Last Update : 29-July-2012, Sunday

 

 

પાઠયપુસ્તક મંડળે શરીરના અંગોની જગ્યા બદલી નાંખી

 

 

- ધો-૮માં વિજ્ઞાાન અને ટેકનોલોજીના પુસ્તકમાં અંતઃસ્રાવી ગ્રંથિની આકૃતિમાં સ્વાદુપિંડની જગ્યાએ એડ્રિનલ ગ્રંથિ અને એડ્રિનલ ગ્રંથિની જગ્યાએ સ્વાદુપિંડ મૂકી દેવામાં આવ્યું છે

 

ધોરણ ૬,૭,૮નો અભ્યાસક્રમ આ વર્ષે બદલવામાં આવ્યો. આજે વિદ્યાર્થી વિશ્વની નવી શોધાતી ટેકનિક સાથે કદમતાલ મિલાવી શકે તે માટે સતત પરિવર્તન એજ્યુકેશન ક્ષેત્રે આવી રહ્યું છે. પરંતુ વિદ્યાર્થીને જે એજ્યુકેશન નવી પદ્ધતિ સાથે પીરસાઇ રહ્યું છે, તે પણ ઘણી ભૂલ સાથે? ધોરણ-૮ની વિજ્ઞાાન અને ટેકનોલોજીના પુસ્તકમાં ચેતાતંત્ર અને અંતઃસ્રાવી તંત્ર પાઠમાં અંતઃસ્રાવી ગ્રંથિની જે આકૃતિ આપવામાં આવી છે તેમાં સ્વાદુપિંડની જગ્યાએ એડ્રિનલ ગ્રંથિની આકૃતિ અને એડ્રિનલ ગ્રંથિની જગ્યાએ સ્વાદુપિંડની આકૃતિ મૂકી દેવામાં આવી છે. જો કે સંદર્ભ પુસ્તકોમાં આ આકૃતિ સાચી આપવામાં આવી છે.
શરીરમાં અંતઃસ્રાવ ઉત્પન્ન કરતી ગ્રંથિઓને અંતઃસ્રાવી ગ્રંથિ કહે છે. આ વિષય ધો-૮ અને ધો-૧૦માં ભણાવવામાં આવે છે. ધો- ૮માં વિદ્યાર્થી અંતઃસ્રાવી ગ્રંથિઓનું ભૂલ ભરેલું શિક્ષણ મેળવે છે. જ્યારે ધો-૧૦માં આ વિષયને ફરીથી ભણે ત્યારે સ્વાદુપિંડ અને એડ્રિનલ ગ્રંથિની ગુંચવણ જોવા મળે છે.
આ અંગે ગુજરાત રાજ્ય પાઠય પુસ્તક મંડળના ઈનચાર્જ એચ.કે પટેલે સાથે સંપર્ક કરવા છતાં તેમણે જવાબ આપવાનું ટાળ્યું હતું. જો કે આ તકલીફનો સામનો ગામડાંમાં ભણાવતાં ટીચરને વધુ થાય છે. આ અંગે અમદાવાદના એક શિક્ષક કહે છે કે 'જે શિક્ષકો અંતઃસ્રાવી ગ્રંથિઓને જાણે છે તેમને ખબર છે કે આ ભૂલ છે અને તેને સાચી રીતે ભણાવે છે. પરંતુ જે શિક્ષકો અજાણ છે તેઓ આ વિષયને યોગ્ય ન્યાય આપી શકતાં નથી. પરિણામે વિદ્યાર્થીઓ ધો-૮માં જે ભણ્યા હોય તે ધો-૧૦માં ભણવામાં આવે છે. ત્યારે વિદ્યાર્થી મુંજવણમાં મૂકાઇ જાય છે.'પાઠય પુસ્તકોને આદર્શ માનીને તૈયારી કરતા વિદ્યાર્થીઓને મોટો ફટકો છે. આ અંગે એક શિક્ષક જણાવે છે કે કોઈપણ પાઠયપુસ્તક ક્ષતિરહિત હોવું જોઈએ. કારણ કે પરીક્ષા અને સંદર્ભ ગ્રંથોનો આધાર આખરે તો પાઠયપુસ્તકમાંથી જ લેવામાં આવે છે. આટલી મોટી ભૂલ છાપ્યા પછી પણ શિક્ષણ વિભાગમાંથી આ અંગેનો કોઈપણ પ્રકારનો ખુલાસો કે સ્પષ્ટતા આપવામાં આવી નથી.

 

News From

International National Entertainment Business Sports
             
News from Gujarat Ahmedabad Vadodara Surat Bhavnagar Rajkot  

 

Kutch Kheda-Anand North Gujarat
           

શ્રીલંકાએ અટકાયત કરેલા તામિલનાડુના ૨૩ માછીમારોને મુક્ત કર્યા

આસામની હિંસામાં તાત્કાલિક તપાસની માનવાધિકાર સંગઠનની માગ
ફરિયાદી પક્ષના સાક્ષીઓનું નિવેદન નોંધવાનું પાક. કોર્ટે નકાર્યું

બે ભારતીયોની હત્યામાં સંડોવાયેલા બે આતંકવાદીઓ ઠાર મરાયા

હકાની નેટવર્ક વિદેશી ત્રાસવાદી સંગઠન તરીકે ઓળખાશે

ભારતની બોક્સિંગ અને શૂટિંગમાં કંગાળ શરૃઆતઃમેન્સ આર્ચરીમાંથી આઉટ

ઉદ્ધાટન સમારંભમાં માર્ચ પાસ્ટ દરમ્યાન ભારતીય કાફલા જોડે રહસ્યમય યુવતી કોણ ?
ક્વોલિફાઈંગ રાઉન્ડમાં ફેલ્પસનો પ્રારંભ નિરાશાજનક રહેલો
રાષ્ટ્રપતિ બન્યા પછી પ્રણવ ભ્રષ્ટાચારી મટી જતાં નથી ઃ કેજરીવાલ
ઉચ્ચ શિક્ષણ બિલનો હેતુ શિક્ષણ પ્રણાલીને મજબુત કરવાનોઃ સિબલ

અમરનાથ યાત્રાનો અંતિમ તબક્કો 'છડી મુબારક' વિઘિ રક્ષાબંધને

બિકાનેરમાં બે યુવાન નોકરી માટે ટાંકી પર ચઢી ગયા
કાશ્મીરમાં કાર વિસ્ફોટ ઃ બેનાં મોત છ ઘાયલ
ઓલિમ્પિકમાં ગોલ્ડ મેડલ જીતવો તે મારૃ સ્વપ્ન છે ઃ ખેલાડી માટે અહીં ભાગ લેવો તે ગૌરવ છે
આજે મહિલા તીરંદાજી ટીમ અને સાયના પર નજર
 
 

Gujarat Samachar Plus

પાઠયપુસ્તક મંડળે શરીરના અંગોની જગ્યા બદલી નાંખી
વારસદાર વિહોણા બાઈક સાથે સેપ્ટના એ સવારો આજે પણ લાપત્તા
કોલેજોમાં જામ્યું સ્ટુડન્ટનું ઝૂમ બરાબર ઝૂમ
ના કોઈ દિશા ના કોઈ મુકામ બસ ચલ પડે હૈ
વિડીયો ગેમની અસર ઘરે નહીં સ્કૂલમાં દેખાય છે
શોપિંગ ગાઇડ જરૃરી હૈ...
પ્રેમનું પ્રતિક રાખડી બજારમાં નવી સ્ટાઇલ સાથે
 

Gujarat Samachar glamour

સલમાનની ફિલ્મનું પ્રાઇવેટ સ્ક્રીનીંગ નહીં કરાય
આમિર તરફથી બહેનને 'બર્થ-ડે' ગિફ્ટ
મનીષાએ પતિ સાથેના સંબંધોનો છેડો ફાડી નાખ્યો
કિસ્મત ફિલ્મે પહેલીવાર 'જ્યુબિલી'નો સ્વાદ ચખાડયો
સુનિતાને અંતરિક્ષમાં 'જોકર' જોવા મળશે કે નહીં?
શાહરૃખ અચાનક આરાધ્યાને રમાડવા ગયો
કરીના દબંગ-૨માં સલ્લુ સાથે આઇટમ સોન્ગ
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved