Last Update : 30-July-2012, Monday

 
 

રોવિંગમાં ભારતનો સર્વન સિંઘ વિર્ક ક્વાર્ટર ફાઇનલમાં ઃ બોક્સિંગમાં જય ભગવાનની આગેકૂચ
સાયના-વિજેન્દરની વિજય સાથે શરૃઆત ઃ મહિલા તીરંદાજી-શૂટિંગમાં ફ્લોપ શો

મહિલા ટીમ તીરંદાજીમાં એક પોઇન્ટથી હારી ઃ ટેબલ ટેનિસમાં ભારતના પડકારનો અંત ઃ સાનિયા-રૃશ્મી અને જ્વાલા-દીજુ બહાર

લંડન,તા.૨૯
ભારતીય બેડમિંટનની ડ્રીમ ગર્લ સાયના નેહવાલ તેમજ ૨૦૦૮ના ઓલિમ્પિક બ્રોન્ઝ મેડાલીસ્ટ બોક્સર વિજેન્દરે આજે લંડન ગેમ્સમાં વિજય સાથે પ્રારંભ કર્યો હતો. વિજેન્દર બાદ ભારતના જય ભગવાને પણ પોતાનો મુકાબલો જીતી લીધો હતો. જ્યારે રોવિંગમાં ભારતનો સર્વન સિંઘ વિર્ક સિંગલ્સ સ્કલ્સમાં ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ્યો હતો, જે નોંધપાત્ર સિધ્ધિ સમાન છે. જો કે તિરંદાજી અને ટેનિસ અને ટેબલ ટેનિસમાં ભારતનો દેખાવ નિરાશાજનક રહ્યો હતો. મહિતા તીરંદાજી ટીમ એક પોઇન્ટથી ક્વાર્ટર ફાઇનલમાં હારી ગઇ હતી. જ્યારે સૌમ્યજીતની હાર સાથે ટેબલ ટેનિસમાં ભારતના પડકારનો અંત આવી ગયો હતો. વિમેન્સ ડબલ્સ ટેનિસમાં સાનિયા અને રૃશ્મી ચક્રવર્તીની જોડી પરાજય સાથે બહાર ફેંકાઇ હતી.જ્યારે બેડમિંટન મિક્સ ડબલ્સમાં પણ સતત બીજી હાર સાથે જ્વાલા ગુટ્ટા અને વી. દીજુ બહાર ફેંકાવાની નજીક આવી ગયા છે. મહિલા શૂટિંગમાં પણ ભારતનો દેખાવ કંગાળ રહ્યો હતો.
સાનિયા નેહવાલે વિમેન્સ સિંગલ્સ બેડમિટનમાં તેની સ્વિસ હરિફ સેબ્રિના જેક્યુટને ૨૧-૯, ૨૧-૪થી માત્ર ૨૨ મિનિટમાં હરાવી હતી. જ્યારે ભારતીય બોક્સર જય ભગવાને સેયચેલેસના એનડ્રીક્યુ એલીઓપને ૧૮-૮થી હરાવ્યો હતો. હવે તેનો સામનો કઝાકિસ્તાનના ગાની ઝાઇલાયુકોવ સામે થવાનો છે. રોવિંગમાં ભારતના સંદીપ કુમાર અને મનજીત સિંઘની જોડીએ ચોથો ક્રમ મેળવ્યો હતો. હવે તેઓ આવતીકાલે રિપે ચાર્જમાં રમશે.
રોવિંગમાં ભારત ક્વાર્ટર ફાઈનલમાં
સર્વાન સિંઘ વિર્કના જોરદાર દેખાવને સહારે ભારતને ઓલિમ્પિક રોવિંગની સિંગલ સ્કલની ઈવેન્ટમાં ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ મળ્યો છે. આજે યોજાયેલી રિપેચાર્જ ઈવેન્ટમાં ભારતના સર્વાન સિંઘને સાઉથ કોરિયાના હરિફ કીમ ડોંગયોંગે લડત આપી હતી પણ સર્વાને પ્રથમ ફિનિશ લાઈન પાર કરીને ક્વાર્ટર ફાઇનલમાં સ્થાન મેળવી લીધું હતું.
બોક્સિંગમાં વિજેન્દર પ્રિ-ક્વાર્ટરમાં
બેઇજિંગ ઓલિમ્પિકમાં બ્રોન્ઝ મેડલ જીતનારો ભારતીય બોક્સર વિજેન્દર લંડન ઓલિમ્પિકમાં પ્રિ-ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ્યો હતો. વિજેન્દરે ૭૫ કિગ્રા વજન વર્ગમાં કઝાકિસ્તાનના ડાનાબેક સુઝ્હાનોવ સામે ૧૪-૧૦થી વિજય મેળવ્યો હતો.
હવે પ્રિ ક્વાર્ટર ફાઇનલમાં વિજેન્દરનો સામનો ૨૪ વર્ષીય અમેરિકન બોક્સર ટેરેલ ગયુશા સામે થવાનો છે.
સાનિયા-રૃશ્મીની જોડી આઉટ
સાનિયા મિર્ઝા અને રૃશ્મી ચક્રવર્તીની જોડી વિમેન્સ ડબલ્સ ટેનિસના પ્રથમ રાઉન્ડમાં જ હારીને બહાર ફેંકાઇ ગઇ હતી. વિમ્બલ્ડનના ગ્રાસ કોર્ટ પર શરૃ થયેલા ઓલિમ્પિક મુકાબલામાં ભારતીય જોડીનો ચાઇનીઝ તાઇપેઇની જોડી સામે પરાજય થયો હતો. સાનિયા-રૃશ્મીની જોડીનો સુવેઇ હસીહ અને ચીએ-જુંગ ચુન્ગ સામે ૧-૬, ૬-૩, ૧-૬થી એક કલાક અને ૩૧ મિનિટના મુકાબલામાં પરાજય થયો હતો.
જ્વાલા-અશ્વિની બેડમિંટનમાં હાર્યા
બેડમિંટન ડબલ્સમાં પણ ભારતની હારનો સિલસિલો જારી રહ્યો હતો. મિક્સ ડબલ્સમાં પ્રથમ મુકાબલામાં મળેલા પરાજય બાદ ભારત વિમેન્સ ડબલ્સમાં પણ હાર્યું હતુ. ભારતની જ્વાલા ગુટ્ટા અને અશ્વિની પોનપ્પાની જોડીનો પ્રથમ લીગ મેચમાં જાપાનની મિઝુકી ફુજી અને રેઇકા કાકીવા સામે ૧૬-૨૧, ૧૮-૨૧થી પરાજય થયો હતો.ભારતીય ટીમનો બીજો મુકાબલો હવે ચાઇનીઝ તાઇપેઇની વેન હસીંગ ચેન્ગે અને યુ ચીન ચીઇન સામે થવાનો છે.
ટેબલ ટેનિસમાં ભારત બહાર
ઓલિમ્પિક ટેબલ ટેનિસમાં આજે બીજા જ દિવસે ભારતના પડકારનો અંત આવી ગયો હતો. ભારતના સૌમ્યજીત ઘોષને મેન્સ સિંગલ્સના બીજા રાઉન્ડમાં નોર્થ કોરિયાના યોક બોંગ કીમે ૧-૪થી પરાજય આપ્યો હતો. સીલીગુડીના ૧૯ વર્ષીય ખેલાડી સૌમ્યજીતે પ્રથમ રાઉન્ડમાં વિજય મેળવ્યો હતો.
શૂટિંગમાં નિરાશાજનક દેખાવ જારી
ઓલિમ્પિક શૂટિંગમાં સતત બીજા દિવસે ભારતનો નિરાશાજનક દેખાવ જારી રહ્યો હતો. આજે યોજાયેલી વિમેન્સ ૧૦ મીટર એર પિસ્તોલ ઇવેન્ટમાં ભારતની હીના સંધૂ અને અનુરાજ સિંઘ સ્પર્ધામાં ઉતર્યા હતા પણ તેઓ ફાઇનલમાં ક્વોલિફાય થઇ શક્યા નહતા. ભારતની હીના સંધૂ ૩૮૨ના સ્કોર સાથે૧૨માં સ્થાને રહી હતી, જ્યારે અનુરાજ છેક ૨૩માં ક્રમે રહી હતી.
ટોચની આઠ ખેલાડીઓને ફાઇનલમાં સ્થાન મળ્યુ હતુ પણ તેમાં એક પણ ભારતીય ખેલાડી નહતી.

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

સાયના-વિજેન્દરની વિજય સાથે શરૃઆત ઃ મહિલા તીરંદાજી-શૂટિંગમાં ફ્લોપ શો

ભારતીય ટીમની સાથે પરેડ કરનારી યુવતી કાર્યક્રમની કલાકાર હતી ઃઆયોજકો
આજે ઓલિમ્પિકમાં ગોલ્ડ જીતવા નારંગ અને બિન્દ્રા નિશાન તાકશે
તિરંદાજીમાં ભારતની મહિલા ટીમનો એક પોઇન્ટથી પરાજય
સ્ટાર સ્વિમર્સની ગેરહાજરીમાં અમેરિકા ક્વોલિફાઈંગમાં બીજા ક્રમે રહ્યું
નવા સપ્તાહમાં સેન્સેક્ષ ૧૭૦૩૩થી ૧૬૫૫૫, નિફ્ટી ૫૧૬૬થી ૫૦૧૧ની રેન્જમાં ફંગોળાશે
સોના-ચાંદીમાં મિશ્ર હવામાનઃ વિશ્વબજારમાં આગેકૂચ છતાં ઘરઆંગણે ભાવો તૂટયા!
આગામી છથી આઠ માસમાં BSE IPO સાથે મુડીબજારમાં પ્રવેશશે
પૂર્વોત્તર ભારતમાં મધ્યમ તીવ્રતાના ભૂકંપથી ધરતી ધૂ્રજી ઊઠી
મેંગ્લોરમાં રેવ પાર્ટી માણી રહેલા યુવાનો પર હુમલોઃ આઠની ધરપકડ

અણ્ણા સમર્થકોએ ચિદમ્બરમના નિવાસસ્થાન આગળ દેખાવો કર્યા

ખાણ અને ખનિજો રાષ્ટ્રીય સંપત્તિઃ સુપ્રીમ
સપા મારા સભ્ય પદ વિશે હળાહળ જૂઠ બોલે છે ઃ સિદ્દિકી
ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ જીતવો તે મારૃ સ્વપ્ન છે ઃ ખેલાડી માટે અહીં ભાગ લેવો તે ગૌરવ છે
આજે મહિલા તીરંદાજી ટીમ અને સાયના પર નજર
 
 

Gujarat Samachar Plus

પાઠયપુસ્તક મંડળે શરીરના અંગોની જગ્યા બદલી નાંખી
વારસદાર વિહોણા બાઈક સાથે સેપ્ટના એ સવારો આજે પણ લાપત્તા
કોલેજોમાં જામ્યું સ્ટુડન્ટનું ઝૂમ બરાબર ઝૂમ
ના કોઈ દિશા ના કોઈ મુકામ બસ ચલ પડે હૈ
વિડીયો ગેમની અસર ઘરે નહીં સ્કૂલમાં દેખાય છે
શોપિંગ ગાઇડ જરૃરી હૈ...
પ્રેમનું પ્રતિક રાખડી બજારમાં નવી સ્ટાઇલ સાથે
 

Gujarat Samachar glamour

સલમાનની ફિલ્મનું પ્રાઇવેટ સ્ક્રીનીંગ નહીં કરાય
આમિર તરફથી બહેનને 'બર્થ-ડે' ગિફ્ટ
મનીષાએ પતિ સાથેના સંબંધોનો છેડો ફાડી નાખ્યો
કિસ્મત ફિલ્મે પહેલીવાર 'જ્યુબિલી'નો સ્વાદ ચખાડયો
સુનિતાને અંતરિક્ષમાં 'જોકર' જોવા મળશે કે નહીં?
શાહરૃખ અચાનક આરાધ્યાને રમાડવા ગયો
કરીના દબંગ-૨માં સલ્લુ સાથે આઇટમ સોન્ગ
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved