Last Update : 30-July-2012, Monday

 

ગ્રીન હાઉસ ખેતી વિષયક મશીનરી કહેવાય, અને તે મુજબ વેરો લાગે

 

ગ્રીન હાઉસ માટે ગ્રીન સિગ્નલ
ગ્રીન હાઉસ ઉપર ક્યા દરે વેરો લાગે, એ એક મૂંઝવતો પ્રશ્ન હતો.
આ પ્રશ્નનો ઉકેલ, માનનીય જસ્ટીસ શ્રી કમલભાઈ મહેતાની અધ્યક્ષતાવાળી ગુજરાત મૂલ્યવર્ધિત વેરા ટ્રીબ્યુનલે, પોતાના ૪૧ પાનામાં સમાવિષ્ટ વિશદ ચૂકાદામાં આપી દીધેલ છે.
આ ચૂકાદો એટલો બધો વિસ્તીર્ણ (Comprehensive) છે કે ગ્રીન હાઉસ શું છે? શેમાંથી બને છે? તેના શું ફાયદા છે? વિ. પુષ્કળ માહિતી આ ચૂકાદામાં ઠસોઠસ ભરેલી છે.
આ ચૂકાદા મુજબ, ગ્રીન હાઉસના વેચાણ ઉપર વેટ કાયદાના પરિ. ૨ની એન્ટ્રી ૧ મુજબ, 'ખેતી વિષયક મશીનરી' તરીકે ૪ ટકા + ૧ ટકો એમ વેરો લાગે.
આશા રાખીએ કે આવા મંગળ અને કલ્યાણકારી ચૂકાદાને હાઈકોર્ટમાં પડકારાશે નહિ.
માનવજીવનની શરૃઆતથી, જીવન માટે ખેતી એ ખૂબ અગત્યનું સાધન છે. આદિકાળથી માનવ સમાજ ખેતી કરતો આવ્યો છે. અને કાળાંતરે, ખેતપેદાશ મેળવવાની પદ્ધતિમાં ફેરફાર થતા રહ્યાં છે.
માનવસમાજ કેવળ કુદરતી રીતે મળતા પાણી કે જમીન ઉપર આધાર ન રાખતા તેમાં ઘણી નવી નવી રીતોથી પાણી મેળવે છે કે પાણીનો ઉપયોગ કરે છે. વિગેરે વિગેરે ઉપાયો યોજે છે. છેલ્લે 'ગ્રીન હાઉસ'નો ખ્યાલ અમલમાં આવ્યો છે.
ગ્રીન હાઉસની કલ્પના
આધુનિક ખેતીના એક નવીનતમ અભિગમ તરીકે ગમે તેવી આબોહવા હોય, તો પણ ઇચ્છિત પાક મેળવવા માટે હવે ગ્રીન હાઉસનો એક નવો જ નુસ્ખો માનવસમાજને મળી ગયો છે.
'ગ્રીન હાઉસ' એ એક વાતાવરણને નિયંત્રિત કરીને ખેતી કરવાની આ આધુનિક પદ્ધતિ છે. પદ્ધતિમાં હવા, તાપમાન, પાણી, પાણીમાંનો ભેજ, છોડવાંઓને પોષક તત્ત્વો, પ્રકાશ વિગેરે નિયંત્રિત કરીને, ઇચ્છિત પાકને અનુકૂળ માત્રામાં જરૃરી તત્ત્વો આપીને ખેતી કરવાની એક નવીન પદ્ધતિ અપનાવવામાં આવે છે.
ગ્રીન હાઉસની રચના
ગ્રીન હાઉસ જાત જાતના નિયંત્રણો તથા સ્પેરપાર્ટસ અને ઉપકરણોથી બનાવેલું હોય છે. તે એક જાતના મશીનોનો સેટ છે, જેનાથી પ્રકાશ, પાણી, જંતુનાશકો વિગેરે જરૃરી માત્રામાં આપી શકાય છે, ઉપરાંત છોડવાઓને તથા પાકને જરૃરી રક્ષણ મળી રહે છે.
વેરાનો દર
ગ્રીન હાઉસ ઉપર કેટલા દરે વેરો લાગે તે એક અગત્યનો પ્રશ્ન હતો. તે અંગે માનનીય મૂલ્યવર્ધિત વેરા ટ્રીબ્યુનલનો એક સરસ ચૂકાદો આવ્યો છે, જેની વિગતો અત્રે આપી છે.
કેસની હકીકતો
નીલ એગ્રોટેક પ્રા. લી. નામના વેપારીના કેસમાં નાણાકીય વર્ષ ૨૦૦૬-૦૭ની આકારણીમાં, આકારણી કરનાર અધિકારશ્રીએ ગ્રીન હાઉસના વેચાણો ઉપર ૧૨.૫% લેખે વેરો આકાર્યો અરજદારની રજૂઆત હતી કે ગ્રીન હાઉસ તે 'એગ્રીકલ્ચરલ મશીનરી કહેવાય' અને તેથી પરિશિષ્ટ ૨ ની એન્ટ્રી ૧ મુજબ ગ્રીન હાઉસની વેચાણ કિંમત ઉપર ૪ ટકા વેરો લાગે.
આકારણી કરનાર અધિકારીએ ગ્રીન હાઉસના વેચાણોની કિંમત ઉપર ૧૨.૫ ટકા લેખે ટેક્સ લગાડયો. ઉપરાંત ૧૮% લેખે વ્યાજ તથા ૩૫૦ ટકા જેટલો દંડ લગાડયો.
વેપારીએ આવા જુલ્મી આદેશ સામે અપીલ કરી, પરંતુ અપીલ સાંભળનાર અધિકારીએ, કાયદાની કલમ ૭૩(૪)માં આપેલ સત્તાનો યોગ્ય ઉપયોગ કર્યા વગર અને હકીકતો તથા રજુઆત તરફ ધ્યાન રાખ્યા વગર, બાકી લ્હેણી રકમના ત્રીસ ટકા ભરી દેવા સૂચના આપી. અને વેપારીએ એવી રકમ ન ભરવાથી અપીલ સંક્ષિપ્ત રીતે નામંજુર કરી.
ટ્રીબ્યુનલ સમક્ષ
માનનીય ગુજરાત મુલ્યવર્ધિત વેરા ટ્રીબ્યુનલ સમક્ષ વિદ્વાન એડવોકેટ શ્રી નિશાંતભાઈ શુકલાએ ધારદાર દલિલો કરેલી ને જણાવ્યું કે આકારણી કરનાર અધિકારી ગ્રીન હાઉસના જે કોન્સેપ્ટ છે, તે સમજી શક્યા નથી. માનનીય ટ્રીબ્યુનલ સમક્ષ પુષ્કળ જથ્થામાં માહિતીઓ ડોક્યુમેન્ટસ, સર્ટીફીકેટ, રાજ્ય સરકારની તથા કેન્દ્રીય સરકારની સ્કીમો વિગેરે રજુ કરેલી. ગ્રીન હાઉસનો આધુનિક ખ્યાલ આપવામાં આવેલો ને રક્ષિત ખેતી તથા નિયંત્રીત વાતાવરણથી ખેતી વિગેરેની પુર્ણ સમજૂતી રજુ કરેલી.
ગ્રીન હાઉસ માટે જુદા જુદા પ્રકારના માપ દંડ છે. તે વિષે રજુઆત કરવામાં આવેલી. જુદી જુદી ટાઈપના ગ્રીન હાઉસ જે (૧) આકારના આધારે (૨) ઊપયોગીતના આધારે (૩) બાંધકામમાં વપરાયેલ વસ્તુના આધારે તથા (૪) ઢાંકણ તરીકે વપરાતી સામગ્રીના આધારે જુદી જુદી ભાતના ગ્રીન હાઉસની માહિતી રજુ કરેલી.
માનનીય ટ્રીબ્યુનલના ત્રણેય માનનીય સદસ્યોએ સર્વાનુમતે એવો ચુકાદો આપ્યો છે કે 'ગ્રીન હાઉસ' તે ખેતી માટેની આધુનિક ટેકનોલોજી છે ને ગમે તે ક્ષેત્રમાં ગમે તે પ્રકારની જમીનમાં અને ગમે તે ઋતુમાં ઇચ્છિત વસ્તુઓ ઉગાડી શકાય છે.
ચુકાદાના પેરેગ્રાફ ૩૩માં માનનીય ટ્રીબ્યુનલે નોંધ્યું છે કે 'ગ્રીન હાઉસ' તે એક યંત્રનો પૂરો સમૂહ છે. જેનાથી પાક તથા છોડવાઓને જરૃરી રક્ષણ મળે છે. જે પ્રકાશ, પાણી, જંતુનાશકો વિગેરેને યોગ્ય પ્રમાણમાં વાપરીને મળી શકે છે.
માનનીય ટ્રીબ્યુનલના ચૂકાદા મુજબ 'ગ્રીન હાઉસ' ખેતી વિષયક મશીનરી કહેવાય અને તેના વેચાણ ઉપર ૪ ટકા વેરો લાગે. (હાલના દર તરીકે ૧ ટકો એડીશનલ ટેક્સ વધારાનો લાગે.)

 
 

Gujarat Samachar Plus

પાઠયપુસ્તક મંડળે શરીરના અંગોની જગ્યા બદલી નાંખી
વારસદાર વિહોણા બાઈક સાથે સેપ્ટના એ સવારો આજે પણ લાપત્તા
કોલેજોમાં જામ્યું સ્ટુડન્ટનું ઝૂમ બરાબર ઝૂમ
ના કોઈ દિશા ના કોઈ મુકામ બસ ચલ પડે હૈ
વિડીયો ગેમની અસર ઘરે નહીં સ્કૂલમાં દેખાય છે
શોપિંગ ગાઇડ જરૃરી હૈ...
પ્રેમનું પ્રતિક રાખડી બજારમાં નવી સ્ટાઇલ સાથે
 

Gujarat Samachar glamour

સલમાનની ફિલ્મનું પ્રાઇવેટ સ્ક્રીનીંગ નહીં કરાય
આમિર તરફથી બહેનને 'બર્થ-ડે' ગિફ્ટ
મનીષાએ પતિ સાથેના સંબંધોનો છેડો ફાડી નાખ્યો
કિસ્મત ફિલ્મે પહેલીવાર 'જ્યુબિલી'નો સ્વાદ ચખાડયો
સુનિતાને અંતરિક્ષમાં 'જોકર' જોવા મળશે કે નહીં?
શાહરૃખ અચાનક આરાધ્યાને રમાડવા ગયો
કરીના દબંગ-૨માં સલ્લુ સાથે આઇટમ સોન્ગ
 
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved