Last Update : 30-July-2012, Monday

 

હોસ્પિટલોમાં સ્વાઈન ફ્લૂની બોગસ ટેબ્લેટ્સ

- કેન્દ્રએ આપેલી ટેબ્લેટો અપ્રમાણિત

 

 

- ટેબ્લેટનો ઉપયોગ અટકાવાયો

અમદાવાદ, રવિવાર
ગુજરાતમાં વર્ષ ર૦૦૯થી શરૃ થયેલો સ્વાઈન ફલૂનો હાહાકાર હજુ શમ્યો નથી. ત્યારે કેન્દ્ર સરકારે સ્વાઈન ફલૂ માટે દરેક રાજયોના આરોગ્ય ખાતાને આપેલી ઓઝેલ્ટામીવીર નામની ટેબ્લેટ્સ અપ્રમાણિત(બિન અસરકારક) હોવાનું ખુદ કેન્દ્ર સરકારે જાહેર કરી આ ટેબ્લેટ્સનો ઉપયોગ અટકાવવા આદેશ કરતા ખળભળાટ મચી ગયો છે.
નવા રોગ તરીકે સ્વાઈન ફલૂએ ગુજરાતમાં વર્ષ ર૦૦૯માં એન્ટ્રી કરી હતી. આ રોગની કોઈ જ સારવાર પધ્ધતિ નવી હતી અને બજારમાં કોઈ દવાઓ શોધાઈ ન હોવાથી રાજયનું આરોગ્ય તંત્ર કેન્દ્ર સરકારના આરોગ્ય તંત્ર પર નિર્ભર હતું. ગુજરાતમાં વર્ષ ર૦૦૯ અને ર૦૧૦માં અનુક્રમે ૬૯૭ અને ૧૬૮ર દર્દીઓમાં સ્વાઈન ફલૂ કન્ફર્મ થયો હતો. તે પૈકી ર૦૦૯માં ૧૧૭ અને ર૦૧૦માં ૩પ૩ દર્દીઓ મોતને ભેટી ચુક્યા હતા.
આવા કટોકટીના સમયમાં કેન્દ્ર સરકારના આરોગ્ય વિભાગ દ્વારા ગુજરાત સરકારના આરોગ્ય ખાતાને સ્વાઈન ફલૂ માટે ઓઝેલ્ટામીવીર ૭પ એમ.જી. નામની ટેબ્લેટ્સનો જથ્થો મોકલવામાં આવ્યો હતો. બે તબક્કામાં કુલ પ લાખ ટેબ્લેટ્સ ગુજરાતને મોકલાઈ હતી. રાજયના આરોગ્ય વિભાગે દરેક જિલ્લાની સરકારી હોસ્પિટલોને આ ટેબ્લેટ્સ મોકલી આપી હતી. સ્વાઈન ફલૂમાં અસરકારક હોવાનું માની દરેક જિલ્લાની સરકારી હોસ્પિટલો સ્વાઈન ફલૂના દર્દીઓને આ ટેબ્લેટ્સ લેવડાવતી હતી.
દરમિયાનમાં ગત્ તા.રર/૬ના રોજ કેન્દ્ર સરકારે ગુજરાતના આરોગ્ય તંત્રને પત્ર લખી જણાવ્યું છે કે સ્વાઈન ફલૂ માટે અપાયેલી ઓઝેલ્ટામીવીર નામની ટેબ્લેટ્સ અપ્રમાણસર જાહેર થઈ હોવાથી તેનો તાકીદે ઉપયોગ બંધ કરાવવો અને જે જથ્થો પડયો હોય તે સ્થગિત કરી દેવો. આ પત્ર બાદ રાજયના આરોગ્ય વિભાગે દરેક સરકારી હોસ્પિટલોને આ સુચનાનો અમલ કરવા અને કેટલી ટેબ્લેટ્સ હજુ પડી રહી છે તેની સંખ્યા જણાવવાનું કહ્યું હતું.
જેમાં ચોંકાવનારી એવી હકિકત સામે આવી છે કે કુલ પ લાખમાંથી ૧.પ૩ લાખ ટેબ્લેટ્સનો વપરાશ થઈ ચુક્યો છે. ત્યારે આ ૧.પ૩ લાખ ટેબ્લેટ્સ સ્વાઈન ફલૂના જે જે દર્દીઓને આપવામાં આવી તેનું શું થયું? તે તપાસનો વિષય છે. જે દવા અસરકારક માની આપવામાં આવી તે સત્તાવાર રીતે બિન અસરકારક સાબિત થઈ છે ત્યારે આ ટેબ્લેટ્સ લેનાર દર્દીઓ ટેબ્લેટ્સની અસર ન થવાના કારણે મોતને તો નહીં ભેટયા હોય ને? તેની ચિંતા ખુદ આરોગ્ય તંત્રને સતાવી રહી છેે.

કેન્દ્રના આરોગ્ય તંત્રે ભ્રષ્ટાચાર આચરી ટેબ્લેટ્સ ખરીદી હતી?
અતિ ગંભીર એવા સ્વાઈન ફલૂ માટ કેન્દ્ર સરકારના આરોગ્ય તંત્રે મોટો ભ્રષ્ટાચાર આચરીને મે.સ્ટ્રીડેસ આર્કોલેબ લી. બેંગલોર દ્વારા બનાવાયેલી ઓઝેલ્ટામીવીર નામની ટેબ્લેટ્સ ખરીદી હોવાની શંકા પ્રબળ બની છે. કારણ કે સ્વાઈન ફલૂ જેવી ગંભીર બિમારી માટે આટલો મોટો જથ્થો ખરીદાતો હોય ત્યારે તેનું કોઈ પરિક્ષણ જ ન થાય અને થાય તો ખરીદીના બે વર્ષ બાદ થાય તે ગુનાઈત બેદરકારીનું ઉદાહરણ પુરું પાડે છે.

મોટી સંખ્યામાં મોત થવા પાછળ ટેબ્લેટ્સ જવાબદાર તો નથીને?
સ્વાઈન ફલૂ જયારે તેની ચરમસીમા પર હતો ત્યારે તેની સારવાર માટે ગુજરાતમાં આ ટેબ્લેટ્સ સિવાય અન્ય કોઈ મહત્વની દવાઓ નહોતી. તો સ્વાઈન ફલૂમાં મોટી સંખ્યામાં મોત નિપજ્યા છે તેની પાછળ આ ટેબ્લેટ્સ તો જવાબદાર નથીને? તેની ચર્ચાએ જોર પકડયું છે. રાજયમાં સ્વાઈન ફલૂની છેલ્લા ચાર વર્ષની સ્થિતી નીચે મુજબ છે.

વર્ષ

લીધેલા ટેસ્ટની

કન્ફર્મ કેસ

મોત

 

સંખ્યા

 

 

ર૦૦૯

ર૭૩૧

૬૯૭

૧૧૭

ર૦૧૦

૬ર૮૭

૧૬૮ર

૩પ૩

ર૦૧૧

૧૬૬

ર૦૧ર

૧પ૪

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

સાયના-વિજેન્દરની વિજય સાથે શરૃઆત ઃ મહિલા તીરંદાજી-શૂટિંગમાં ફ્લોપ શો

ભારતીય ટીમની સાથે પરેડ કરનારી યુવતી કાર્યક્રમની કલાકાર હતી ઃઆયોજકો
આજે ઓલિમ્પિકમાં ગોલ્ડ જીતવા નારંગ અને બિન્દ્રા નિશાન તાકશે
તિરંદાજીમાં ભારતની મહિલા ટીમનો એક પોઇન્ટથી પરાજય
સ્ટાર સ્વિમર્સની ગેરહાજરીમાં અમેરિકા ક્વોલિફાઈંગમાં બીજા ક્રમે રહ્યું
નવા સપ્તાહમાં સેન્સેક્ષ ૧૭૦૩૩થી ૧૬૫૫૫, નિફ્ટી ૫૧૬૬થી ૫૦૧૧ની રેન્જમાં ફંગોળાશે
સોના-ચાંદીમાં મિશ્ર હવામાનઃ વિશ્વબજારમાં આગેકૂચ છતાં ઘરઆંગણે ભાવો તૂટયા!
આગામી છથી આઠ માસમાં BSE IPO સાથે મુડીબજારમાં પ્રવેશશે
પૂર્વોત્તર ભારતમાં મધ્યમ તીવ્રતાના ભૂકંપથી ધરતી ધૂ્રજી ઊઠી
મેંગ્લોરમાં રેવ પાર્ટી માણી રહેલા યુવાનો પર હુમલોઃ આઠની ધરપકડ

અણ્ણા સમર્થકોએ ચિદમ્બરમના નિવાસસ્થાન આગળ દેખાવો કર્યા

ખાણ અને ખનિજો રાષ્ટ્રીય સંપત્તિઃ સુપ્રીમ
સપા મારા સભ્ય પદ વિશે હળાહળ જૂઠ બોલે છે ઃ સિદ્દિકી
ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ જીતવો તે મારૃ સ્વપ્ન છે ઃ ખેલાડી માટે અહીં ભાગ લેવો તે ગૌરવ છે
આજે મહિલા તીરંદાજી ટીમ અને સાયના પર નજર
 
 

Gujarat Samachar Plus

પાઠયપુસ્તક મંડળે શરીરના અંગોની જગ્યા બદલી નાંખી
વારસદાર વિહોણા બાઈક સાથે સેપ્ટના એ સવારો આજે પણ લાપત્તા
કોલેજોમાં જામ્યું સ્ટુડન્ટનું ઝૂમ બરાબર ઝૂમ
ના કોઈ દિશા ના કોઈ મુકામ બસ ચલ પડે હૈ
વિડીયો ગેમની અસર ઘરે નહીં સ્કૂલમાં દેખાય છે
શોપિંગ ગાઇડ જરૃરી હૈ...
પ્રેમનું પ્રતિક રાખડી બજારમાં નવી સ્ટાઇલ સાથે
 

Gujarat Samachar glamour

સલમાનની ફિલ્મનું પ્રાઇવેટ સ્ક્રીનીંગ નહીં કરાય
આમિર તરફથી બહેનને 'બર્થ-ડે' ગિફ્ટ
મનીષાએ પતિ સાથેના સંબંધોનો છેડો ફાડી નાખ્યો
કિસ્મત ફિલ્મે પહેલીવાર 'જ્યુબિલી'નો સ્વાદ ચખાડયો
સુનિતાને અંતરિક્ષમાં 'જોકર' જોવા મળશે કે નહીં?
શાહરૃખ અચાનક આરાધ્યાને રમાડવા ગયો
કરીના દબંગ-૨માં સલ્લુ સાથે આઇટમ સોન્ગ
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved