Last Update : 29-July-2012, Sunday

 
દિલ્હીની વાત
 
બાબાગીરી વિરૃધ્ધ અન્નાગીરી
નવી દિલ્હી,તા.૨૮
લાંચવિરોધી ચળવળ ''બાબાગીરી વિરૃધ્ધ અન્નાગીરી'' સ્પર્ધામાં ફેરવાઇ રહી હોવાનું જણાય છે. યોગગુરૃ બાબા રામદેવ ક્યારનીય નિષ્પ્રાણ થઇ રહી હોવાના ચિન્હો દર્શાવી રહેલી પોતાની ચળવળના પ્રભાવથી અન્નાના આંદોલનને ઝાંખુ પાડવાની કોશિશ કરી રહેલા હોવાના સંકેતો આપી રહ્યા હોવાનું લાગે છે અને આ વાતની અન્નાના પોસ્ટરબોય અરવિંદ કેજરીવાલ સહિતની ટીમ અન્ના માટે ચિંતારૃપ બની રહેવી જોઇએ. આની દેખીતી સાબિતી ગઇકાલે હાથવગી થઇ પડી. ટીમ અન્નાના ઉપવાસ સ્થળે છેલ્લા બે દિવસ દરમિયાન રહેલી સાવ પાંખી હાજરીમાં ૨૦૦૦ ટેકેદારો સાથે ઉપવાસ સ્થળ જંતરમંતર ખાતે થયેલા બાબાના આગમનથી ઝડપભેર વધારો થઇ ગયો, પરંતુ બાબા અને એમના ટેકેદારો ત્યાંથી ચાલ્યા જતા કાર્યક્રમ સ્થળ પાંછુ 'વેરાન' બની ગયું. અન્નાની નાદુરસ્ત તબિયતના લીધે લોકોનો એમનામાં રસ ઘટી રહ્યો હોવાનું જણાય છે. બીજી બાજુ, લોકનજરે બાબા શક્તિશાળી જણાતા એમની પસંદગી થઈ રહી છે. વળી,બાબા સારા વક્તા તો છે જ.
બાબા દ્વારા ટીમ અન્નાની કાર્યસૂચિની ઉપેક્ષા
બાબા રામદેવે ખરડાયેલા પ્રધાનોના નામ જાહેર કરવાની કેજરીવાલની ઈચ્છા પ્રમાણે નહિ કરીને બાબા રામદેવ અને કેજરીવાલ વચ્ચેની ખેંચતાણ છેલ્લા ઉપવાસ દરમિયાન જોવા મળી. ગઈકાલે ફરી એકવાર બાબા રામદેવે ખાસ તપાસ ટુકડી અને ફાસ્ટ ટ્રેક કોર્ટની અન્નાની માગણીઓની ઉપેક્ષા કરીને ટીમ અન્નાને જોરદાર આંચકો આપ્યો. એમણે ટીમ અન્નાના મુખ્ય મુદ્દા જેવા લોકપાલ ખરડાનો સામાન્ય ઉલ્લેખ જ કર્યો. રામદેવના આગમન અગાઉ જ પત્રકારોએ કેજરીવાલને પુછ્યું કે ''કોની કાર્યસૂચિ મહત્વપૂર્ણ બની રહેશે. કેજરીવાલે જણાવ્યું કે એમનું આંદોલન લોકપાલ માટેનું છે. અને બધું જ એની આસપાસ રહેશે. પરંતુ બાબા રામદેવ ઉંધુ કર્યું ?
આ મધ્યસ્થીને મળો
મમતા બેનરજી અને પ્રણવ મુખરજીને એક પંગતે બેસતા કરવામાં ફિલ્મ અભિનેતા મિથુન ચક્રવર્તીએ ભૂમિકા નિભાવી હોવાની વાત રાજકીય વર્તુળોમાં ચાલી રહી છે. પ્રણવદાના શપથવિધિ કાર્યક્રમમાં જોડાવા કોંગ્રેસે જેની વ્યવસ્થા કરી હતી એ ખાનગી જેટમાં ક્ષમતા સાથે આવેલા મિથુન દીદી અને દાદા બંનેની નજીક હોવાનું કહેવાય છે.યુપીએના પ્રથમ કાર્યકાળ દરમિયાન સંરક્ષણ પ્રધાન રહેલા પ્રણવ મુખરજીએ મિથુન માટે પદમશ્રી એવોર્ડની ભલામણ કરી હતી. હવે મમતાનો પક્ષ ટીએમસી નિથુનને રાજયસભામાં બેસાડવાનું વિચારી રહ્યો હોવાનું જણાય છે.
બધી આંખો ઓલિમ્પિક્સ ૨૦૧૨ પર
પાટનગરના રાજનુ માર્ગ પર આવેલા બ્રિટિશ હાઇ કમિશનરના નિવાસસ્થાને શુક્રવારની રાત્રે ઓલિમ્પિક્સ ૨૦૧૨ ના ઉદઘાટન સમારંભના ખાસ ટેલિકાસ્ટનો ભવ્ય નજારો જોવા મળ્યો. આગામી ૧૫ દિવસ સુધી સહુની આંખો ઓલિમ્પિક રમતોત્સવ પર ચોંટેલા રહેશે. ભારત માટે છ રમતોમાં મેડલ જીતવાની આશા બળવત્તર બની છે. ત્યારે કૂસ્તીબાજ સુશીલકુમાર જયારે કુસ્તીમાં ઉતરવાનો છે એ છેલ્લા દિવસ સુધી રસ જળવાઇ રહેશે. દીપક કુમાર તીરંદાજીમાં સાઇના નેહવાલ બેડમિન્ટનમાં ઝળકે એવી અપેક્ષા છે. સાઇના ચીનનું વર્ચસ્વ તોડે એવી આશા રખાઇ રહી છે.
- ડૉ. વંદના શિવા
ફુફુઓકા- પ્રાઇઝ ૨૦૧૨ માટેનાં ગ્રાન્ડ પ્રાઇઝના વિજેતા તરીકે પર્યાવરણીય તત્વજ્ઞાાની અને કાર્યક્રમ ડૉ. વંદના શિવાની પસંદગી થઇ છે. ૨૦ થી વધુ પુસ્તકોના આ લેખિકાને ઇ.સ. ૧૯૯૩ માં રાઇટ લાઇવલીહૂડ એવોર્ડ એનાયત થયો હતો. તેઓ ઇન્ડિયન ફોરન ઓન ગ્લોબલાઇઝેશનના પણ એક અગ્રણી નેતા છે.
- ઇન્દર સાહની
Share |
 

Gujarat Samachar Plus

પાઠયપુસ્તક મંડળે શરીરના અંગોની જગ્યા બદલી નાંખી
વારસદાર વિહોણા બાઈક સાથે સેપ્ટના એ સવારો આજે પણ લાપત્તા
કોલેજોમાં જામ્યું સ્ટુડન્ટનું ઝૂમ બરાબર ઝૂમ
ના કોઈ દિશા ના કોઈ મુકામ બસ ચલ પડે હૈ
વિડીયો ગેમની અસર ઘરે નહીં સ્કૂલમાં દેખાય છે
શોપિંગ ગાઇડ જરૃરી હૈ...
પ્રેમનું પ્રતિક રાખડી બજારમાં નવી સ્ટાઇલ સાથે
 

Gujarat Samachar glamour

સલમાનની ફિલ્મનું પ્રાઇવેટ સ્ક્રીનીંગ નહીં કરાય
આમિર તરફથી બહેનને 'બર્થ-ડે' ગિફ્ટ
મનીષાએ પતિ સાથેના સંબંધોનો છેડો ફાડી નાખ્યો
કિસ્મત ફિલ્મે પહેલીવાર 'જ્યુબિલી'નો સ્વાદ ચખાડયો
સુનિતાને અંતરિક્ષમાં 'જોકર' જોવા મળશે કે નહીં?
શાહરૃખ અચાનક આરાધ્યાને રમાડવા ગયો
કરીના દબંગ-૨માં સલ્લુ સાથે આઇટમ સોન્ગ
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved