Last Update : 30-July-2012, Monday

 

વરસાદ ખેંચાતા ખેડૂતો ચિંતામાં
પ્રતિકૂળ સંજોગો વચ્ચે પાકને ઓછું નુકસાન થાય તેવા પગલા માટે સરકાર સક્રિય
આ પ્રકારના પગલાથી ૨૦૦૯માં ઓછો વરસાદ હોવા છતાં પૂરતા પ્રમાણમાં અન્ન ઉત્પાદન હાંસલ કર્યું હતું

 

ચાલુ ચોમાસામાં વરસાદ ખેંચાતા સરકાર ચિંતામાં પડી ગઈ છે. વરસાદ મોડો થવા ઉપરાંત ખંડ-વૃષ્ટિ થવાની પણ ભીતિ તોળાઈ રહી છે. સાથે, એકંદર વરસાદની ટકાવારી ઘટવાની પણ મેટ ઓફિસે આગાહી ઉચ્ચારી છે. આ સંયોગોમાં સરકાર પાકને ઓછામાં ઓછું નુકસાન થાય તેવા પગલા લેવા સક્રિય બની છે. જેમાં વધુ પ્રમાણમાં ડાંગર અને દાળોનો ઉતાર થાય તે પ્રકારના બિયારણ વહેંચવા તથા બિયારણ ભલે થોડું જૂનું હોય તેમ છતાં તે ઉચ્ચ પ્રકારનું હોય તો તેની વહેંચણી વધારવા નિર્ણય લીધો છે. આ ઉપરાંત ટૂંકા સમયમાં ઉતાર થાય તેવા પાક તરફ પણ વળવા વિચારાઈ રહ્યું છે.
આવાં જ પગલાં સરકારે ૨૦૦૯માં લીધા હતા. તે વર્ષે જૂનથી સપ્ટેમ્બર સુધીના ગાળામાં લોંગ પિરિયડ એવરેજના હિસાબે જોતાં ૨૧.૮ ટકા જેટલો વરસાદ ઓછો થયો હતો. ૨૦૦૯-૧૦ના વર્ષમાં જે વિસ્તારોમાં સારો વરસાદ થયો હોય ત્યાં કેન્દ્રના કૃષિ મંત્રાલયે થોડા જૂના પરંતુ ઉચ્ચ પ્રકારના હજી પણ ઉપયોગમાં લઈ શકાય તેવા બીયાંરણ વહેંચી, ડાંગરનું ઉત્પાદન ૧૨ લાખ ક્વિન્ટલ સુધી પહોંચાડયું હતું. જે તેની આગળના વર્ષે માત્ર ૬.૭ લાખ ક્વિન્ટલ જ રહ્યું હતું.
ઉચ્ચ પ્રકારનું ડાંગરનું બિયારણ છત્તીસગઢ, ઑડીશા, આંધ્રપ્રદેશ અને પશ્ચિમ બંગાળમાં વહેંચાયું હતું જ્યાં વરસાદ તે વર્ષે પૂરતા પ્રમાણમાં હતો. દાળોની વાત લઈએ તો ૨૦૦૮-'૦૯ના વર્ષોમાં તેનું ઉત્પાદન ૪.૮ લાખ ક્વિન્ટલ જ હતું જે ૨૦૦૯-૧૦માં ૫.૬ લાખ ક્વિન્ટલ જેટલું ઉંચા પ્રકારના બીયારણ વહેંચી પ્રાપ્ત કર્યું હતું. આ રીતે સરકારે ૨૦૦૯ના ખરીફ પાક માટે ૧૨૬ લાખ ક્વિન્ટલ બીયારણ વહેંચી ભારતની જરૃરિયાત પૂરી કરી હતી. આ પ્રકારના પગલા લેવાથી ૨૦૦૯માં આપણે ઓછા વરસાદ છતાં ય અન્ન- ઉત્પાદન પુરતા પ્રમાણમાં પ્રાપ્ત કરી શક્યા હતા. તેમ, સરકારી સૂત્રોએ જણાવ્યું હતું.
૨૦૦૯માં તો દેશભરમાં તીવ્ર અનાવૃષ્ટિ રહી હતી. આથી દેશમાં અન્ન ઉત્પાદન ઘટીને ૨૧૮ મિલિયન ટન થયું હતું. જે ૨૦૦૮માં ૨૩૪ મિલિયન ટન હતું. ટકાવારીની દ્રષ્ટિએ જોતાં તે, ૭.૩% ઓછું થયું હતું. જ્યારે ૨૦૦૨ના આંકડાઓ સાથે તેને મેળવીએ ત્યારે તે વર્ષે તો માત્ર ૧૭૪ મિલિયન ટન જેટલું જ અન્ન ઉત્પાદન થઈ શક્યું હતું. જે તેની આગળના વર્ષે ૨૧૨ મિલિયન ટન જેટલું જ રહ્યું હતું. આપણા પ્રયાસોનું કેન્દ્ર તે સમયે જે વિસ્તારમાં પૂરતો વરસાદ થયો હોય તે વિસ્તારોમાં વધુમાં વધુ અન્ન ઉત્પાદન પ્રાપ્ત કરવાનું હતું ૨૦૦૯માં ચોખાનું ઉત્પાદન ઘટીને ૮૯ મિલિયન ટન જ હતું તેની આગાળના વર્ષે ૯૯.૧૮ મિલિયન ટન જેટલું વિક્રમસર્જક ઉત્પાદન થઈ શક્યું હતું. ૨૦૦૯માં ચોમાસુ ઉત્પાદન ઘટયું હોવા છતાં તેના પુરવઠામાં ખેંચ રહી નહીં. જનતાને પૂરતા પ્રમાણમાં ચોખા મળી શક્યા કારણ કે, સરકાર પાસે તેનો પૂરતો જથ્થો હતો જ. આવી જ રીતે, દાળ તથા અન્ય અનાજનો પણ પૂરતો જથ્થો હોવાથી મુશ્કેલી પડી નહીં.
તા. ૧૦મી જુલાઈ સુધીમા દેશભરમાં ૨૬ ટકા જેટલો ઓછો વરસાદ રહ્યો છે આથી ૧૫મી જુલાઈ સુધીમાં વૈકલ્પિક પાકની વાવણી માટે સરકારે આપત્તિકાલીન યોજના ઘડી કાઢી છે. રાજ્યો પણ પરિસ્થિતિ ઉપર નજર રાખી રહ્યા છે.
દરમિયાન ઇન્ડિયન કાઉન્સિલ ફોર એગ્રીકલ્ચરલ રિસર્ચ (આઇસીએઆર) દ્વારા બિહારના ખેડૂતોને તો સૂચના અપાઈ જ ગઈ છે કે, તેમણે લાંબા સમયે પાક (૧૪૫ દિવસમાં પાકે) તેવા ડાંગરનાપાકને બદલે ૧૨૦ દિવસમાં જ તૈયાર થઈ જાય તેવા ડાંગરના બીયારણનો જ ઉપયોગ કરવો. આથી જૂન મહિનામાં ચાલી રહેલી ૩૬ ટકા જેટલી વરસાદની ખાધને લીધે ઉત્પાદનનો થતો ઘટાડો સરભર થઈ શકે.
રાજસ્થાનમાં તો ૭૨ ટકા જેટલી વરસાદની પ્રચંડ ખેંચ રહેલી જ છે. જે સામાન્ય સરેરાશના હિસાબે પણ રહેલી છે. આથી ખેડૂતોને મકાઈ જેવા પાકને બદલે દાળો અને તલ જેવા પાકો તરફ વળવા જણાવી દેવાયું છે. કારણ કે આ પાકોને ઓછા પાણીની જરૃર હોય છે.
આઇસીએઆરે ગુજરાતના ખેડૂતોને સલાહ આપી છે કે, ચોમાસુ જુલાઈના મધ્યભાગથી પણ મોડું થાય તો શીંગ જેવા લાંબા ગાળે પાકતા પાકોની વાવણીથી દૂર જ રહેવું.
કૃષિ મંત્રાલયને મળેલા ડેટા પ્રમાણે આ ખરીફ ઋતુમાં ખેડૂતોએ ૧૩ લાખ હેક્ટરમાં દાળનું વાવેતર કર્યું છે. જે ગઈ ખરીફ ઋતુમાં કરાયેલા વાવેતર કરતા ૬૬,૦૦૦ હેક્ટર જેટલું વધુ છે પરંતુ ડાંગરનું વાવેતર માત્ર ૫૫ લાખ હેકટરમાં જ કરવામાં આવ્યું છે. જે ગત વર્ષે ૭૫ લાખ હેક્ટરમાં કરવામાં આવ્યું હતું.
કૃષિ ઉત્પાદન માટે દેશમાં વરસાદ અત્યંત મહત્ત્વનો છે કારણ કે માત્ર ૪૦ ટકા જ ખેતીલાયક જમીનને સિંચાઈનો લાભ મળે છે. ૨૦૧૧-૧૨ના વર્ષમાં જુલાઈથી જૂન સુધીમાં દેશભરમાં સારો વરસાદ થયો હોવાથી ૨૫૨.૫૬ મિલિયન ટન વિક્રમસર્જક અન્ન ઉત્પાદન થઈ શક્યું હતું. ચોમાસું ઉત્પાદન ગત વર્ષે ૧૦૩.૪૧ મિલિયન ટન થયું હતું જે પૈકી ૯૦૭૫ મિલિયન ટન ઉત્પાદન તો માત્ર ખરીફ ઋતુમાં જ થયું હતું.

 
 

Gujarat Samachar Plus

પાઠયપુસ્તક મંડળે શરીરના અંગોની જગ્યા બદલી નાંખી
વારસદાર વિહોણા બાઈક સાથે સેપ્ટના એ સવારો આજે પણ લાપત્તા
કોલેજોમાં જામ્યું સ્ટુડન્ટનું ઝૂમ બરાબર ઝૂમ
ના કોઈ દિશા ના કોઈ મુકામ બસ ચલ પડે હૈ
વિડીયો ગેમની અસર ઘરે નહીં સ્કૂલમાં દેખાય છે
શોપિંગ ગાઇડ જરૃરી હૈ...
પ્રેમનું પ્રતિક રાખડી બજારમાં નવી સ્ટાઇલ સાથે
 

Gujarat Samachar glamour

સલમાનની ફિલ્મનું પ્રાઇવેટ સ્ક્રીનીંગ નહીં કરાય
આમિર તરફથી બહેનને 'બર્થ-ડે' ગિફ્ટ
મનીષાએ પતિ સાથેના સંબંધોનો છેડો ફાડી નાખ્યો
કિસ્મત ફિલ્મે પહેલીવાર 'જ્યુબિલી'નો સ્વાદ ચખાડયો
સુનિતાને અંતરિક્ષમાં 'જોકર' જોવા મળશે કે નહીં?
શાહરૃખ અચાનક આરાધ્યાને રમાડવા ગયો
કરીના દબંગ-૨માં સલ્લુ સાથે આઇટમ સોન્ગ
 
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved