Last Update : 30-July-2012, Monday

 
 

સ્ટાર સ્વિમર્સની ગેરહાજરીમાં અમેરિકા ક્વોલિફાઈંગમાં બીજા ક્રમે રહ્યું

લોક્ટે-ફેલ્પ્સના ફ્રિસ્ટાઇલ રિલેમાં ભાગ લેવા અંગે સસ્પેન્સ

લંડન,તા.૨૯
ઓલિમ્પિક સ્વિમિંગની ૪ બાય ૧૦૦ મીટરની મેન્સ રિલેના ક્વોલિફાઇંગમાં અમેરિકાએ તેના સુપરસ્ટાર સ્વિમર માઇકલ ફેલ્પ્સ અને રાયન લોક્ટેને સ્પર્ધામાં ઉતાર્યા નહતા, જેના કારણે આશ્ચર્ય ફેલાયુ હતુ.સ્ટાર સ્વિમર્સની ગેરહાજરીમાં અમેરિકા બીજા ક્રમે ફાઇનલ માટે ક્વોલિફાય થયું હતુ. જ્યારે ઓસ્ટ્રેલિયા પ્રથમ ક્રમે રહ્યું હતુ. અમેરિકા તરફથી જેસન લેઝાક, જેમ્સ ફેઇજેન, મેથ્યૂ ગ્રેવેર્સ અને રિકી બેરેન્સ સ્પર્ધામાં ઉતર્યા હતા અન તેમની ટીમ ઓસ્ટ્રેલિયા કરતાં ૦.૩ સેકન્ડ પાછળ રહી હતી. ઓસ્ટ્રેલિયા ૩ મિનિટ અને ૧૨.૨૯ સેકન્ડના સમય સાથે પ્રથમ ક્રમે રહ્યું હતુ.
રિલેની ક્વોલિફાઈંગમાં કોચ ગ્રેગ ટ્રોયે તેના સ્ટાર સ્વિમરોને આરામ આપવા માટે સામેલ કર્યા ન હોય તેવી શક્યતા જોવામાં આવી રહી છે. જો કે ગઇકાલના પરિણાંમોને કારણે કોચને તેની વ્યુહરચના બદલવી પડે તેવી શક્યતા છે. ગઇકાલે ૪૦૦ મીટરની ઇન્ડિવિડયઅલ મેડલેમાં લોક્ટેએ તો જોરદાર દેખાવ કરતાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. જ્યારે ક્વોલિફાઇંગમાં સંઘર્ષ કરનારો ફેલ્પ્સ છેક ચોથા ક્રમે રહ્યો હતો. ફેલ્પ્સ લંડન ગેમ્સમાં તેની પ્રથમ ઇવેન્ટમાં એક પણ મેડલ ન જીતી શકતાં મેજર અપસેટ સર્જાયો હતો. જેના કારણે કોચ તેને રિલેક્સ થવા માટે સમય આપવા માંગતા હોય તેમ પણ અનુભવાયું હતુ.
અમેરિકાના સ્વિમર લેઝાકે કહ્યું હતુ કે, ૪૦૦ મીટરની ઇન્ડિવિડ્યુઅલ મેડલેમાં અને ૧૦૦ મીટરની ફ્રિસ્ટાઇલમાં ઘણો મોટો તફાવત છે. જો હું કોચ હોઉં તો ફેલ્પ્સને ટીમમાં સામેલ કરૃ જ.

આજના પરિણાંમ
અમેરિકાની શૂટર કીમ રહોડે ઓલિમ્પિકમાં પાંચમો ગોલ્ડ મેડલ જીત્યો હતો. તેણે વિમેન્સની સ્કીટ ઇવેન્ટમાં ગોલ્ડ જીતીને સતત પાંચમા ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ જીતવાની સિધ્ધિ મેળવી હતી.
નોર્થ કોરિયાના યુન ચોલ ઓમે ઓલિમ્પિક વેઇટ લિફ્ટિંગમાં ક્લીન એન્ડ જર્કમાં નવો વર્લ્ડ રેક્રોડ સ્થાપિત કર્યો હતો. તેણે ૫૬ કિગ્રા વજન વર્ગમાં આ સિધ્ધિ મેળવી હતી.
ચીનની ૧૬ વર્ષીય સ્વિમર યે શીવેને ૪ મિનિટ અને ૨૮.૪૩ સેકન્ડના નવા વર્લ્ડ રેકોર્ડ સાથે મહિલાઓની ૪૦૦ મીટર મેડલે જીતી લીધી હતી.
એલીસીયા કોટ્સ, કેટ કેમ્પબેલ, બ્રીટની એલ્મલી અને મેલાની ચેલેન્જરની ટીમે ત્રણ મિનિટ અને ૩૩.૧૫ સેકન્ડના સમય સાથે મહિલાઓની ૪ બાય ૧૦૦ મીટરની ઇવેન્ટમાં ગોલ્ડ જીત્યો હતો. ગત વર્ષનું ચેમ્પિયન અને અગાઉ બે વર્લ્ડ ચેમ્પિયનશીપ જીતી ચુકેલું નેધરલેન્ડ બીજા ક્રમે રહ્યું હતુ.

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

સાયના-વિજેન્દરની વિજય સાથે શરૃઆત ઃ મહિલા તીરંદાજી-શૂટિંગમાં ફ્લોપ શો

ભારતીય ટીમની સાથે પરેડ કરનારી યુવતી કાર્યક્રમની કલાકાર હતી ઃઆયોજકો
આજે ઓલિમ્પિકમાં ગોલ્ડ જીતવા નારંગ અને બિન્દ્રા નિશાન તાકશે
તિરંદાજીમાં ભારતની મહિલા ટીમનો એક પોઇન્ટથી પરાજય
સ્ટાર સ્વિમર્સની ગેરહાજરીમાં અમેરિકા ક્વોલિફાઈંગમાં બીજા ક્રમે રહ્યું
નવા સપ્તાહમાં સેન્સેક્ષ ૧૭૦૩૩થી ૧૬૫૫૫, નિફ્ટી ૫૧૬૬થી ૫૦૧૧ની રેન્જમાં ફંગોળાશે
સોના-ચાંદીમાં મિશ્ર હવામાનઃ વિશ્વબજારમાં આગેકૂચ છતાં ઘરઆંગણે ભાવો તૂટયા!
આગામી છથી આઠ માસમાં BSE IPO સાથે મુડીબજારમાં પ્રવેશશે
પૂર્વોત્તર ભારતમાં મધ્યમ તીવ્રતાના ભૂકંપથી ધરતી ધૂ્રજી ઊઠી
મેંગ્લોરમાં રેવ પાર્ટી માણી રહેલા યુવાનો પર હુમલોઃ આઠની ધરપકડ

અણ્ણા સમર્થકોએ ચિદમ્બરમના નિવાસસ્થાન આગળ દેખાવો કર્યા

ખાણ અને ખનિજો રાષ્ટ્રીય સંપત્તિઃ સુપ્રીમ
સપા મારા સભ્ય પદ વિશે હળાહળ જૂઠ બોલે છે ઃ સિદ્દિકી
ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ જીતવો તે મારૃ સ્વપ્ન છે ઃ ખેલાડી માટે અહીં ભાગ લેવો તે ગૌરવ છે
આજે મહિલા તીરંદાજી ટીમ અને સાયના પર નજર
 
 

Gujarat Samachar Plus

પાઠયપુસ્તક મંડળે શરીરના અંગોની જગ્યા બદલી નાંખી
વારસદાર વિહોણા બાઈક સાથે સેપ્ટના એ સવારો આજે પણ લાપત્તા
કોલેજોમાં જામ્યું સ્ટુડન્ટનું ઝૂમ બરાબર ઝૂમ
ના કોઈ દિશા ના કોઈ મુકામ બસ ચલ પડે હૈ
વિડીયો ગેમની અસર ઘરે નહીં સ્કૂલમાં દેખાય છે
શોપિંગ ગાઇડ જરૃરી હૈ...
પ્રેમનું પ્રતિક રાખડી બજારમાં નવી સ્ટાઇલ સાથે
 

Gujarat Samachar glamour

સલમાનની ફિલ્મનું પ્રાઇવેટ સ્ક્રીનીંગ નહીં કરાય
આમિર તરફથી બહેનને 'બર્થ-ડે' ગિફ્ટ
મનીષાએ પતિ સાથેના સંબંધોનો છેડો ફાડી નાખ્યો
કિસ્મત ફિલ્મે પહેલીવાર 'જ્યુબિલી'નો સ્વાદ ચખાડયો
સુનિતાને અંતરિક્ષમાં 'જોકર' જોવા મળશે કે નહીં?
શાહરૃખ અચાનક આરાધ્યાને રમાડવા ગયો
કરીના દબંગ-૨માં સલ્લુ સાથે આઇટમ સોન્ગ
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved