Last Update : 30-July-2012, Monday

 

ભરૃચ સહિતનાં શહેરોમાં ૧૦૦૦ની લાખોની જાલીનોટો ઘૂસાડાઈ
ગુજરાતના મેળાઓમાં જાલીનોટો ઘૂસાડવાનું ષડયંત્ર પકડાયું

ISIના ઈશારે ભારત સામે આર્થિક યુદ્ધ ઃ મજૂરોના સ્વાંગમાં છ લાખની જાલીનોટો લાવેલા છ બંગાળી યુવાનો ઝઘડિયામાંથી પકડાયા

ભરૃચ તા. ૨૯
ગુજરાતમાં શ્રાવણ મહીના દરમ્યાન ઉજવણી અને મેળાઓની મોસમ ખિલી છે. આ તકનો ગેરલાભ લઈને ગુજરાતના મેળાઓમાં જાલીનોટો ઘૂસાડવાનું વ્યાપક ષડયંત્ર રચાયાની સ્ફોટક વિગતો પ્રકાશમાં આવી છે. ભરૃચ સહિત ગુજરાતના અનેક શહેરોમાં ૧૦૦૦ના દરની લાખો રૃપિયાની જાલીનોટો ઘૂસાડવામાં આવી છે. ભરૃચના ઔદ્યોગિક વિસ્તારમાં ઝઘડિયામાં મજૂરના સ્વાંગમાં આવેલા છ બંગાળી યુવાનોને છ લાખની જાલીનોટો સાથે ભરૃચ જિલ્લા પોલીસે પકડી પાડયા છે. કમિશનથી જાલીનોટો ઘુસાડતા કેરિયર પાસેથી પોલીસે ૩.૮૩ લાખની અસલી ભારતીય ચલણી નોટો પણ કબજે કરી છે. ભરૃચ જિલ્લા ઉપરાંત સુરત, અંકલેશ્વર, ઝઘડિયા, રાજપારડી જેવા સ્થળોએ શ્રાવણના મેળાઓમાં લાખોની કિંમતની બનાવટી ચલણી નોટો ઘુસાડી હોવાની ચોંકાવનારી વિગતો પ્રકાશમાં આવી છે. પાકિસ્તાનની આઈ.એસ.આઈ. દ્વારા ભારત સામેના અઘોષિત આર્થિક યુધ્ધના ભાગરૃપે સમગ્ર ગુજરાતના મેળાઓમાં પણ જાલીનોટો ઘુસાડવાના પ્રયાસોની સંભાવનાએ એ.ટી.એસ., સી.આઈ.ડી. ક્રાઈમ સહીતની એજન્સીઓને સતર્ક કરાઈ છે.
ભરૃચ જિલ્લાના ઝઘડિયા ઔદ્યોગિક વિસ્તારમાં મજુરી માટે આવ્યા હોવાનો ડોળ કરીને રૃા.૧૦૦૦ના દરની નકલી નોટો શ્રાવણ માસના મેળાઓમાં ઘુસાડવાનું મોટુ નેટવર્ક પોલીસે ઝડપી પાડી છ જેટલા પશ્ચિમ બંગાળના યુવાનોની ધરપકડ કરવામાં આવી હતી. આ યુવાનોએ ભરૃચ જિલ્લામાં ઘુસાડી દીધેલી લગભગ રૃા. ૫ લાખની રૃા.૧૦૦૦ની નકલીનોટો, જે બજારમાં ફરતી થઇ ગઇ છે, તે શોધી કાઢવાનું કપરૃ થઇ પડયું છે.
મુળ પશ્ચિમ બંગાળના માલદા જિલ્લાના રહેવાસીઓ એવા પાંચ યુવાનો મહંમદ હબીબુલ્લા મહંમદ શેખ (ઉ.વ.૧૯), મહંમદ રઝીકુલ ઇસ્લામ બીસુ શેખ (ઉ.વ.૧૯), મહંમદ આરીફ હશન મહંમદ શેખ (ઉ.વ.૨૧), મહંમદ નશીમુલહક અફરાઝુલ શેખ (ઉ.વ.૨૩) અને હજીકઉલ ઇન્સાન શેખ (ઉ.વ.૩૨) શનિવારે પવિત્ર શ્રાવણ માસમાં ગુમાનદેવ ખાતે ભરાતા મેળામાં રૃા.૧૦૦૦ની નોટો વટાવી રહ્યા હતા, જે અંગે માહિતીના આધારે પોલીસે તેમને ઝડપી લઇ તલાશી લેતા તેમની પાસેથી રૃા.૧૦૦૦ના દરની ભારતીય ચલણની અસલી જેવી જ લાગતી પરંતુ નકલી નોટો મળી આવી હતી. જેની કિંમત રૃા. ૧,૦૫,૦૦૦ની છે, જ્યારે આ સાથે તેમણે ભારતીય ચલણમાં વટાવીને મેળવેલી અસલી રૃા.૫૦૦, ૧૦૦, ૫૦, ૨૦ અને ૧૦ની નોટો પણ પોલીસે કબ્જે કરી છે. ઉપરાંત ભરૃચ, અંકલેશ્વર, ઝઘડીયા, રાજપારડી, રાજપીપલા અને સુરત જેવા સ્થળોએથી તેમણે રૃા.૧૦૦૦ની બનાવટી નોટો દ્વારા જુદી જુદી દુકાનોમાંથી ખરીદેલી કોસ્મેટીક, હોઝીયરી, રેડીમેડ ગાર્મેન્ટસ, છત્રીઓ, ફુટવેર, રમકડા ટ્રાવેલ બેગ્સ વગેરે જેવી વસ્તુઓ પણ કબ્જે કરી સાબીત કર્યુ છે કે આ આખા ષડયંત્ર પાછળ ભારતના અર્થતંત્રને ખોરવી નાખવાનો હેતુ રહેલો છે.
જિલ્લા પોલીસવડાએ જણાવ્યુ હતું કે આ તમામ આરોપીઓ પૈકી ૧૯ વર્ષીય મહંમદ હબીબુલ્લા શેખ માસ્ટર માઇન્ડ છે. આ આરોપી એપ્રિલ-૨૦૧૨માં મપુસા (ગોવા) ખાતે બનાવટી ચલણી નોટ વટાવવા જતા પોલીસના હાથે ઝડપાયો હતો, જેણે જેલ પણ ભોગવી છે અને હાલ જામીન પર છુટેલો છે. તેના સાથીઓ છેલ્લા આઠ દિવસથી ભરૃચ જિલ્લામાં આવ્યા હતા અને માસ્ટર માઇન્ડની એન્ટ્રી ત્રણેક દિવસ પહેલા જ થઇ હતી.
પોલીસની પ્રાથમીક પુછપરછમાં બહાર આવ્યુ છે કે આરોપીઓને ભારતીય ચલણમાં નકલી નોટો ઘુસાડી અર્થતંત્રને ખોરવવા માટે બાંગ્લાદેશની બોર્ડર પરથી કોઇ ગઝલુ નામના એજન્ટે રૃા. ૬ લાખની નોટો આપી હતી. આ ગઝલુ નામના એજન્ટને ભારત - બાંગ્લાદેશની સીમા પર જઇને ઝડપી લેવાનું એક વ્યવસ્થીત પ્લાનીંગ જિલ્લા પોલીસે હાથ પર લીધુ છે અને આ આખા પ્રકરણની જાણ અમદાવાદ એટીએસ, સીઆઇડી જેવી વિવિધ એજન્સીઓને કરાઇ છે, જેમનો સાથ લઇને આખા ષડયંત્રના મુળ સુધી પહોંચવાની પોલીસને આશા છે.
દેશવિરોધી આ પ્રવૃતીમાં સ્થાનીક સહયોગની શક્યતા ચકાસવાની દિશામાં પણ પોલીસ આગળ ધપી રહી છે. તા.૨૨મીએ હાવડા એક્સપ્રેસ ટ્રેનથી મુસાફરી કરીને ભરૃચ આવેલા અને તે બાદ ઝઘડિયા નજીકના દઢેડા ગામે રૃમ ભાડે રાખીને રહેતા આરોપીઓની નકલી નોટો વટાવીને અસલી ભારતીય ચલણ ભેગુ કરવાની મોડસ ઓપરેન્ડી ઘણા સવાલો ઉભા કરે છે. તદ્દન અસલી લાગે તેવી અને શક્યતઃ પાકિસ્તાની જાસુસી સંસ્થા આઇએસઆઇની આડકતરી સંડોવણી સમાન આ ઘટનામાં પોલીસ તપાસ શરૃ કરી છે.

ભરૃચ અને આસપાસના શહેરોમાં ફરતી થયેલી
7CL અને 6 CC સીરીઝની ૧૦૦૦ ના દરની નકલી નોટો
ભેજાબાજોએ પાંચ લાખની નોટો ગણત્રીનાં દિવસોમાં વટાવી નાંખી

ભરૃચ,તા.૨૯
ભરૃચ જીલ્લા પોલીસે નકલી નોટોની બે સીરીઝ પણ જાહેર કરી છે, જે અનુસાર ૭ સીએલ અને ૬ સીસી સીરીઝની રૃા.૧૦૦૦ ની કોઇ નોટ જણાય તો પોલીસનો સંપર્ક કરવા જણાવાયું છે.
ભારતીય બજારમાં પ્રવાહીત થઇ ચુકેલી રૃા.૧૦૦૦ ની બનાવટી નોટોનું આ ષડયંત્ર, નાના દુકાનદારો અને વેપારીઓને ઉજાગરા કરાવી જાય તેવું છે.
પ્રજાની જાગૃતતા અને સહકાર થકી જ દેશના છુપા દુશ્મનોની આર્થીક આંતકવાદ જેવી પ્રવૃત્તી પર કાબુ મેળવી શકાશે, તેવું ભરૃચ જીલ્લા પોલીસ વડા ગૌતમ પરમારે જણાવ્યું હતું. બાંગ્લાદેશી બોર્ડર પરથી કોઇ ગઝલુ નામના એજન્ટે રૃા.૬ લાખની નકલી નોટોના બંડલ પકડાવી પશ્ચિમ બંગાળના યુવાનોને ઝઘડીયા કેમ મોકલ્યા હશે?? તે અંગે પણ અનેક પ્રશ્નો ઉભા થયા છે.

 

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

સાયના-વિજેન્દરની વિજય સાથે શરૃઆત ઃ મહિલા તીરંદાજી-શૂટિંગમાં ફ્લોપ શો

ભારતીય ટીમની સાથે પરેડ કરનારી યુવતી કાર્યક્રમની કલાકાર હતી ઃઆયોજકો
આજે ઓલિમ્પિકમાં ગોલ્ડ જીતવા નારંગ અને બિન્દ્રા નિશાન તાકશે
તિરંદાજીમાં ભારતની મહિલા ટીમનો એક પોઇન્ટથી પરાજય
સ્ટાર સ્વિમર્સની ગેરહાજરીમાં અમેરિકા ક્વોલિફાઈંગમાં બીજા ક્રમે રહ્યું
નવા સપ્તાહમાં સેન્સેક્ષ ૧૭૦૩૩થી ૧૬૫૫૫, નિફ્ટી ૫૧૬૬થી ૫૦૧૧ની રેન્જમાં ફંગોળાશે
સોના-ચાંદીમાં મિશ્ર હવામાનઃ વિશ્વબજારમાં આગેકૂચ છતાં ઘરઆંગણે ભાવો તૂટયા!
આગામી છથી આઠ માસમાં BSE IPO સાથે મુડીબજારમાં પ્રવેશશે
પૂર્વોત્તર ભારતમાં મધ્યમ તીવ્રતાના ભૂકંપથી ધરતી ધૂ્રજી ઊઠી
મેંગ્લોરમાં રેવ પાર્ટી માણી રહેલા યુવાનો પર હુમલોઃ આઠની ધરપકડ

અણ્ણા સમર્થકોએ ચિદમ્બરમના નિવાસસ્થાન આગળ દેખાવો કર્યા

ખાણ અને ખનિજો રાષ્ટ્રીય સંપત્તિઃ સુપ્રીમ
સપા મારા સભ્ય પદ વિશે હળાહળ જૂઠ બોલે છે ઃ સિદ્દિકી
ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ જીતવો તે મારૃ સ્વપ્ન છે ઃ ખેલાડી માટે અહીં ભાગ લેવો તે ગૌરવ છે
આજે મહિલા તીરંદાજી ટીમ અને સાયના પર નજર
 
 

Gujarat Samachar Plus

પાઠયપુસ્તક મંડળે શરીરના અંગોની જગ્યા બદલી નાંખી
વારસદાર વિહોણા બાઈક સાથે સેપ્ટના એ સવારો આજે પણ લાપત્તા
કોલેજોમાં જામ્યું સ્ટુડન્ટનું ઝૂમ બરાબર ઝૂમ
ના કોઈ દિશા ના કોઈ મુકામ બસ ચલ પડે હૈ
વિડીયો ગેમની અસર ઘરે નહીં સ્કૂલમાં દેખાય છે
શોપિંગ ગાઇડ જરૃરી હૈ...
પ્રેમનું પ્રતિક રાખડી બજારમાં નવી સ્ટાઇલ સાથે
 

Gujarat Samachar glamour

સલમાનની ફિલ્મનું પ્રાઇવેટ સ્ક્રીનીંગ નહીં કરાય
આમિર તરફથી બહેનને 'બર્થ-ડે' ગિફ્ટ
મનીષાએ પતિ સાથેના સંબંધોનો છેડો ફાડી નાખ્યો
કિસ્મત ફિલ્મે પહેલીવાર 'જ્યુબિલી'નો સ્વાદ ચખાડયો
સુનિતાને અંતરિક્ષમાં 'જોકર' જોવા મળશે કે નહીં?
શાહરૃખ અચાનક આરાધ્યાને રમાડવા ગયો
કરીના દબંગ-૨માં સલ્લુ સાથે આઇટમ સોન્ગ
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 

 

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved