Last Update : 30-July-2012, Monday

 

કોમોડિટી કરંટ

એગ્રી કોમોડિટીમાં છવાયેલું સટ્ટાકીય તેજીનું માનસ

આજકાલ વરસાદના અભાવે કૃષિ ચીજોમાં તથા ખાદ્ય ચીજોમાં વધી રહેલી મોંઘવારી સરકાર માટે શિરદર્દ બની છે. આ વર્ષે વરસાદની સ્થિતિ વર્ષ ૨૦૦૯ની સમાન હોવાની ગણત્રીને કારણે દેશમાં દુકાળ પડવાની સંભાવના છે. વધી રહી છે. મોંઘવારીને સૂચક આંક સાત ટકાની પાર જવાની શકયતા છે. દાળો, મસાલા, અનાજ, તેલીબીયાંની કિંમતો માઝા મુકી રહી છે. ઓછા વરસાદથી કૃષિ ચીજોના વાવેતર ઉપર થઇ રહેલી અસરો કૃષિ બજારોમાં વર્તાઇ રહી છે. છેલ્લા કેટલાક સમયથી કૃષિ ચીજોના વાયદામાં ખાસ કરીને હળદળ, સોયાબીન, ચણા જેવી ચીજોમાં ઉછળી રહેલી તેજી જોઇને સરકારે વાયદા પંચને કડક હાથે પગલાં લેવાની સૂચના આપી છે.
ૃકૃષિ ચીજોના વાયદામાં તેજી પાર માહોલને નાથવા માટે વાયદા પંચ પાસે હાલમાં માત્ર બે હથિયાર અસરકારક છે. પહેલા વિકલ્પમાં માર્જીન વધારો અને બીજા વિકલ્પમાં પોઝીશન લિમીટમાં ઘટાડો છે. ચાલુ માસમાં હળદળ તથા સોયાબીનમાં વધેલા ભાવો જોઇને વાયાદા અંગે માર્જીન વધારાના પગલાં લઇને ઉછળતી બજારને કંટ્રોલ કરવાનો પ્રયાસ કર્યો છે.
ભૂતકાળમાં ગવાર-ગમના વાયદામાં આગ ઝરતી તેજીને કંટ્રોલ કરવા માટે વાયદા પંચે ૭૦ ટકા સુધી માર્જીન વધારો લાદયો હતો. તેમ છતાં તેજી છવાયેલી રહેતાં તેના ઉપર આખરી ચાબુક રૃપે વાયદા કારોબાર ઉપર પ્રતિબંધ લાદયા બાદ સમગ્ર તેજી પાર માહોલ ઠંડો પડયો હતો. માર્જીન વધારાના કારણે ગ્રાહકોના વેપાર ઉપર નિયંત્રણ લાવી શકાય છે. અને પોઝીશન લીમીટ ઘટાડાથી કોમોડિટીમાં મોટી માત્રામાં થતા હેજીંગ ઉપર નિયંત્ર ણ તથા સટોડિયાઓની વણથંભી સટ્ટાખોરી પ્રવૃત્તિઓ ઉપર લગામ લગાવી શકાય છે.
ગવાર-ગમની જેમ આજકાલ હળદળ વાયદો પણ સતત ઉછાળા મારી રહ્યો છે. સ્પેશિયલ માર્જીન લાદવા છતાં તેજી બંધ નહિ થતાં વાયદા પંચ હેરાન છે. હળદળ વાયદામાં ખરીદી ઉપર ૪૦ ટકા સ્પેશિયલ માર્જીન લાદયુ હોવા છતાં ઓગસ્ટ વાયદો પ્રતિ કિવન્ટલે ૬૬૦૦ ઉપરાંતની સપાટીએ ચાલતાં તેજી પાર મનોવૃત્તિ છવાઈ છે. સટોડિયાઓની તેમજ સ્ટોકિસ્ટોની પક્કડ જોતાં હળદળ વાયદો ૮૫૦૦ થી ૧૦૦૦૦/- ની સપાટી કુદાવે તેવા અનુમાન છે. છેલ્લા એક માસમાં હળદળ ૫૦ ટકા ઉછળી છે. હળદળની માંગ તથા માંગ પુરવઠામાં કોઇ તકલીફ નથી. હાલમાં કેરી ફોરવર્ડ સ્ટોક પણ ૫૦ થી ૬૦ લાખ બોરી હોવાનું અનુમાન છતાં આગામી પાક નબળો ઓછો રહેવાની ગણત્રીએ સ્ટોકિસ્ટો તથા સટોડિયાઓ ભાવો ઉછાળી રહ્યા છે. આંધ્ર પ્રદેશના નિઝામાબાદ, કડપ્પા, કરીમનગર તથા તામિલનાડુના ઇરોડ જેવા હળદળ ઉત્પાદિત પંથકમાં વરસાદના અભાવે વાવેતર ઓછું થયું છે. ગત વર્ષ ૨૦૧૧-૧૨ ના ૯૦ લાખ બોરી ઉત્પાદનની સામે ચાલુ સાલ ૨૦૧૨-૧૩ દરમ્યાન ઉત્પાદન ૫૦ ટકાના ઘટાડા સાથે ૪૫ થી ૯૦ લાખ બોરી થવાની ધારણાઓ પ્રવર્તી રહી છે. જેના કારણે માલોની અછત સર્જાવાની ભીતિથી હળદળ બજાર સતત ઉછળી રહી હોવાનું ચર્ચા છે.
ભારત સહિત અમેરિકા, બ્રાઝીલ, કેનેડા જેવા સોયાબીનના મોટા ઉત્પાદક દેશોમાં વરસાદના અભાવે બજાર તેજી પકડી રહી છે. જેથી પાંચ ટકા માર્જીન ધરાવતું સોયાબીન બજારને કંટ્રોલ કરવા માટે વાયદા પંચે સ્પેશિયલ માર્જીન વધારીને ૨૦ થી ૨૫ ટકા કરવા છતાં ભાવો ધીમી ગતિએ મક્કમપણે આગળ વધી રહ્યા છે.
સોયાબીનમાં તેજી પાર માનસની અસરકારકતા જળવાઈ રહે તો ભાવો ૫૦૦૦ની સપાટી કુદાવે તેવી વકી છે. જીરૃ, મરચું, ધાણા તથા ચણા, એરંડા જેવી ઘણી કૃષિ ચીજોમાં બજારો તેજ છે. ઉપરોકત ચીજોમાં ૧૫ થી ૨૫ ટકા સુધીનો માર્જીન વધારો કરવા તેમજ વેચવાલીનું પ્રેસર વધતાં હાલ પુરતો બજારમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. જીરૃ વાયદો ૧૬૯૦૦ થી તુટીને ૧૬૦૦૦, મરચું વાયદો ૬૦૦૦ થી ઘટીને ૫૭૦૦, ચણા વાયદો ૪૮૦૦ થી તૂટીને ૪૬૦૦ થયો છે. જીરા જેવી ચીજમાં વેચવાલી પ્રેસર રહે તો બજાર હજુ પણ તુટીને ૧૫૫૦૦ સુધી નીચે જવાની ધારણા છે. જીરા હાજરમાં વધ્યા ભાવથી બજાર ૨૦૦ રૃ. તૂટીને ૨૮૦૦ ની આસપાસની રેન્જ બાઉન્ડ સ્થિતિમાં હાલમાં બજાર છે.
બીજી તરફ ધાણામાં ચાર ટકાની તેજી સાથે ભાવો ૨૦૦ રૃ.ના ઉછાળા સાથે ભાવો ૪૬૦૦/-ની સપાટી પાર કરી છે. એરંડામાં પણ તેજીના પગલે ભાવો ૪૩૦૦ થી ઉછળીને ૪૫૦૦ સુધી જવાની ધારણા છે. એરંડામાં તેજી બનાવે છે. સટોડિયા તથા ખેડૂતોનું માનસ તેજીમાં છે. દાળોમાં છેલ્લા પાંચ વર્ષમાં ભાવો બમણા થયા છે. ભારતમાં વિવિધ દાળોના લગભગ ૧૮ મિલીયન ટનના ઉત્પાદન સામે વપરાશ લગભગ ૨૧ મિલીયન ટન હોવાથી દાળોનું આયાત વધારે છે. આ ઉપરાંત નબળા રૃપિયાને કારણે દાળોની પડતર દિન પ્રતિદિન ઉંચી થઇ રહી છે. દાળ તથા તેલીબીયા ૫૦ ટકા ઉપરાંત મલેશિયા, ઇન્ડોનેશિયા, બ્રાઝિલ જેવા દેશાંથી આયાત કરવી પડે છે.
જો કે હાલમાં વરસાદ નહિ પડે ત્યાં સુધી ખેડૂતો, વેપારીઓ, સ્ટોકિસ્ટો તથા સટોડિયાઓનું માનસ તેજી તરફી રહેશે તે નક્કી છે. વરસાદ બાદ વિવિધ કોમોડિટીમાં કરેકશન રમાવવાની શકયતા છે. શેરબજાર તૂટતાં તેની અસરથી સોના-ચાંદીમાં પણ તેજીનો ચમકારો ગત અઠવાડિયામાં જોવા મળ્યો છે.

 
 

Gujarat Samachar Plus

પાઠયપુસ્તક મંડળે શરીરના અંગોની જગ્યા બદલી નાંખી
વારસદાર વિહોણા બાઈક સાથે સેપ્ટના એ સવારો આજે પણ લાપત્તા
કોલેજોમાં જામ્યું સ્ટુડન્ટનું ઝૂમ બરાબર ઝૂમ
ના કોઈ દિશા ના કોઈ મુકામ બસ ચલ પડે હૈ
વિડીયો ગેમની અસર ઘરે નહીં સ્કૂલમાં દેખાય છે
શોપિંગ ગાઇડ જરૃરી હૈ...
પ્રેમનું પ્રતિક રાખડી બજારમાં નવી સ્ટાઇલ સાથે
 

Gujarat Samachar glamour

સલમાનની ફિલ્મનું પ્રાઇવેટ સ્ક્રીનીંગ નહીં કરાય
આમિર તરફથી બહેનને 'બર્થ-ડે' ગિફ્ટ
મનીષાએ પતિ સાથેના સંબંધોનો છેડો ફાડી નાખ્યો
કિસ્મત ફિલ્મે પહેલીવાર 'જ્યુબિલી'નો સ્વાદ ચખાડયો
સુનિતાને અંતરિક્ષમાં 'જોકર' જોવા મળશે કે નહીં?
શાહરૃખ અચાનક આરાધ્યાને રમાડવા ગયો
કરીના દબંગ-૨માં સલ્લુ સાથે આઇટમ સોન્ગ
 
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved