મુકામ બસ ચલ પડે હૈ
વિડીયો ગેમની અસર ઘરે નહીં સ્કૂલમાં દેખાય છે
શોપિંગ ગાઇડ જરૃરી હૈ...
પ્રેમનું પ્રતિક રાખડી બજારમાં નવી સ્ટાઇલ સાથે
 

Gujarat Samachar glamour

સલમાનની ફિલ્મનું પ્રાઇવેટ સ્ક્રીનીંગ નહીં કરાય
આમિર તરફથી બહેનને 'બર્થ-ડે' ગિફ્ટ
મનીષાએ પતિ સાથેના સંબંધોનો છેડો ફાડી નાખ્યો
કિસ્મત ફિલ્મે પહેલીવાર 'જ્યુબિલી'નો સ્વાદ ચખાડયો
સુનિતાને અંતરિક્ષમાં 'જોકર' જોવા મળશે કે નહીં?
શાહરૃખ અચાનક આરાધ્યાને રમાડવા ગયો
કરીના દબંગ-૨માં સલ્લુ સાથે આઇટમ સોન્ગ
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved