Last Update : 30-July-2012, Monday

 

ઘાસચારાની તંગી ઃ ફળ-શાકભાજીના ભાવ આસમાને
ગુજરાત સહિત દસ રાજ્યોમાં દુષ્કાળનાં ઓછાયા

પીવાના પાણીની તંગી ઃ વિષમ ભરી પરિસ્થિતી ઃ ગુજરાતમાં માત્ર ૨૦ ટકા જ વરસાદ થયો ઃ ગ્રામ્ય વિસ્તારો નિર્જળ

(પીટીઆઈ) નવી દિલ્હી, તા. ૨૯
નબળા ચોમાસાના કારણે દેશનાં ઉત્તર અને પશ્ચિમ ભાગ તેમજ કર્ણાટકમાં દુષ્કાળની સ્થિતિ ઊભી થવા માંડી છે. ત્યારે ખરીફ પાક નબળો જવાની ભીતિના કારણે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. બીજી બાજુ ઘાસચારાની તંગી સર્જાતાં ઢોરઢાંખરનો નિભાવ કરવામાં પણ મુશ્કેલી પડી રહી છે. અનેક વિસ્તારોમાં પાણીની તંગીનો પ્રશ્ન છે અને ફળો, શાકભાજી, કઠોળ અને ખાંડ સહિતની જીવનજરૃરી ખાદ્ય સામગ્રીની કિંમતો આસમાને પહોંચી છે. ઉલ્લેખનીય છે કે અપૂરતા વરસાદથી ગંભીર સ્થિતિનો સામનો કરી રહેલાં રાજ્યોમાં ગુજરાત, પંજાબ, હરિયાણા, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર, બિહાર, ઓડિશા અને ઝારખંડનો સમાવેશ થાય છે.
નબળા ચોમાસાના કારણે કઠોળ, જવાર અને બાજરાના વાવેતરમાં અસર પડી છે. ડાંગરના પાકમાં પણ ૧૮ લાખ હેક્ટરનો ઘટાડો થયો છે છતાં ઓગસ્ટ સુધીમાં આ ખાધ પૂરી કરી શકાશે તેવી ખેડૂતોને આશા છે. દેશભરની વરસાદની સરેરાશ ઘટ ૨૧ ટકા જેટલી છે જ્યારે ગુજરાતના સૌરાષ્ટ્ર અને કચ્છમાં આ ટકાવારી ૭૮ ટકા છે. ત્યારબાદ હરિયાણા, ચંડીગઢ અને દિલ્હીમાં ૭૧ ટકા અને પંજાબમાં ૬૭ ટકા જેટલો વરસાદ ઓછો થયો છે.
હવામાન વિભાગે રજૂ કરેલા ૨૭મી જુલાઈ સુધીના આંકડા મુજબ પશ્ચિમ રાજસ્થાનમાં આ વખતે ૬૪ ટકા જેટલી વરસાદની ઘટ છે. કર્ણાટકના વિવિધ વિસ્તારોમાં ૨૧ થી ૪૪ ટકા જેટલો ઓછો વરસાદ થયો છે અને સૌથી વધુ અસર કર્ણાટકના દક્ષિણ ભાગના અંતરિયાળ વિસ્તારોમાં જોવા મળી છે. નબળા વરસાદના કારણે દેશભરમાં ઉભી થયેલી ચિંતાની સ્થિતિને થાળે પાડવા માટે કૃષિ પ્રધાન શરદ પવારે મંગળવારે પ્રધાનોના જૂથની બેઠક બોલાવી છે. ગયા વર્ષના રેકોર્ડ ઉત્પાદન સામે ૨૦૧૨-૧૩માં કૃષિ ઉત્પાદન ચિંતાજનક સ્તરે ઘટે તેવી પણ શક્યતા છે.
કૃષિ સચિવ આશિષ બહુગુણાએ જણાવ્યું હતું કે આ વર્ષે ૨૫.૪૭ કરોડ ટનનું કૃષિ ઉત્પાદન કરવું શક્ય બને તેવી સ્થિતિ જણાતી નથી. ઉત્પાદનમાં કેટલો ઘટાડો થશે તે કહેવું હાલના તબક્કે શક્ય નથી. ખરીફ પાકનો વિસ્તાર ૧૦ ટકા ઘટાડા સામે ૬.૬૮ કરોડ હેક્ટર પર આવી ગયો છે. કઠોળ, ડાંગર અને કપાસમાં અનુક્રમે ૧૮ ટકા, ૯ ટકા અને ૭ ટકાની ઘટ પડી છે.
દેશભરમાં અનાજનો પુષ્કળ જથ્થો આપતા પંજાબ અને હરિયાણાએ સિંચાઈ અને તળના પાણીની મદદથી વિકટ સ્થિતિ થાળે પાડવાનો ઉપાય શોધી કાઢ્યો છે. ખેડૂતોને સિંચાઈ માટે ડિઝલ અને વીજળી પાછળ મસમોટો ખર્ચ કરવો પડે છે ત્યારે પ્રધાનોનું જૂથ ડિઝલ પર સબસિડી આપવા સહિતના નિર્ણયો લેશે તેવી શક્યતા છે.
અગાઉ ૨૦૦૯માં દેશમાં ભીષણ દુષ્કાળની સ્થિતિ ઉભી થઈ હતી. જેમાં અનાજનું ઉત્પાદન પણ નોંધપાત્ર સ્તરે ઘટયું હતું. બીજી બાજુ હાલ દુષ્કાળની સ્થિતિના કારણે બેંકોને લોન ભરપાઈ થવા પર અસર પડશે તેવી ચિંતા છે. ચોમાસુ નિષ્ફળ જાય તો તેની અસર અર્થતંત્ર પર ગંભીરપણે જોવા મળી શકે છે.
વરસાદના અભાવે ચિંતાજનક સ્થિતિ
ગુજરાતમાં અત્યાર સુધીમાં સિઝનનો માત્ર ૨૦ ટકા વરસાદ
કચ્છમાં માત્ર ૨ ટકા વરસાદ ઃ રવિવારે વાદળો ઘેરાયા છતાં વરસાદ વરસ્યો નહીં
(પ્રતિનિધિ દ્વારા) ગાંધીનગર, તા.૨૯
ગુજરાતમાં જુલાઈ મહિનો પૂરો થવા છતાં વરસાદ નહીં થતાં, પરિસ્થિતિ ગંભીર બની રહી છે. દિવસભર માથે વરસાદી વાદળાં ઝળુંબેલા રહ્યાં હોવા છતાં રવિવારે ૨૦ જિલ્લા સાવ કોરાધાકોર રહ્યા હતા અને રાતના આઠ વાગ્યા સુધી એક ટીપું પણ વરસ્યું નહોતું, જ્યારે અન્ય જગ્યાએ નહિવત્ વરસાદ થયો હતો.
ગુજરાતમાં ચોમાસા દરમિયાન સરેરાશ ૭૯૮ મિલિમીટર વરસાદ પડે છે, એની સામે ૨૮મી જુલાઈ સુધી ૧૬૦ મિલિમીટર જ વરસાદ નોંધાયો છે, જે ૨૦ ટકા વરસાદ દર્શાવે છે.
સ્વાભાવિક રીતે કચ્છ જિલ્લામાં સૌથી ઓછો બે ટકા જેટલો જ વરસાદ થયો છે. કચ્છ જિલ્લામાં સામાન્ય સંજોગોમાં ૩૭.૮ મિલિમીટર વરસાદ પડે છે. જ્યારે સૌથી વધુ વરસાદ અત્યાર સુધી દક્ષિણ ઝોનમાં થયો છે. દક્ષિણ ગુજરાતના જિલ્લા સુરત, તાપી, વલસાડ, ડાંગ, ભરૃચ, નવસારીમાં સામાન્ય સંજોગોમાં ૧૩૫૯ મિલિમીટર જેટલો વરસાદ પડે છે, જેની સામે અત્યાર સુધી ૨૩.૭૬ ટકા એટલે કે ૩૨૩ મિલિમીટર જ વરસાદ પડયો છે. પૂર્વ અને મધ્ય ગુજરાતમાં સીઝનના ૮૦૭ મિલિમીટર વરસાદની સરેરાશ સામે અત્યાર સુધી ૨૦.૯૪ ટકા, એટલે ૧૬૯ મિલિમીટર સૌરાષ્ટ્રમાં ૬૪૮ મિલિમીટર વરસાદની સરેરાશ સામે ૯૫ મિલિમીટર એટલે કે ૧૪.૬૬ ટકા તેમજ ઉત્તર ગુજરાતમાં સરેરાશ વરસતા ૬૬૫ મિલિમીટર વરસાદ સામે અત્યાર સુધી ૧૫૦ મિલિમીટર યાને ૨૨.૫૫ ટકા વરસાદ નોંધાયો છે. રવિવારે સૌથી વધુ વરસાદ ૩૭ મિલિમીટર વલસાડના પારડી તાલુકામાં પડયો હતો. જ્યારે દાહોદ તાલુકામાં ૨૨ એમ.એમ. અને કપરાડા તાલુકામાં ૧૦ ેમએમ વરસાદ પડયો હતો.

દુષ્કાળમાં અધિક માસની કહેવત કદાચ આ વર્ષે યથાર્થ ઠરશે
વેરાવળ, તા. ૨૯
સમગ્ર સોરઠ પંથકમાં આ વર્ષે વરસાદ વિના પાણી, ચારાની મુશ્કેલ પરિસ્થિતિ સર્જાઇ છે. સોમનાથ-વેરાવળમાં આ વર્ષે માત્ર ચાર ઇંચ વરસાદ વરસ્યો છે. આ સંજોગોમાં વરસાદ નહીં પડે તો દુકાળમાં અધિક માસની કહેવત આ વર્ષે સાચી પુરવાર થશે.સમગ્ર સોરઠ પંથકમાં આ વર્ષે અપુરતો વરસાદ છે. આખા જીલ્લામાં તા. ૨૮-૭-૨૦૧૨ સુધી પડેલ વરસાદ જૂનાગઢ ૧૧૭, કેશોદ ૬૦, કોડીનાર ૫૦, માળીયા ૧૦૧, માણાવદર ૬૪, માંગરોળ ૧૨૨, મેંદરડા ૧૦૭, સુત્રાપાડા ૬૭, તાલાલા ૧૦૫, ઉના ૬૦, વંથલી ૧૩૮, વેરાવળ ૧૦૦, વિસાવદર ૮૯, કુલ ૧૨૭૮ મી.મી. આ તાલુકાઓમાં જે અડધા કલાક કે કલાકનો વરસાદ પડે તે આ વરસે આખી સીઝનનો પડયો છે.

ગુજરાતમાં વરસાદ

જિલ્લો

૨૭-૭-૧૧

૨૭-૭-૧૨

કચ્છ

૬૮.૯

બ.કાં.

૧૩૫

૧૪૬

ગાંધીનગર

૨૨૦

૧૦૮

મહેસાણા

૧૭૩

૧૨૫

પાટણ

૧૩૯

૬૨

સા.કાં.

૨૩૭

૨૨૯

અમદાવાદ

૨૩૪

૧૦૨

આણંદ

૧૫૪

૧૯૯

દાહોદ

૧૪૧

૧૮૯

ખેડા

૧૧૬

૧૫૦

પંચમહાલ

૧૯૩

૧૮૨

વડોદરા

૨૧૧

૧૭૧

અમરેલી

૩૨૫

૯૭

ભાવનગર

૨૩૪

૧૪૧

જામનગર

૨૪૨

૫૯

જૂનાગઢ

૩૮૪

૯૧

પોરબંદર

૩૪૨

૪૩

રાજકોટ

૩૫૯

૧૧૧

સુરેન્દ્રનગર

૩૧૨

૮૦

ભરૃચ

૧૬૩

૧૨૭

ડાંગ

૯૪૦

૪૭૫

નર્મદા

૨૭૦

૨૦૮

નવસારી

૫૫૬

૪૦૧

સુરત

૪૦૫

૩૧૨

તાપી

૩૨૧

૨૫૮

વલસાડ

૭૮૬

૬૭૬

સોમનાથના ઇન્દ્રોઇ ગામે તો ડાયાભાઇ નામના ભાઇએ વરસાદ માગણી સાથે જ ૪ દિવસ અન્ન-જળ ત્યાગ કરી શીવ મંદિરે પ્રાર્થનામાં છે. લોકો હવે બોર ખોદવા માંડયા છે. ટાંકાના પ્રબંધ વિચારણા કરે છે, ડંકીને રીપેર કરાવે છે. આ સ્થિતિ દર્શાવે છે કે અછતનો સામનો કરવા સિવાય હવે બીજો કોઇ વિકલ્પ નથી.

 

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

સાયના-વિજેન્દરની વિજય સાથે શરૃઆત ઃ મહિલા તીરંદાજી-શૂટિંગમાં ફ્લોપ શો

ભારતીય ટીમની સાથે પરેડ કરનારી યુવતી કાર્યક્રમની કલાકાર હતી ઃઆયોજકો
આજે ઓલિમ્પિકમાં ગોલ્ડ જીતવા નારંગ અને બિન્દ્રા નિશાન તાકશે
તિરંદાજીમાં ભારતની મહિલા ટીમનો એક પોઇન્ટથી પરાજય
સ્ટાર સ્વિમર્સની ગેરહાજરીમાં અમેરિકા ક્વોલિફાઈંગમાં બીજા ક્રમે રહ્યું
નવા સપ્તાહમાં સેન્સેક્ષ ૧૭૦૩૩થી ૧૬૫૫૫, નિફ્ટી ૫૧૬૬થી ૫૦૧૧ની રેન્જમાં ફંગોળાશે
સોના-ચાંદીમાં મિશ્ર હવામાનઃ વિશ્વબજારમાં આગેકૂચ છતાં ઘરઆંગણે ભાવો તૂટયા!
આગામી છથી આઠ માસમાં BSE IPO સાથે મુડીબજારમાં પ્રવેશશે
પૂર્વોત્તર ભારતમાં મધ્યમ તીવ્રતાના ભૂકંપથી ધરતી ધૂ્રજી ઊઠી
મેંગ્લોરમાં રેવ પાર્ટી માણી રહેલા યુવાનો પર હુમલોઃ આઠની ધરપકડ

અણ્ણા સમર્થકોએ ચિદમ્બરમના નિવાસસ્થાન આગળ દેખાવો કર્યા

ખાણ અને ખનિજો રાષ્ટ્રીય સંપત્તિઃ સુપ્રીમ
સપા મારા સભ્ય પદ વિશે હળાહળ જૂઠ બોલે છે ઃ સિદ્દિકી
ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ જીતવો તે મારૃ સ્વપ્ન છે ઃ ખેલાડી માટે અહીં ભાગ લેવો તે ગૌરવ છે
આજે મહિલા તીરંદાજી ટીમ અને સાયના પર નજર
 
 

Gujarat Samachar Plus

પાઠયપુસ્તક મંડળે શરીરના અંગોની જગ્યા બદલી નાંખી
વારસદાર વિહોણા બાઈક સાથે સેપ્ટના એ સવારો આજે પણ લાપત્તા
કોલેજોમાં જામ્યું સ્ટુડન્ટનું ઝૂમ બરાબર ઝૂમ
ના કોઈ દિશા ના કોઈ મુકામ બસ ચલ પડે હૈ
વિડીયો ગેમની અસર ઘરે નહીં સ્કૂલમાં દેખાય છે
શોપિંગ ગાઇડ જરૃરી હૈ...
પ્રેમનું પ્રતિક રાખડી બજારમાં નવી સ્ટાઇલ સાથે
 

Gujarat Samachar glamour

સલમાનની ફિલ્મનું પ્રાઇવેટ સ્ક્રીનીંગ નહીં કરાય
આમિર તરફથી બહેનને 'બર્થ-ડે' ગિફ્ટ
મનીષાએ પતિ સાથેના સંબંધોનો છેડો ફાડી નાખ્યો
કિસ્મત ફિલ્મે પહેલીવાર 'જ્યુબિલી'નો સ્વાદ ચખાડયો
સુનિતાને અંતરિક્ષમાં 'જોકર' જોવા મળશે કે નહીં?
શાહરૃખ અચાનક આરાધ્યાને રમાડવા ગયો
કરીના દબંગ-૨માં સલ્લુ સાથે આઇટમ સોન્ગ
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved