Last Update : 29-July-2012, Sunday

 

સંતાનની ખુશી બરકરાર રહેતી હોય તો મા-બાપ માટે ‘જીદ’ નામના શબ્દનું કોઈ સ્થાન જ ન હોઈ શકે! - ડો. ચંદ્રાલિયા

ઝાકળઝંઝા - પરાજિત પટેલ
- કોના વગર નહિ જીવી શકાય? સદ્‌ભાવના વગર? પણ મધ્યાહ્‌ન, સદ્‌ભાવના સાથે તો જીવી શકાયને?

‘કોના વગર નહિ જીવી શકાય? સદ્‌ભાવના વગર? સાચું બોલજે હોં...’
શબ્દોમાં સવાલ હતો. ને શબ્દો હતા ડો. ચંદ્રાલિયાના. શ્વેત દાક્તરી પોશાક છે. ગળામાં સ્ટેથોસ્કોપ ઝુલી રહ્યું છે. આંખો પર અડધા નંબરવાળાં ચશ્માં છે. ડો. ચંદ્રાલિયાના અવાજમાં માર્દવ છે, અંગતતા છે, લાગણી છે ને પેશન્ટ સાજા થવા માટેનો ‘ભરોસો’ છે. આમ તો વણિક છે ડો. ચંદ્રાલિયા પણ છાલા પાસેના ચંદ્રાલાના વતની હોવાથી ને ગામને અડીને ઊભેલા ચંદ્રાલેશ્વર મહાદેવમાં અપૂર્વ આસ્થા હોવાને કારણે એમણે મૂળ અટક ગેઝેટમાં પ્રસિદ્ધ કરાવીને કાયદેસર બદલાવી નાખી. પોતાના નામ પાછળ ‘ચંદ્રાલિયા’ સરનેઈમ લગાડી દીધી. ને ડો. ચંદ્રાલિયાનો આરોગ્યની આલમમાં એવો તો ડંકો વાગતો હતો કે બધા પેશન્ટ પ્રેમથી તેમની હોસ્પિટલમાં પ્રવેશતા. મૂળ તો એમનો સ્વભાવ જ હતો સ્મિતાળ, હેતાળ અને સંવેદનાસભર.
આજેય સ્પેશ્યલ રૂમમાં એક પેશન્ટને તપાસવા આવી પહોંચ્યા હતા. પેશન્ટ બેહોશ હતો ને જોડે ઊભેલાં તેનાં મા-બાપની આંખોના ટોડલે આંસુના તોરણ બંધાયાં હતાં.
કારણ?
દીકરાએ વિષપાન કરીને આત્મહત્યાનો પ્રયાસ કર્યો. એ ભાનમાં આવતાં સામે ઊભેલા પોતાના પપ્પાને જોતાં જ તેણે તોફાન શરૂ કરી દીઘું, ‘મારે નથી જીવવું, મને મરી જવા દો, આઈ કાન્ટ લીવ વિધાઉટ સદ્‌ભાવના! લેટ મી ડાઈ.’
ડો. ચંદ્રાલિયાને વિસ્મય થયું હતું, આ છોકરો એના પિતાને જોતાં જ તોફાને કેમ ચઢે છે? શું કારણ છે? અને આ સદ્‌ભાવના...ને તેઓ વિચારમાં પડી ગયા હતા. તેમણે મઘ્યાહ્નનાં મા-બાપને બહાર કાઢયાં હતાં, ‘પ્લીઝ, બહાર જાવ. તમને જોઈને પેશન્ટ તોફાને ચઢી જાય છે.’
મા-બાપ બહાર આવ્યાં.
તો થોડીવારે પાછળ જ ડો. ચંદ્રાલિયા પણ બહાર આવ્યા. મઘ્યાહ્નના મમ્મી ગજરાબહેનના શબ્દો હતા, ‘શું કામ મારા દીકરાની પાસે જાવ છો? તમે જ તો મારા દીકરાના દુશ્મન બની બેઠા છો! તમારી જીદને કારણે તમે તમારો દીકરો ગુમાવી બેસશો. બસ, પકડ્યું પૂંછડું છોડવાનું જ નહિ, કેવી દશા કરી નાખી છે તમે મારા દીકરાની? તમે જ આ બધાના કારણરૂપ છે!’ અને એ જ વખતે ડો. ચંદ્રાલિયા બહાર આવ્યા. ગજરાબહેનના શબ્દો એમના કાને પડી ગયા હતા. તેમણે બંનેને કહ્યું, ‘તમે બંને મારી ચેમ્બરમાં આવો.’
ચેમ્બરમાં ટેબલ પાછળની ખુરશીમાં ડો. ચંદ્રાલિયા બેઠા. સામે મઘ્યાહ્નનાં મા-બાપ બેઠાં. ડોક્ટરે કહ્યું, ‘જે હોય તે સાચું કહી દો. હકીકત શું છે?’
ગજરાબહેને કહ્યું, ‘ડોક્ટરસાહેબ, મારો દીકરો મઘ્યાહ્ન નદી પારની એક કોલેજમાં એમ.એસ.સી.ના બીજા વર્ષમાં ભણે છે. ત્યાં તેની સાથે ભણતી સદ્‌ભાવના નામની વણિક જ્ઞાતિની છોકરી સાથે એનું મન મળી ગયું. એક દિવસે ઘેર આવીને તેણે અમને સદ્‌ભાવના શાહનો ફોટો બતાવ્યો ને કહ્યું,‘હું આ યુવતીને ચાહું છું, પપ્પા! એના વગર હું નહિ જીવી શકું. પ્લીઝ પપ્પા, મારાં લગ્ન એની સાથે કરાવી દો!’ મને તો કંઈ જ વાંધો નહોતો. અમે વૈષ્ણવ વણિક છીએ ને છોકરી કદાચ જૈન હશે. પણ એથી શું થઈ ગયું? એના પપ્પાને આ વાત ન ગમી. એમણે મઘ્યાહ્નને ધમકાવ્યો, ‘કોલેજમાં તું ભણવા જાય છે કે લફરાં કરવા? તારે હું કહું એ છોકરી સાથે પરણી જવાનું છે. આ સદ્‌ભાવના-ફદ્‌ભાવનાને ભૂલી જા... એ લગ્ન શક્ય જ નથી!’
પણ મઘ્યાહ્ને તો એ છોકરીને મળવાનું ચાલુ જ રાખ્યું. એકવાર એના પપ્પા તેની કોલેજ પાસે થઈને નીકળ્યા તો એણે સદ્‌ભાવના અને મઘ્યાહ્નને એક જ ડીશમાં દાળવડાં ખાતાં જોયાં. એમનો મિજાજ ગયો, ‘નાલાયક, આ ધંધા કરવા આવે છે? અને એ છોકરી, તું ભણવા આવે છે કે છોકરાઓને ફસાવવા?’ એમ મોટા બરાડા સાથે બોલીને તેમણે સદ્‌ભાવનાના ગાલ પર લાફો ઝીંકી દીધો!
મઘ્યાહ્નને ખોટું લાગ્યું.
ઘેર આવ્યો, તો ય ઝઘડો ચાલુ જ રહ્યો. એ રીસાઈ ગયો. આખો દિવસ કશું જ બોલ્યો નહિ. કશું ખાઘું પણ નહિ. રાત્રે પણ જમ્યા વગર સૂઈ ગયો. રાત્રે અગિયાર-સાડા અગિયારે મારી આંખ ખૂલી, ને મેં જોયું તો મઘ્યાહ્ન એની પથારીમાં નહોતો. મને ફાળ પડી. મેં આખાય ઘરમાં તપાસ કરી તો મેં જોયું કે મઘ્યાહ્ન રસોઈઘરમાં લાંબો થઈને પડ્યો હતો. એના મોઢામાંથી ફીણ નીકળી રહ્યું હતું. તેની બાજુમાં જ મરેલા ઉંદરની છાપવાળી ઉંદર મારવાની બાટલી પડી હતી. હા, એણે ઝેરી દવા પી લીધી હતી. પછી તો અમે તેને અહીં તમારી પાસે લઈ આવ્યા. ડોક્ટર, હવે તો બઘું તમારા હાથમાં છે. એને બચાવી લો, ડોક્ટરસાહેબ, મઘ્યાહ્ન અમારો એકનો એક દીકરો છે.’
ડો. ચંદ્રાલિયાએ મઘ્યાહ્નના પિતા લલિતચંદ્ર સામે જોયુ ને બોલ્યા, ‘મિ. લલિતચંદ્ર, આ રીતે તો તમે દીકરો ખોઈ બેસશો. તમે તો મોટા છો. તમારે આવી નાજુક બાબતમાં સમજદારીથી કામ લેવું જોઈએ. સંતાનની ખુશી જ મા-બાપ માટે સૌથી મહત્ત્વની ચીજ હોય! એમાં ‘જીદ’ નામના શબ્દને કોઈ સ્થાન ન હોઈ શકે, સમજ્યા?’
લલિતચંદ્ર ઊભા થયા. તેમણે ડોક્ટરના પગ પકડી લીધા. કરગરતા હોય તેમ એ બોલ્યા, ‘ડોક્ટરસાહેબ, ગમે તેમ કરો. મારી તમામ સંપત્તિ ઉડાડી દેવા તૈયાર છું. તમે કહ્યું તેમ કરીશ. પણ પ્લીઝ, મારા મઘ્યાહ્નને બચાવી લો!’
ડો. ચંદ્રાલિયા ‘સારું. આઈવીલ ટ્રાય માય બેસ્ટ’ એમ કહીને ઊભા થયા. કશુંક વિચારીને બોલ્યા, ‘તમે બહાર બેસો!’ ને પછી ચેમ્બરમાંથી નીકળીને મઘ્યાહ્નના રૂમમાં જતા રહ્યા. એમના મનમાં કશુંક ધમાસાણ ચાલી રહ્યું હતું. દિમાગની ગતિ તેજ બની ગઈ હતી. કદાચ એમણે મનમાં જ કશોક નિર્ણય લઈ નાખ્યો હતો. એમની આંતર સ્થિતિ ખૂબ નાજુક હતી. રૂમમાં મઘ્યાહ્નના પલંગ પાસે ખડા હતા ડો. ચંદ્રાલિયા. વિચારસાગરમાં ઝોલાં ખાતા હોય તેવા.
મનના તનાવને હળવાશમાં પલટી નાખવા પ્રયાસ કરતા હોય તેવા.
મઘ્યાહ્ન તરફ જોઈ રહ્યા.
અને વિચારી રહ્યા હતા.
હા, તેઓ જોઈ રહ્યા હતા બેહોશ થઈને પડેલા મઘ્યાહ્મના ચહેરાને.
ગૌરગુલાબી ચહેરા પર તેમણે જાણે નજરને ખોડી દીધી હતી. એનું સોહામણું સ્વરૂપ ડો. ચંદ્રાલિયાના મનમાં દ્વંદ્વ પેદા કરતું હતું! એનાં વાંકડિયાં ઝુલ્ફાં એના ચહેરાને આગવો આકાર પ્રદાન કરી રહ્યાં હતાં. એની સ્માર્ટનેસની ગવાહી એનો ચહેરો પૂરી રહ્યો હતો... હા, મઘ્યાહ્ન સ્માર્ટ છે, દેખાવડો છે, રૂપકડી આંખો છે. એના વ્યક્તિત્ત્વને ઓર નિખાર આપે તેવી હાઈટબોડી છે.
બેહોશ છે.
આંખો બંધ છે
જગતના કોલહલથી અલિપ્ત છે.
ધીરે ધીરે મઘ્યાહ્ન ભાનમાં આવવા લાગ્યો. ધીરે ધીરે આંખો ખુલવા લાગી. સંપૂર્ણ ભાનમાં આવતાં જ તેની નજર ચકરાવા લાગી. ઝેર બહાર કાઢી નાખવામાં આવ્યું. ઓપરેશન દ્વારા ડો. ચંદ્રાલિયાના કુશળ હાથોએ એની હોજરીને ‘પોઈઝનલેસ’ બનાવી દીધી હતી. અને એ જ તો ખૂબી હતી તેમની નામ? મોટું! કામ? સાફલ્યમાર્ગી. આ ધાંધલધરા સમા અમદાવાદમાં ‘નિષ્ણાતમાં નિષ્ણાત તબીબ’ની શોધ ચલાવતા દર્દીઓને પૂછાપૂછ પછી એક જ નામ મળતું, ‘ડો. ચંદ્રાલિયા! શહેરનું એ ગૌરવ હતા! શહેરની જ્યોગ્રાફીને એમના માટે ગર્વ હતો!’
જોઈ રહ્યા છે ડો. ચંદ્રાલિયા ભાનમાં આવતા મઘ્યાહ્ન તરફ. તે સંપૂર્ણ ભાનમાં આવતાં જ પલંગ પર બેઠો થઈ ગયો અને તોફાન કરવા લાગ્યો, ‘મારે નથી જીવવું. મને મરી જવા દો, આઈ વોન્ટ ટુ ડાઈ. હું એના વગર નહિ જીવી શકું, ડોક્ટર!’
‘કોના વગર નહિ જીવી શકાય? સદ્‌ભાવના વગર? સાચું બોલ જે હોં!’ ડો. ચંદ્રાલિયા સવાલ કરી રહ્યા. ડોક્ટર તેની સાવ નજીક ગયા. એને શાંત પાડીને પુનઃ કહેવા લાગ્યા, ‘બોલ, મઘ્યાહ્ન, બોલ. શું સદ્‌ભાવના વગર તારાથી નહિ જીવી શકાય?’
‘હે?’ સાવ અજાણ્યા ડોક્ટરના મોઢે સદ્‌ભાવનાનું નામ સાંભળી મઘ્યાહ્ન આશ્ચર્યમાં ગરકાવ થઈ ગયો! તે વિસ્મયપૂર્વક ડો. ચંદ્રાલિયા સામે જોવા લાગ્યો. ડો. ચંદ્રાલિયાએ તેને સ્માઈલ આપ્યું. વધારે હૂંફ અને હેતપૂર્વક આત્મીયતાની છાંટ સાથે ડોક્ટરે મઘ્યાહ્નના હાથ પર હાથ મૂકી દીધો ને બોલ્યા, ‘તારી વાત સાચી છે. સદ્‌ભાવના વગર ન જીવી શકાય, પણ-’
‘પણ?’
‘સદ્‌ભાવના સાથે તો જીવી શકાય ને?’
‘પણ સદ્‌ભાવના’
‘હું આપીશ તને તારી સદ્‌ભાવના.’
‘ગજબ છે ડોક્ટરની વાતો. જેના માટે જીવું છું ને જેના વગર જીવી ન શકું, એ સદ્‌ભાવનાને લાવી આપવાની વાત કરે છે ડોક્ટર! કેવી રીતે લાવી આપશે સદ્‌ભાવનાને? મારો બાપ,’ ને તે રડી પડ્યો, ‘નો ડોક્ટર, નો! ઈટ ઈઝ ક્વાએટ ઈમ્પોસીબલ! તમે કહો છો એ વાતની કોઈ શક્યતા નથી. ઘેટ્‌સ નોટ પોસીબલ, ડોક્ટર!’
‘નહિ, ખોટી કલ્પનાઓ ન કર, મઘ્યાહ્ન! ઈમ્પોસીબલને પોસીબલ બનાવતાં મને આવડે છે. તારી બાબતમાં મેં ‘અશક્ય’ શબ્દની અલવિદા કરી દીધી છે.’ વાત સાંભળીને શાંત થઈ ગયો મઘ્યાહ્ન. ડો. ચંદ્રાલિયા તેને દેવદૂત જેવા લાગ્યા! યસ, સદ્‌ભાવનાના સવાલને હલ કરવા માટે એક ફરિશ્તો આવ્યો, શ્વેતવસ્ત્રોમાં સજ્જ, ગળામાં સ્ટથોસ્કોપ લગાવીને, ડો. ચંદ્રાલિયાના સ્વરૂપે! એ શાંત થઈ ગયો. એ કશુંક વિચારવા જતો હતો, ત્યાં જ ડો. ચંદ્રાલિયાનો અવાજ એના કર્ણપટે પડ્યા, ‘પછી તો જીવીશને, મઘ્યાહ્ન?’
(વઘુ આવતા અંકે)

Share |
 

Gujarat Samachar Plus

પાઠયપુસ્તક મંડળે શરીરના અંગોની જગ્યા બદલી નાંખી
વારસદાર વિહોણા બાઈક સાથે સેપ્ટના એ સવારો આજે પણ લાપત્તા
કોલેજોમાં જામ્યું સ્ટુડન્ટનું ઝૂમ બરાબર ઝૂમ
ના કોઈ દિશા ના કોઈ મુકામ બસ ચલ પડે હૈ
વિડીયો ગેમની અસર ઘરે નહીં સ્કૂલમાં દેખાય છે
શોપિંગ ગાઇડ જરૃરી હૈ...
પ્રેમનું પ્રતિક રાખડી બજારમાં નવી સ્ટાઇલ સાથે
 

Gujarat Samachar glamour

સલમાનની ફિલ્મનું પ્રાઇવેટ સ્ક્રીનીંગ નહીં કરાય
આમિર તરફથી બહેનને 'બર્થ-ડે' ગિફ્ટ
મનીષાએ પતિ સાથેના સંબંધોનો છેડો ફાડી નાખ્યો
કિસ્મત ફિલ્મે પહેલીવાર 'જ્યુબિલી'નો સ્વાદ ચખાડયો
સુનિતાને અંતરિક્ષમાં 'જોકર' જોવા મળશે કે નહીં?
શાહરૃખ અચાનક આરાધ્યાને રમાડવા ગયો
કરીના દબંગ-૨માં સલ્લુ સાથે આઇટમ સોન્ગ
 
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved