Last Update : 30-July-2012, Monday

 

આગામી છથી આઠ માસમાં BSE IPO સાથે મુડીબજારમાં પ્રવેશશે

માર્કેટ કેપ.ની દ્રષ્ટિએ બીએસઈ વિશ્વમાં નવમા ક્રમાંકે ઃ STT પેટે સરકારને દર મહિને રૃા. ૧૦૦-૧૨૦ કરોડની ચૂકવણી

અમદાવાદ, શનિવાર
માર્કેટ રેગ્યુલેટર સિક્યોરીટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (સેબી) દ્વારા શેરબજારના લિસ્ટિંગ માટેના નિયમનોની જાહેરાત કરાયા બાદ મુંબઇ શેરબજાર (બીએસઇ) દ્વારા આઈપીઓ લાવવાની યોજના હાથ પર ધરાઇ છે. આ અંગેની કામગીરી પૂર્ણ થયા બાદ અંદાજે છથી આઠ માસમાં બીએસઇ તેના આઈપીઓ સાથે મૂડીબજારમાં પ્રવેશ કરશે એમ બીએસઇના ઈન્ટરીમ ચીફ એક્ઝીક્યુટીવ ઓફીસર આશિષ ચૌહાણે જણાવ્યું હતું.
બીએસઇ આગામી માસમાં રજૂ થનાર ડેરિવેટીવ્ઝ સેગમેન્ટની નવી પ્રોડકટ્સ કેશ ફયુચર સ્પ્રેડ (સીએફએસ)ના રૉડ શો દરમિયાન તેમણે વધુમાં જણાવ્યું હતું કે એક્સચેન્જ દ્વારા આઈપીઓની કામગીરી ઝડપથી હાથ ધરાય તે માટે એક અલગ કમીશનની રચના કરવામાં આવી છે. આ કમીટી દ્વારા આ અંગે શરૃ કરી દેવામાં આવી છે. પ્રારંભિક કામગીરી પૂર્ણ થયા બાદ આઈપીઓ માટે લીડ મેનેજર નિમણુંક કરાશે. આ બધી પ્રક્રિયા પૂર્ણ થતા છથી આઠ માસનો સમય લાગશે. ત્યારબાદ તે આઈપીઓ સાથે મુડી બજારમાં પ્રવેશ કરશે.
ડેરિવેટીવ્ઝ ક્ષેત્રે શરૃ થનારી નવી પ્રોડક્ટ કેશ ફયુચર સ્પ્રેડ અંગે માહિતી આપતા તેમણે જણાવ્યું હતું કે ભારતમાં આ પ્રોડક્ટ પ્રથમ વખત રજૂ થઇ રહી છે. હાલ ફયુચર્સ - ફયુચર્સ સ્પ્રેડ પ્રોડક્ટ ભારતમાં ઉપલબ્ધ છે. પરંતુ, આ નવી પ્રોડક્ટથી રોકાણકારો ઓછા ખર્ચે વધુ વળતર હાંસલ કરી શકશે તેથી તે રોકાણકારોમાં આકર્ષણ ઊભું કરશે. આ પ્રોડક્ટ ઉપરાંત બીએસઇ-૧૦૦ ઈન્ડેક્સમાં પણ ટ્રેડિંગ ચાલુ કરાશે. જે નિફટીની સમકક્ષ જ છે. આ સેગમેન્ટમાં પણ રોકાણકારોને અન્ય એક્સચેન્જની તુલનાએ ટ્રેડિંગ ખર્ચમાં ૮૦ ટકા જેટલી બચત થશે.
બીએસઇ દ્વારા રોકાણકારો માટે સિસ્ટેમેટીક ઈન્વેસ્ટમેન્ટ પ્લાન (સીપ) અને લિક્વિડ ફંડ પણ શરૃ કરવામાં આવ્યા છે. આ પ્રોડક્ટસમાં હાલ મર્યાદિત સર્વિસ ઉપલબ્ધ છે. આગળ જતા તેમાં વિસ્તરણ હાથ ધરાશે. બીએસઈ દ્વારા સંચાલિત એસએમઈ એક્સચેન્જને પણ પ્રોત્સાહક પ્રતિસાદ સાંપડી રહ્યો છે. હાલ આ એક્સચેન્જ પર ત્રણ કંપનીઓનું લિસ્ટિંગ થયું છે અને વધુ ૫ કંપનીઓ લિસ્ટિંગ માટે તૈયાર છે. આ ઉપરાંત અગાઉ કરતા હાલ વધુ ને વધુ નાની કંપનીઓ આ એક્સચેન્જમાં રસ દાખવી રહી છે.
ગત વર્ષે દિવાળી ટાણે બીએસઈ દ્વારા રજૂ કરાયેલ ડેરિવેટીવ્ઝ પ્રોત્સાહન સ્કીમના કારણે બીએસઇનું શુષ્ક બનેલ ડેરિવેટીવ્ઝ સેગમેન્ટ પુનઃ ધમધમતું થયું છે. અને તાજેતરમાં જ તેણે રૃા. ૧ લાખ કરોડના ટર્નઓવરનો આંકડો કૂદાવી દીધો છે. ટર્નઓવરના આ આંકડામાં ગુજરાતનો હિસ્સો ૭.૫ ટકા જેટલો છે, જે ગયા સપ્તાહે ૯ ટકા સુધી પહોંચી ગયો હતો. આ સેગમેન્ટ માટે રજૂ કરાયેલ પ્રોત્સાહન સ્કીમ થકી માર્ચ ૨૦૧૨ સુધીમાં એક્સચેન્જે રૃા. ૬૦ કરોડનું ઈન્સેટીવ ચૂકવી દીધું છે. આ ઉપરાંત, એપ્રિલથી અત્યાર સુધીમાં રૃા. ૪૦ કરોડ ઈન્સેટીવ પેટે ચૂકવાય છે. આજે જાહેર કરાયેલ બે નવી પ્રોડકટ્સ બીએસઇ ૧૦૦ ઈન્ડેક્સ તેમજ કેશ ફયુચર્સ સ્પ્રેડમાં પણ નવા ઈન્સેટીવની યોજના રજૂ કરાશે.
બીએસઈની કામગીરી અંગે બોલતા તેમણે જણાવ્યું હતું કે આજે માર્કેટ કેપ.ની દ્રષ્ટિએ બીએસઈ વિશ્વના શેરમાર્કેટમાં નવમા ક્રમાંકે છે. જ્યારે સોદાની સંખ્યા સંદર્ભે બીએસઈ પાંચમા ક્રમાંકે તથા ઓર્ડર મૂકવાના સંદર્ભે તે ત્રીજા ક્રમાંકે આવે છે. બીએસઇ દર મહિને સરકારને એસટીટી (સિક્યુરિટી ટ્રાન્ઝેકશન ટેક્સ) પેટે રૃા. ૧૦૦થી ૧૨૦ કરોડ ચૂકવે છે.

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

સાયના-વિજેન્દરની વિજય સાથે શરૃઆત ઃ મહિલા તીરંદાજી-શૂટિંગમાં ફ્લોપ શો

ભારતીય ટીમની સાથે પરેડ કરનારી યુવતી કાર્યક્રમની કલાકાર હતી ઃઆયોજકો
આજે ઓલિમ્પિકમાં ગોલ્ડ જીતવા નારંગ અને બિન્દ્રા નિશાન તાકશે
તિરંદાજીમાં ભારતની મહિલા ટીમનો એક પોઇન્ટથી પરાજય
સ્ટાર સ્વિમર્સની ગેરહાજરીમાં અમેરિકા ક્વોલિફાઈંગમાં બીજા ક્રમે રહ્યું
નવા સપ્તાહમાં સેન્સેક્ષ ૧૭૦૩૩થી ૧૬૫૫૫, નિફ્ટી ૫૧૬૬થી ૫૦૧૧ની રેન્જમાં ફંગોળાશે
સોના-ચાંદીમાં મિશ્ર હવામાનઃ વિશ્વબજારમાં આગેકૂચ છતાં ઘરઆંગણે ભાવો તૂટયા!
આગામી છથી આઠ માસમાં BSE IPO સાથે મુડીબજારમાં પ્રવેશશે
પૂર્વોત્તર ભારતમાં મધ્યમ તીવ્રતાના ભૂકંપથી ધરતી ધૂ્રજી ઊઠી
મેંગ્લોરમાં રેવ પાર્ટી માણી રહેલા યુવાનો પર હુમલોઃ આઠની ધરપકડ

અણ્ણા સમર્થકોએ ચિદમ્બરમના નિવાસસ્થાન આગળ દેખાવો કર્યા

ખાણ અને ખનિજો રાષ્ટ્રીય સંપત્તિઃ સુપ્રીમ
સપા મારા સભ્ય પદ વિશે હળાહળ જૂઠ બોલે છે ઃ સિદ્દિકી
ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ જીતવો તે મારૃ સ્વપ્ન છે ઃ ખેલાડી માટે અહીં ભાગ લેવો તે ગૌરવ છે
આજે મહિલા તીરંદાજી ટીમ અને સાયના પર નજર
 
 

Gujarat Samachar Plus

પાઠયપુસ્તક મંડળે શરીરના અંગોની જગ્યા બદલી નાંખી
વારસદાર વિહોણા બાઈક સાથે સેપ્ટના એ સવારો આજે પણ લાપત્તા
કોલેજોમાં જામ્યું સ્ટુડન્ટનું ઝૂમ બરાબર ઝૂમ
ના કોઈ દિશા ના કોઈ મુકામ બસ ચલ પડે હૈ
વિડીયો ગેમની અસર ઘરે નહીં સ્કૂલમાં દેખાય છે
શોપિંગ ગાઇડ જરૃરી હૈ...
પ્રેમનું પ્રતિક રાખડી બજારમાં નવી સ્ટાઇલ સાથે
 

Gujarat Samachar glamour

સલમાનની ફિલ્મનું પ્રાઇવેટ સ્ક્રીનીંગ નહીં કરાય
આમિર તરફથી બહેનને 'બર્થ-ડે' ગિફ્ટ
મનીષાએ પતિ સાથેના સંબંધોનો છેડો ફાડી નાખ્યો
કિસ્મત ફિલ્મે પહેલીવાર 'જ્યુબિલી'નો સ્વાદ ચખાડયો
સુનિતાને અંતરિક્ષમાં 'જોકર' જોવા મળશે કે નહીં?
શાહરૃખ અચાનક આરાધ્યાને રમાડવા ગયો
કરીના દબંગ-૨માં સલ્લુ સાથે આઇટમ સોન્ગ
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved