Last Update : 30-July-2012, Monday

 

આજનું પંચાગ આજનું ભવિષ્ય સુપ્રભાતમ્ આજનું ઔષધ આજ ની જોક આજની રેસીપી
 

આજ નું પંચાગ

તા. ૩૦-૭-૨૦૧૨ સોમવાર
શ્રાવણ સુદ બારસ-પવિત્રા દ્વાયશી
શિવ-વિષ્ણુ પવિત્રા રોપણ
મુંબઈ-ગોપીનાથજીનો ઉત્સવ.
દિવસના ચોઘડિયા ઃ અમૃત, કાળ, શુભ, રોગ, ઉદ્વેગ, ચલ, લાભ, અમૃત.
રાત્રિના ચોઘડિયા ઃ ચલ, રોગ, કાળ, લાભ, ઉદ્વેગ, શુભ, અમૃત, ચલ.
અમદાવાદ સૂર્યોદય ઃ ૬ ક. ૧૦ મિ. સૂર્યાસ્ત ઃ ૧૯ ક. ૨૧ મિ.
સૂરત સૂર્યોદય ઃ ૬ ક. ૧૩ મિ. સૂર્યાસ્ત ઃ ૧૯ ક. ૧૭ મિ.
મુંબઈ સૂર્યોદય ઃ ૬ ક. ૧૬ મિ. સૂર્યાસ્ત ઃ ૧૯ ક. ૧૩ મિ.
નવકારસી સમયઃ (અ) ૬ ક. ૫૮ મિ. (સૂ) ૭ ક. ૦૧ મિ. (મું) ૭ ક. ૦૪ મિ.
જન્મરાશિ ઃ આજે જન્મેલ બાળકની ધન (ભ.ધ.ફ.ઢ.) રાશિ આવે.
નક્ષત્ર ઃ મૂળ રાત્રે ૧ ક. ૧૯ મિ. સુધી પછી પૂર્વાષાઢા. આજે રાત્રે ૧૪.૧૯ મિ. સુધીમાં જન્મેલ બાળક માટે મૂળ શાંતિ કરાવવી.
ગોચર ગ્રહ ઃ સૂર્ય-કર્ક, મંગળ-કન્યા, બુધ-કર્ક, ગુરુ-વૃષભ, શુક્ર-વૃષભ, શનિ-કન્યા, રાહુ-વૃશ્ચિક, કેતુ-વૃષભ, હર્ષલ (યુરેનસ) મીન, નેપચ્યુન-કુંભ, પ્લુટો-ધન, ચંદ્ર-ધન.
વિક્રમ સંવત ઃ ૨૦૬૮ શોભન સં. શાકે ૧૯૩૪, નંદન સંવત્સર, જૈનવીર સંવત ઃ ૨૫૩૮ દક્ષિણાયન વર્ષા ઋતુ શ્રાવણ સુદ બારસને સોમવાર રા.દિ. શ્રા./૮/માસ-તિથિ-વાર ઃ શ્રાવણ સુદ બારસને સોમવાર.
- પ્રદોષ વ્રત. પવિત્રા-દોમોદર-બુદ્ધ બારસ.
- શિવ-વિષ્ણુ પવિત્રા રોપણ.
- વૈદ્યૃતિ યોગ ૮ ક. ૩૬ મિ. થી શરૃ
- પવિત્રા દ્વાયશી, ગુરૃને પવિત્રા ધરાવવા.
- મુંબઈ, ગોપીનાથજીનો ઉત્સવ.
મુસલમાની હિજરીસન ૧૪૩૩ રમજાન માસનો ૯ રોજ
પારસી શહેનશાહી વર્ષ ૧૩૮૧/૧૩૮૨ સ્પેર્દામંદ માસનો ૧૭ રોજ સરોશ

[Top]
 

આજ નું ભવિષ્ય

 

તા. ૩૦-૭-૨૦૧૨ સોમવાર
મેષ ઃ શારીરિક-માનસિક સ્વસ્થતાથી નોકરી-ધંધાના કામમાં ધ્યાન આપી શકો. યશ, સફળતા મળે. ખાતાકીય કામ અંગે બહાર જવાનું થાય.
વૃષભ ઃ ખાણીપીણીના ધંધામાં, કાગળ, કાપડ, વસ્ત્રોના ધંધામાં સંભાળવું. નોકર-ચાકર, કારીગરવર્ગની તકલીફથી તમારું કામ વિલંબમાં પડે.
મિથુન ઃ આપના નોકરી-ધંધાના કામમાં સાનુકૂળતા રહે. પત્ની-સંતાન-પરિવારનું કામ ઉકેલાય. સીઝનલ ધંધો-આવક થાય.
કર્ક ઃ શંકા-દ્વિધા-રૃકાવટ હળવી થવાથી નોકરી-ધંધાના કામમાં પ્રગતિ થઈ શકે. અન્યનો સહકાર, મદદ, માર્ગદર્શન મળી રહે.
સિંહ ઃ કામના ઉકેલની પ્રગતિથી હળવાશ-રાહત અનુભવો. નોકરી-ધંધાના, પુત્ર-પૌત્રાદિકના કામમાં સાનુકૂળ પ્રગતિ જણાય.
કન્યા ઃ નોકરી-ધંધાના કામ અંગે, સગા સંબંધી-મિત્રવર્ગના પ્રશ્ને ચિંતા-ઉચાટમાં રહો. શરીરમાં કળતર, દર્દપીડા અનુભવાય.
તુલા ઃ આકસ્મિક કોઈ ને મળવાનું થાય. જૂના સંસ્મરણો તાજા થાય. નોકરી-ધંધાના કામમાં યશ-સફળતા મળે.
વૃશ્ચિક ઃ ચિંતા-વ્યથાથી મુક્ત રહી આનંદ અનુભવી શકો. ધંધાનું કામ થાય, આવક આવવાથી રાહત રહે. નોકરીમાં રાહત રહે.
ધન ઃ આપની રોજીંદી કામગીરીમાં ધ્યાન આપી શકો. પત્ની-સંતાન-પરિવારના સહકારથી, નોકરી-ધંધામાં માણસોના સહકારથી રાહત રહે.
મકર ઃ નોકરી-ધંધાના કામ અંગે ખર્ચ થાય. ચિંતા રહે. સરકારી-ખાતાકીય-કાનૂની કામમાં સમય-શ્રમ-નાણાંનો વ્યય થાય.
કુંભ ઃ ક્ષણિક લાભ-ફાયદો નોકરી-ધંધાના કામમાં થાય. પુત્ર-પૌત્રાદિકના સહકારથી હળવાશ, રાહત રહે. ધંધાનું કામ થાય.
મીન ઃ નોકરી-ધંધાના કામમાં ધ્યાન આપી શકો. સીઝનલ ધંધો-આવક થાય. જુના સંબંધો તાજા થાય. કામ થાય.

જન્મ તારીખ વર્ષ સંકેત
તા. ૩૦ જુલાઈ ૨૦૧૨ સોમવાર
આજની તારીખે શરૃ થઈ રહેલ આપનું જન્મવર્ષ વર્ષારંભે નોકરી-ધંધામાં તકલીફ, પરેશાનીનું રહે. અવારનવાર નાની-મોટી કોઈ ને કોઈ ચિંતા-મુશ્કેલી આવવાના કારણે નકારાત્મક વિચારો, ચિંતામાં અટવાયેલા રહો. પરંતુ વર્ષના મધ્યભાગ પછી જેમ જેમ સમય પસાર થાય તેમ તેમ ચિંતામુક્ત-કામની સફળતા-પ્રગતિથી આનંદ રહે, આત્મવિશ્વાસ વધતો જાય.
- વર્ષના ઉત્તરાર્ધમાં શુભકાર્ય-ધર્મકાર્યનો ખર્ચ થાય. ખરીદી થાય. સગા સંબંધી-મિત્રવર્ગના સંબંધો વધે. જેમની સાથે મનદુઃખ થયેલ હોય તેમની સાથે સમાધાન થાય.
- નોકરી-ધંધામાં રૃકાવટ-પરેશાની પછી ચિંતામુક્તિને સફળતા પ્રાપ્ત થાય. ભક્તિ-પૂજા-ધર્મકાર્યથી આત્મસ્ફૂરણા-મનની શાંતિ-આનંદ નોકરી-ધંધાના કાર્યક્ષેત્રમાં વધતી જાય. આવક, સુખસંપત્તિમાં વધારો થાય.
- સ્ત્રી વર્ગને સંયુક્ત પરિવારમાં વ્યસ્તતા-ચિંતા રહે. પરંતુ જેમ જેમ વર્ષ પસાર થાય તેમ તેમ પતિ-સંતાનની-પરિવારની પ્રગતિથી આનંદમાં વધારો થાય.
- વિદ્યાર્થીવર્ગને અભ્યાસના પ્રયત્નો સાર્થક થતા જાય.

 

 

સુપ્રભાતમ્

- બોલાવવો પડે તે પહેલાં આવી પહોંચે, હંમેશાં દરવાજે હાજર રહે અને કંઈ પૂછવામાં આવે ત્યારે સાચી વાત ટૂંકાણમાં કહે તેવો માણસ રાજાના સેવક તરીકે યોગ્ય છે.
- અનુ. કુલીનચંદ્ર યાજ્ઞિક

રાજા લોકોનું કલ્યાણ કરતો હોય તો પણ સેવકો વગર શોભતો નથી. જેમ સૂર્ય જાતે તેજસ્વી હોવા છતાં કિરણો વગર શોભતો નથી.

- અનુ. કુલીનચંદ્ર યાજ્ઞિક

 

- રાજા માર મારે, કઠોર વાત કહે, દંડ પણ દે, તો પણ જે સેવક રાજાનું બુરૂં ઈચ્છતો નથી તે જ રાજાઓ માટે સાચો સેવક છે.
- અનુ. કુલીનચંદ્ર યાજ્ઞિક

[Top]
 
 

આજ નું ઔષધ

રુચિવર્ધક ચટણી

 

આચાર્ય દ્રઢબલને પ્રણામ કરીને આવનાર મઘ્યમ વયના કાપડના વેપારી અનંતરાયે ટૂંકમાં પોતાની સમસ્યાનું કથન કર્યું. એમને ઘણા સમયથી ભોજન વખતે રુચિ થતી નથી. ખાવાનું મન થાય અને આનંદથી ભોજન કરવાની ઈચ્છા, રુચિ તો થવી જોઈએને? છતાં તે બેય સમય પરાંણે જમતા હતા.

આચાર્ય દ્રઢબલે જોયું કે એમનું વજન તો ભારવાળુ હતું જ. પાયાની સલાહ સવાર-સાંજ સમય કાઢીને એક એક કલાક ચાલવાની આપી. બે સમય ભોજન સિવાય વચ્ચે બીજું કંઈ ભોજન કે નાસ્તાના નામે પેટમાં નાખવાનું નહિ. હાસ્તો માપસર ભોજન અને ચાલવાના નિયમથી પણ પાચન સુધરે અને જઠરાગ્નિ પ્રદીપ્ત થતા ભોજનની રુચિ પણ થાય. રુચિવર્ધક એક ચટણી પણ બતાવી. જે ભોજનના આરંભ પહેલા ચાટી ચાટીને ખાધા પછી ભોજન શરૂ કરવાનું.

કોથમીરના પાન, કાળા મરીના દાણા, જીરૂં, જરાક હંિગ, નમક, ગોળ આ બધામાં આદુનો રસ પણ ઉમેરવો. એમાં લીંબુ પણ નીચોવવું. આ બધા જ દ્રવ્યોને લસોટીને એની ચટણી બનાવવી. આજના સમયમાં મિક્સરમાં નાખીને પણ તે બનાવી શકાય.

આ રુચિવર્ધક ચટણી છે. આ ચટણીના દ્રવ્યો જઠરાગ્નિને પ્રદીપ્ત કરશે. ભોજનના આરંભે આવી ચટણીનું સેવન હંમેશા પથ્ય છે. સજીવ દેહમાં ભૂખ લગાડનાર, પાચન કરનાર સત્ય તે જઠરાગ્નિ છે. જઠરાગ્નિ મંદ હોય તો અનેક રોગો-વિકારો થાય. બેઠાડું જીવન હોવા છતાં સમય કાઢીને ચાલવાનો નિયમ પાળવો. આ પાયાના સત્ય છે. અગ્નિ પ્રદીપ્ત હોય અને સુપેરે પાચન થતું હોય તો કોઈ રોગ ન થાય.
- લાભશંકર ઠાકર

Top]
 

આજ ની જોક

વિમાન ઊડી રહ્યું હતું અને એન્જીનમાં ગડબડ થતા પાયલોટ છગને ક્રુના સ્ટાફને કહ્યું કે... ‘‘ઉતારુઓને કહો કે ઈમરજન્સી લેન્ડીંગ માટે બધા તૈયાર રહે...’’
એ પછી થોડીવારે સ્ટાફને પૂછ્‌યું, ‘‘બધા તૈયાર છે ને?’’
જવાબ મળ્યો, ‘‘હા, બધા જ તૈયાર છે પણ એક વકીલ અને એક ડૉકટર છે એ બધા પેસેન્જરોને પોતાના કાર્ડ આપી રહ્યા છે.’’

[Top]
 

આજ ની રેસીપી

પૌષ્ટિક મકાઈની મજેદાર વાનગીઓ

મકાઈનાં વડાં

 

 

સામગ્રી ઃ ..૨૫૦ ગ્રામ સૂકા મકાઈના દાણા, હળદર, તલ, વાટેલા આદુ-મરચાં, સોડા, ખાંડ અને તેલ , મીઠું સ્વાદ મુજબ

 

રીત ઃ ૨૫૦ ગ્રામ સૂકા મકાઈના દાણાને કરકરા દળાવવા, તેમાં મીઠું, મરચું, હળદર, તલ, વાટેલા આદુ-મરચાં, સોડા, ખાંડ અને તેલનું મોેણ નાંખી, છાસથી ખીરુ બાંધવું. ચાર કલાક રહેવા દઈ પછી તેમાં એક ચમચો ગરમ તેલ નાંખી પાટલા ઉપર ભીનો રૂમાલ પાથરી વડાં થાપી, તળી ે લેવા.

 

[Top]
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ


 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved