Last Update : 30-July-2012, Monday

 

ઈન્ટરલોકીંગ પેવીંગ બ્લોક્સ તથા કર્બ સ્ટોન્સ 'ઈંટા' કહેવાય ગુજરાત મૂલ્યવર્ધિત વેરા ટ્રીબ્યુનલનો મહત્ત્વનો ચૂકાદો

 

માનનીય ટ્રીબ્યુનલનો મહત્ત્વનો ચૂકાદો
ગુજરાત રાજ્યની માનનીય ટ્રીબ્યુનલે વ્યારા ટાઈલ્સ લી.ના કેસમાં ઇન્ટરલોકીંગ પેવીંગ બ્લોક્સ તથા કર્બ સ્ટોન્સ અંગે વિશદ અને લંબાણ ચર્ચા કરીને એક સુંદર અને મહત્ત્વનો ચૂકાદો આપ્યો છે કે સદર બન્ને ચીજો વેટના કાયદાની પરિશિષ્ટ ૨ની એન્ટ્રી ૧૦(૧) જે નીચે મુજબ છે તેમાં પડે જેથી સદર ચીજોના વેચાણો ઉપર ૪ ટકા લેખે વેરો + ૧ ટકા એડીશનલ ટેક્સ મળીને કુલ પાંચ ટકા ટેક્સ લાગે.
પરિશિષ્ટ ૨ની એન્ટ્રી ૧૦(૧) ઃ
ઈંટો ઃ ફલાય એશ બ્રિક્સ (રીફેકટરી બ્રિક્સ, ઈકોબ્રિક્સ) અને (કોલો બ્લોકબ્રિક્સ) સહીતની તમામ જાતની ઈંટો આ ચૂકાદાની માહિતી અત્રે આપી છે.
માનનીય ગુજરાત વેલ્યુ એડેડ ટેક્સ ટ્રીબ્યુનલે, વ્યારા ટાઈલ્સ પ્રા. લી., સુરતના કેસમાં એક બહુ જ સુંદર ચૂકાદો આપ્યો છે. જેમાં ઈન્ટરલોકીંગમાં પેવીંગ બ્લોક્સ તથા કર્બલ સ્ટોન્સનો કાયદાના પરિશિષ્ટ ૨ની એન્ટ્રી ૧૦માં 'તમામ પ્રકારની ઈંટો'માં સમાવેશ થાય તેવો ચૂકાદો આપ્યો છે.
આ ચૂકાદો તા. ૧૫મી જુન, ૨૦૧૨ના રોજ આપેલ છે. આ ચૂકાદો ખૂબ અગત્યનો હોઈને તથા તેની જાણકારી અમારા વાંચકો માટે ખૂબ મહત્ત્વની હોવાથી, એ ચૂકાદાની વિગતો અત્રે આપવામાં આવી છે.
કેસની વિગતો
વ્યારા ટાઈલ્સ પ્રા. લીમીટેડે કાયદાની કલમ ૮૦ તળે પૃચ્છા કરી કે (અ) ઇન્ટરલોકીંગ પેવીંગ બ્લોક્સ અને (બ) સ્ટોન્સ ઉપર કયા દરે વેરો લાગે?
વિદ્વાન જોઈન્ટ કમિશ્નર ઓફ કોમર્શીએલ ટેક્સ (કાયદા)એ કલમ ૮૦ હેઠળ એવો નિર્ણય જાહેર કર્યો કે આ ચીજો ઉપર કાયદાના પરિશિષ્ટ ૨ની એન્ટ્રી ૮૭ તળે કરપાત્ર ગણાય.
સદર નિર્ણયથી નારાજ થઈને ઉત્પાદક કંપનીએ માનનીય મૂલ્યવર્ધિત વેરા ટ્રીબ્યુનલ સમક્ષ અપીલ દાખલ કરી.
ઉત્પાદક કંપની વતી વિદ્વાન એડવોકેટ શ્રી નિશાંત શુકલા હાજર રહેલા તથા રાજ્ય તરફથી વિદ્વાન ગવર્મેન્ટ એજન્ટ શ્રી આર. એસ. પરમાર હાજર રહેલા.
વિવાદી કંપની તરફથી રજૂઆત
વિવાદી કંપનીના વિદ્વાન એડવોકેટ નીચે મુજબ રજૂઆત કરેલી.
(૧) કાયદાના પરિશિષ્ટ ૨ની એન્ટ્રી ૧૦માં તમામ પ્રકારની ઈંટોનો સમાવેશ થાય છે. જેથી આ ચીજો પણ 'ઈંટો' જ હોવાથી સદર ચીજો ઉપર સદર એન્ટ્રી ૧૦ મુજબ વેરો લાગે.
(૨) નિર્ણય આપનાર વિદ્વાન સંયુક્ત કમિશ્નરશ્રીએ Bricks (એટલે કે ઈંટો શબ્દનું યોગ્ય અર્થઘટન કર્યું નથી.
(૩) વિદ્વાન જોઈન્ટ કમિશ્વરશ્રીએ કોઈપણ જાતના આધાર નિયમ કે ચૂકાદો પગર 'ઈંટો' લંબચોરસ જ હોય એવું વિધાન કર્યું છે તે સ્વીકાર્ય નથી.
(૪) આ જ ચીજ ઉપર મહારાષ્ટ્ર રાજ્યના માનનીય મેસર્સ એસ. કે. ઈન્ડસ્ટ્રીઝના કેસમાં જે નિર્ણય આપતો આદેશ પસાર કર્યો છે તેને અવગણ્યો છે.
વિવાદી કંપની તરફથી એવી રજુઆત કરવામાં આવી કે મહારાષ્ટ્ર રાજ્યના કાયદાની એન્ટ્રી ગુજરાત રાજ્યના કાયદાની સમકક્ષ હતી. તેથી તેના કમિશ્નરશ્રીએ આપેલ આદેશ, જે તર્કબદ્ધ હતો અને જેની વિરૃદ્ધ અત્યાર સુધી કોઈ પણ ઉપરી સત્તાનો વિરૃદ્ધ આદેશ થયો હોય તેવું જાણવામાં આવ્યો નથી, તેથી તે આદેશને ધ્યાનમાં લેવાની ખાસ જરૃર હતી.
(૫) વિવાદીના વકીલ તરફથી આ ચીજ બનાવવામં જે વસ્તુઓ વપરાઈ તે તથા ઉત્પાદનની પ્રક્રિયા બાબતે પણ લંબાણથી રજૂઆત કરવામાં આવેલી.
વિદ્વાન સરકારી પ્રતિનિધિ તરફથી રજૂઆત
(૧) સરકારી પ્રતિનિધિશ્રીએ ઓક્સફર્ડ ડિકશનરીમાં 'બ્રીક્સ', 'ઈંટો' શબ્દનો જે અર્થ આપ્યો છે, તે તરફ ધ્યાન દોર્યું.
(૨) પ્રતિનિધિશ્રી તરફથી બીજી રજૂઆત મુજબ, ઈંટો એક સરખી લંબચોરસ આકારની હોય છે અને તેની સપાટી ખરબચડી હોય છે જેથી તેની જોડે સિમેન્ટ વાપરી શકાય છે. અને તેથી દિવાલની રચના થઈ શકે છે ઈંટો ઈમારત બનાવવામાં કામ આવે છે.
એવી રજૂઆત કરવામાં આવી કે ઈન્ટરલોકીંગ બ્લોક્સ તથા કર્બસ્ટોન્સ સ્વરૃપની નથી તથા તેની ઉપરની સપાટી લીસી હોય છે જેથી ઈમારત બાંધવામાં કામ આવે નહિ. આ ચીજ દિવાલ ચણવામાં વપરાતી નથી. પરંતુ ફૂટપાથ બનાવવામાં કે રસ્તાન પેવમેન્ટ બનાવવામાં જ વપરાય છે. વળી સામાન્ય પરિભાષામાં આ ચીજને 'ઈંટો' કહેવાય નહીં.
(૩) મહારાષ્ટ્ર રાજ્યના કમિશ્નરશ્રીના નિર્ણય બાબત એવી રજૂઆત કરી કે ત્યાંના કાયદાની એન્ટ્રીના આધારે સદર નિર્ણય આપેલ છે. જેની હકીકતો વિવાદસ્પદ જે ચીડો છે તેને લાગુ પડે નહીં.
ઉપરના વાંધાઓને કારણે સંબંધિત ચીજો 'ઈંટો' ન કહેવાય અને સંયુક્ત કમિશ્નરનો આદેશ યોગ્ય જ છે.
માનનીય ટ્રીબ્યુનલનો આદેશ
માનનીય ગુજરાત મૂલ્યવર્ઘિત વેરા ટ્રીબ્યુનલની, માનનીય જસ્ટીસશ્રી કમલભાઈ મહેતાની અધ્યક્ષતાની બનેલી ખંડ પીઠે, ઉપરોક્ત બન્ને પક્ષોની રજૂઆત સાંભલીને એવો હુકમ જાહેર કર્યો છે કે ઈન્ટરલોકીંગ પેવીંગ બ્લોક્સ અને કર્બસ્ટોન્સ 'ઈંટો' છે. તેથી વેટના કાયદાના પરિશિષ્ટ ૨ની એન્ટ્રી ૧૦(૧) તળે કરપાત્ર છે.
એ ધ્યાનમાં રહે કે સદર એન્ટ્રી તળે હાલ ચાર ટકા વેરો + ૧ ટકા એડીશનલ ટેક્સ એમ કુલ્લે પાંચ ટકા વેરો લાગે છે.
માનનીય ટ્રીબ્યુનલે પોતાના ચૂકાદાને અત્રે જણાવેલ છ બાબતોનો આધાર રાખેલ છે.
(૧) બોમ્બે હાઈકોર્ટનો લાબેલા પ્રોડક્ટસ (59 STC 221)ના કેસમાં આવેલ ચૂકાદો.
(૨) માનનીય કર્ણાટક હાઈકોર્ટનો મેસર્સ એસ.એસ. સીમેન્ટ પ્રોડક્ટ, મેંગ્લોરના કેસમાં તા. ૧૭-૧-૨૦૧૧ના રોજ આપેલ ચૂકાદો.
(૩) મહારાષ્ટ્ર રાજ્યના કમિશ્નરશ્રીનો નિર્ણય
(૪) ગુજરાત રાજ્યના સંયુક્ત કમિશ્નરનો એસ. પી. એસોસીએટ્સના કેલમાં આવેલ નિર્ણય.
(૫) સુપ્રિમ કોર્ટ ચંપાદાની ઈન્ડસ્ટ્રી લી. (95 CC 466) તથા જાલાની (45 CC 386)ના કેસમાં આવેલ ચૂકાદા.
(૬) કેશમાંની હકીકતો અને સંજોગો.

 
 

Gujarat Samachar Plus

પાઠયપુસ્તક મંડળે શરીરના અંગોની જગ્યા બદલી નાંખી
વારસદાર વિહોણા બાઈક સાથે સેપ્ટના એ સવારો આજે પણ લાપત્તા
કોલેજોમાં જામ્યું સ્ટુડન્ટનું ઝૂમ બરાબર ઝૂમ
ના કોઈ દિશા ના કોઈ મુકામ બસ ચલ પડે હૈ
વિડીયો ગેમની અસર ઘરે નહીં સ્કૂલમાં દેખાય છે
શોપિંગ ગાઇડ જરૃરી હૈ...
પ્રેમનું પ્રતિક રાખડી બજારમાં નવી સ્ટાઇલ સાથે
 

Gujarat Samachar glamour

સલમાનની ફિલ્મનું પ્રાઇવેટ સ્ક્રીનીંગ નહીં કરાય
આમિર તરફથી બહેનને 'બર્થ-ડે' ગિફ્ટ
મનીષાએ પતિ સાથેના સંબંધોનો છેડો ફાડી નાખ્યો
કિસ્મત ફિલ્મે પહેલીવાર 'જ્યુબિલી'નો સ્વાદ ચખાડયો
સુનિતાને અંતરિક્ષમાં 'જોકર' જોવા મળશે કે નહીં?
શાહરૃખ અચાનક આરાધ્યાને રમાડવા ગયો
કરીના દબંગ-૨માં સલ્લુ સાથે આઇટમ સોન્ગ
 
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved