Last Update : 30-July-2012, Monday

 

મેંગ્લોરમાં રેવ પાર્ટી માણી રહેલા યુવાનો પર હુમલોઃ આઠની ધરપકડ

હિન્દુ જાગરણ વેદિક સંસ્થાના કાર્યકરોનું મનાતું કૃત્યઃ અમાનવીય કૃત્યઃ સરકાર

(પી.ટી.આઇ.) મેંગ્લોર, તા. ૨૯
મેંગ્લોરમાં કથિત રેવ પાર્ટીમાં ભાગ લઇ રહેલા છોકરા અને છોકરીઓ પર હમલો કરવાના આરોપમાં આઠ વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી હતી. લોકોમાં ભારે ઉહાપોહ જગાવનાર પ્રસંગથી મુંઝાયેલી ભાજપ સરકારે જાહેર કર્યું હતું કે આ 'અમાનવીય કૃત્ય'ના દોષીઓ સામે પગલા લેવામાં આવશે.
છોકરાઓ અને છોકરીઓ રેવ પાર્ટી અને ગેરકાનૂની પ્રવૃત્તિઓ ચલાવી રહ્યા છે તેવી આશંકાથી પ્રેરાઇને હિન્દુ જાગરણે વેદિક નામની સંસ્થાના કાર્યકરોએ આ કથિત હુમલો કર્યો હતો. બનાવ સંદર્ભે તપાસ કરવા રાજ્ય સરકારે પોલીસ અધિકારીને રવાના કર્યા હતા.
નીતિમતાના ઠેકેદારો દ્વારા દંડાવાળીના આ બનાવના પગલે ભાજપ સરકાર પર ચોતરફથી દબાણ સર્જાતા મુખ્યમંત્રી જગદીશ શેટ્ટારે નાયબ મુખ્યમંત્રી અને ગૃહમંત્રી આર. અશોક સાથે બેઠક યોજી હતી અને પરિસ્થિતિનું મૂલ્યાંકન કર્યું હતું.
શેટ્ટારે જણવ્યું હતું કે આઠ જણની ધરપકડ કરવામાં આવી છે અને સરકારે આ બનાવને ગંભીરતાપૂર્વક લીધો છે. ''કોઇને પોતાના હાથમાં લેવાનો અધિકાર નથી.'' તેમણે ઉમેર્યું હતું.
તેમણે કહ્યું હતું કે પોલીસને બીજા અપરાધીઓને પણ તાત્કાલિક પકડી લેવાની સૂચના આપવામાં આવીછે.અશોકે જણાવ્યું હતું કે આ અમાનવીય કૃત્ય છે અને સરકાર આવા હુમલા સાંખી નહીં લે.
દરમિયાન પોલીસવડા બિપિન ગોપાલકૃષ્ણએ મેંગ્લોર ખાતેના ઘટનાસ્થળની મુલાકાત લીધી હતી અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. અમુક સંસ્થાઓ દ્વારા આવા સુનિયોજિત હુમલાઓના આદેશથી અગમચેતીના પગલા રૃપે ફોજદારી કલમ ૧૪૪ લાગુ કરવામાં આવી હતી.

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

સાયના-વિજેન્દરની વિજય સાથે શરૃઆત ઃ મહિલા તીરંદાજી-શૂટિંગમાં ફ્લોપ શો

ભારતીય ટીમની સાથે પરેડ કરનારી યુવતી કાર્યક્રમની કલાકાર હતી ઃઆયોજકો
આજે ઓલિમ્પિકમાં ગોલ્ડ જીતવા નારંગ અને બિન્દ્રા નિશાન તાકશે
તિરંદાજીમાં ભારતની મહિલા ટીમનો એક પોઇન્ટથી પરાજય
સ્ટાર સ્વિમર્સની ગેરહાજરીમાં અમેરિકા ક્વોલિફાઈંગમાં બીજા ક્રમે રહ્યું
નવા સપ્તાહમાં સેન્સેક્ષ ૧૭૦૩૩થી ૧૬૫૫૫, નિફ્ટી ૫૧૬૬થી ૫૦૧૧ની રેન્જમાં ફંગોળાશે
સોના-ચાંદીમાં મિશ્ર હવામાનઃ વિશ્વબજારમાં આગેકૂચ છતાં ઘરઆંગણે ભાવો તૂટયા!
આગામી છથી આઠ માસમાં BSE IPO સાથે મુડીબજારમાં પ્રવેશશે
પૂર્વોત્તર ભારતમાં મધ્યમ તીવ્રતાના ભૂકંપથી ધરતી ધૂ્રજી ઊઠી
મેંગ્લોરમાં રેવ પાર્ટી માણી રહેલા યુવાનો પર હુમલોઃ આઠની ધરપકડ

અણ્ણા સમર્થકોએ ચિદમ્બરમના નિવાસસ્થાન આગળ દેખાવો કર્યા

ખાણ અને ખનિજો રાષ્ટ્રીય સંપત્તિઃ સુપ્રીમ
સપા મારા સભ્ય પદ વિશે હળાહળ જૂઠ બોલે છે ઃ સિદ્દિકી
ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ જીતવો તે મારૃ સ્વપ્ન છે ઃ ખેલાડી માટે અહીં ભાગ લેવો તે ગૌરવ છે
આજે મહિલા તીરંદાજી ટીમ અને સાયના પર નજર
 
 

Gujarat Samachar Plus

પાઠયપુસ્તક મંડળે શરીરના અંગોની જગ્યા બદલી નાંખી
વારસદાર વિહોણા બાઈક સાથે સેપ્ટના એ સવારો આજે પણ લાપત્તા
કોલેજોમાં જામ્યું સ્ટુડન્ટનું ઝૂમ બરાબર ઝૂમ
ના કોઈ દિશા ના કોઈ મુકામ બસ ચલ પડે હૈ
વિડીયો ગેમની અસર ઘરે નહીં સ્કૂલમાં દેખાય છે
શોપિંગ ગાઇડ જરૃરી હૈ...
પ્રેમનું પ્રતિક રાખડી બજારમાં નવી સ્ટાઇલ સાથે
 

Gujarat Samachar glamour

સલમાનની ફિલ્મનું પ્રાઇવેટ સ્ક્રીનીંગ નહીં કરાય
આમિર તરફથી બહેનને 'બર્થ-ડે' ગિફ્ટ
મનીષાએ પતિ સાથેના સંબંધોનો છેડો ફાડી નાખ્યો
કિસ્મત ફિલ્મે પહેલીવાર 'જ્યુબિલી'નો સ્વાદ ચખાડયો
સુનિતાને અંતરિક્ષમાં 'જોકર' જોવા મળશે કે નહીં?
શાહરૃખ અચાનક આરાધ્યાને રમાડવા ગયો
કરીના દબંગ-૨માં સલ્લુ સાથે આઇટમ સોન્ગ
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved