Last Update : 30-July-2012, Monday

 

સ્કીન વાઈટનર અર્બુટિન વિશે

 

આજની અર્બન સ્ત્રી સ્થગિત થયેલા પાણી જેવી નથી રહી, એને વહેવું છે. અને વહેતા વહેતા આગળ જવું છે. રસ્તામાં આવતા દરેક અંતરાયોને દૂર કરીને સ્ત્રી વહેવા માટે કટિબધ્ધ છે. સ્ત્રી દરેક ક્ષેત્રે આગવું સ્થાન ધરાવતી થઈ છે. અવકાશને આમ્બવાથી માંડી મૃતકોની અંતિમ ક્રિયાની વિધિ કરવા સુધીનું કાર્ય પણ આજે યુવતીઓ ગર્વથી કરે છે. પરંતુ...
સાંપ્રત સમાજમાં સ્ત્રીની સમસ્યાઓ પણ એટલી જ વધી રહી છે. વ્યવસાયી નારી બાળકથી દૂર રહેવાને કારણે તેના બાળક પ્રત્યેનો સ્નેહ, પ્રેમ કે અનુરાગ ઓછો થતો જાય છે. નારીની નોકરીના લીધે કુટુંબ જીવનમાં ઘેરી સમસ્યા સર્જાય છે. સાંપ્રત જીવનમાં નોકરી કરતી નારીની સમસ્યાઓ મનોવૈજ્ઞાાનિક અભ્યાસનો વિષય બની ગઈ છે. મનોવૈજ્ઞાાનિકો સ્ત્રીઓની સમસ્યાઓને સ્ત્રીના દ્રષ્ટિબિંદુથી જોઈ રહ્યાં છે. મનોવિજ્ઞાાનને ફરીથી વિચારતું કર્યું છે.
આજના જીવન ધોરણમાં થતો સતત આર્થિક વધારો, અપૂરતી આવક આ બધા પરિબળોને જોતા, મનોવૈજ્ઞાાનિકો એવા અભ્યાસ પર આવ્યો છે કે સ્ત્રીઓ નોકરી કરી, પોતાની આર્થિક પરિસ્થિતિ સુધારે તેમાં કોઈ વિટંબણા આવતી નથી બલ્કે આર્થિક પરિસ્થિતિ સુધરે છે. સ્ત્રી પોતાની રહેણીકરણી, બાળઊછેર તેમજ કૌટુંબિક જીવન પ્રત્યે આગવી પ્રતિભા પાડી શકે છે. પોતાનું જીવન ધોરણ સુધારી શકે છે.
પરંતુ વ્યવસાયિક દ્રષ્ટિએ સફળ યુવતીની અપેક્ષાઓ ઘણી વધી જાય છે. તે પોતાને સિન્ડ્રેલા જેવી સુંદર માનવા લાગે છે. અને તે મિરાન્ડા કોમ્પ્લેક્સને ભોગ બનતી જાય છે. મનોચિકિત્સક અભિપ્રાય પ્રમાણે મિરાન્ડાનો ભોગ બનતી મહિલા ઓફિસમાં પુરુષની જેમ જ કામ કરે છે. અને કામના કલાકો પતી ગયા પછી ડ્રિન્ક લેવાની આદત ધરાવતી થઈ જતી હોય છે.
ઊંચુ પેકેજ કમાતી, ફાકડું ઈંગ્લીશ બોલતી, સ્માર્ટ, બુધ્ધિશાળી, અલ્ટ્રામોર્ડન અન્ય આધુનિક સુખસગવડથી છલકાતું જીવન જીવતી યુવતિઓને જોઈને વનમાં પ્રવેશેલી પ્રોઢાઓની પેઢીના મનમાં વસવસો આવી જતો હોય છે. આવી પ્રોઢાઓ મનમાં ને મનમાં ગણગણતી હોય છે કે 'આપણે બહુ જ જલ્દી આવી ગયા.'
આજની અર્બન સ્ત્રી પોતાના ઘર, ઓફિસથી લઈ પોતાના શારિરીક દેખાવ પ્રત્યે સભાન બનતી જાય છે. ગોરી ત્વચાના દિવાના પુરુષોને રીઝવવા માટે જાત જાતના સૌંદર્યની સારવાર લેતી થઈ છે. મધ્યમવર્ગની માનુની સુધ્ધાં ચહેરો ગોરો અને તેજસ્વી દેખાય તે માટે બ્લીચ કે ફેશિયલ કરાવે છે. એવા જ સ્કીન વાઈટનર અર્બુટિન વિશે.
અર્બુટિન સ્કીન વાઈટનિંગ એજન્ટ છે. જે ચહેરાને ઝગમગતો સફેદ બનાવવામાં મદદરૃપ બને છે. અર્બુટિનનો કોસ્મેટિક ફોર્મ્યુલેશનમાં ફેશિયલ, બ્લીચ અને ક્રીમ પ્રોડક્ટસ બનાવવા માટે ઉપયોગમાં લેવાય છે.
અર્બુટિન નેચરલ તેમજ સિન્થેટિક ફોર્મમાં ઉપલબ્ધ હોય છે. પ્યોર સિન્થેટિક અર્બુટિન એટલે હાઈડ્રોક્યૂનોન - બેટા - ડી - ગ્લુકો પાયરાનોસાઈડ.
પ્રોપર્ટી ઃ (પ્યોર સિન્થેટિક), વાઈટ પાવડર, મેલ્ટીંગ પોઈન્ટ ૧૯૯-૨૦૦૦ સે.ગ્રેડ, સોલ્યુબલ ઈન વોટર અને આલ્કોહોલ, સ્ટેબલ ઈન સ્ટોરેજ.
ડેરિવેશન ઃ કાનબેરી અને બ્લ્યુબેરી રૃટ અને પત્તામાંથી ગ્લુકોસાઈડને મેળવવામાં આવે છે. જે નેચરલ હોય છે. સિન્થેટિક પ્યોર અર્બુટિનને એસિટોબ્રોમો ગ્લુકોઝ અને હાઈડ્રોક્યૂનોનને આલ્કલીની હાજરીમાં બનાવવામાં આવે છે.
ઉપયોગ ઃ ઓક્સીડેશન ઈનહીબીટર, પોલીમરાઈઝેશન ઈનહીબીટર, કલર સ્ટેબીલાઈઝર ઈન ફોટોગ્રાફી, ઈન્ટરમિડીએટ વગેરે માટે ઉપયોગમાં લેવાય છે.
સ્પેશિફિકેશન ઃ
કેમિકલ નામ ઃ હાઈડ્રોક્યૂનોન-બેટા-ડી-ગ્લુકોપાયરાનોસાઈડ
મોલેક્યૂલર વેઈટ ઃ ૨૭૨.૨૫
મેલ્ટીંગ પોઈન્ટ ઃ ૧૯૯-૨૦૦૦ સે.ગ્રેડ
પીએસ વેલ્યુ ઃ ૬૦-૬.૮
ેહેવી મેટલ ઃ ૧૦ પીપીએમ
એશ ઃ ૨ પીપીએમ
હાઈડ્રોક્યૂનોન ઃ ૧૦ પીપી એમ
બેક્ટેરીયા કાઉન્ટ ઃ ૩૦૦ સીપીયુ
ડ્રાઈંગ લોસ ઃ ૦.૦૫%
એપ્લીકેશન ઃ ઓલ કોસ્મેટિક અને પર્સનલ કેર પ્રોડક્ટ્સ યુઝ લેવલ ૧-૫ ટકા.
લાઈસન્સ ઃ ધ લાઈસન્સ અંડર ધ ઈન્ડસ્ટ્રીઝ એક્ટ એન્ડ ક્લીયરન્સ ફ્રોમ ફુડ એન્ડ ડ્રગ ઓથોરીટીઝ જરૃરી બને છ

 
 

Gujarat Samachar Plus

પાઠયપુસ્તક મંડળે શરીરના અંગોની જગ્યા બદલી નાંખી
વારસદાર વિહોણા બાઈક સાથે સેપ્ટના એ સવારો આજે પણ લાપત્તા
કોલેજોમાં જામ્યું સ્ટુડન્ટનું ઝૂમ બરાબર ઝૂમ
ના કોઈ દિશા ના કોઈ મુકામ બસ ચલ પડે હૈ
વિડીયો ગેમની અસર ઘરે નહીં સ્કૂલમાં દેખાય છે
શોપિંગ ગાઇડ જરૃરી હૈ...
પ્રેમનું પ્રતિક રાખડી બજારમાં નવી સ્ટાઇલ સાથે
 

Gujarat Samachar glamour

સલમાનની ફિલ્મનું પ્રાઇવેટ સ્ક્રીનીંગ નહીં કરાય
આમિર તરફથી બહેનને 'બર્થ-ડે' ગિફ્ટ
મનીષાએ પતિ સાથેના સંબંધોનો છેડો ફાડી નાખ્યો
કિસ્મત ફિલ્મે પહેલીવાર 'જ્યુબિલી'નો સ્વાદ ચખાડયો
સુનિતાને અંતરિક્ષમાં 'જોકર' જોવા મળશે કે નહીં?
શાહરૃખ અચાનક આરાધ્યાને રમાડવા ગયો
કરીના દબંગ-૨માં સલ્લુ સાથે આઇટમ સોન્ગ
 
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved