Last Update : 30-July-2012, Monday
|
|
|
|
|
|
|
|
ભારતે બ્રહ્મોસ મિસાઈલની સુધારેલી આવૃત્તિનું સફળ પરીક્ષણ કર્યુ
|
ભારતીય સેના અને નૌકાદળમાં અગાઉથી બ્રહ્મોસ સામેલ છે
|
(પીટીઆઈ) બાલાસોર (ઓરિસ્સા), તા. ૨૯
ભારતની મિસાઈલ ઉત્પાદન ક્ષમતાને વધારે મજબૂત કરવાના ભાગરૃપે આજે ઓરિસ્સાના ચાંદીપુર ઈન્ટીગ્રેટેડ ટેસ્ટ રેન્જ ખાતેથી ૨૯૦ કિમીની પ્રહાર ક્ષમતા ધરાવતા બ્રહ્મોસ મિસાઈલનું સફળ પરિક્ષણ કરવામાં આવ્યું હતું.
ભારતીય સેના અને નૌકાદળમાં અગાઉથી સમાવેશ પામેલા બ્રહ્મોસ મિસાઈલ વધુ વિકસાવવાના ભાગરૃપ ૩૨મું પરીક્ષણ કરવામાં આવ્યું હતું. પરીક્ષણનો હેતુ ઉત્પાદન ખર્ચમાં ઘટાડો કરવાના અર્થે ભારતમાં તૈયાર થયેલા નવા પૂરજાઓની ચકાસણીનો હતો એવું બ્રહ્મોસના અધિકારીઓએ જણાવ્યું હતું. મિસાઈલને વિકસાવવાના ભાગરૃપે ભારતમાં તૈયાર કરાયેલા નવા ૨૫ પૂરજાઓ ઉમેરવામાં આવ્યા છે એવું પણ તેમણે કહ્યું હતું.
પરીક્ષણનો મૂળ ઉદ્દેશ નવી પાવર સિસ્ટમ, મિસાઈલના માળખામાં વપરાતા પદાર્થો, ગાઈડન્સ સિસ્ટમ અને વિવિધ ઈલેકટ્રીક સિસ્ટમની ચકાસણી કરવાનો હતો. પરીક્ષણ દ્વારા મળેલ માહિતીનો ઉપયોગ ઘરઆંગણે મોટાપાયે ઉત્પાદન કરવામાં થશે એવું પણ તેમણે જણાવ્યું હતું. ''આ એક પરીક્ષણ ઉડ્ડયન હતું અને મિસાઈલ પરિક્ષણ સફળ રહ્યું હતું.'' આઈટીઆરના ડાયરેક્ટર એમવીકેવી પ્રસાદે કહ્યું હતું.
ધન બળતણનો પ્રથમ તબક્કો અને રેમજેટ પ્રવાહી બળતણનો બીજો તબક્કો એમ બે તબક્કાવાળું બ્રહ્મોસ મિસાઈલ અગાઉથી ભારતીય સેના અને નૌકાદળમાં સામેલ છે. જ્યારે હવાઈદળ માટેની આવૃતિ અંતિમ પરિક્ષણ હેઠળ છે.
ઉલ્લેખનીય છે કે ૨૦૦૫માં ભારતીય નૌકાદળમાં 'આઈએનએસ' રાજપૂતમાં બ્રહ્મોસની પ્રથમ આવૃતિ સામેલ કરવામાં આવી હતી અને ભારતીય સેનાની બે રેજિમેન્ટમાં આ મિસાઈલ કાર્યરત છે. |
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
|
Gujarat Samachar © 2012 All Rights Reserved |
|
|