Last Update : 30-July-2012, Monday

 

સોના-ચાંદીમાં મિશ્ર હવામાનઃ વિશ્વબજારમાં આગેકૂચ છતાં ઘરઆંગણે ભાવો તૂટયા!

વિશ્વબજારમાં અમેરિકામાં હવે નવા સપ્તાહમાં મળનારી ફેડરલ મિટિંગમાં ઔઆર્થિક વિકાસના કેવા પગલા નક્કી થાય છે તેના પર બજારની નજર

(ગુજરાત સમાચાર કાર્યાલય) મુંબઈ, શનિવાર
મુંબઈ સોના-ચાંદી બજારમાં આજે બંને કિંમતી ધાતુઓના ભાવોમાં હવામાન ઘટાડાનું રહ્યું હતું. ચાંદીના ભાવો આજે કિલોના વધુ રૃ.૭૦ તૂટયા હતા અને બે દિવસમાં ભાવો રૃ.૨૮૦ તૂટયા હતા. સોનાના ભાવો વધતા અટકી આજે ૧૦ ગ્રામના રૃ.૨૦થી ૩૦ ઘટયા હતા. સોનાના ભાવો આજે ૯૯.૫૦ના રૃ.૨૯૯૧૦ વાળા રૃ.૨૯૮૯૦ રહ્યા હતા જ્યારે ૯૯.૯૦ના ભાવો રૃ.૩૦૦૬૦ વાળા ઘટી રૃ.૩૦૦૩૦ રહ્યા હતા. ચાંદીના ભાવો કિલોના ૯૯૯ના રૃ.૫૩૪૦૦ વાળા આજે રૃ.૫૩૩૩૦ બોલાયા હતા. વિશ્વબજારમાં આજે સોનાના ભાવો ૧૬૨૦થી ૧૬૨૦.૫૦ ડોલરવાળા આજે વધીને ૧૬૨૪થી ૧૬૨૪.૫૦ ડોલર રહ્યાના સમાચારો હતા પરંતુ ઘરઆંગણે આજે સોનામાં ઉંચા ભાવોએ નવી માંગ પાંખી રહેતાં ઉછાળે નફારુપી માનસ વેંચવાનું રહ્યું હતું. ડોલરના ભાવો ઘટતાં તેના કારણે પણ મુંબઈ બજારમાં સોનામાં ઉંચા મથાળે ભાવો દબાણ હેઠળ રહ્યાની ચર્ચા હતી. મુંબઈમાં મોડી સાંજે સોનાના ભાવો ૯૯.૫૦ના રૃ.૨૯૯૦૦ તથા ૯૯.૯૦ના રૃ.૩૦૦૫૦ બોલાઈ રહ્યા હતા જ્યારે સોનાના ૧૦ તોલાના બિસ્કીટના ભાવો રૃ.૩૫૦૫૦૦ બોલાઈ રહ્યા હતા. દરમિયાન, ચાંદીના ભાવો વિશ્વબજારમાં ૨૭.૫૮ વાળા આજે વધીને ૨૭.૭૮થી૨૭.૭૯ ડોલર રહ્યાના સમાચારો હતા. ઘરઆંગણે જોકે ચાંદીમાં સોના પાછળ ઉંચા ભાવોએ વેચનારા વધુ અને લેનારા ઓછા રહ્યા હતા. મુંબઈમાં ચાંદીના ભાવો મોડી સાજે રૃ.૫૩૩૦૦થી ૫૩૩૫૦ તથા કેશમાં ભાવો રૃ.૫૩૧૦૦થી ૫૩૧૫૦ બોલાઈ રહ્યા હતા. વિશ્વબજારમાં હવે આવતા સપ્તાહના આરંભમાં અમેરિકામાં ફેડરલ રિઝર્વની મિટિંગ મળવાની છે અને આ મિટિંગમાં અમેરિકાના આર્થિક વિકાસ માટે નવા શું પગલા લેવામાં આવે છે તેના પર બજારની નજર રહી છે. અમેરિકામાં આર્થિક વિકાસ માટે નવા શું પગલા લેવામાં આવે છે તેના પર બજારની નજર રહી છે. અમેરિકામાં આર્થિક વિકાસને વેગ આપવા નક્કર પગલા આવશે તે ડોલરના ભાવો વધશે અને આમ થશે તો વિશ્વબજારમાં સોનાના ભાવો ઘટવાની શક્યતા વચ્ચે આજે ઘરઆંગણે સોનામાં ઉંચે હવામાન નરમ રહ્યું હતું.

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

સાયના-વિજેન્દરની વિજય સાથે શરૃઆત ઃ મહિલા તીરંદાજી-શૂટિંગમાં ફ્લોપ શો

ભારતીય ટીમની સાથે પરેડ કરનારી યુવતી કાર્યક્રમની કલાકાર હતી ઃઆયોજકો
આજે ઓલિમ્પિકમાં ગોલ્ડ જીતવા નારંગ અને બિન્દ્રા નિશાન તાકશે
તિરંદાજીમાં ભારતની મહિલા ટીમનો એક પોઇન્ટથી પરાજય
સ્ટાર સ્વિમર્સની ગેરહાજરીમાં અમેરિકા ક્વોલિફાઈંગમાં બીજા ક્રમે રહ્યું
નવા સપ્તાહમાં સેન્સેક્ષ ૧૭૦૩૩થી ૧૬૫૫૫, નિફ્ટી ૫૧૬૬થી ૫૦૧૧ની રેન્જમાં ફંગોળાશે
સોના-ચાંદીમાં મિશ્ર હવામાનઃ વિશ્વબજારમાં આગેકૂચ છતાં ઘરઆંગણે ભાવો તૂટયા!
આગામી છથી આઠ માસમાં BSE IPO સાથે મુડીબજારમાં પ્રવેશશે
પૂર્વોત્તર ભારતમાં મધ્યમ તીવ્રતાના ભૂકંપથી ધરતી ધૂ્રજી ઊઠી
મેંગ્લોરમાં રેવ પાર્ટી માણી રહેલા યુવાનો પર હુમલોઃ આઠની ધરપકડ

અણ્ણા સમર્થકોએ ચિદમ્બરમના નિવાસસ્થાન આગળ દેખાવો કર્યા

ખાણ અને ખનિજો રાષ્ટ્રીય સંપત્તિઃ સુપ્રીમ
સપા મારા સભ્ય પદ વિશે હળાહળ જૂઠ બોલે છે ઃ સિદ્દિકી
ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ જીતવો તે મારૃ સ્વપ્ન છે ઃ ખેલાડી માટે અહીં ભાગ લેવો તે ગૌરવ છે
આજે મહિલા તીરંદાજી ટીમ અને સાયના પર નજર
 
 

Gujarat Samachar Plus

પાઠયપુસ્તક મંડળે શરીરના અંગોની જગ્યા બદલી નાંખી
વારસદાર વિહોણા બાઈક સાથે સેપ્ટના એ સવારો આજે પણ લાપત્તા
કોલેજોમાં જામ્યું સ્ટુડન્ટનું ઝૂમ બરાબર ઝૂમ
ના કોઈ દિશા ના કોઈ મુકામ બસ ચલ પડે હૈ
વિડીયો ગેમની અસર ઘરે નહીં સ્કૂલમાં દેખાય છે
શોપિંગ ગાઇડ જરૃરી હૈ...
પ્રેમનું પ્રતિક રાખડી બજારમાં નવી સ્ટાઇલ સાથે
 

Gujarat Samachar glamour

સલમાનની ફિલ્મનું પ્રાઇવેટ સ્ક્રીનીંગ નહીં કરાય
આમિર તરફથી બહેનને 'બર્થ-ડે' ગિફ્ટ
મનીષાએ પતિ સાથેના સંબંધોનો છેડો ફાડી નાખ્યો
કિસ્મત ફિલ્મે પહેલીવાર 'જ્યુબિલી'નો સ્વાદ ચખાડયો
સુનિતાને અંતરિક્ષમાં 'જોકર' જોવા મળશે કે નહીં?
શાહરૃખ અચાનક આરાધ્યાને રમાડવા ગયો
કરીના દબંગ-૨માં સલ્લુ સાથે આઇટમ સોન્ગ
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved