Last Update : 30-July-2012, Monday

 

કેશુભાઇ કામચલાઉ ઉત્તેજના સર્જે છેઃ જેઠમલાણી

- મોદી PMપદના યોગ્ય ઉમેદવાર

 

 

- ઓગસ્ટમાં અમિત શાહનું ભાવી નક્કી થશે

અમદાવાદ, રવિવાર
કોંગ્રેસના એન.ડી તિવારીએ ૮૭ વર્ષે પિતા બનીને કેન્દ્રના રાજકારણમાં જેમ ઉત્તેજના સર્જી તેમ કેશુભાઇ પટેલ ગુજરાતના રાજકારણમાં કામચલાઉ ઉત્તેજના સર્જી રહ્યાં છે. તેમ સિંધી સમાજના એક કાર્યક્રમમાં ભાગ લેવા આવેલા વરિષ્ઠ વકિલ અને રાજ્યસભાના મેમ્બર રામ જેઠમલાણીએ કહ્યું હતુ. તેમણે વડાપ્રધાન પદ માટે મોદી શ્રેષ્ઠ વિકલ્પ હોવાનું કહ્યું હતુ. આ મત તેમનો પોતાનો છે પરંતુ પાર્ટીના મોટા ભાગના લોકો તેમના મતથી સહમત હશે તેમ પણ તેમણે ઉમેર્યું હતુ.
કુબેરનગરની એમ.જી સ્કૂલમાં યોજાયેલા 'સિંધુ વર્લ્ડ યુથ'નામના એક કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે હાજર રહેલા રામ જેઠમલાણીએ પત્રકારો સાથે વાત કરતા કહ્યું હતુ કે- કેન્દ્રની ભ્રષ્ટ સરકાર સામે માત્ર નરેન્દ્ર મોદી એક જ આશાનું કિરણ છે. મારા મત મુજબ તે પક્ષમાંથી વડાપ્રધાન પદ માટેના યોગ્ય ઉમેદવાર છે. એટલું જ નહીં તેમણે જો મોદી વડાપ્રધાન બને અને ગુજરાતમાં મુખ્ય પ્રધનની ખુરશી ખાલી થાય તો ત્યાં આનંદી બહેન પટેલને બેસાડવામાં આવે તેવી પણ ઇચ્છા વ્યક્ત કરી હતી.
જેઠમલાણીએ ઉમેર્યું હતુ કે રાજ્યના પૂર્વ મંત્રી અમિત શાહ અંગેનો ચૂકાદો ઓગષ્ટના અંત સુધીમાં આવી શકે છે. જેમાં અમિત શાહની તમામ શરતો ઉઠાવી લેવાય તો તે આગામી ચૂંટણી દરમિયાન ગુજરાતની પ્રજા સાથે રહેશે. જો ચૂકાદો તેમની વિરૃધ્ધમાં આવે તો તે અત્યાર સુધીનો સૌથી મોટો અન્યાયી નિર્ણય ગણાશે.
તેમણે લોકઆયુક્તના મુદ્દે ગુજરાતમાં શું સ્થિતિ છે તેની મને ખબર નથી તેમ કહી જવાબ આપવાનું ટાળ્યું હતુ. સાથે કહ્યું હતુ કે- સત્તા રાજ્યોના હાથમાં જ હોવી જોઇએ. જો લોક આયુક્તની નિમણુકની સત્તા કેન્દ્રના હાથમાં આપવામાં આવે તો બંધારણમાં ફેરફાર કરવા પડે અને તે સહેલું નથી.
જરૃરીયાત વાળા બાળકોને શૈક્ષણીક સહાય મળી રહે તે માટે આજે કુબેરનગરની એમ.જી હાઇસ્કૂલમાં સિંધુ વર્લ્ડ યુથના નેજા હેઠળ એક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં નરોડા અને આસપાસના વિસ્તારની ૫૦ શાળામાંથી ૬૫૦ વિદ્યાર્થીઓને ૩-૩ હજાર રૃપિયા સુધીની આર્થિક સહાય આપવામાં આવી હતી. આ કાર્યક્રમમાં મહેસુલ મંત્રી આનંદીબહેન પટેલ, પૂર્વ કેન્દ્રિય મંત્રી રામ જેઠમલાણી તથા ગ્લોબલ સિંધી કાઉન્સિલના ચેરમેન રામ જોહરાણી સહિતના લોકો ઉપસ્થિત રહ્યાં હતા.

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

સાયના-વિજેન્દરની વિજય સાથે શરૃઆત ઃ મહિલા તીરંદાજી-શૂટિંગમાં ફ્લોપ શો

ભારતીય ટીમની સાથે પરેડ કરનારી યુવતી કાર્યક્રમની કલાકાર હતી ઃઆયોજકો
આજે ઓલિમ્પિકમાં ગોલ્ડ જીતવા નારંગ અને બિન્દ્રા નિશાન તાકશે
તિરંદાજીમાં ભારતની મહિલા ટીમનો એક પોઇન્ટથી પરાજય
સ્ટાર સ્વિમર્સની ગેરહાજરીમાં અમેરિકા ક્વોલિફાઈંગમાં બીજા ક્રમે રહ્યું
નવા સપ્તાહમાં સેન્સેક્ષ ૧૭૦૩૩થી ૧૬૫૫૫, નિફ્ટી ૫૧૬૬થી ૫૦૧૧ની રેન્જમાં ફંગોળાશે
સોના-ચાંદીમાં મિશ્ર હવામાનઃ વિશ્વબજારમાં આગેકૂચ છતાં ઘરઆંગણે ભાવો તૂટયા!
આગામી છથી આઠ માસમાં BSE IPO સાથે મુડીબજારમાં પ્રવેશશે
પૂર્વોત્તર ભારતમાં મધ્યમ તીવ્રતાના ભૂકંપથી ધરતી ધૂ્રજી ઊઠી
મેંગ્લોરમાં રેવ પાર્ટી માણી રહેલા યુવાનો પર હુમલોઃ આઠની ધરપકડ

અણ્ણા સમર્થકોએ ચિદમ્બરમના નિવાસસ્થાન આગળ દેખાવો કર્યા

ખાણ અને ખનિજો રાષ્ટ્રીય સંપત્તિઃ સુપ્રીમ
સપા મારા સભ્ય પદ વિશે હળાહળ જૂઠ બોલે છે ઃ સિદ્દિકી
ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ જીતવો તે મારૃ સ્વપ્ન છે ઃ ખેલાડી માટે અહીં ભાગ લેવો તે ગૌરવ છે
આજે મહિલા તીરંદાજી ટીમ અને સાયના પર નજર
 
 

Gujarat Samachar Plus

પાઠયપુસ્તક મંડળે શરીરના અંગોની જગ્યા બદલી નાંખી
વારસદાર વિહોણા બાઈક સાથે સેપ્ટના એ સવારો આજે પણ લાપત્તા
કોલેજોમાં જામ્યું સ્ટુડન્ટનું ઝૂમ બરાબર ઝૂમ
ના કોઈ દિશા ના કોઈ મુકામ બસ ચલ પડે હૈ
વિડીયો ગેમની અસર ઘરે નહીં સ્કૂલમાં દેખાય છે
શોપિંગ ગાઇડ જરૃરી હૈ...
પ્રેમનું પ્રતિક રાખડી બજારમાં નવી સ્ટાઇલ સાથે
 

Gujarat Samachar glamour

સલમાનની ફિલ્મનું પ્રાઇવેટ સ્ક્રીનીંગ નહીં કરાય
આમિર તરફથી બહેનને 'બર્થ-ડે' ગિફ્ટ
મનીષાએ પતિ સાથેના સંબંધોનો છેડો ફાડી નાખ્યો
કિસ્મત ફિલ્મે પહેલીવાર 'જ્યુબિલી'નો સ્વાદ ચખાડયો
સુનિતાને અંતરિક્ષમાં 'જોકર' જોવા મળશે કે નહીં?
શાહરૃખ અચાનક આરાધ્યાને રમાડવા ગયો
કરીના દબંગ-૨માં સલ્લુ સાથે આઇટમ સોન્ગ
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved