Last Update : 30-July-2012, Monday

 

તરૃણસાગરજીનો ધર્મમંચ રાજકીય અખાડો બન્યો

- ધર્મ રાજ્યાશ્રિત હોય તેવું ચિત્ર

 

 

- પોતાની ગરિમાને ઝાંખપ લગાડી

અમદાવાદ, રવિવાર
અમદાવાદમાં જૈન દિગમ્બર મુનિ તરૃણસાગરજીના ચાતુર્માસ નિમિત્તે ચાલી રહેલા કડવે પ્રવચનનો ધર્મ મંચ આજે રાજકારણનો અખાડો બની ગયો હતો. મુનિ તરૃણસાગરજીએ પોતાની ધર્મવાણીના બદલે રાજકારણનો રાગ આલાપી પોતાની ગરિમા અને સમગ્ર કાર્યક્રમને ઝાંખપ લગાડી હતી. તો મુખ્યમંત્રી મોદી અને રામદેવજીએ પણ મંચને પોતાની રાજકીય ભાષણબાજીનો મંચ બનાવી દીધો હતો.
પોતાની તેજાબી વાણી માટે પ્રખ્યાત એવા જૈન મુનિ તરૃણસાગરજી હાલમાં અમદાવાદમાં ચાતુર્માસ ગાળી રહ્યા છે. ત્યારે તેમની ઉપસ્થિતિમાં કડવે પ્રવચનના મંચ પરથી આજે તરૃણ ક્રાંતિ પુરસ્કાર એનાયત કરવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમની વાણી સાંભળવા માટે હજારો શ્રાવકો ઉમટી પડે છે તેવા મુનિ તરૃણસાગરજીની ઉપસ્થિતિમાં રાજકારણીઓ પોતાના પ્રવચનમાં રાજકીય હિસાબ ચુકવતા હતા. અને સમગ્ર કાર્યક્રમને રાજકીય રંગ આપી દેતા હતા.
આ પ્રસંગે મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે આ વખતે તરુણસાગરજી મહારાજે કમળ ઉપર બેસવાનું પસંદ કર્યુ છે, આ સંકેત આપણા માટે પૂરતો છે, આજે લોકતંત્રનો બુરખો પહેરીને અલોકતાંત્રિક કામ થઇ રહ્યાં છે. ગુજરાતની ઓળખ શ્વેત ક્રાંતિને કારણે થઇ છે. હરિયાણા-પંજાબે હરિત ક્રાંતિ કરી છે. તેનું આપણે ગૌરવ અનુભવીએ છીએ પરંતુ દિલ્હીની સલ્તનત, મેડમ સોનિયાજીની કોંગ્રેસ સરકાર ગુલાબી ક્રાંતિ લાવી રહી છે. તમને ખબર જ હશે કે મટનનો રંગ ગુલાબી રંગનો હોય છે. ભારતમાંથી ગૌમાંસ નિકાસ માટે ૫૦ કરોડ રુપિયાની સબસીડી આપવા માગે છે.
બાબા રામદેવજીએ નરેન્દ્ર મોદીને રાજર્ષિની સાથે સરખામણી કરીને કહ્યું કે મોદીનાં નામ માત્રથી ભારતની રાજનીતિમાં ભૂકંપ આવી જાય છે. કેટલાકે મને પૂછ્યું કે તેમની સાથે વિવાદ કેમ જોડાય છે? મેં કહ્યું કે મોદી તેની સાથે જન્મ્યા છે. લોકો મને ગુજરાતનાં ભ્રષ્ટાચાર અંગે પૂછે છે પરંતુ તે અંગેનું મને કંઇ દેખાયું નથી. જો ગુજરાતમાં કંઇ ખોટું થયું હોત તો નરેન્દ્રભાઇ જેલમાં હોત. જેણે પોતાના લોકોને જ જેલમાં નાંખ્યા છે તે ખોટું કેમ થવા દે? ક્રાંતિકારીઓને જેલમાં જવું પડે છે. ક્રાંતિ માટે જેલમાં જવું તે સૌભાગ્યની વાત છે. ૨૦૧૨ ક્રાંતિનું વર્ષ છે. ગુજરાત ક્રાંતિની ભૂમિ છે. આજે જ્યાં ભારતે પહોંચવું છે ત્યાં ગુજરાત મોટી ભૂમિકા ભજવશે.
મુનિ તરુણસાગરજી મ.સા.એ જણાવ્યું કે એવા ઉલ્લેખો છે કે સંતોનો પ્રભાવ એટલો હતો કે સિંહ અને ગાય એક જ સ્થળે પાણી પીતાં પરંતુ મારો એવો પ્રભાવ નથી. પણ એટલો પ્રભાવ જરુર છે કે કોંગ્રેસ અને ભાજપનાં લોકો એક મંચ ઉપર બસેવા તૈયાર થઇ જાય. ગુજરાતમાં વિકાસનું કામ થયું છે, તેટલું અન્ય ક્યાંય થયું નથી. તેનો શ્રેય મોદીજી અને તેમની સરકારને જાય છે. જીવનમાં ક્યારેય રામભરોસે ન બેસો પણ રામ તો તમારે ભરોસે બેઠા છે કે અયોધ્યામાં રામ-મંદિર બને. આજે દિલ્હીમાં જે બેઠા છે, તેમને ધીરું સંભળાય છે માટે જોરથી બોલું છું. માણસ ઊંચી ખુરશી ઉપર બેસે ત્યારે ઉચ્ચ કામો કરવા જોઇએ તેને બદલે તેને ધીરું સંભળાય છે. આજે તો લોકો મેચિંગમાં સમય બગાડે છે, વસ્ત્રો-આભૂષણો સાથે મેચિંગ કરો છો પરંતુ તમારો સ્વભાવ એવો બનાવો કે જે બધે મેચ થાય.
આજનો કાર્યક્રમ એ કોઈ પક્ષની રાજકીય સભા નહોતી. આટલા ગંભીર કાર્યક્રમમાં મંચ પરથી ધર્મની વાત થવી જોઈતી હતી, નીતિમત્તાની વાત થવી જોઈતી હતી, સમાજ સાચા રસ્તે જાય તે માટે ધાર્મિક વાતો થવી જોઈતી હતી. તેના બદલે આ તમામ બાબતો હાંસિયામાં ધકેલાઈ ગઈ અને ધર્મમંચને નિંદા મંચ બનાવી દેવાયો હતો. જૈન ધર્મ જેવો ધર્મ હોય અને મુનિ તરૃણસાગરજી જેવા સંત હોય ત્યારે ત્યાં આવતા હજારો શ્રાવકો સાચા ધર્મઆચરણના માર્ગદર્શન માટે આવતાં હોય છે તેના બદલે આજે શ્રાવકોએ નિરાશ થયા હતા.
ધર્મ કદી રાજ્યાશ્રિત નથી હોતો. તેના બદલે આજે કડવે પ્રવચનનું મંચ અને તેનો કાર્યક્રમ એવી રીતે યોજાયો કે ધર્મ રાજયાશ્રિત હોય તેવું ચિત્ર ઉપસ્યું હતું.

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

સાયના-વિજેન્દરની વિજય સાથે શરૃઆત ઃ મહિલા તીરંદાજી-શૂટિંગમાં ફ્લોપ શો

ભારતીય ટીમની સાથે પરેડ કરનારી યુવતી કાર્યક્રમની કલાકાર હતી ઃઆયોજકો
આજે ઓલિમ્પિકમાં ગોલ્ડ જીતવા નારંગ અને બિન્દ્રા નિશાન તાકશે
તિરંદાજીમાં ભારતની મહિલા ટીમનો એક પોઇન્ટથી પરાજય
સ્ટાર સ્વિમર્સની ગેરહાજરીમાં અમેરિકા ક્વોલિફાઈંગમાં બીજા ક્રમે રહ્યું
નવા સપ્તાહમાં સેન્સેક્ષ ૧૭૦૩૩થી ૧૬૫૫૫, નિફ્ટી ૫૧૬૬થી ૫૦૧૧ની રેન્જમાં ફંગોળાશે
સોના-ચાંદીમાં મિશ્ર હવામાનઃ વિશ્વબજારમાં આગેકૂચ છતાં ઘરઆંગણે ભાવો તૂટયા!
આગામી છથી આઠ માસમાં BSE IPO સાથે મુડીબજારમાં પ્રવેશશે
પૂર્વોત્તર ભારતમાં મધ્યમ તીવ્રતાના ભૂકંપથી ધરતી ધૂ્રજી ઊઠી
મેંગ્લોરમાં રેવ પાર્ટી માણી રહેલા યુવાનો પર હુમલોઃ આઠની ધરપકડ

અણ્ણા સમર્થકોએ ચિદમ્બરમના નિવાસસ્થાન આગળ દેખાવો કર્યા

ખાણ અને ખનિજો રાષ્ટ્રીય સંપત્તિઃ સુપ્રીમ
સપા મારા સભ્ય પદ વિશે હળાહળ જૂઠ બોલે છે ઃ સિદ્દિકી
ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ જીતવો તે મારૃ સ્વપ્ન છે ઃ ખેલાડી માટે અહીં ભાગ લેવો તે ગૌરવ છે
આજે મહિલા તીરંદાજી ટીમ અને સાયના પર નજર
 
 

Gujarat Samachar Plus

પાઠયપુસ્તક મંડળે શરીરના અંગોની જગ્યા બદલી નાંખી
વારસદાર વિહોણા બાઈક સાથે સેપ્ટના એ સવારો આજે પણ લાપત્તા
કોલેજોમાં જામ્યું સ્ટુડન્ટનું ઝૂમ બરાબર ઝૂમ
ના કોઈ દિશા ના કોઈ મુકામ બસ ચલ પડે હૈ
વિડીયો ગેમની અસર ઘરે નહીં સ્કૂલમાં દેખાય છે
શોપિંગ ગાઇડ જરૃરી હૈ...
પ્રેમનું પ્રતિક રાખડી બજારમાં નવી સ્ટાઇલ સાથે
 

Gujarat Samachar glamour

સલમાનની ફિલ્મનું પ્રાઇવેટ સ્ક્રીનીંગ નહીં કરાય
આમિર તરફથી બહેનને 'બર્થ-ડે' ગિફ્ટ
મનીષાએ પતિ સાથેના સંબંધોનો છેડો ફાડી નાખ્યો
કિસ્મત ફિલ્મે પહેલીવાર 'જ્યુબિલી'નો સ્વાદ ચખાડયો
સુનિતાને અંતરિક્ષમાં 'જોકર' જોવા મળશે કે નહીં?
શાહરૃખ અચાનક આરાધ્યાને રમાડવા ગયો
કરીના દબંગ-૨માં સલ્લુ સાથે આઇટમ સોન્ગ
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved