Last Update : 30-July-2012, Monday

 

ના કોઈ દિશા ના કોઈ મુકામ બસ ચલ પડે હૈ

- ફરવાની જગ્યાઓમાં લોકોનો ધસારો વધવાને કારણે યંગ બાઈકર્સ દહેગામથી ગાંધીનગર અને મહેમદાવાદ આસપાસ ઓફરોડ બાઈકીંગની મજા માણે છે.

 

સુરજના કિરણ પર વાદળ છવાઇ ગયા છે ચારેબાજુ ઠંડક છવાયેલી હોય ત્યારે યુવાન હૈયાને કેવી રીતે બાંધી શકાય, એક ફાયર ફાયટરની માફક બાઇકર્સ પોતાની બેગમાં ટ્રેકિંગ માટે રસ્સી, દૂરબીન, કેમેરા તથા શોર્ટસ્ ભર્યા બાદ હવે બાઇકની હવા અને ફ્યુલ ચેક કર્યા બાદ હાથમાં ગ્લોઝ માથે હેલ્મેટ, ચશ્મા પહેરીને ન તો કોઇ દિશા ન તો કોઇ મુકામ બસ ચલ પડે હૈ મંઝિલ કી તલાશ મૈ.. શહેરના યુવાનો વિકેન્ડનમાં આ સીઝનમાં અમદાવાદથી ૧૫૦ કિ.મીના અંતરે આવેલા ઓફ રોડ વિસ્તાર જેમાં ખાડા ખડીયા, રસ્તાઓ વચ્ચે નદી ક્રોસ થતી હોય તથા પગદંડી રસ્તાઓ હોય તેવા વિસ્તારમાં બાઇકર્સ વિકેન્ડમાં જવાનું વધારે પસંદ કરે છે, સોનગઢ, મહી નદીની કોતરો, જેસોર આભ્યારણ, પોળોના જંગલો, જેવા વિસ્તારમાં બાઇકર્સ રેસ અને સ્ટન્ટ કરવા માટે પસંદગી ઉતારતા હોય છે. શ્રાવણ માસમાં મીની વેકેશન આવી રહ્યું છે ત્યારે શહેરના બાઇકર્સ અત્યારથી જ તૈયારી કરવા લાગ્યા છે.
આ અંગે નિરાલી શાહ કહે છે કે ધાર્મિક તહેવારના કારણે આ મહિનામાં કોલેજમાં રજાઓ હોવાથી અમારા ગુ્રપે એવા સ્થળે જવાનું પસંદ કર્યું છે જ્યાંના રસ્તાઓ ઢોળાવવાળા અને રસ્તાઓ વચ્ચે નદી ક્રોસ થતી હોય કારણ કે આ પ્રકારના રસ્તાઓ પર બાઇક સવારી કરવાની મજા જ કઇક અલગ હોય છે. સિંગલ રોડ હોય પથ્થર અને ખાડા હોય એવા વિસ્તારમાં બાઇક ચલાવી એ જ સાચી રાઇડિંગ છે.
આ અંગે પ્રિતેશ પંડયા કહે છે કે શહેરમાં બાઇકર્સની ધૂમ છેલ્લા કેટલાય સમયથી સાંભળવા મળી રહી છે પણ ખરેખર તો ખરી રાઇડિંગ તો ઓફ રોડ પર જ કરી શકાય. આ મૌસમમાં ગુજરાતના પહાડી વિસ્તારમાં બાઇક લઇને એક વાઇલ્ડ લાઇફને માણવાનો અનેરો આનંદ હોય છે. ગુજરાતમાં એવા કેટલાય વિસ્તારો છે જ્યાં ઓફ રોડ રાઇડિંગ કરવાની ખરેખર મજા આવે છે પહાડોને કોતરોમાંથી નિકળતા કાચા રસ્તા તો ક્યાંક વૃક્ષોથી ઘનઘોર પગદંડી રસ્તાઓ ઉપર બાઇક ચલાવીને કુદરતના ખોળે ધૂમ મચાવવાની અનેરો આનંદ હોય છે.
આ અંગે પ્રશાંત શાહ કહે છે કે શહેરના બાઇકર્સ હમેંશા અમદાવાદથી આબુ વચ્ચેનો ટ્રેક, અંબાજીના પહાડો વચ્ચે આવેલા રસ્તાઓ અને સોમનાથ અને દ્વારકા વચ્ચેનો ટ્રેક તથા અમદાવાદ ઉદેપુરનો પહાડી વિસ્તાર પસંદ કરતા હોય છે. ગુજરાતમાં ઓફ રોડ માટે અસંખ્ય પહાડી વિસ્તાર છે જ્યાં ટ્રેકિંગની સાથે બાઇક રાઇડિંગ કરવાનો એક ઓફ બીટ અનુભવ હોય છે. ખરુ સાહસ તો પહાડની ચોટી પર અને જંગલોમાં આવેસા કાચા રસ્તાઓ પર કોઇ ડર વગર બાઇક રાઇડિંગ કરવી.
સાદરા થી દહેગામ સુધીના પટ્ટામાં બાઈકીંગની મજા અનેરી છે પણ આ વિસ્તાર થોડો સૂમસામ હોવાથી વધુ મિત્રો કે ગુ્રપમાં જવું વધુ સલાહભર્યું છે. તો વળી આ જ મહોલમાં વાત્રક મહિના કોતરોમાં પણ ફરવાની અનોખી મજા આવે છે એમ જણાવતા જીગર શાહ નામના બાઈકર્સ પોતાનું સાહસ વ્યક્ત કરે છે. જો કે હવે છોકરીઓ પણ સામેથી જ આવવાનુ કહે છે.

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

સાયના-વિજેન્દરની વિજય સાથે શરૃઆત ઃ મહિલા તીરંદાજી-શૂટિંગમાં ફ્લોપ શો

ભારતીય ટીમની સાથે પરેડ કરનારી યુવતી કાર્યક્રમની કલાકાર હતી ઃઆયોજકો
આજે ઓલિમ્પિકમાં ગોલ્ડ જીતવા નારંગ અને બિન્દ્રા નિશાન તાકશે
તિરંદાજીમાં ભારતની મહિલા ટીમનો એક પોઇન્ટથી પરાજય
સ્ટાર સ્વિમર્સની ગેરહાજરીમાં અમેરિકા ક્વોલિફાઈંગમાં બીજા ક્રમે રહ્યું
નવા સપ્તાહમાં સેન્સેક્ષ ૧૭૦૩૩થી ૧૬૫૫૫, નિફ્ટી ૫૧૬૬થી ૫૦૧૧ની રેન્જમાં ફંગોળાશે
સોના-ચાંદીમાં મિશ્ર હવામાનઃ વિશ્વબજારમાં આગેકૂચ છતાં ઘરઆંગણે ભાવો તૂટયા!
આગામી છથી આઠ માસમાં BSE IPO સાથે મુડીબજારમાં પ્રવેશશે
પૂર્વોત્તર ભારતમાં મધ્યમ તીવ્રતાના ભૂકંપથી ધરતી ધૂ્રજી ઊઠી
મેંગ્લોરમાં રેવ પાર્ટી માણી રહેલા યુવાનો પર હુમલોઃ આઠની ધરપકડ

અણ્ણા સમર્થકોએ ચિદમ્બરમના નિવાસસ્થાન આગળ દેખાવો કર્યા

ખાણ અને ખનિજો રાષ્ટ્રીય સંપત્તિઃ સુપ્રીમ
સપા મારા સભ્ય પદ વિશે હળાહળ જૂઠ બોલે છે ઃ સિદ્દિકી
ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ જીતવો તે મારૃ સ્વપ્ન છે ઃ ખેલાડી માટે અહીં ભાગ લેવો તે ગૌરવ છે
આજે મહિલા તીરંદાજી ટીમ અને સાયના પર નજર
 
 

Gujarat Samachar Plus

પાઠયપુસ્તક મંડળે શરીરના અંગોની જગ્યા બદલી નાંખી
વારસદાર વિહોણા બાઈક સાથે સેપ્ટના એ સવારો આજે પણ લાપત્તા
કોલેજોમાં જામ્યું સ્ટુડન્ટનું ઝૂમ બરાબર ઝૂમ
ના કોઈ દિશા ના કોઈ મુકામ બસ ચલ પડે હૈ
વિડીયો ગેમની અસર ઘરે નહીં સ્કૂલમાં દેખાય છે
શોપિંગ ગાઇડ જરૃરી હૈ...
પ્રેમનું પ્રતિક રાખડી બજારમાં નવી સ્ટાઇલ સાથે
 

Gujarat Samachar glamour

સલમાનની ફિલ્મનું પ્રાઇવેટ સ્ક્રીનીંગ નહીં કરાય
આમિર તરફથી બહેનને 'બર્થ-ડે' ગિફ્ટ
મનીષાએ પતિ સાથેના સંબંધોનો છેડો ફાડી નાખ્યો
કિસ્મત ફિલ્મે પહેલીવાર 'જ્યુબિલી'નો સ્વાદ ચખાડયો
સુનિતાને અંતરિક્ષમાં 'જોકર' જોવા મળશે કે નહીં?
શાહરૃખ અચાનક આરાધ્યાને રમાડવા ગયો
કરીના દબંગ-૨માં સલ્લુ સાથે આઇટમ સોન્ગ
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved