Last Update : 30-July-2012, Monday

 

મંદ ઘરાકી અને તીવ્ર નાણાંભીડ વચ્ચે અટવાયેલું કાપડ બજાર

કાપડ બજારમાં દેશમાં વરસાદ ઓછો અને લેઈટ હોવાના લીધે મોરલ બગડવા પામેલ છે. આ વર્ષે વરસાદ માટે અત્યાર સુધીની આગાહી સાચી પડેલ નથી. આના પછવાડે જીવન જરૃરીયાત વસ્તુઓના ભાવ વધવા પામેલ છે. ફુગાવો આગળના સમયમાં વધરો અને તેના લીધે વ્યાજના દરમાં વધારો આવી શકે. પરંતુ વરસાદ ખેંચાઈ જવાના લીધે કપાસનું ધારેલું ઉત્પાદન આવશે નહીં. અત્યારે આયાતમાં કપાસ સસ્તુ પડતુ હોવાના લીધે કપાસની આયાત વધવા પામેલ છે. ૨૨ જુલાઈથી રમઝાન મહિનો ચાલુ થયેલ છે. પરંતુ હોલસેઈલમાં જે ઘરાકી ચાલવી જોઈએ તે પ્રમાણે ચાલતી નથી. બજારમાં નાણાભીંડ અસધ્ય છે. વેચેલા કાપડના પેમેન્ટ ઘણું લેઈટ પડેલ છે. લોકલ તથા દેશાવરના પેમેન્ટ ઘણું લેઈટ પડેલ છે. કેશમાં વેચેલો માલના પેમેન્ટ પણ ૩૦-૪૦ દિવસ થઈ જવા પામેલ છે. મિલોની હુંડીઓ ટાઈમસર છૂટતી નથી. ડોલરની સામે રૃપિયો ડીવેલ્યુ થયેલ છે. તેની સામે નિકાસ વધવી જોઈએ. પરંતુ યુરોપીયન દેશોમાં ફાઈનાશીયલ ટ્રાન્સીસ અને અમેરિકાની મંદીના લીધે કાપડની નિકાસ વધી શકતી નથી.
કાપડ બજારમાં યાર્નના ભાવ વધારા પછી ગ્રે કાપડના ભાવ વધવા પામેલ છે. કપાસના ભાવ વધતા આગળ કોટન યાર્ન અને ગ્રે કાપડના ભાવ વધશે. મિલોએ ૫-૭ ટકા ભાવ વધારેલ છે. બજારમાં ડેનિમ અને લીનન કાપડની ડીમાન્ડ સારી જળવાઈ રહેવા પામેલ છે. ડેનિમ બનાવતા યુનિટો પાસે સારા ઓર્ડર હાથ ઉપર છે. તેવી જ રીતે લીનનમાં ધૂમ લેવાલી જોવા મળે છે. લીનન કાપડ વેચવું પડતું નથી પણ વહેચવું પડે છે. યાર્ન ડાઈડ શટીગ્સમાં માંગ જળવાઈ રહ્યા પામેલ છે. છેલ્લા ૨ વર્ષથી નાની ચેક્સમાં ડીમાન્ડ સારી જળવાઈ રહ્યા પામેલ છે. ટુ વાય ટુ રૃબીયા અને ટુ વાય વન રૃબીયાના ભાવ યાર્નના ભાવ વધારા પછી વધારો થયેલ છે. ડીમાન્ડ જળવી રહ્યા પામેલ છે. યાર્ન ડાઈડ સ્ટ્રાઈપમાં માંગ છે. પરંતુ પ્રીન્ટીંગના માલોનાં ડીમાન્ડ ઓછી થવા પામેલ છે. મોટી સાઈઝ ૫૮-૬૩ પના બેડશીટસની ડીમાન્ડ સારી છે.
ચેક્સમાં ૫૮ પનો ૫૦/૫૦, ૧૪૪/૮૦ કવોલીટી રૃ ૧૨૫માં વેચાણ થાય છે. જ્યારે ૫૮ પનો ચેક્સ ૪૦/૬૦, ૧૪૪/૮૦ કવોલીટી રૃા. ૧૩૦માં વેચાણ થાય છે. યાર્ન ડાઈડ ચેક્સ કટ પનો ૪૦/૪૦, ૧૦૮/૭૨ રૃા. ૧૦૫માં વેચાણ થાય છે. લાયકા બેઈઝ ક્વોલીટીના માલોમાં સારી ડીમાન્ડ છે. સાઉથમાં વીજળી કાપ ઓછા થયેલ છે. પરંતુ દેશમાં વરસાદ ખેંચાઈ જવાના લીધે દેશના અમુક બીજા વિસ્તારોમાં વીજળીકાપની શરૃઆત થયેલ છે. ગુજરાતમાં પણ વીજળીકાપ આવવાના લીધે ઉત્પાદને અસર થવા પામેલ છે. જો આગળ વરસાદ ઓછો કે ખેંચાઈ જશે તો તેના વિવિધ પ્રતિરૃપ પરિણામો આવી શકે છે. મોટા સ્ટોર્સમાં આ વર્ષે સેલ થુ્ર ૫૦ ટકા કરતા પણ ઓછા વેચાણ થયેલ છે. સાડીના સેલ મોટા સ્ટોર્સમાં ફેઈલ ગયેલ છે. સાડીમાં મોટા ડીસકાઉન્ટ ઓફર કરવા છતાં સેલ થુ્ર વેચાણ નહીં જેવું થયેલ છે. તેના મુખ્ય કારણમાં લોકોની ખરીદશક્તિ ઓછી થયેલ છે.
કાપડના ભાવ ઃ
નીચેની કાપડની ક્વોલીટી ગ્રે ક્વોલીટીના છે.
એરજેટ લૂમ ડ્રીલના માલોમાં ૬૩ પનો ૨૦/૨૦, ૧૦૮/૫૬ ક્વોલીટી રૃા. ૬૫માં વેચાણ થાય છે. ૬૩ પનો ૧૬/૧૨ કાઉન્ટ ૯૬/૪૮ કવોલીટી રૃા. ૭૨માં સોદા થયેલ છે. એરજેટ ૬૩ પનો ૪૦/૪૦, ૧૩૨/૭૨ ક્વોલીટી રૃા. ૭૦ અને ૬૩ પનો ૪૦/૪૦, ૧૨૪/૯૬ રૃા. ૮૬માં વેચાણ થાય છે. કોટન પોપલીન ૪૦/૪૦, ૧૨૪/૬૪ (એરજેટ) રૃા. ૫૭માં સોદા થયેલ છે. રેપીયર લુમ્સ યાર્ન ડાઈડ ચેક્સ ૫૮ પનો ૪૦/૪૦, ૧૨૦/૮૦ રૃા. ૧૦૭ (લૂમના) મીલોના સોદા રૃા. ૧૩૦ અને બજારભાવ રૃા. ૧૭૦માં થયેલ છે. ૪૦/૬૦, ૧૩૨/૮૬ રૃા. ૧૧૫ અને ફીનીશમાં રૃા. ૧૩૫ થાય છે. લીનન ૫૮ પનો બજારભાવ રૃા. ૨૫૦થી ૩૦૦માં વેચાણ થાય છે.
કોટન પોપલીન ૫૦ પનો ૪૦/૪૦, ૧૩૨/૭૨ ક્વોલીટી રૃા. ૬૬માં વેચાણ થયેલ છે. ૫૦ પનો ૪૦/૪૦, ૯૨/૮૮ ક્વોલીટી રૃા. ૩૪માં વેચાણ થાય છે.
યાર્નના ભાવ ઃ
નીચેના યાનનો ભાવ પ્રતિ કીલો દીઠ નેટ છે. ૧ વર્ષમાં યાર્નના ભાવમાં રૃા. ૬૦ પ્રતિ કિલો દીઠ વધવા પામેલ છે.
(૧) ૨૦ વોર્પ રૃા. ૧૮૦ (૨) ૨૦ વેફટ રૃા. ૧૭૫ (૩) ૨૫ વોર્પ રૃા. ૧૮૫ (૪) ૨૫ વેફટ રૃા. ૧૮૦ (૫) ૩૦ વોર્પ રૃા. ૧૯૦ (૬) ૩૦ વેફટ રૃા. ૧૮૫ (૭) ૩૪ વોર્પ રૃા. ૧૯૬ (૮) ૩૪ વેફટ રૃા. ૧૯૦ (૯) ૪૦ વોર્પ રૃા. ૨૦૮ (૧૦) ૪૦ વેફટ રૃા. ૨૦૮ (૧૧) ૩૦ પી.વી. ૭૦/૩૦ વોર્પ રૃા. ૧૮૨ (૧૨) ૨૦ પી.વી. ૭૦/૩૦ વોર્પ રૃા. ૧૭૪ (૧૩) ૨/૪૦ પી.વી. ૬૫/૩૫ રૃા. ૨૨૦ (૧૪) ૬૨ H. T. પી. સી. રૃા. ૨૬૫.

 

 

 

Gujarat Samachar Plus

પાઠયપુસ્તક મંડળે શરીરના અંગોની જગ્યા બદલી નાંખી
વારસદાર વિહોણા બાઈક સાથે સેપ્ટના એ સવારો આજે પણ લાપત્તા
કોલેજોમાં જામ્યું સ્ટુડન્ટનું ઝૂમ બરાબર ઝૂમ
ના કોઈ દિશા ના કોઈ મુકામ બસ ચલ પડે હૈ
વિડીયો ગેમની અસર ઘરે નહીં સ્કૂલમાં દેખાય છે
શોપિંગ ગાઇડ જરૃરી હૈ...
પ્રેમનું પ્રતિક રાખડી બજારમાં નવી સ્ટાઇલ સાથે
 

Gujarat Samachar glamour

સલમાનની ફિલ્મનું પ્રાઇવેટ સ્ક્રીનીંગ નહીં કરાય
આમિર તરફથી બહેનને 'બર્થ-ડે' ગિફ્ટ
મનીષાએ પતિ સાથેના સંબંધોનો છેડો ફાડી નાખ્યો
કિસ્મત ફિલ્મે પહેલીવાર 'જ્યુબિલી'નો સ્વાદ ચખાડયો
સુનિતાને અંતરિક્ષમાં 'જોકર' જોવા મળશે કે નહીં?
શાહરૃખ અચાનક આરાધ્યાને રમાડવા ગયો
કરીના દબંગ-૨માં સલ્લુ સાથે આઇટમ સોન્ગ
 
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved