Last Update : 30-July-2012, Monday

 

વડાપ્રધાન સામે દેખાવો થઇ શકે, હલકાં ઉચ્ચારણો નહીં ઃ અણ્ણા હઝારે

દેશના લોકો મને મરવા નહીં દે ઃ લોકપાલ બિલ લઇને જ જંપીશ ઃ અણ્ણાના આમરણાંત ઉપવાસ
(પીટીઆઇ) નવી દિલ્હી, તા. ૨૯
પીઢ સામાજિક કાર્યકર અણ્ણા હઝારે આજે જંતરમંતર ખાતે ઉપવાસ કરી રહેલા તેમના સાથીઓ સાથે ઉપવાસમાં જોડાઇ ગયા છે. ત્યારે ગુજરાતના મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદી સાથે એક જ મંચ પર બેસવા બદલ ટીમ અણ્ણાએ યોગગુરૃ બાબા રામદેવની આકરી ટીકા કરી હતી. ટીમે ભાજપના નેતાને 'માનવતાના હત્યારા' તરીકે ગણાવ્યા હતાં.
આમરણ ઉપવાસ પર ન બેસવાની સાથીઓ અને સમર્થકોની વિનંતીને અવગણતા અણ્ણાએ આજે ઉપવાસની જાહેરાત કરી દીધી હતી. તેમણે કહ્યું હતું કે લોકપાલ બિલ નહીં આવે ત્યાં સુધી તેઓ ઉપવાસ ચાલુ જ રાખશે. પાંખી હાજરીના કારણે ચર્ચામાં રહેલા ટીમ અણ્ણાના ઉપવાસમાં આજે અણ્ણા જોડાતા જનમેદનીનો આંકડો ૧૦ હજાર સુધી પહોંચી ગયો હતો.
ઉપવાસના સ્થળે આખો દિવસ લોકોની ભીડ જામેલી રહી હતી. અરવિંદ કેજરીવાલના ઉપવાસનો આજે પાંચમો દિવસ હતો. તેમણે દેશના હિતની રક્ષા માટે વિદ્યાર્થીઓને આગામી સપ્તાહે કોલેજોમાં 'બંક' મારીને પણ જંતરમંતર ખાતે હાજરી આપવાની વિનંતી કરી હતી. ગુજરાતના મુખ્યપ્રધાન અને ભાજપના નેતા નરેન્દ્ર મોદી સાથે એક જ મંચ પર બેસવા બદલ ટીમ અણ્ણાએ બાબા રામદેવની પણ ઝાટકણી કાઢી હતી. તેમણે મોદીને 'માનવતાના હત્યારા' ગણાવ્યા હતાં.
અગાઉ રામદેવ અને અણ્ણાએ એકબીજાની ઝુંબેશને સાથ આપવાનું જાહેર કર્યું છે. ગયા વર્ષે મોદીની પ્રશંસા કરીને અણ્ણાએ વિવાદ ઊભો કર્યો હતો. જોકે પાછળથી આ પ્રશંસાને ગ્રામીણ વિકાસ પૂરતી સિમિત કરી દેવાઇ હતી. હાલ પણ રામદેવ સાથે જોડાણ સામે ટીમ અણ્ણામાં કેટલાક સભ્યોનો વિરોધ છે.
જંતરમંતર ખાતે જનમેદનીને સંબોધતા અણ્ણાએ જણાવ્યું હતું કે તબિયતના કારણે ટીમે તેમને ઉપવાસ ન કરવા કહ્યું છે. ૪૦૦ લોકો ઉપવાસ પર બેઠા છે. તેમને હું અવગણી શકું નહીં. આજથી હું ઉપવાસ પર બેસું છું અને તમારી મંજૂરી હોવાનું મેં માની લીધું છે. અણ્ણાએ જણાવ્યું હતું કે ''જનલોકપાલ નહીં આવે ત્યાં સુધી દેશના લોકો મને મરવાની મંજૂરી આપશે નહીં.'' વડાપ્રધાનના નિવાસ બહાર ગઇકાલે થયેલા દેખાવો સામે અણ્ણાએ કહ્યું હતું કે લોકો કયાં સુધી સહન કરે ? જો કે, તેમણે તમ પણ કહ્યું હતું કે, વડાપ્રધાન સામે દેખાવો થઇ શકે, હલકાં ઉચ્ચારણો નહીં.
આજે કેજરીવાલના પુસ્તક 'સ્વરાજ'નું વિમોચન પણ કરાયું હતું. આ પુસ્તક ટીમ અણ્ણાનો ઢંઢેરો હોવાનું માનવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે ગયા વર્ષના એપ્રિલથી અત્યાર સુધીમાં અણ્ણાના આ ચોથા અચોક્કસ મુદતના ઉપવાસ છે. એપ્રિલ બાદ ઓગસ્ટ મહિનામાં રામલીલા મેદાન ખાતે અને ડિસેમ્બરમાં મુંબઇ ખાતે તેમણે ઉપવાસ કર્યા હતાં.
 

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

સાયના-વિજેન્દરની વિજય સાથે શરૃઆત ઃ મહિલા તીરંદાજી-શૂટિંગમાં ફ્લોપ શો

ભારતીય ટીમની સાથે પરેડ કરનારી યુવતી કાર્યક્રમની કલાકાર હતી ઃઆયોજકો
આજે ઓલિમ્પિકમાં ગોલ્ડ જીતવા નારંગ અને બિન્દ્રા નિશાન તાકશે
તિરંદાજીમાં ભારતની મહિલા ટીમનો એક પોઇન્ટથી પરાજય
સ્ટાર સ્વિમર્સની ગેરહાજરીમાં અમેરિકા ક્વોલિફાઈંગમાં બીજા ક્રમે રહ્યું
નવા સપ્તાહમાં સેન્સેક્ષ ૧૭૦૩૩થી ૧૬૫૫૫, નિફ્ટી ૫૧૬૬થી ૫૦૧૧ની રેન્જમાં ફંગોળાશે
સોના-ચાંદીમાં મિશ્ર હવામાનઃ વિશ્વબજારમાં આગેકૂચ છતાં ઘરઆંગણે ભાવો તૂટયા!
આગામી છથી આઠ માસમાં BSE IPO સાથે મુડીબજારમાં પ્રવેશશે
પૂર્વોત્તર ભારતમાં મધ્યમ તીવ્રતાના ભૂકંપથી ધરતી ધૂ્રજી ઊઠી
મેંગ્લોરમાં રેવ પાર્ટી માણી રહેલા યુવાનો પર હુમલોઃ આઠની ધરપકડ

અણ્ણા સમર્થકોએ ચિદમ્બરમના નિવાસસ્થાન આગળ દેખાવો કર્યા

ખાણ અને ખનિજો રાષ્ટ્રીય સંપત્તિઃ સુપ્રીમ
સપા મારા સભ્ય પદ વિશે હળાહળ જૂઠ બોલે છે ઃ સિદ્દિકી
ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ જીતવો તે મારૃ સ્વપ્ન છે ઃ ખેલાડી માટે અહીં ભાગ લેવો તે ગૌરવ છે
આજે મહિલા તીરંદાજી ટીમ અને સાયના પર નજર
 
 

Gujarat Samachar Plus

પાઠયપુસ્તક મંડળે શરીરના અંગોની જગ્યા બદલી નાંખી
વારસદાર વિહોણા બાઈક સાથે સેપ્ટના એ સવારો આજે પણ લાપત્તા
કોલેજોમાં જામ્યું સ્ટુડન્ટનું ઝૂમ બરાબર ઝૂમ
ના કોઈ દિશા ના કોઈ મુકામ બસ ચલ પડે હૈ
વિડીયો ગેમની અસર ઘરે નહીં સ્કૂલમાં દેખાય છે
શોપિંગ ગાઇડ જરૃરી હૈ...
પ્રેમનું પ્રતિક રાખડી બજારમાં નવી સ્ટાઇલ સાથે
 

Gujarat Samachar glamour

સલમાનની ફિલ્મનું પ્રાઇવેટ સ્ક્રીનીંગ નહીં કરાય
આમિર તરફથી બહેનને 'બર્થ-ડે' ગિફ્ટ
મનીષાએ પતિ સાથેના સંબંધોનો છેડો ફાડી નાખ્યો
કિસ્મત ફિલ્મે પહેલીવાર 'જ્યુબિલી'નો સ્વાદ ચખાડયો
સુનિતાને અંતરિક્ષમાં 'જોકર' જોવા મળશે કે નહીં?
શાહરૃખ અચાનક આરાધ્યાને રમાડવા ગયો
કરીના દબંગ-૨માં સલ્લુ સાથે આઇટમ સોન્ગ
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved