Last Update : 30-July-2012, Monday

 

કોર્પોરેટ ક્ષેત્રની વૃધ્ધિની પાટા પરથી ઊતરી ગયેલી ગાડી પુનઃ દોડતી થશે ખરી?

 

કોર્પોરેટ ક્ષેત્રનું બેરોમીટર

વર્ષ જાહેર ક્ષેત્ર ખાનગી ક્ષેત્ર
૨૦૦૪-૦૫થી ૨૦૦૭-૦૮ ૫.૯ ૯.૭
૨૦૦૮-૦૯થી ૨૦૦૯-૧૦ ૧૨.૩ ૬.૨
૨૦૧૦-૧૧ ૬.૫ ૯.૦
ઉત્પાદકીય વૃધ્ધિ
૨૦૦૦-૦૧થી ૨૦૦૩-૦૪ ૩.૭ ૬.૬
૨૦૦૪-૦૫થી ૨૦૦૭-૦૮ -૦.૧ ૧૨.૪
૨૦૦૮-૦૯થી ૨૦૧૦-૧૧ ૨.૪ ૭.૮

ઘરઆંગણાની તેમજ વૈશ્વિકસ્તરની પ્રતિકૂળતાઓ પાછળ છેલ્લા લાગલગાટ દોઢ વર્ષથી ભારતીય કોર્પોરેટ ક્ષેત્ર કપરી પરિસ્થિતિનો સામનો કરી રહ્યું છે. તેમાંય મહદ અંશે ખાનગી કોર્પોરેટ ક્ષેત્રને વધુ પ્રમાણમાં મુશ્કેલીઓ સહન કરવાનો વારો આવ્યો છે. ખાનગી કોર્પોરેટ ક્ષેત્રના માથે એકાદ બે નહીં પણ અનેક પ્રતિકૂળ કાચા માલ સામાનનો ભાવ વધારો, માંગમાં સતત ઘટાડો, સરકારી નીતિઓની ઉદાસીનતા, સરકારી મંજૂરીઓમાં વિલંબતા, ભંડોળ એકત્ર કરવામાં પડતી મુશ્કેલીઓ અને સતત ઊંચા વ્યાજદર એ મુખ્ય પ્રતિકૂળતાઓ છે. આ પ્રતિકૂળતાઓને કારણે ભારતીય ખાનગી કોર્પોરેટ ક્ષેત્રની વૃધ્ધિની ચાલ ખોટકાઇ જવા પામી છે. જે તાજેતરમાં જાહેર થયેલા જૂન ત્રિમાસીક ગાળાના પરિણામો પરથી નજરે પડે જ છે. આટલી પ્રતિકૂળતાઓ ઓછી હોય તેમ હવે આગામી મંગળવારે રિઝર્વ બેંકની ધિરાણ નીતિની સમીક્ષા માટે મળનારી બેઠક પર સમગ્ર કોર્પોરેટ ક્ષેત્ર વ્યાજદરમાં ઘટાડો થાય છે કે કેમ તેના તરફ ચાતક નજરે મીટ માંડીને બેઠો છે.
આ કશ્મકશભર્યા સંજોગોમાં કોર્પોરેટ ક્ષેત્ર તેના ભાવિ માટે વિચારી રહ્યું છે તે ટાણે જ એટલે જે ગત સપ્તાહમાં દેશની જાણીતી રેટીંગ એજન્સી ક્રિસીલ દ્વારા હાથ ધરાયેલા એક અભ્યાસમાં જણાવ્યું છે કે કે ચાલુ ૨૦૧૩ના નાણાંકીય વર્ષમાં ખાનગી ક્ષેત્રની કંપનીઓ દ્વારા થનારા રોકાણમાં રૃપિયા ૭૨૦૦૦ કરોડનો તોતિંગ ઘટાડો થશે તેવી નોંધ લેવામાં આવી છે. ખરેખર આ બાબત ખૂબ જ ગંભીર અને અર્થતંત્રના પગ પર કૂહાડો મારવા સમાન છે. કારણકે આ સર્વેક્ષણમાં ક્રિસીલે સ્પષ્ટપણે જણાવ્યું છે કે આ સમયમાં જાહેર ક્ષેત્રની કંપનીઓ રૃપિયા ૨૮૦૦૦ કરોડનું રોકાણ કરશે.
મગજમાં બેસે નહીં તેવી આ નોંધ છે. કારણ કે કોર્પોરે ક્ષેત્ર એક જ છે તેમાં ખાનગી કંપની હોય કે જાહેર ક્ષેત્રની કંપની આ તમામ કંપનીઓ કોર્પોરેટ ક્ષેત્ર જ ગણાય છે. તેમનામાં વહાલાદવલાની નીતિ એ સરવાળે તો આપણા અર્થતંત્રને જ નુકસાન પહોંચાડે છે. કારણ કે અર્થતંત્રના ચાલક પરિબળોમાં એક પરિબળ કોર્પોરેટ ક્ષેત્ર છે. રોકાણકાર હોય કે પછી વેપારી તમામને માટે આ બન્ને ક્ષેત્રની કંપનીઓ ભારતીય કંપની તરીકે જ ઓળખાય છે. આ વર્ગ ક્યારેય પણ તેમાં ભેદભાવ રાખતો નથી. અને તે કારણથી જ ભૂતકાળમાં સરકાર હસ્તકની એટલે કે જાહેર ક્ષેત્રની કંપનીઓના આઈપીઓમાં રોકાણકારો એટલા જ સક્રીય હતા જેટલા ખાનગી ક્ષેત્રની કંપનીઓમાં સક્રીય હોય છે. તો પછી કોર્પોરેટ ક્ષેત્ર દ્વારા રોકાણના મુદ્દાને લઇને આવો અલગ ટ્રેન્ડ ઉદભવે તેની પાછળનું કારણ શું? આ બાબત ખરેખર ગંભીર વિચારણા માંગી લે તેવો મુદ્દો છે.
ખાનગી કોર્પોરેટ ક્ષેત્રમાં નવા રોકાણ પ્રત્યે જે ઉદાસીનતા છેલ્લા કેટલાક સમયથી જ જોવા મળી રહી છે તેની પાછળ અગાઉ ઉલ્લેખ કરાયેલા પરિબળો કામ કરી રહ્યા છે. જે પૈકી ઊંચા વ્યાજદરનો મુદ્દો મુખ્ય છે. નવા રોકાણની સાથોસાથ તેમાં અમલીકરણના મોરચે અટવાયેલા પ્રોજેક્ટો પણ એટલા જ છે. થોડાક ભૂતકાળમાં ઊતરીને જોઇએ તો ૨૦૦૫ના નાણાંકીય વર્ષમાં પૂરા થયેલા પ્રોજેક્ટનું કદ રૃપિયા ૧,૦૦,૦૦૦ કરોડનું હતું. તે ૨૦૧૧ના નાણાંકીય વર્ષમાં વધીને ૩.૪ લાખ કરોડનું થયું હતું. જે ચાલુ ૨૦૧૩ના નાણાંકીય વર્ષમાં રૃપિયા ૫.૮ લાખ કરોડ થવાનો અંદાજ છે.
આ આંકડા જોઇએ તો ખૂબ જ ગુલાબી છે. તેનાથી તો આપણને સબ સલામત હૈનો એહસાસ થાય છે. પરંતુ ક્રિસીલ દ્વારા જાહેર કરાયેલા સર્વેક્ષણના આંકડા ઉપર નજર કરીએ તો જે રૃપિયા ૩થી ૪ લાખ કરોડના રોકાણની વાતો કરીએ તેનો વાસ્તવિક આંકડો એટલે કે નવા રોકાણનો આંકડો રૃપિયા ૨૬,૦૦,૦૦૦ કરોડથી પણ વધુનો છે. આમ, આ આંકડા જોઇએ તો તે સ્પષ્ટ થાય છે કે આપણું ખાનગી કોર્પોરેટ ક્ષેત્ર મંદીની ઊંડી ગર્તામાં ડૂબી ગયું છે. કોર્પોરેટ ક્ષેત્રની વૃધ્ધિની ગાડી પાટા પરથી ઊતરી જવા પામી છે. અહીં એ ઉલ્લેખનીય રહેશે કે ૨૦૦૮ના નાણાંકીય વર્ષમાં પ્રવર્તમાન ભાવોએ કુલ મૂડી સર્જનનો વિકાસદર ૨૨% જેટલો હતો તે ૨૦૧૨ના નાણાંકીય વર્ષમાં ઘટીને ૧૨% પર ઉતરી આવ્યો છે. ૨૦૦૮ના નાણાંકીય વર્ષમાં જીડીપીની ટકાવારીની દ્રષ્ટએ ૩૨.૯ ટકા હતો તે ૨૦૧૨ના નાણાંકીય વર્ષમાં ૩૯.૫% પર ઊતરી આવ્યો હતો. આ આંકડા કોર્પોરેટ ક્ષેત્રની મંદીની ગવાહી પૂરી પાડે છે.
વૈશ્વિક સ્તરની અને ઘરઆંગણાની પ્રતિકૂળતાઓ પાછળ છેલ્લા કેટલાક વર્ષોથી જાહેર ક્ષેત્ર તેમજ ખાનગી કોર્પોરેટ ક્ષેત્ર એકબીજાના પુરક હોય તે રીતે રીતે કામ કરી રહ્યા છે. એક ક્ષેત્રમાં મંદી હોય તો બીજા ક્ષેત્રનો ઘોડો વિનમાં હોય. પરંતુ છેલ્લા એકાદ દોઢ વર્ષથી આ બંને ક્ષેત્રો પ્રતિકૂળ પરિસ્થિતિનો સામનો કરી રહ્યા છે. તેમાંય જાહેર ક્ષેત્રની કંપનીઓની બચત જીડીપીના ૧.૭ ટકા રહેવા પામી છે. નાણાંકીય વર્ષ ૨૦૦૫થી ૨૦૦૮ના સમયગાળામાં સરકારી સાહસોનો વિકાસ દર વાર્ષિક દોરણે ૫.૯ ટકા જેટલો રહ્યો હતો. તેની સામે ખાનગી ક્ષેત્રની કંપનીઓનો વિકાસ દર ૯.૭ ટકા રહ્યો હતો.
ત્યારબાદના સમયગાળામાં વૈશ્વિક નાણાંકીય કટોકટીના પગલે વૃધ્ધિની આ ચાલમાં રૃકાવટ જોવા મળી હતી. વૈશ્વિક નાણાંકીય કટોકટીના પગલે જાહેર તેમજ ખાનગી કોર્પોરેટ ક્ષેત્રને મોટાપાયે સહન કરવાનો વારો આવ્યો હતો. જે પૈકી દેશની ખાધમાં વધારો, સરકારી, મંજૂરીમાં વિલંબ તેમજ નીતિવિષયક મોરચે સ્થગિતતાના સંયોગો ઊભા થયા હતા. આ વિકટ પરિસ્થિતિના કારણે જાહેર ક્ષેત્રની કંપનીઓની બચતો જે એક સમયે ૨૦૦૮ના નાણાંકીય વર્ષમાં જીડીપીના ૫ ટકા હતી તે ૨૦૧૦ના નાણાંકીય વર્ષમાં ઘટીને ૦.૨ ટકા પર આવી ગઇ હતી. જાહેર ક્ષેત્રની કંપનીઓની સાથોસાથ ખાનગી ક્ષેત્રની કંપનીઓ પર પણ આ પ્રકારે જ પ્રતિકૂળ અસર તો થઇ હતી, પણ પ્રમાણમાં ઓછી.
ઊદભવેલ આ પ્રતિકૂળ સ્થિતિમાં ખાનગી ક્ષેત્રએ પોતાની પાસે રોકડ હોવા છતાં રોકાણ કરવાનું બંધ કરી દીધું. તો બીજી તરફ જાહેર સાહસોએ આ સમયમાં પ્રમાણમાં ખૂબ ઓછું, પણ નવું રોકાણ તો જારી જ રાખ્યું હતું. ખાનગી ક્ષેત્રમાં વ્યાજના ઊંચા દરના કારણે પ્રોજેક્ટની નફાકારકતા નહીં રહેવાના લીદે તેમજ નીતિવિષયક નિર્મયોના અભાવના કારણે સ્થિરતાનો માહોલ છવાઇ જવા પામ્યો હતો. જે આજ દિન સુધી જારી રહ્યો છે.
આમ હવે ખાનગી કોર્પોરેટ ક્ષેત્રના વિકાસ માટે નવું રોકાણ એ મહત્વનો મુદ્દો બની રહ્યો છે. નનું રોકાણ ત્યારે જ આવે જ્યારે 'સબ સલામત' હોય. સરકારી સ્તરની તમામ પ્રતિકૂળતાઓ દૂર થાય તો જ વિતેલા સમયમાં ઉદભવેલો સ્થગિતતાનો માહોલ દૂર થશે. અન્યથા પરિસ્થિતિ હાલ જે છે તે યથાવત જ રહેશે. તેમાં ખાસ કોઇ ફેરફાર થવાની શક્યતા હાલ તુરંત તો જણાતી નથી. આમ, હવે કોર્પોરેટ ક્ષેત્રને પછી તે જાહેર ક્ષેત્ર હોય કે ખાનગી ક્ષેત્ર- સહુ કોઇએ સૌ પ્રથમ ફ્રીઝમાં જામેલા બરફની જેમ સમગ્ર ક્ષેત્રમાં લાગુ થયેલી સ્થિરતા દૂર કરવી પડશે. જો આ સ્થિરતા દૂર થશે તો જ કોર્પોરેટ ક્ષેત્રની ગાડી પુનઃ વૃધ્ધિના પાટે ચઢી શકશે. અન્યથા હાલ જે પરિસ્થિતિ છે તે યથાવત જ રહેશે તેમ કહેવું જરા પણ અસ્થાને નથી.
કોર્પોરેટ ક્ષેત્રને બેઠું કરવા માટે... પુનઃ ધમધમતું કરવા માટે કેવા પગલા ભરવા જરૃરી છે તેની આપણે આગામી અંકમાં ચર્ચા-વિચારણા કરીશું.

 
 

Gujarat Samachar Plus

પાઠયપુસ્તક મંડળે શરીરના અંગોની જગ્યા બદલી નાંખી
વારસદાર વિહોણા બાઈક સાથે સેપ્ટના એ સવારો આજે પણ લાપત્તા
કોલેજોમાં જામ્યું સ્ટુડન્ટનું ઝૂમ બરાબર ઝૂમ
ના કોઈ દિશા ના કોઈ મુકામ બસ ચલ પડે હૈ
વિડીયો ગેમની અસર ઘરે નહીં સ્કૂલમાં દેખાય છે
શોપિંગ ગાઇડ જરૃરી હૈ...
પ્રેમનું પ્રતિક રાખડી બજારમાં નવી સ્ટાઇલ સાથે
 

Gujarat Samachar glamour

સલમાનની ફિલ્મનું પ્રાઇવેટ સ્ક્રીનીંગ નહીં કરાય
આમિર તરફથી બહેનને 'બર્થ-ડે' ગિફ્ટ
મનીષાએ પતિ સાથેના સંબંધોનો છેડો ફાડી નાખ્યો
કિસ્મત ફિલ્મે પહેલીવાર 'જ્યુબિલી'નો સ્વાદ ચખાડયો
સુનિતાને અંતરિક્ષમાં 'જોકર' જોવા મળશે કે નહીં?
શાહરૃખ અચાનક આરાધ્યાને રમાડવા ગયો
કરીના દબંગ-૨માં સલ્લુ સાથે આઇટમ સોન્ગ
 
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved