Last Update : 30-July-2012, Monday

 

બેકારી - ગરીબી જેવા વિકરાળ પ્રશ્નોનો કોઈ ઉકેલ છે ખરો?

 

અર્થકારણના અંતરંગ
દેશમાં બેરોજગારી અને તેના પરિણામે ગરીબીના ગંભીર પ્રશ્નો છે. આ પ્રશ્નોમાંથી જ અન્ય આર્થિક અને સામાજિક પ્રશ્નો સર્જાય છે. આપણે વિકાસ કર્યો છે પણ તે રોજગારી વિહીન વિકાસ (Jobbless Development) હોવાથી સમગ્ર વિકાસ અશ્રુપૂર્ણ અને ભયાવહ (Tearfull and fearfull) બનેલ છે. આથી આ પ્રશ્નોને હલ કરવાની તાતી જરૃર છે. જો રોજગારી પૂર્ણ વિકાસ થાય તો જ તે અશ્રુવિહીન, ભયવિહીન તેમ જ આનંદપ્રદ માંગલિક વિકાસ થાય. બેરોજગારીની પ્રશ્નને હલ કરવા માટે શ્રમસુધારાઓ કરવાની અનિવાર્ય આવશ્યકતા છે.
શ્રમસુધારાઓ એટલે શ્રમનો વધારેમાં વધારે ઉત્પાદક ઉપયોગ થાય તેવા સુધારાઓ. આ માટે ખેતી, ઉદ્યોગ અને અન્ય ક્ષેત્રોની દિશા અને દશા બદલવી જોઈએ. રાષ્ટ્રપતિ મહાત્મા ગાંધીજીને પણ કહેલ કે આપણે ત્યાં શ્રમની વિપુલતા છે. આથી તેનો વધારે ઉપયોગ થાય તેવી પદ્ધતિ વિકસાવવી જોઈએ. તેઓ કહેતા કે હું યંત્રોનો વિરોધી નથી જે યંત્ર શ્રમને બેકાર બનાવે તેવા યંત્રોનો ઉપયોગ જ ન કરવો જોઈએ. શ્રમનો વધારેમાં વધારે ઉપયોગ થાય તે માટે તેઓએ ગ્રામોદ્યોગો, કુટીર ઉદ્યોગો અને ગૃહઉદ્યોગોનો વિકાસ કરવાની આ મહામાનવે હિમાયત કરેલ.
પરંતુ આપણે આયોજનના અને આર્થિક સુધારાના સમયમાં ઘણાંજ મોટા પ્રમાણમાં યાંત્રીકરણ આધુનિકરણ, સ્વયંસંચાલિત પદ્ધતિનો ઉપયોગ વધાર્યો હોવાથી રોજગારીમાં યોગ્ય પ્રમાણમાં વધારો થતો નથી. મૂડીની અછત છે તો પણ દેવું કરીને, ખાદ્યપુરવણી કરી, વિદેશી રોકાણ લઈ બજાર લોન લઈને મૂડી પ્રાપ્ત કરી બેકારી વધે તેવી પદ્ધતિનો ઉપયોગ કરીએ છીએ. આથી શ્રમ પ્રથમ સુધારાઓની તાતી જરૃર છે. શ્રમ સુધારાઓ દ્વારા શ્રમનો શ્રમટેકનોલોજી અને શ્રમક્ષેત્રોનો વિકાસ કરવો જોઈએ. આપણે 'ગ્રામરાજ્ય દ્વારા રામરાજ્ય'માં આ પ્રકારનો ખ્યાલ રાખીને દેશમાંથી ગરીબી બેકારી, ભૂખમરો, અસમાનતા, કંગાલિયત વગેરે પ્રશ્નો કાયમ માટે હલ થાય તે માટેની વાર જેટલી સર્વાંગી ગ્રામીણ વિકાસની કામગીરી સૂચવવામાં આવેલ છે.
જળસંચય દ્વારા ખેતીમાં ત્રણ પાકો લઈ શકાય અને પશુપાલનનો વિકાસ થાય તેથી ગ્રામીણ લોકોની રોજગારી વધે. ખેતપેદાશો પર પ્રક્રિયા કરીને કેત મૂલ્ય વૃદ્ધિ દ્વારા વધારેમાં વધારે લોકોને રોજગારી આપી શકાય. એ જ રીતે ખેતઉદ્યોગો, ગ્રામોદ્યોગો, કુટીર ઉદ્યોગો, ગૃહઉદ્યોહો, વિકસાવીને વધારે લોકોને રોજગારી આપી શકાય. આ રીતે દેશમાંથી બેકારી અને ગરીબીના પ્રશ્નોને કાયમ માટે દફનાવી શકાય. પણ આ માટે અર્થકારણની દિશા અને દશા બદલવાની અને સર્વક્ષેત્રીય શ્રમ સમ્મિલત સુધારાઓ કરવાની આવશ્યક્તા છે.
તાજેતરમાં લેબર બ્યુરો દ્વારા હાથ ધરાયેલા અભ્યાસમાં જણાવેલ કે શ્રમિકોના સંરક્ષણ અને સંવર્ધન માટેના પ્રયાસોથી રોજગારી વધી ન શકે આવા રાજ્યોમાં બેરોજગારી વધારે છે. પણ જ્યાં શ્રમિકો માટે સંરક્ષણ અને સંવર્ધનના પ્રયાસો નથી ત્યાં રોજગારી વધારે છે. અને બેરોજગારી ઓછી છે. આ પ્રકારના આશ્ચર્યજનક તારણો આ અભ્યાસમાં ફલિત થયા છે. આ અભ્યાસ પ્રમાણે જે રાજ્યોમાં શ્રમસુધારઓ થયાં છે. ત્યાં બેરોજગારીનું પ્રમાણ ઓછું છે. આ રાજ્યોમાં હરિયાણા, હિમાચલ પ્રદેશ, ગુજરાત જેવા રાજ્યોનો સમાવેશ થાય છે. પરંતુ જે રાજ્યોમાં શ્રમતરફી નીતિઓ અપનાવવામાં આવી છે ત્યાં બેરોજગારીનું પ્રમાણ વધારે છે. આ રાજ્યોમાં કેરાલા અને પશ્ચિમ બંગાળનો સમાવેશ થાય છે.
નવી મેન્યુફેકચરીંગ નીતિના સંદર્ભમાં શ્રમસુધારાઓ કરવાની માંગણી વાણીજ્ય અને ઉદ્યોગ મંત્રાલય દ્વારા કરવામાં આવી છે. નવી ઉત્પાદન નીતિનો મુખ્ય હેતુ દેશમાં ૧૦૦ મીલીયન રોજગારીનું સર્જન કરવાનો અને ૨૦૨૨ સુધીમાં નિર્માણ ક્ષેત્રનો જીડીપીનો હિસ્સો અત્યારે જે ૧૬ ટકા છે તે વધારીને ૨૨ ટકા કરવાનો છે.
બેરોજગારીનો રાષ્ટ્રીય સરેરાશ દર ૩.૮ ટકા છે. પણ આ પ્રમાણ બિહારમાં ૮.૩ ટકા, પ.બંગાળમાં ૭.૮ ટકા, કેરાલામાં ૯.૯ ટકા, ત્રિપુરામાં ૧૪.૧ ટકા છે.
હિમાચલ પ્રદેશ અને હરિયાણામાં વિકાસમાળખાગત સવલતો અને કર રાહતોને કારણે ઔદ્યોગિક મૂડીરોકાણ વધી શકેલ છે અને તેથી રોજગારીમાં વધારો થયો છે. ગુજરાતમાં બેરોજગારીનો દર માત્ર ૧ ટકા જ છે. અહીં ઔદ્યોગિક રોકાણ વધારવામાં સફળતા મળી છે. હિમાચલ પ્રદેશમાં ૩.૧ ટકા અને હરિયાણામાં ૩.૨ ટકા બેરોજગારીનો દર છે જે રાષ્ટ્રીય સરેરાશ કરતાં ઓછો છે. આ ત્રણ રાજ્યોમાં આર્થિક વિકાસનો દર વધારે છે. તેથી બેરોજગારીનો દર ઓછો છે.
આયોજન પંચના મુખ્ય સલાહકાર પ્રણવસેન માને છે કે રાજ્યમાં કુલ રોજગારી સર્જનનો આધાર શ્રમમિત્ર રાજ્ય કે શ્રમઅમિપ્ર રાજ્ય પર નથી પણ સાહસિકો કે ઉદ્યોગકાર મિત્ર રાજ્ય પર છે. શ્રમ સુધારાઓ અને રોજગારી સર્જન વચ્ચે સકારાત્મક સંબંધ છે. ઉદ્યોગો અને શ્રમ વચ્ચે સમતુલા જાળવવાની જરૃર છે. વિશાળ પ્રમાણમાં રોજગારી સર્જન માટે પરિવર્તનશીલ શ્રમકાયદાઓ જરૃરી છે. રોજગારી સર્જન માટે મૂડીરોકાણ વૃદ્ધિ જરૃરી છે. શ્રમની ગતિશીલતા વધે તો પણ રોજગારીમાં વધારો થાય છે. ૧૪ ફેબુ્રઆરી ૨૦૧૨ના રોજ વડાપ્રધાન ડો. મનમોહનસિંઘે ૪૪મી ભારતીય શ્રમ પરિષદમાં નવી દિલ્હી ખાતે જણાવેલ કે શ્રમ કાયદાની જડતાએ રોજગારીની વૃદ્ધિ પર પ્રતિકુળ અસર કરે છે. તેઓએ જણાવેલ કે આપણી સરકાર શ્રમિકોના હિતોના રક્ષણ માટે વચનબદ્ધ છે. પણ સમયાંતરે આપણે એ જોવું જોઈએ કે આપણું નિયંત્રણતંત્ર, ઔદ્યોગિક વિકાસ, રોજગારીવૃદ્ધિ વગેરે માટે અવરોધરૃપ છે કે કેમ તેનાથી શ્રમકલ્યાણમાં મદદ ન મળે અને વિકાસ અવોધાય અને રોજગારી ઘટે તે યોગ્ય નથી.
રોજગારી વધે તે માટે કેટલાંક પ્રયાસો કર્યા છે. દા.ત. હિમાચલ પ્રદેશમાં મેન્યુફેચરીંગ એકમોને એક્સાઈઝ ડયુટીમાંથી ૧૦૦ ટકા મુક્તિ મળે છે. ગુજરાતમાં શ્રમકાયદાઓ સરળ છે. સંક્ષિપ્ત છે અને શ્રમિકો તથા ઉદ્યોગોને અનુકુળ છે. ગુજરાતમાં ઔદ્યોગિક શાંતિ, ઔદ્યોગિક વિકાસ માળખું અને પ્રોત્સાહનોને કારણે રોકાણ વધેલ છે.
આપણે સમગ્ર દેશના સંદર્ભમાં કહી શકીએ કે બધાં જ ક્ષેત્રોમાં શ્રમનો વિપુલ ઉપયોગ થાય, તેના કૌશલ્યમાં વધારો થાય તેવા શ્રમસુધારઓ કરવા જોઈએ. આ માટે આર્થિક સુધારાની દિશા, વ્યૂહરચના, અગ્રતાક્રમો, નીતિઓ અને યોજનાઓમાં આમૂલ પરિવર્તન કરવાની તાતી જરૃર છે.
દેશના બધાંજ લોકોને લાભપ્રદ રોજગારી મળવી જ જોઈએ. તે માટે એક બાજુ વિકાસ થાય અને બીજી તરફ રોજગારી વધે તેવા ગાંધીવાદી આર્થિક મોડલનો અમલ કરવો જરૃરી છે. રોજગારી ન વધે તો બેકારી અને ગરીબી વધે તેથી અસમાનતા, કુપોષણ, ભૂખમરો જેવા આર્થિક પ્રશ્નો વધારે ગંભીર બને અને તેમાંથી સામાજિક આર્થિક ગુનાખોરી, ધાતક શસ્ત્રો અને માદક દ્રવ્યોની હેરાફેપી અને દેશની એક્તા અને અખંડીતતાને અસર કરે તેવા પ્રશ્નો વધે. દેશમાં હિંસક ક્રાંતિ થાય તે શક્યતાને નકારી ન શકાય. દેશને લોહીયાળ પરિવર્તન જોઈતું નથી. અને તે ઇચ્છનીય પણ નથી તેથી શાંતિમય રીતે આગળ ચર્ચા કરી તેમ રોજગારી સાથેના વિકાસ માટે યુદ્ધના ધોરણે પગલાઓ લેવા જોઈએ।
રોજગારી સર્જન માટે ખેતી, ગ્રામીણ વિકાસ, ગ્રામોદ્યોગો, ખેત ઉદ્યોગો, ગૃહ અને કુટીર ઉદ્યોગો સર્વોચ્ય અગ્રતા અને મહત્ત્વ આપીને આ પ્રકારના રોજગાર લક્ષી શ્રમક્ષેત્રોનો વિકાસ કરવાથી એક તરફ વિકાસ થશે તો બીજી તરફ રોજગારી વધશે. આ બધી બાબતોનો 'ગ્રામ રાજ્ય દ્વારા રામરાજ્ય'માં ખ્યાલ કરવામાં આવેલ છે. આપણે જળસંયમને વધારે મહત્ત્વ આપીએ કોઈ પણ રીતે વરસાદના ટીપેટીપા પાણીનો સંગ્રહ કરવાની વાત કરીએ છીએ. આમ થાય તો ત્રણ પાકો લઈ શકાતા ખેત ઉત્પાદનના આવક અને રોજગારીમાં ત્રણ ગણો વધારો થાય. પશુપાલનના વિકાસથી રોજગારી ને આવક વધે. બીજી તરફ આપણે ખેત ઉદ્યોગોના વિકાસની હિમાયત કરીએ છીએ. તેથી પણ રોજગારી અને આવકમાં ઘણો જ વધારો થશે. ગામડામાં ગ્રામોદ્યોગો, કુટીર અને ગૃહ ઉદ્યોગો, કાલકારીગરી આધારિત ઉદ્યોગોની વિકાસ કરવાથી પણ રોજગારી અને આવક વધશે. સેન્દ્રિય ખેતી અને સેન્દ્રિય પેદાશોના સીધા વેચાણથી પણ આવક અને રોજગારી વધશે. આ બધી વિગતોને સાકાર કરવા માટે હાલના નીતિઓ, અગ્રતાક્રમે અને વ્યૂહરચનામાં ફેરફાર કરીને 'ગામડુ ખેતી અને ગ્રામીણો'ને કેન્દ્રમાં રાખીને 'ગ્રામરાજ્ય દ્વારા રામરાજ્ય'ના મોડેલનો અમલ કરીને બેકારી, ગરીબી અને તેની સાથે સંકળાયેલા વિકરાળ અને વિઘાતક પ્રશ્નો કાયમ માટે દફનાવી શકાય.

 
 

Gujarat Samachar Plus

પાઠયપુસ્તક મંડળે શરીરના અંગોની જગ્યા બદલી નાંખી
વારસદાર વિહોણા બાઈક સાથે સેપ્ટના એ સવારો આજે પણ લાપત્તા
કોલેજોમાં જામ્યું સ્ટુડન્ટનું ઝૂમ બરાબર ઝૂમ
ના કોઈ દિશા ના કોઈ મુકામ બસ ચલ પડે હૈ
વિડીયો ગેમની અસર ઘરે નહીં સ્કૂલમાં દેખાય છે
શોપિંગ ગાઇડ જરૃરી હૈ...
પ્રેમનું પ્રતિક રાખડી બજારમાં નવી સ્ટાઇલ સાથે
 

Gujarat Samachar glamour

સલમાનની ફિલ્મનું પ્રાઇવેટ સ્ક્રીનીંગ નહીં કરાય
આમિર તરફથી બહેનને 'બર્થ-ડે' ગિફ્ટ
મનીષાએ પતિ સાથેના સંબંધોનો છેડો ફાડી નાખ્યો
કિસ્મત ફિલ્મે પહેલીવાર 'જ્યુબિલી'નો સ્વાદ ચખાડયો
સુનિતાને અંતરિક્ષમાં 'જોકર' જોવા મળશે કે નહીં?
શાહરૃખ અચાનક આરાધ્યાને રમાડવા ગયો
કરીના દબંગ-૨માં સલ્લુ સાથે આઇટમ સોન્ગ
 
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved