Last Update : 30-July-2012, Monday

 

'મોદીને અત્યાર સુધી ન પૂછાયેલા પ્રશ્નો પૂછ્યા હતા'
સપા મારા સભ્ય પદ વિશે હળાહળ જૂઠ બોલે છે ઃ સિદ્દિકી

'મુલાયમે ૬ જાન્યુઆરીએ માધ્યમો સમક્ષ પક્ષ પ્રવક્તા તરીકે રજૂ કરેલો'
(પીટીઆઈ) નવી દિલ્હી, તા. ૨૯
સિદ્દિકી સમાજવાદી પક્ષના સભ્ય નથી એવા સમાજવાદી પક્ષના દાવાને 'સફેદ જૂઠ' ગણાવતા પૂર્વ સાંસદ શાહિદ સિદ્દીકીએ આજે કહ્યું હતું કે આ વર્ષે જાન્યુઆરીમાં મુલાયમસિંહે પોતે તેમને પક્ષના પ્રવક્તા તરીકે સમાજવાદી પક્ષમાં લીધા હતા. સિદ્દીકીએ એમ પણ જણાવ્યું હતું કે તેમની સાથે સંબંધ હોવાનો ઈનકાર કરીને સમાજવાદી પક્ષે સંદેશાવાહકનો ભોગ લીધો છે.
શાહિત સિદ્દીકીએ ઊર્દૂ દૈનિક માટે નરેન્દ્ર મોદીના મુલાકાત લીધા બાદ સમાજવાદી પક્ષે સિદ્દીકીથી દૂર રહેવાનું પસંદ કર્યું હતું.
''મારા પક્ષના સભ્ય ન હોવા વિશે તેઓ સફેદ જૂઠ ઉચ્ચારી રહ્યા છે. આ વર્ષે ૬ઠ્ઠી જાન્યુઆરીએ મુલાયમસિંહે પક્ષના પ્રવક્તા તરીકે મને મીડીયા સમક્ષ રજૂ કર્યો હતો.'' સિદ્દીકીએ જણાવ્યું હતું.
''કલ્યાણસિંહ અને સાક્ષી મહારાજ જેવા બાબરી મસ્જિદ ધ્વંસ સાથે જોડાયેલા લોકોને પક્ષમાં લેવા બદલ તેઓ ગુનાની લાગણીથી પીડાઈ રહ્યા છે અને હજુ પણ પક્ષમાં એવા તત્ત્વો છે.'' સિદ્દીકીએ ઉમેર્યું હતું.
ભવિષ્યની કામગીરી વિશે પૂછાતાં સિદ્દીકીએ જણાવ્યું હતું કે રાજકીય પક્ષોમાં બધુ વારસાગત જ ચાલે છે અને એમાં વાણી સ્વાતંત્ર્ય માટે કોઈ જ સન્માન નથી અને એટલા માટે જ હું રાજકીય પક્ષોથી દૂર રહીશ અને બિનસાંપ્રદાયિક ભારત માટે લખવાનું અને બોલવાનું ચાલુ રાખીશ.
ગઈકાલે સમાજવાદી પક્ષના નેતા રામગોપાલ યાદવે કહ્યું હતું કે સિદ્દીકી સમાજવાદી પક્ષના સભ્ય નથી અને એમને પક્ષ સાથે કોઈ લેવાદેવા નથી. તેમણે મીડીયાને સિદ્દીકીને સમાજવાદી પક્ષના નેતા તરીકે આગળ ધરવાનું અટકાવવા કહ્યું હતું.
ઊર્દૂ દૈનિક નઈ દુનિયાના સંપાદક શાહિદ સિદ્દીકીએ તાજેતરમાં જ નરેન્દ્ર મોદીનો ઈન્ટરવ્યૂ લીધો હતો. જેમાં મોદીએ જણાવ્યું હતું કે ગોધરાકાંડ બાદના રમખાણો સંદર્ભે માફી માગવાના બદલે જો ગુનેગાર પુરવાર થાય તો ફાંસીને માંચડે લટકી જવાનું પસંદ કરશે.
સિદ્દીકીએ દાવો કર્યો હતો કે ઉત્તર પ્રદેશમાં સત્તા પર આવ્યા બાદ સમાજવાદી પક્ષે મુસ્લિમો માટે કશું કર્યું નથી અને હવે મને મોદીના સમર્થક તરીકે ચીતરીને તેઓ મુસ્લિમ-વોટબેંક પાછી મેળવવા માંગે છે. તેમણે દાવો કર્યો હતો કે મુસ્લિમોએ પોતાના મત આપીને સમાજવાદી પક્ષને સત્તામાં આવવા મદદ કરી હતી. પરંતુ હવે પોતાના માટે કંઈ જ કરવાથી મુસ્લિમો રોષે ભરાયા છે. તેમણે એવો પણ દાવો કર્યો હતો કે છેલ્લા પાંચ વર્ષની સરખામણીમાં છેલ્લા પાંચ મહિનામાં રાજ્યમાં રમખાણો વધ્યાં છે.
મોદીની મુલાકાતના સંદર્ભમાં તેમણે જણાવ્યું હતું કે તેમણે ૨૦૦૨ના રમખાણો સંદર્ભે મોદીને અઘરા સવાલો પૂછ્યા હતા. ''મેં મોદીને કોઈએ ન કર્યા હોય એવા સવાલ મેં કર્યા હતા. લોકો તો મોદી સામે નજર મિલાવતા પણ ગભરાય છે જ્યારે મેં તો તેમને કઠિન પ્રશ્નો પૂછ્યા હતા. એટલે મારી કોઈની તરફેણ લેવાનો તો સવાલ જ નથી.'' તેમણે જણાવ્યું હતું.

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

સાયના-વિજેન્દરની વિજય સાથે શરૃઆત ઃ મહિલા તીરંદાજી-શૂટિંગમાં ફ્લોપ શો

ભારતીય ટીમની સાથે પરેડ કરનારી યુવતી કાર્યક્રમની કલાકાર હતી ઃઆયોજકો
આજે ઓલિમ્પિકમાં ગોલ્ડ જીતવા નારંગ અને બિન્દ્રા નિશાન તાકશે
તિરંદાજીમાં ભારતની મહિલા ટીમનો એક પોઇન્ટથી પરાજય
સ્ટાર સ્વિમર્સની ગેરહાજરીમાં અમેરિકા ક્વોલિફાઈંગમાં બીજા ક્રમે રહ્યું
નવા સપ્તાહમાં સેન્સેક્ષ ૧૭૦૩૩થી ૧૬૫૫૫, નિફ્ટી ૫૧૬૬થી ૫૦૧૧ની રેન્જમાં ફંગોળાશે
સોના-ચાંદીમાં મિશ્ર હવામાનઃ વિશ્વબજારમાં આગેકૂચ છતાં ઘરઆંગણે ભાવો તૂટયા!
આગામી છથી આઠ માસમાં BSE IPO સાથે મુડીબજારમાં પ્રવેશશે
પૂર્વોત્તર ભારતમાં મધ્યમ તીવ્રતાના ભૂકંપથી ધરતી ધૂ્રજી ઊઠી
મેંગ્લોરમાં રેવ પાર્ટી માણી રહેલા યુવાનો પર હુમલોઃ આઠની ધરપકડ

અણ્ણા સમર્થકોએ ચિદમ્બરમના નિવાસસ્થાન આગળ દેખાવો કર્યા

ખાણ અને ખનિજો રાષ્ટ્રીય સંપત્તિઃ સુપ્રીમ
સપા મારા સભ્ય પદ વિશે હળાહળ જૂઠ બોલે છે ઃ સિદ્દિકી
ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ જીતવો તે મારૃ સ્વપ્ન છે ઃ ખેલાડી માટે અહીં ભાગ લેવો તે ગૌરવ છે
આજે મહિલા તીરંદાજી ટીમ અને સાયના પર નજર
 
 

Gujarat Samachar Plus

પાઠયપુસ્તક મંડળે શરીરના અંગોની જગ્યા બદલી નાંખી
વારસદાર વિહોણા બાઈક સાથે સેપ્ટના એ સવારો આજે પણ લાપત્તા
કોલેજોમાં જામ્યું સ્ટુડન્ટનું ઝૂમ બરાબર ઝૂમ
ના કોઈ દિશા ના કોઈ મુકામ બસ ચલ પડે હૈ
વિડીયો ગેમની અસર ઘરે નહીં સ્કૂલમાં દેખાય છે
શોપિંગ ગાઇડ જરૃરી હૈ...
પ્રેમનું પ્રતિક રાખડી બજારમાં નવી સ્ટાઇલ સાથે
 

Gujarat Samachar glamour

સલમાનની ફિલ્મનું પ્રાઇવેટ સ્ક્રીનીંગ નહીં કરાય
આમિર તરફથી બહેનને 'બર્થ-ડે' ગિફ્ટ
મનીષાએ પતિ સાથેના સંબંધોનો છેડો ફાડી નાખ્યો
કિસ્મત ફિલ્મે પહેલીવાર 'જ્યુબિલી'નો સ્વાદ ચખાડયો
સુનિતાને અંતરિક્ષમાં 'જોકર' જોવા મળશે કે નહીં?
શાહરૃખ અચાનક આરાધ્યાને રમાડવા ગયો
કરીના દબંગ-૨માં સલ્લુ સાથે આઇટમ સોન્ગ
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved