Last Update : 30-July-2012, Monday

 

આરટીઆઈ અંતર્ગત આરબીઆઈનો જવાબ
દેશભરની બેંકોના ૧ કરોડ નિષ્ક્રિય ખાતાઓમાં જમા રકમોનો આંક ૨૪૦૦ કરોડ!

કાલની સમીક્ષામાં RBI સીઆરઆર અડધો ટકો ઘટાડે તેની બેંકોને આશા

(પીટીઆઈ) નવી દિલ્હી, તા. ૨૯
દેશભરની બેંકોના એક કરોડ જેટલા નિષ્ક્રિય ખાતાઓમાં ૨૪૦૦ કરોડથી પણ વધુ રકમ જમા પડી હોવાનું આરબીઆઈનું કહેવું છે. આ રકમનો કોઈ ધણીધોરી નથી એટલે કે તેનો દાવો કોઈએ રજૂ કર્યો નથી. બીજી બાજુ આરબીઆઈ ૩૧મી જુલાઈના રોજ તેની નીતિ સમીક્ષા અંતર્ગત કેશ રીઝર્વ રેશિયો (સીઆરઆર)માં અડધા ટકા (૦.૫૦ ટકા)નો કાપ મુકશે તેવી બેંકોને આશા છે. ઉલ્લેખનીય છે કે દેશમાં જીવાદોરી સમાન ગણાતા નૈઋત્યના ચોમાસાની પાંખી હાજરીના કારણે મોંઘવારી હજુ પણ વધે તેવી અટકળો સેવાઈ રહી છે.
સૂત્રોના જણાવ્યા મુજબ સ્ટેટ બેંક જૂથ પાસે આવા ૧૦ લાખ નિષ્ક્રિય ખાતામાં પડેલું એટલે કે દાવા વગરનું ભંડોળ રૃ. ૨૩૩ કરોડથી વધુનું છે જ્યારે જાહેર ક્ષેત્રની બેંકોમાં આવા ખાતાની સંખ્યા ૮૬ લાખ અને દાવા વગરની રકમ ૧૯૦૦ કરોડ જેટલી છે. ખાનગી ક્ષેત્રની સ્થિતિ સ્ટેટ બેંક જૂથને મળતી આવે છે. તેમાં ૧૪ લાખ નિષ્ક્રિય ખાતાઓમાં ૨૩૩ કરોડની અનામત છે જ્યારે વિદેશી બેંકોના ૪૬ હજાર ખાતાઓમાં ૬૯ કરોડની અનામતોનો કોઈ દાવેદાર નથી. આ આંકડા ૩૧મી ડિસેમ્બર, ૨૦૧૧ સુધીના છે.
આરબીઆઈએ છેલ્લા બે વર્ષથી કોઈ વ્યવહાર થયો નહોય તેવા બચત ઉપરાંત કરંટ ખાતાઓને નિષ્ક્રિય ગણવાની બેંકોને સૂચના આપી છે. આવા ખાતાઓને ફરીથી સક્રિય કરવાનો કોઈ ચાર્જ હોવો ન જોઈએ અને ખાતું સક્રિય હોય કે નિષ્ક્રિય બેંકોએ તેમાં બચતના વ્યાજને જમા કરવું જોઈએ તેમ પણ આરબીઆઈના પરિપત્રમાં જણાવાયું છે. કેન્દ્રીય બેંકે આ માહિતી આરટીઆઈ અંતર્ગત કરાયેલી અરજીના જવાબમાં આપી હતી.
દરમિયાન દેશમાં અપૂરતા વરસાદના કારણે ઊભી થયેલી દુષ્કાળ જેવી સ્થિતિના પગલે મોંઘવારી વધવાની શક્યતા સેવાઈ રહી છે ત્યારે આરબીઆઈ તેની નીતિમાં સીઆરઆર અડધો ટકો (૦.૫૦ ટકા) જેટલો ઘટાડશે તેવી બેંકોએ આશા વ્યક્ત કરી છે. આરબીઆઈના ગવર્નર ડી. સુબ્બારાવ ૩૧મી જુલાઈના રોજ પ્રથમ ત્રિમાસિક નાણાકીય નીતિની સમીક્ષા જાહેર કરશે. જીડીપી દર નવ વર્ષમાં સૌથી નીચો ૬.૫ ટકા ગયા નાણાકીય વર્ષમાં નોંધાયો હતો. જ્યારે ફુગાવો જૂનમાં પણ ૭.૨૫ ટકા જેટલા ઉંચા દરે રહ્યો છે.
આરબીઆઈએ તેમની ૧૬મી જુનની બેઠકમાં નીતિ દરો અને સીઆરઆરમાં કોઈ ફેરફાર કર્યો નહોતો. જેની પાછળ ઊંચા વ્યાજદરથી વિકાસની ગાડી ધીમી પડતી હોવાનું તેમણે કારણ રજૂ કર્યું હતું.
 

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

સાયના-વિજેન્દરની વિજય સાથે શરૃઆત ઃ મહિલા તીરંદાજી-શૂટિંગમાં ફ્લોપ શો

ભારતીય ટીમની સાથે પરેડ કરનારી યુવતી કાર્યક્રમની કલાકાર હતી ઃઆયોજકો
આજે ઓલિમ્પિકમાં ગોલ્ડ જીતવા નારંગ અને બિન્દ્રા નિશાન તાકશે
તિરંદાજીમાં ભારતની મહિલા ટીમનો એક પોઇન્ટથી પરાજય
સ્ટાર સ્વિમર્સની ગેરહાજરીમાં અમેરિકા ક્વોલિફાઈંગમાં બીજા ક્રમે રહ્યું
નવા સપ્તાહમાં સેન્સેક્ષ ૧૭૦૩૩થી ૧૬૫૫૫, નિફ્ટી ૫૧૬૬થી ૫૦૧૧ની રેન્જમાં ફંગોળાશે
સોના-ચાંદીમાં મિશ્ર હવામાનઃ વિશ્વબજારમાં આગેકૂચ છતાં ઘરઆંગણે ભાવો તૂટયા!
આગામી છથી આઠ માસમાં BSE IPO સાથે મુડીબજારમાં પ્રવેશશે
પૂર્વોત્તર ભારતમાં મધ્યમ તીવ્રતાના ભૂકંપથી ધરતી ધૂ્રજી ઊઠી
મેંગ્લોરમાં રેવ પાર્ટી માણી રહેલા યુવાનો પર હુમલોઃ આઠની ધરપકડ

અણ્ણા સમર્થકોએ ચિદમ્બરમના નિવાસસ્થાન આગળ દેખાવો કર્યા

ખાણ અને ખનિજો રાષ્ટ્રીય સંપત્તિઃ સુપ્રીમ
સપા મારા સભ્ય પદ વિશે હળાહળ જૂઠ બોલે છે ઃ સિદ્દિકી
ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ જીતવો તે મારૃ સ્વપ્ન છે ઃ ખેલાડી માટે અહીં ભાગ લેવો તે ગૌરવ છે
આજે મહિલા તીરંદાજી ટીમ અને સાયના પર નજર
 
 

Gujarat Samachar Plus

પાઠયપુસ્તક મંડળે શરીરના અંગોની જગ્યા બદલી નાંખી
વારસદાર વિહોણા બાઈક સાથે સેપ્ટના એ સવારો આજે પણ લાપત્તા
કોલેજોમાં જામ્યું સ્ટુડન્ટનું ઝૂમ બરાબર ઝૂમ
ના કોઈ દિશા ના કોઈ મુકામ બસ ચલ પડે હૈ
વિડીયો ગેમની અસર ઘરે નહીં સ્કૂલમાં દેખાય છે
શોપિંગ ગાઇડ જરૃરી હૈ...
પ્રેમનું પ્રતિક રાખડી બજારમાં નવી સ્ટાઇલ સાથે
 

Gujarat Samachar glamour

સલમાનની ફિલ્મનું પ્રાઇવેટ સ્ક્રીનીંગ નહીં કરાય
આમિર તરફથી બહેનને 'બર્થ-ડે' ગિફ્ટ
મનીષાએ પતિ સાથેના સંબંધોનો છેડો ફાડી નાખ્યો
કિસ્મત ફિલ્મે પહેલીવાર 'જ્યુબિલી'નો સ્વાદ ચખાડયો
સુનિતાને અંતરિક્ષમાં 'જોકર' જોવા મળશે કે નહીં?
શાહરૃખ અચાનક આરાધ્યાને રમાડવા ગયો
કરીના દબંગ-૨માં સલ્લુ સાથે આઇટમ સોન્ગ
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved