Last Update : 30-July-2012, Monday

 

એક નવા ડેરિવેટિવ પ્રોડ્ક્ટ - CFSની રજૂઆત કરવા સજ્જ થયેલું બીએસઈ

નવી પ્રોડ્ક્ટસમાં ક્રોસ માર્જિનિંગ અને પાકેટ મેકિંગ પણ ઉપલબ્ધ ઃ ૬ ઓગસ્ટથી કાર્યાન્વત થશે

અમદાવાદ, શનિવાર
બોમ્બે સ્ટોક એક્સચેન્જ (બીએસઈ) કેશ-ફ્યુચર સ્પ્રેડ (સીએફએસ) નામના એક નવા ડેરિવેટિવ પ્રોડક્ટની રજૂઆત કરવા જઈ રહ્યું છે. બીએસઈ દ્વારા રજૂ કરાઈ રહેલી આ એક નવા જ પ્રકારની સુવિધા ભારતીય શેરબજારોમાં સૌ પ્રથમવાર રજૂ કરાઈ રહી છે.
કેશ ફ્યુચર્સ આર્બિટ્રેજ એ શેર અને તેના ફ્યુચર્સ કોન્ટ્રાક્ટ જેવી એસ્સેટમાં શોર્ટ/લોંગ પોઝિશનનો સમન્વય ધરાવે છે અને જેમાં કેશ (અથવા સ્પોટ) અને ફ્યુચર્સ માર્કેટમાં કોઈ એક જ શેરમાં ભાવની ઈનિફિશન્સિ દૂર થાય છે અને જોખમવિહીન નફો કરી શકાય છે. બીએસઈની નવી સીએસએફ પ્રોડક્ટ આ જ ખ્યાલ પર આધારિત છે. આ પ્રોડક્ટની શરૃઆત આગામી તા. ૬ ઓગસ્ટથી થશે. અને તે ડેરિવેટીઝ સેગમેન્ટના તમામ શેરોમાં ઉપલબ્ધ થશે.
આ નવી પ્રોડક્ટને લીધે બજારના ખેલાડીઓ સ્લિપેજનો ભય રાખ્યા વિના ટ્રેકલોક ઈન કરી શકશે, કારણ કે અહીં કલાયન્ટની ટ્રેડ બૂકમાં એક રપ્રેડ ઓર્ડરની બે ઓફસેટિંગ પોઝિશનો રહેશે. આને લીધે આર્બિટ્રેજરો અને અન્ય સ્પ્રેડ ટ્રેડરો કાર્યદક્ષતાપૂર્વક સોદા કરી શકશે કેમ કે કારણ કે પછી તેમણે ફક્ત સ્પ્રેડ કોન્ટ્રાક્ટ પર જ સોદા જોવા અને સોદા કરવા પડશે, હાલમાં સ્પ્રેડ ટ્રેડરોએ કેશ ફ્યુચર્સ સેગમેન્ટમાં બે અલગ ઓફસેટિંગ ઓર્ડર્સ એક્ઝિક્યુટ કરવા પડે છે. હાલની પદ્ધતિમાં ક્વોટ કરેલ ભાવે એક યા બન્ને સેગમેન્ટના સોદા પડવાની કોઈ બાંયધરી નથી, જેના કારણે ટ્રેડરને નુકશાન (સ્લિપેજ) પણ થઈ શકે છે.
હાલમાં જે પ્રમાણે ચાલે છે તે જ રીતે સીએપએસ હેઠળ થયેલા સોદાનું કેશ લેગ T+2 ના ધોરણે ડિલિવરી દ્વારા રોટલ થશે. ફ્યુચર્સ લેગમાં ડિલિવરીની એક્સપાયરી થયાના ત્રણ દિવસ સુધીમાં સેટલમેન્ટ થશે. બીએસઈ ઈક્વિટી ડેરિવેટિવ્સમાં ડિલીવરી આધારિત સેટલમેન્ટને અનુસરે છે.
બીએસઈના ડિલિવરી આધારિત ફ્યુચર્સ અને તેના સીમલેસ અરલી પે-ઈન મિકેનિઝમની રચનામાં અનોખો લાભ રહેલો છે. કેશમાં લોન્ગ અને ફ્યુચરમાં શોર્ટ પોઝિશન ધરાવતો એક ટ્રેડર શેરોનું વહેલું પે-ઈન કરી શકે છે. અને એક્સપાયરી સુધી પોતાની ઓપન ફ્યુચર્સ પોઝિશનો સામે માર્જિન બ્લોકના થાય તેની ખાતરી રાખી શકે છે. બજારના ખેલાડીઓ દૈનિક માર્જિનની કશી ચિંતા કર્યા વિના સ્પ્રેડ લોક ઈન કરવાની તક માટે વિચારણા કરી શકે છે.
હાલમાં કેશ અને ફ્યુચર્સ વચ્ચેના સ્પ્રેડનો લાભ લેવા ઇચ્છતા લોકોએ ચાર વિભિન્ન સોદાઓ એન્ટર કરવા પડે છે. ઉદાહરણ તરીકે ફ્યુચર લઈને કેશમાં વેચવું અને પોઝિશનો સ્કવેર ઓફ કરવા માટે ટ્રેડને ઉલટાવવો. આ પદ્ધતિમાં ભાવની વધઘટનું જોખમ રહેલું છે અને ચાર ટ્રાન્ઝેક્શન થતા હોવાથી ખર્ચ પણ વધે છે.
સીએફએસમાં ક્રોસ માર્જિનિંગ અને માર્કેટ મેકિંગ પણ ઉપલબ્ધ રહેશે. માર્કેટ મેકિંગ લિક્વિડિટીનું સર્જન કરવામાં મદદરૃપ થશે, જ્યારે ક્રોસ-માર્જિનના લીધે ખેલાડીઓ તેમની કેશ અને ડેરિવેટિઝ પોઝિશનોની બાસ્કેટની સંપૂર્મ પોઝિશન જોઈ શકશે અને બન્ને સેગમેન્ટમાં અલગ અલગ રીતે પોઝિશનો જોવી પડશે નહીં. આને લીધે માર્જિનની રિક્વાયરમેન્ટ પણ ઘટશે.

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

સાયના-વિજેન્દરની વિજય સાથે શરૃઆત ઃ મહિલા તીરંદાજી-શૂટિંગમાં ફ્લોપ શો

ભારતીય ટીમની સાથે પરેડ કરનારી યુવતી કાર્યક્રમની કલાકાર હતી ઃઆયોજકો
આજે ઓલિમ્પિકમાં ગોલ્ડ જીતવા નારંગ અને બિન્દ્રા નિશાન તાકશે
તિરંદાજીમાં ભારતની મહિલા ટીમનો એક પોઇન્ટથી પરાજય
સ્ટાર સ્વિમર્સની ગેરહાજરીમાં અમેરિકા ક્વોલિફાઈંગમાં બીજા ક્રમે રહ્યું
નવા સપ્તાહમાં સેન્સેક્ષ ૧૭૦૩૩થી ૧૬૫૫૫, નિફ્ટી ૫૧૬૬થી ૫૦૧૧ની રેન્જમાં ફંગોળાશે
સોના-ચાંદીમાં મિશ્ર હવામાનઃ વિશ્વબજારમાં આગેકૂચ છતાં ઘરઆંગણે ભાવો તૂટયા!
આગામી છથી આઠ માસમાં BSE IPO સાથે મુડીબજારમાં પ્રવેશશે
પૂર્વોત્તર ભારતમાં મધ્યમ તીવ્રતાના ભૂકંપથી ધરતી ધૂ્રજી ઊઠી
મેંગ્લોરમાં રેવ પાર્ટી માણી રહેલા યુવાનો પર હુમલોઃ આઠની ધરપકડ

અણ્ણા સમર્થકોએ ચિદમ્બરમના નિવાસસ્થાન આગળ દેખાવો કર્યા

ખાણ અને ખનિજો રાષ્ટ્રીય સંપત્તિઃ સુપ્રીમ
સપા મારા સભ્ય પદ વિશે હળાહળ જૂઠ બોલે છે ઃ સિદ્દિકી
ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ જીતવો તે મારૃ સ્વપ્ન છે ઃ ખેલાડી માટે અહીં ભાગ લેવો તે ગૌરવ છે
આજે મહિલા તીરંદાજી ટીમ અને સાયના પર નજર
 
 

Gujarat Samachar Plus

પાઠયપુસ્તક મંડળે શરીરના અંગોની જગ્યા બદલી નાંખી
વારસદાર વિહોણા બાઈક સાથે સેપ્ટના એ સવારો આજે પણ લાપત્તા
કોલેજોમાં જામ્યું સ્ટુડન્ટનું ઝૂમ બરાબર ઝૂમ
ના કોઈ દિશા ના કોઈ મુકામ બસ ચલ પડે હૈ
વિડીયો ગેમની અસર ઘરે નહીં સ્કૂલમાં દેખાય છે
શોપિંગ ગાઇડ જરૃરી હૈ...
પ્રેમનું પ્રતિક રાખડી બજારમાં નવી સ્ટાઇલ સાથે
 

Gujarat Samachar glamour

સલમાનની ફિલ્મનું પ્રાઇવેટ સ્ક્રીનીંગ નહીં કરાય
આમિર તરફથી બહેનને 'બર્થ-ડે' ગિફ્ટ
મનીષાએ પતિ સાથેના સંબંધોનો છેડો ફાડી નાખ્યો
કિસ્મત ફિલ્મે પહેલીવાર 'જ્યુબિલી'નો સ્વાદ ચખાડયો
સુનિતાને અંતરિક્ષમાં 'જોકર' જોવા મળશે કે નહીં?
શાહરૃખ અચાનક આરાધ્યાને રમાડવા ગયો
કરીના દબંગ-૨માં સલ્લુ સાથે આઇટમ સોન્ગ
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved