Last Update : 30-July-2012, Monday

 

નવા સપ્તાહમાં સેન્સેક્ષ ૧૭૦૩૩થી ૧૬૫૫૫, નિફ્ટી ૫૧૬૬થી ૫૦૧૧ની રેન્જમાં ફંગોળાશે

યુ.એસ- યુરોપની તેજી છતાં નબળા ચોમાસા, RBI ની મંગળવારે સમીક્ષા, કોર્પોરેટ પરિણામો પર નજર

(ગુજરાત સમાચાર પ્રતિનિધિ) મુંબઇ, શનિવાર
જુલાઇ મહિનો પૂરો થવામાં છે, છતાં દેશના ઘણા ભાગોમાં રોજ-બરોજ ઘેરાતા વાદળો છમકલા માત્ર કરી પૂરતા નહીં વરસી ચોમાસાની ચિંતા વધારી રહ્યા છે. અત્યાર સુધી ૨૨ ટકા ઓછા વરસાદે અનેકને દુકાળની ચિંતા કરાવી છે. હવામાન ખાતાએ પણ હવે નબળા ચોમાસાએ ચિંતા વ્યક્ત કરવાનું શરૃ કરી દીધું છે, વડા પ્રધાન મનમોહન સિંહે પણ દુકાળની અગમચેતીએ કેન્દ્રના વિવિધ મંત્રાલયો-ખાતાના અધિકારીઓને રાજ્યો સાથે તાલમેલમાં રહી પરિસ્થિતિને પહોંચી વળવા તાકીદ કરી દીધી છે. ચોમાસાના પ્રમુખ પરિબળે હવે ફુગાવો-મોંઘવારી ફરી કાબૂ બહાર જવાનું જોખમ વધી રહ્યું છે, ત્યારે કૃષિ ક્ષેત્રે નબળી વૃદ્ધિની ધારણાએ પીએસયુ બેંકોએ ખેડૂતોની અબજોની લોનમાફ કરવાની અને એના પરિણામે ફરી બેંકોની એનપીએ ડૂબત લોનમાં જંગી વધારો થવાની પરિસ્થિતિ સર્જાવાના જોખમે બેંકોની વધતી એનપીએ બેલેન્સશીટને વધુ ખરાબ કરશે એવી શક્યતાએ અને ફુગાવાને કાબૂમાં રાખવાની કવાયતમાં રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા પ્રમુખ દરોમાં મંગળવારે ઘટાડો નહીં થવાની ધારણાએ બેંકિંગ શેરો પાછળ બજારનું સેન્ટીમેન્ટ સપ્તાહના અંતે વધુ ખરાબ થયું છે.
ચેતતા રહેજો ઃ સેન્સેક્ષ-નિફ્ટીની મજબૂતી ટકાવી સ્મોલ-મિડ કેપ શેરોમાં ધોવાણ વધશે
જુલાઇ વલણનો અંત મુંબઇ શેરબજારોમાં ઇન્ડેક્ષ બેઝડ ધોવાણથી વિશેષ સ્મોલ-મિડ કેપ શેરોના કડાકાનો નીવડયો છે. સેન્સેક્ષ-નિફ્ટીની મજબૂતી જોઇને સ્મોલ-મિડ કેપ શેરોમાં વેપાર કરનારા ગત અઠવાડિયે છેતરાયા છે. એફએન્ડઓના જુગારમાં અગાઉ શંકા ઉપજાવતી અને ચોક્કસ માપદંડો વિના કેસીનોમાં સમાવેશ કરાયેલી ઓપરેટરો- પંટરોની સ્ક્રીપો-શેરો માટે સેબીના નવા આકરાં માપદંડોએ ૫૧ શેરોની બાદબાકીએ મોટો ઉથલો કરાવતા અને એના પ્રત્યાઘાતમાં બદલા ફાઇનાન્સરોએ સ્મોલ-મિડ કેપની અન્ય નબળી જાતોમાં માર્જીન કોલ આપીને સફાયો કરવાની ફરજ પડી છે. આ સ્મોલ મિડ કેપ શેરોની ખુવારીએ અત્યારે અનેક રોકાણકારો, વેલ્યુબાયરોની ગણતરી ઉંધીવાળી છે. સસ્તા અને આકર્ષક વેલ્યુએશને મળતા સંખ્યાબંધ સ્મોલ-મિડ કેપ શેરોમાંથી ફંડો એક્ઝિટ લઇને ફ્રન્ટલાઇન- જૂજ ઇન્ડેક્ષ શેરો તેમજ વિદેશી મલ્ટિનેશનલ કંપનીઓના શેરો પૂરતું રોકાણ ફોકસ વધારી રહ્યા છે. જેથી હજુ ઇન્ડેક્ષ સેન્સેક્ષ- નિફ્ટીની ૧૬૦૦૦, ૫૦૦૦ની ટકેલી સપાટી જોઇ નહીં ડરનારાઓએ અને સસ્તુ માની પરચૂરણ શેરો ખરીદવાની ઉતાવળ કરનારાઓએ ચેતવું જરૃરી છે.
પરિણામો અપેક્ષાથી નબળા છતાં એનપીએની સમયસર ઉંચી જોગવાઇ કરનારી બેંકો પડકારરૃપ સમયમાં અડીખમ રહી ઝડપી ટર્નઅરાઉન્ડ થશે!
કોર્પોરેટ પરિણામો પણ ખાસ સારા નહીં નીવડીને બેંકિંગ ક્ષેત્રે ખાસ પીએસયુ બેંકોની એનપીએમાં વધારો થયાના આંકડા જાહેર થઇ રહ્યા છે. ચોમાસાની ચિંતા અને ઔદ્યોગિક વૃદ્ધિ વધુ મંદ પડવાના સંજોગોમાં બેંકોને હજુ મોટી લોન રીસ્ટ્રક્ચર કરવાનો અને કૃષિ ક્ષેત્રે લોન માફીની ફરજ પડવાની સ્થિતિમાં એનપીએ વધી શકે છે. પરંતુ પાછલા દિવસોમાં ખાસ એક વર્ષમાં સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા સહિતની કેટલીક બેંકોએ અગમચેતીએ સમયસર મોટી જોગવાઇઓ કરીને પૂર પહેલા પાળ બાંધી લીધી છે. જે શક્ય છે આગામી દિવસોમાં આ પૈકી કેટલીક બેંકોને પડકારરૃપ સમયમાં અડીખમ રહેવામાં અને ઝડપી ટર્નઅરાઉન્ડ પરિણામ આપવામાં મદદરૃપ રહેશે.
નબળા ચોમાસાએ મંગળવારે રિઝર્વ બેંક દ્વારા પ્રમુખ દરોમાં ઘટાડાની શક્યતા નહિવત ઃ છતાં ઘટાડશે તો પણ પોઝિટીવ અસર ક્ષણજીવી નીવડશે!
નબળા ચોમાસાએ એક તરફ જુલાઇ પૂરો થી રહ્યો હોઇ ઓગસ્ટના પ્રથમ સપ્તાહમાં વરસાદની સ્થિતિ નહીં સુધરવાના સંજોગોમાં અમુક વિસ્તારો- રાજ્યો દુકાળગ્રસ્ત જાહેર થવાના પડઘા આગામી સપ્તાહમાં સંભળાવા લાગે એવી શક્યતા છે, ત્યારે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા પણ ફુગાવાના જોખમે મંગળવારે ૩૧, જુલાઇના ધિરાણ, નીતિની સમીક્ષામાં પ્રમુખ દરોમાં ઘટાડો કરવાની ઉતાવળ નહીં બતાવે એવી શક્યતા છે, પરંતુ ખરાબ પરિસ્થિતિ અને બેંકોની વધતી એનપીએ અટકાવવા અને એ માટે ફંડીંગની અછત અનુભવતા ઉદ્યોગોને કંઇક રાહત આપવાના નામે ટોકનરૃપ વ્યાજ દરો ઘટાડશે તો પણ એની અસર પણ ક્ષણજીવી પોઝિટીવ રહેશે.
ગેઇલ, બેંક ઓફ બરોડા, આરઇસી, ટાઇટન, આઇડીબીઆઇ, સેન્ચુરી ટેક્સટાઇલ, જેટ એરવેઝ, જય પ્રકાશ એસો.ના પરિણામ પર નજર
૩૦, જુલાઇ ઃ ઝુઆરી ઇન્ડસ્ટ્રીઝ, પીટીસી ઇન્ડિયા ફાઇ., ટીટા ગ્રહ વેગન્સ, થીરૃઅરૃરન સુગર્સ, સિન્ડિકેટ બેંક, રૃરલ ઇલેક્ટ્રીફિકેશન (આરઇસી), સુબ્રોસ, જ્યોતી સ્ટ્રક્ચર્સ, જેકે ટાયર, ઓરિએન્ટલ બેંક, આઇઓબી, ઇન્ડોકો રેમેડીઝ, મૂથૂટ ફાઇનાન્સ, ગેઇલ ઇન્ડિયા, કાંસાઇ નેરોલેક, અસ્ટ્રા માઇક્રોવેવ, અલ્હાબાદ બેંક, બેંક ઓફ બરોડા.
૩૧, જુલાઇ ઃ સન ફાર્મા એડવાન્સ્ડ, પેટ્રોનેટ એલએનજી, ટાઇટન ઇન્ડસ્ટ્રીઝ, રેપ્રો ઇન્ડિયા, સ્વરાજ એન્જિન્સ, ઉષા માર્ટીન, સુપ્રજીત એન્જિનિયરીંગ, રેડીકો ખૈતાન, જય પ્રકાશ એસોસીયેટસ, આઇડીબીઆઇ બેંક, નિપ્પો બેટરીઝ, મોન્સાન્ટો ઇન્ડિયા, કરૃર વૈશ્ય બેંક, જીએમડીસી, સિપ્લા હિન્દુસ્તાન ઓઇલ એક્સ્પોરેશન.
૧, ઓગસ્ટ ઃ સ્પેશ્યાલિટી રેસ્ટોરન્ટસ, ટેક્નોફેબ એન્જિનિયરીંગ, મન્નપુરમ ફાઇનાન્સ, એલજી બાલાક્રિષ્નન બ્રધર્સ, અદાણી પાવર, બાસ્ફ ઇન્ડિયા, ફેડરલ બેંક, સેન્ચુરી ટેક્સટાઇલ્સ, સીયાટ.
૨, ઓગસ્ટ ઃ શાસૂન કેમિકલ્સ, સત્યમ કોમ્પ્યુટર, ઓરકેલ ફાઇનાન્શિયલ, ગ્લેનમાર્ક ફાર્મા, ક્યુમિન્સ ઇન્ડિયા.
૩, ઓગસ્ટ ઃ એસકેએસ માઇક્રોફાઇનાન્સ, પેનોરેમીક યુનીવર્સલ, સનટીવી નેટવર્ક, જેટ એરવેઝ ઇન્ડિયા, મેરિકો.
૪, ઓગસ્ટ ઃ રામક્રિષ્ણ ફોૅર્જીંગ, યુકો બેંક, જેકે સિમેન્ટ, કલ્પતરૃ પાવર, દિવીઝ લેબ., એફડીસી.
સપ્તાહનો આરંભ પોઝિટીવ યુ.એસ. યુરોપ પાછળ પોઝિટીવ અપેક્ષીત ઃ સેન્સેક્ષ ૧૭૦૩૩થી ૧૬૫૫૫, નિફ્ટી ૫૧૬૬થી ૫૦૧૧ની રેન્જમાં ફંગોળાશે
રિઝર્વ બેંક ઓફ દ્વારા ધિરાણ નીતિની ૩૧, જુલાઇ મંગળવારના સમીક્ષા, ચોમાસાની નબળી પ્રગતિએ દુકાળના સંકેત અને એચએસબીસી મેન્યુફેક્ચરીંગ પીએમઆઇ તેમજ કોર્પોરેટ પરિણામોના આગામી સપ્તાહમાં ટ્રેડીંગની શરૃઆત શક્ય છે કે યુ.એસ.માં ગત અઠવાડિયાના અંતે કેટરપીલર ઇન્ક., મડીઝ કોર્પ સહિતના અપેક્ષાથી સારા પરિણામ અને યુરોપમાં ઇસીબી દ્વારા ઋણ કટોકટી હળવી કરવા વધુ બોન્ડસની ખરીદી કરવા વાટાઘાટની તૈયારીએ યુ.એસ- યુરોપના બજારોની તેજીની અસરે મુંબઇ શેરબજારોમાં સુધારાથી થાય. પરંતુ ઉછાળે રિઝર્વ બેંક પર મંગળવારે નજરે સાવચેતી જોવાશે. સેન્સેક્ષ આગામી અઠવાડિયે ૧૭૦૩૩થી ૧૬૫૫૫ની રેન્જમાં અને નિફ્ટી ૫૧૬૬થી ૫૦૧૧ની રેન્જમાં ફંગોળાતા જોવાશે.

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

સાયના-વિજેન્દરની વિજય સાથે શરૃઆત ઃ મહિલા તીરંદાજી-શૂટિંગમાં ફ્લોપ શો

ભારતીય ટીમની સાથે પરેડ કરનારી યુવતી કાર્યક્રમની કલાકાર હતી ઃઆયોજકો
આજે ઓલિમ્પિકમાં ગોલ્ડ જીતવા નારંગ અને બિન્દ્રા નિશાન તાકશે
તિરંદાજીમાં ભારતની મહિલા ટીમનો એક પોઇન્ટથી પરાજય
સ્ટાર સ્વિમર્સની ગેરહાજરીમાં અમેરિકા ક્વોલિફાઈંગમાં બીજા ક્રમે રહ્યું
નવા સપ્તાહમાં સેન્સેક્ષ ૧૭૦૩૩થી ૧૬૫૫૫, નિફ્ટી ૫૧૬૬થી ૫૦૧૧ની રેન્જમાં ફંગોળાશે
સોના-ચાંદીમાં મિશ્ર હવામાનઃ વિશ્વબજારમાં આગેકૂચ છતાં ઘરઆંગણે ભાવો તૂટયા!
આગામી છથી આઠ માસમાં BSE IPO સાથે મુડીબજારમાં પ્રવેશશે
પૂર્વોત્તર ભારતમાં મધ્યમ તીવ્રતાના ભૂકંપથી ધરતી ધૂ્રજી ઊઠી
મેંગ્લોરમાં રેવ પાર્ટી માણી રહેલા યુવાનો પર હુમલોઃ આઠની ધરપકડ

અણ્ણા સમર્થકોએ ચિદમ્બરમના નિવાસસ્થાન આગળ દેખાવો કર્યા

ખાણ અને ખનિજો રાષ્ટ્રીય સંપત્તિઃ સુપ્રીમ
સપા મારા સભ્ય પદ વિશે હળાહળ જૂઠ બોલે છે ઃ સિદ્દિકી
ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ જીતવો તે મારૃ સ્વપ્ન છે ઃ ખેલાડી માટે અહીં ભાગ લેવો તે ગૌરવ છે
આજે મહિલા તીરંદાજી ટીમ અને સાયના પર નજર
 
 

Gujarat Samachar Plus

પાઠયપુસ્તક મંડળે શરીરના અંગોની જગ્યા બદલી નાંખી
વારસદાર વિહોણા બાઈક સાથે સેપ્ટના એ સવારો આજે પણ લાપત્તા
કોલેજોમાં જામ્યું સ્ટુડન્ટનું ઝૂમ બરાબર ઝૂમ
ના કોઈ દિશા ના કોઈ મુકામ બસ ચલ પડે હૈ
વિડીયો ગેમની અસર ઘરે નહીં સ્કૂલમાં દેખાય છે
શોપિંગ ગાઇડ જરૃરી હૈ...
પ્રેમનું પ્રતિક રાખડી બજારમાં નવી સ્ટાઇલ સાથે
 

Gujarat Samachar glamour

સલમાનની ફિલ્મનું પ્રાઇવેટ સ્ક્રીનીંગ નહીં કરાય
આમિર તરફથી બહેનને 'બર્થ-ડે' ગિફ્ટ
મનીષાએ પતિ સાથેના સંબંધોનો છેડો ફાડી નાખ્યો
કિસ્મત ફિલ્મે પહેલીવાર 'જ્યુબિલી'નો સ્વાદ ચખાડયો
સુનિતાને અંતરિક્ષમાં 'જોકર' જોવા મળશે કે નહીં?
શાહરૃખ અચાનક આરાધ્યાને રમાડવા ગયો
કરીના દબંગ-૨માં સલ્લુ સાથે આઇટમ સોન્ગ
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved