Last Update : 30-July-2012, Monday

 

કપરી પરિસ્થિતિનો સામનો કરી રહેલું બેંકિંગ ક્ષેત્ર

 

 

NPAસહિતની અન્ય પ્રતિકૂળતાઓ બાદ હવે બેંકોની અન્ય આવકમાં ઘટાડો થતા ઉદ્ભવેલી વિકટ પરિસ્થિતિ
ભારતમાં બેંકિંગ ઉદ્યોગનો વિકાસ પ્રમાણમાં ઘણો ઓછો છે. આ માટે સરકાર ચોક્કસ વ્યૂહરચના અપનાવવી જરૃરી
એનપીએ (નોન પર્ફોમીંગ એસેટ્સ) સહિતની અન્ય પ્રતિકૂળતાઓની બેંકોની નાણાંકીય કામગીરી પર પ્રતિકૂળ અસર થયેલી જ છે. ત્યાં વળી બેંકો માટે વધુ એક પ્રતિકૂળતાનો ઉમેરો થવા પામ્યો છે. આ પ્રતિકૂળતા એટલી વ્યાપક છે કે તેનાથી તો આવકમાં જ ઘટાડો થવા પામ્યો છે. આ નવી પ્રતિકૂળતા એટલે કે ફાઈનાન્સીયલ પ્રોડક્ટ્સના વેચાણ કરવાથી બેંકોની આવક ઘટતી જાય છે. આમ, સરળતાથી વિચારીએ તો એક બાબત નિશ્ચિત છે કે કોઈપણ ચીજવસ્તુનું વેચાણ થાય તે બાદ આવકમાં ફેરફાર થતો હોય છે. પણ બેંકોને આ પ્રવાહથી ઉલ્ટું કહેવાય તેમ આવકમાં ઘટાડો કેવી રીતે થાય?
આ મુદ્દે થોડા ઊંડા ઉતરીને આ મુદ્દા પર નજર કરીએ તો, વિવિધ પ્રતિકૂળતાઓના પગલે ધીમી પડેલી અર્થતંત્રની વૃધ્ધિ તેમજ વધતા જતા ફુગાવાની અન્ય ક્ષેત્રોની સાથોસાથ બેંકિંગ ક્ષેત્ર પર પણ પ્રતિકૂળ અસર થવા પામી છે. અત્રે સૂચિત પ્રતિકૂળતાના પગલે ગ્રાહક વર્ગ રોકાણકારો ખૂબજ સાવચેત થઈ ગયા છે. આ પરિસ્થિતિમાં તેઓએ એટલે કે રોકાણકારોએ મ્યુચ્યુઅલ ફંડ્સ તથા વીમા તરફનો લગાવ ઓછો કરી દીધો છે. આ બંને ક્ષેત્રમાં રોકાણકારોની નવી ખરીદી ખૂબજ મર્યાદિત બની જવા પામી છે. આ બે પ્રોડક્ટસ ઉપરાંત શેરબજારથી તો રોકાણકાર વર્ગ દૂર થઈ જ ગયો છે. આ ઉદાસીનતાના પગલે શેરબજારના કેશ સેગમેન્ટનું ટર્નઓવર છેલ્લા સાત વર્ષની નીચી સપાટીએ ઉતરી આવ્યું છે.
રોકાણકારો જે ઓલમોસ્ટ બેંકો સાથે સંકળાયેલા જ છે તેઓ મ્યુચ્યુઅલ ફંડ્સ અને વીમા પ્રોડક્ટ્સ ક્ષેત્રે પણ નવી ખરીદી ટાળી રહ્યા છે. જેના કારણે બેંકોની અન્ય આવક જેમાં મ્યુચ્યુઅલ ફંડ તથા વીમા ઉત્પાદનોના વેચાણથી થતી ફીની આવકનો સમાવેશ થાય છે. તે ગત વર્ષે ઘટીને માત્ર ૧૩ ટકા થઈ ગઈ હતી. જે તેના આગલા વર્ષે ૨૦ ટકા હતી. તાજેતરમાં જાહેર થઈ રહેલા જૂન ક્વાર્ટરના પરિણામોમાં પણ આ મુદ્દો યથાવત્ જ જોવા મળ્યો છે. ગ્રાહકોની ઉદાસીનતાની સાથોસાથ વિવિધ નિયમનકારો દ્વારા ફીના માળખા અંગેના નીતિનિયમો આકરા બનાવતા આ માળખું સાંકડુ થઈ જવા પામ્યું છે. આ ઉપરાંત કમિશનના સ્તરમાં પણ ઘટાડો થતા તેની પણ અસર થવા પામી છે.
જો કે ખાનગી ક્ષેત્રે અને જાહેર ક્ષેત્રની બેંકો વચ્ચે આ મુદ્દે વિરોધાભાસી વલણ જોવા મળે છે. આ ક્ષેત્રના જાણકાર વર્તુળોના જણાવ્યા મુજબ ખાનગી ક્ષેત્રની બેંકોને જાહેર ક્ષેત્રની બેંકોની માફક પ્રાયોરિટી સેક્ટરને ધિરાણ કરવાની જવાબદારી હોતી નથી. તેથી તેઓ ફીની આવકના વધારે મોટા હિસ્સાનો લાભ લઈ શકે છે. આમ, આ કારણથી જ ખાનગી ક્ષેત્રની બેંકોએ સારો દેખાવ કરવાનું ચાલુ રાખ્યું હતું. તેનું મુખ્ય કારણ એ હતું કે તેમણે આવકનો નીચો સ્તર ધરાવતા ગ્રામીણ ક્ષેત્રોમાં તથા અર્ધ શહેરી વિસ્તારોમાં વધારો ગ્રાહકો ધરાવતી જાહેર ક્ષેત્રની બેંકોની સરખામણીએ ધનાઢ્ય ગ્રાહકો પર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું. જો કે, ફાઈનાન્શીયલ ઈન્ટરમિડિયેટરીઝ તેમના વ્યવસાયમાં નોંધપાત્ર પ્રમાણમાં નરમાઈનો અનુભવ કરી રહી છે તેનું મુખ્ય કારણ છે વ્યક્તિઓની બચતમાં ઘટાડો. છેલ્લા કેટલાક સમયથી ફુગાવામાં થઈ રહેલા સતત વધારાના કારણે ગ્રાહકોના રોજિંદા ખર્ચમાં નોંધપાત્ર વધારો થવાના કારણે બચતમાં સતત ઘટાડો થતો જાય છે.
અત્રે એ પણ ઉલ્લેખનીય રહેશે કે વીમા ક્ષેત્રના રેગ્યુલેટરે આ ક્ષેત્ર પર નિયંત્રણો અમલી બનાવ્યા તે પહેલા વીમા ઉદ્યોગ વાર્ષિક ૩૫ ટકાના દરે વિકસી રહ્યો હતો. નિયંત્રણો અમલી બન્યા બાદ ૨૦૧૦-૧૧માં તે સંકોચાઈને માત્ર ૧૨ ટકાના દરે વૃધ્ધિ પામ્યો હતો. અને ગત નાણાંકીય વર્ષે તેમાં પણ પીછેહઠ થઈ અને માત્ર ૯ ટકાના દરેજ વૃધ્ધિ જોવા મળી હતી. રોકાણકારોમાં હોટ ફેવરીટ યુલિપ્સ યોજના પરના આકરા નિયંત્રણોના કારણે રોકાણકારો પણ ચિંતામાં મૂકાઈ જવા સાથે નિષ્ક્રિય બની ગયા છે. આ ઉપરાંત મ્યુચ્યુઅલ ફંડસમાં એન્ટ્રી લોડ પરના પ્રતિબંધે બેંકો માટેના કમિશનમાં ઘટાડો કર્યો હતો. આમ, આ બધા મુદ્દાઓની પણ બેંકોની અન્ય આવકો પર સીધી યા આડકતરી અસર થવા પામી છે.
વિવિધ પ્રતિકૂળતાઓને લઈને બેકિંગ ક્ષેત્ર કપરી પરિસ્થિતિનો સામનો કરી જ રહ્યું છે ત્યાં વળી તાજેતરમાં નાણાં મંત્રાલયના આદેશના પગલે બેકિંગ ક્ષેત્રની દોડધામમાં વધારો થવા પામ્યો છે. તાજેતરમાં નાણા મંત્રાલયે જાહેર ક્ષેત્રની બેંકોને દર મહિને મળતી બોર્ડ મિટિંગમાં તેમની નાણાંકીય કામગીરીની સમીક્ષા કરવાનો તેમજ વ્યવસાયિક વૃધ્ધિ તથા પેડ લોન અંગે હરીફો સાથે સરખામણી કરવાનો આદેશ આપ્યો છે. નાણાં મંત્રાલયે સ્પષ્ટપણે જણાવ્યું હતું કે બોર્ડ ફાઈનાન્શીયલ રિપોર્ટીંગ સિસ્ટમને અમલી બનાવવી જોઈએ. જેમાં તેમણે તેમની કામગીરીને વ્યવસાયમાં શ્રેષ્ઠ અને સૌથી નજીકના હરીફો સાથે સરખામણી કરી પોતાનું સ્થાન ક્યાં છે તે ચકાસવું જોઈએ.
નાણાં મંત્રાલયના આ આદેશની બીજી બાજુ રિઝર્વ બેંકના ભૂતપૂર્વ ગર્વનર રેડ્ડીએ જણાવ્યું હતું કે સરકારે બેંકોમાં દખલગીરી કરવી જોઈએ નહીં તેમજ રિઝર્વ બેંકને પણ ચોક્કસ લક્ષ્યાંક હાંસલ થઈ શકે તે હેતુને ધ્યાનમાં રાખીને વધુ છૂટછાટ આપવી જોઈએ. ભારતીય બેંકિંગ સેક્ટરમાં સરકારી માલિકીનું પ્રમાણ ઘણું મોટું છે. આમ છતાં, સરકારે બેંકોના બોર્ડને બાદ કરતા બાકીની કામગીરીમાં હસ્તક્ષેપ કરવો ન જોઈએ અને આર્થિક સુધારા તથા સંચાલકીય સ્વાયતત્તાને માન આપવું જોઈએ.
અત્રે એ ઉલ્લેખનીય રહેશે કે અન્ય કેટલાક દેશોની સરખામણીએ ભારતમાં બેંકિંગ ઉદ્યોગનો વિકાસ ઘણો ઓછો છે. પ્રવર્તમાન સમયમાં સરકારે આ ઉદ્યોગ ફૂલેફાલે એવા પગલાં ભરવા જરૃરી છે. ત્યારે માત્ર આદેશો અને દખલગીરીથી કામ પૂર્ણ થશે નહીં. ચોક્કસ વ્યૂહરચના ઘડાશે તો જ આ બાબત શક્ય બનશે. લેઈટ અસ વેઇટ, હવે આ મુદ્દે સરકાર કેવું વલણ અપનાવે છે તે તો આગામી સમયમાં જ જાણવા મળશે.

 

 

Gujarat Samachar Plus

પાઠયપુસ્તક મંડળે શરીરના અંગોની જગ્યા બદલી નાંખી
વારસદાર વિહોણા બાઈક સાથે સેપ્ટના એ સવારો આજે પણ લાપત્તા
કોલેજોમાં જામ્યું સ્ટુડન્ટનું ઝૂમ બરાબર ઝૂમ
ના કોઈ દિશા ના કોઈ મુકામ બસ ચલ પડે હૈ
વિડીયો ગેમની અસર ઘરે નહીં સ્કૂલમાં દેખાય છે
શોપિંગ ગાઇડ જરૃરી હૈ...
પ્રેમનું પ્રતિક રાખડી બજારમાં નવી સ્ટાઇલ સાથે
 

Gujarat Samachar glamour

સલમાનની ફિલ્મનું પ્રાઇવેટ સ્ક્રીનીંગ નહીં કરાય
આમિર તરફથી બહેનને 'બર્થ-ડે' ગિફ્ટ
મનીષાએ પતિ સાથેના સંબંધોનો છેડો ફાડી નાખ્યો
કિસ્મત ફિલ્મે પહેલીવાર 'જ્યુબિલી'નો સ્વાદ ચખાડયો
સુનિતાને અંતરિક્ષમાં 'જોકર' જોવા મળશે કે નહીં?
શાહરૃખ અચાનક આરાધ્યાને રમાડવા ગયો
કરીના દબંગ-૨માં સલ્લુ સાથે આઇટમ સોન્ગ
 
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved