Last Update : 29-July-2012, Sunday

 

યુવા ભારતની સ્થિતિ
૭૬ વર્ષના રાષ્ટ્રપતિ
૭૫ વર્ષના ઉપરાષ્ટ્રપતિ
૭૯ વર્ષના વડાપ્રધાન

ટોકિંગ પોઇન્ટ - સુદર્શન ઉપાધ્યાય
- ઘરડા ગાડા વાળે એને અનુસરવાના બદલે ઘરડા ગાંડા પણ કાઢે તે વિચારવું જરૃરી
- સમાજમાં ૭૦ ઉપરના લોકો સમસ્યાગ્રસ્ત પણ રાજકારણમાં મહત્તમ મર્યાદા નથી ઃ રાજકારણીઓ ચાલાક છે, દેશ ચલાવવા અનુભવીઓની જરૃર છે એમ કહી ચલાવે રાખે છે..
- ૫૪ ટકા પૈકી ૪૦ ટકા યુવા મતદારો તો ૨૫ વર્ષની અંદરના યુવાનો છે ઃ યુવાનોનો ઉપયોગ ના થાય તેવું રાજકીય પક્ષોનું કાવત્રું ઃ રાજ્યસભાની બારી ખુલ્લી રખાઈ છે

- રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજી ૭૬ વર્ષના છે.
- ઉપરાષ્ટ્રપતિ હમીદ અંસારી ૭૫ વર્ષના છે.
- વડાપ્રધાન મનમોહનસિંહ ૭૯ વર્ષના છે.
- એનડીએના નેતા અડવાણી ૮૪ વર્ષના છે.
- ત્રીજો મોરચો બને તો જે વડાપ્રધાન બનવાના ચાન્સ-સપનાં જુવે છે તે દેવગૌડા ૭૯ વર્ષના છે.
- યુપીએ સરકારના મજબૂત સાથી વહેલી ચૂંટણી ઈચ્છનાર મુલાયમસિંહ યાદવ ૭૨ વર્ષના છે.
સત્તા પર અને સત્તાની નજીક ફરતી આ વૃધ્ધોની ફોજ દેશનું શાસન કરે છે, તે લોકોએ ભારતનું શાસન કરે છે કે જ્યાં ૪૦ ટકા યુવા મતદારો છે. ૨૫ વર્ષની અંદરના મતદારો પૈકી માંડ ૨૫ ટકા મતદાન કરે છે. ઈલેકશન કાર્ડ ધરાવનાર પૈકી મોટા ભાગના તેનો એડ્રેસ-પ્રૂફ તરીકે ઉપયોગ કરે છે. ૨૫ વર્ષની અંદરના મતદારોની ટકાવારી યુવા મતદારોમાં ૫૪ ટકા જેટલી છે. ભારતના ચૂંટણી કમિશનના આ આંકડા છે.
આનો અર્થ એ થયો કે ભારતમાં યુવા મતદારોનો બહોળો વર્ગ છે પરંતુ શાસન ૭૦ ઉપરના વૃધ્ધ નેતાઓ કરે છે. રાજકારણમાં મહત્તમ વય મર્યાદા પ્રજા નક્કી નથી કરતી પણ સત્તાના લાલચુ એવા રાજકીય પક્ષો કરે છે. બંધારણીય વ્યવસ્થા જ એવી છે કે જેમાં પ્રજાની સીધી દરમ્યાનગીરી ના થાય. જેમ કે રાષ્ટ્રપતિ માટેના જંગમાં મતદાન કરનારા પૈકી ૩૦ ટકા સાંસદો- વિધાનસભ્યો સામે ક્રિમીનલ કેસો ચાલે છે. જો પ્રજા કોઇને ના ચૂંટે તો રાજ્યસભાના નામની એક એવી બારી રખાઇ છે કે જેમાંથી રાજકીય પક્ષ ધારે તેને ઘૂસાડી શકે અને પ્રધાન કે વડાપ્રધાન બનાવી શકે. દેશના વૃધ્ધ નેતાઓના કારણે ઈનોવેટીવ વિચાર અને ફાઇટ-બેક જેવો સ્પીરીટ ક્યારેય જોવા નથી મળતો તેની જગ્યાએ આ ખાઇ બદેલા નેતાઓએ ભ્રષ્ટાચારનું સામ્રાજ્ય ઊભું કર્યું છે.
ક્યાં સુધી આ વૃધ્ધનેતાઓ દેશ પર શાસન કર્યા કરશે. દેશના દરેક ક્ષેત્રે નિવૃત્તિની વય નક્કી છે પરંતુ રાજકારણમાં શાસકો ગમે તે વયે સત્તા પર બેસી શકે અને શાસન-કુ-શાસન ચલાવ્યા કરે!!
આપણા સમાજમાં ૭૦ ઉપરના લોકો ભાગ્યે જ ટટ્ટાર ચાલી શકતા હોય છે કે કોઇ ઓપીનીયન આપતા હોય છે. એટલે જ વૃધ્ધાવસ્થાને પાનખર સાથે સરખાવાય છે પરંતુ રાજકારણમાં આવી પાનખર ભાગ્યે જ આવે છે. રાજકારણ એ બ્રાઉન સ્યુગર જેવું છે. એકવાર તેનું સેવન કરનાર રાજકીય પત્તાનો નાનો-મોટો ખેલ રમ્યા કરે છે. કોંગ્રેસ મોટો પક્ષ છે તો તેની પાસે વધુ વૃધ્ધ નેતાઓ છે.
રાજકારણીઓ ચાલાક છે. તેમણે તેમની વય મર્યાદા નક્કી નથી કરી તે તો ઠીક પણ સીનિયરો માટે ખાસ રાજ્યપાલ જેવી વ્યવસ્થા ઊભી કરી આપી છે.
એક અંદાજ પણ એવો છે કે ભારતમાં વૃધ્ધોની સંખ્યા વધી રહી છે, તેમની સમસ્યાઓમાં વધારો થયો છે. એકલવાયું જીવન જીવતા અનેક વૃધ્ધો કોઇને કોઇ કામમાં પ્રવૃત્ત રહેવા પ્રયાસ કરે છે. અમદાવાદ શહેરના ગાર્ડનોમાં વૃધ્ધોના મંડળ ચાલતા હોય છે.
અહીં એ માનવાની જરૃર નથી કે બધા જ રાજકારણીઓ ૭૦ વર્ષ પછી પણ રાજકારણમાં ટકી રહે છે. અહીં જે વાત છે એ સત્તા પર ટકી રહેલાઓની છે બાકી સત્તા વિહોણા રાજકારણીઓ તો ૭૦ સુધી પહોંચતા હાંફી જાય છે. હોંશિયાર રાજકારણીએ તે સમયે ચાર-પાંચ પેઢી વાપરે એટલું કમાઇ લીધું હોય છે એટલે તે સત્તાનો મોહ છોડીને સંગઠનના કામમાં રસ છે એમ કહીને મેદાન છોડી દે છે.
રાજકારણમાં વૃધ્ધોની જગ્યાએ જુવાનીયાઓને સ્થાન આપવું જોઇએ તે વિવાદ સાથે સૌ સંમત થાય એમ છે. યુવા લોહી માત્ર બ્લડ ડોનેશન કેમ્પ માટે જ વપરાય એ આઘાતજનક છે. સીનિયરો આવા યુવા લોહીને હઇશો - ભાઇ - હઇશો કરવા આગળ રાખે છે અને તેમની મેલી મુરાદ પુરી કરે છે. એગ્રેસીવ વિચારસરણી; તડફડ કરી દેતી વિચારસરણી અને સમય સાથે ચાલતી વિચારસરણીનો અભાવ ભારતને કૉરી રહ્યો છે.
એટલે તો પાકિસ્તાનમાં તાલિમ પામેલા ત્રાસવાદીઓ ભારતમાં નિર્દોષ લોકોનો સંહાર કરીને ટહેલતાં - ટહેલતાં જતા રહે છે. મુંબઇ પર ત્રાસવાદી હુમલાનું ષડયંત્ર કરનાર અને પાકિસ્તાનમાં બેસીને તેનું મોનીટરીંગ કરનાર અબુ જુંદાલ જેવાઓ પાસેથી ભારતને પાકિસ્તાનની સંડોવણીના ઢગલો દસ્તાવેજો મળ્યા છે છતાં ભારત નિવેદનબાજીમાં અટવાયું છે તે તો ઠીક પણ ભારત-પાકિસ્તાન વચ્ચે મેચ રમાડવાની વાતો કરીને લોકોની નાખુશી વહોરી લે છે.
અમેરિકાના પ્રમુખ બરાક ઓબામા આપણા રાજકીય નેતાઓ કરતા ૨૦ વર્ષ નાના છે. તેમને ખબર પડી કે અલ-કાયદાનો બૉસ ઓસામા બીન લાદેન પાકિસ્તાનમાં છુપાયો છે ત્યારે તેને ઓબામાએ પાકિસ્તાનમાં જઇને પકડીને ઠાર મારીને દરીયામાં ફંગોળી દીધો હતો. પાકિસ્તાન તો ઠીક વિશ્વનો કોઇપણ દેશ ચૂં કે ચાં ના કરી શક્યો. આ ઘટનાની સરખામણીમાં ભારતના હાલના ઉદારમતવાદી નેતાઓને મૂકવા જેવા છે. ભારતના સત્તાવાળાઓને ખબર પડે કે મૉસ્ટ વૉન્ટેડ એવો દાઉદ ઈબ્રાહીમ પાકિસ્તાનમાં છૂપાયો છે તો શું ભારત હુમલો કરીને તેને પકડી લાવે ખરું?!
કોઇ સપનું જોતા હોય એવી આ વાત છે. ભારતના નિર્દોષ લોકોનો ખાત્મો બોલાવનાર સામે પણ આપણા સત્તાધીશો બોલતા નથી કેમકે તેમની વયોવૃધ્ધ ઉંમરે તેમનામાંથી એગ્રેસીવનેસ ખતમ કરી નાખી છે.
સત્તા પર રહેલાઓનો લાઈફ સ્પાન લાંબો અને તંદુરસ્ત હોય છે. સામાન્ય પ્રજા માને છે કે આ લોકોને કોઇ ચિંતા નથી અને કાજુ-દ્રાક્ષ ખાવાના હોય છે. વિદેશમાં જઇને એન્ટી-એજીંગ (ઉંમરને મારતી) ટ્રીટમેન્ટ કરાવવાની અને એ.સી.માં રહેવાનું!!
પ્રજાની આ માન્યતા સાચી છે પરંતુ તેમાં એક મુદ્દો એ ઉમેરવાનો છે કે તેઓ સતત પ્રવૃત્તિશીલ હોય છે અને કૉલ્ડ બ્લડેડ અર્થાત ઠંડી તાકાતવાળા હોય છે.
વૃધ્ધ નેતાઓને સીલસીલો ભારતના રાજકારણમાં વર્ષોથી ચાલ્યો આવે છે. રાજા દશરથ, રાજા ધૃતરાષ્ટ્ર વગેરે ઉદાહરણો આપી શકાય એમ છે. વૃધ્ધોને માન- સન્માન આપવું, તેમના અનુભવોનો લાભ લેવો વગેરે ભારતીય સંસ્કૃતિના પાયામાં છે. આ સંસ્કૃતિ પ્રજાની નસેનસમાં વહે છે.
હમણાં કોઇ જુવાનીયો નેતા તરીકે આવે તો પ્રજા નહીં સ્વીકારે કેમ કે પ્રજા કહેશે કે વહિવટમાં અનુભવી જોઇએ આ યુવાન ઉંધુ વાળશે!! સ્વામી વિવેકાનંદને પણ આવો અનુભવ થયો હતો. જ્યારે વિદેશમાં તેમને તાળીઓના ગડગડાટથી વધાવાયા ત્યારે ભારતની આંખો ખુલી હતી.
ઈન્દિરા ગાંધીની હત્યા થઇ ત્યારે રાજીવ ગાંધીને વડાપ્રધાન બનાવાયા હતા. રાજીવ ગાંધી યુવાન હતા પણ ભારતના રાજકારણના બિનઅનુભવી હતા. અમારા એક સીનિયર પત્રકારે ત્યારે હેડીંગ માર્યું હતું કે 'બે દુર્ઘટના; એક ઈન્દિરાજીની હત્યા અને બીજી રાજીવને વડાપ્રધાન બનાવ્યા'!!
અહીં ટીકા એટલા માટે હતી કે રાજીવ બીનઅનુભવી હતા. ભારતમાં કદાચ ૪૦-૫૦ વર્ષનો અનુભવી રાજકારણી ના મળે પરંતુ ૫૫થી ૬૫ વર્ષ વચ્ચેનાના ટોચના હોદ્દા માટે યોગ્ય ગણવા જોઇએ. જ્યારે ૭૦ પછી તો કદાપી નહીં જેવી ફોર્મ્યુલા અપનાવવી જોઇએ.
જો એમ થાય તો અડધું અડધ પ્રધાનમંડળ ઘરભેગું થઇ જાય.
આપણા દેશના વૃધ્ધ રાજકારણીઓ પર નજર કરવા જેવી છે. મોરારજી દેસાઇ ૮૧ વર્ષે વડાપ્રધાન થયા હતા. ગુલઝારીલાલ નંદા, મોરારજી દેસાઇ ૯૯ વર્ષ જીવ્યા હતા. સૌથી લાંબુ જીવનાર વડાપ્રધાનમાં ગુલઝારીલાલ નંદાનો સમાવેશ થાય છે જે ૯૯ વર્ષ ૧૯૫ દિવસ જીવ્યા હતા, જ્યારે મોરારજી દેસાઇ ૯૯ વર્ષ ૪૦ દિવસ જીવ્યા હતા. સૌથી ઓછું જીવનાર વડાપ્રધાન દિવંગત રાજીવ ગાંધી હતા. તેઓ ૪૩ વર્ષે હિંસાચારનો ભોગ બન્યા હતા. બે ભૂતપૂર્વ વડાપ્રધાનો જીવતા છે જેમાં દેવગૌડા ૭૯ વર્ષના છે અને અટલ બિહારી વાજપેઇ ૮૭ વર્ષના છે.
ભારતમાં યુવા રાજકારણીઓ નથી એવું નથી પરંતુ તેમને પ્રતિનિધિત્વ ઓછું મળે છે. ૩૨ વર્ષની અંદરના ગણ્યા-ગાંઠયા લોકોને સત્તા અપાઇ છે. સૌથી નાની આગાથા સંગમા છે. તે ૩૦ વર્ષની પ્રધાન છે. સચિન પાયલોટ ૩૩ વર્ષના છે. એવી જ રીતે જ્યોતિરાદિત્ય સિંધીયા, મિલીંદ દેવરા, નવીન જિંદાલનું છે. આ બધા નંબર-૨ મીનીસ્ટરો છે. ટૂંકમાં તેમની ઉપજ નથી. તે બધા રાહુલ ગાંધી પર નજર રાખીને બેઠા છે. રાહુલ વડાપ્રધાન બને તો તેમને લાભ થાય એમ છે પરંતુ રાહુલ ગાંધી કોંગ્રેસનું એવું વ્હીલ છે કે જેમાં રોજ હવા ભરાય છે અને રોજ નીકળી જાય છે.
આપણે 'OLD IS GOLD' વાળી ફોર્મ્યુલામાં માનતા હોઇએ એમ લાગે છે. રાજકારણમાં અનુભવની જરૃર છે તે વાત પણ સાચી છે પરંતુ પ્રધાનમંડળ યુવાલોહીવાળું હોવું જોઇએ. તેમનો ઉપયોગ કરવાની ઈચ્છા વૃધ્ધોને હોવી જોઇએ. યુવાનોને ચાન્સ આપવાની ભાવના પણ આ વૃધ્ધ નેતાઓએ બતાવવી પડશે.
અત્યાર સુધી આપણે વૃધ્ધ નેતાઓથી ચાલતો દેશ જોયો છે. દેશ ડામાડોળ છે, અરાજકતા છે, શિક્ષણ નથી, લાઇટ નથી, માર્ગો નથી, બેરોજગારી છે. સામાજીક સમસ્યાઓના તો મોટા પહાડ છે એ સંજોગોમાં એમ કહી શકાય કે આ વૃધ્ધ નેતાઓએ બધું ઊંધું વાળ્યું છે. સત્તાની મમતમાં તેમણે સુધારો કરવાના બદલે બધું જૈસે-થે રહેવા દીધું છે.
તમારી આસપાસ રહેતી કોઇ ૭૫ વર્ષ ઉપરની વ્યક્તિ પર નજર કરશો તો ખ્યાલ આવશે કે તેની શારીરિક ક્ષમતા કેવી છે. ભારતના સત્તાધીશો પર નજર તો કરો... રાષ્ટ્રપતિ ૭૬ વર્ષના, વડાપ્રધાન ૭૯ વર્ષના, ઉપરાષ્ટ્રપતિ ૭૫ વર્ષના જ્યારે ૪૦ ટકા મતદારો ૩૦ વર્ષની અંદરના છે!!
હકીકત તો એ પણ છે કે રાજકારણમાં વૃધ્ધને ચૂંટવો એવો કોઇ કાયદો નથી કેમકે મત આપવો તો પ્રજાના હાથમાં છે. જો પ્રજા ઈચ્છે તો જુવાનીયાઓને ચાન્સ આપી શકે છે. આવા કેસમાં પણ રાજકીય પક્ષોએ આઈડિયા લગાવ્યો છે. જેમકે રાજ્યસભા દ્વારાકોઇ વૃધ્ધ નેતાને ઘૂસાડાય અને પછી બહુમતીના જોરે તેને ટોચનું પદ અપાય. જેનું તાજું ઉદાહરણ વડાપ્રધાન મનમોહનસિંહ છે. તે રાજ્યસભાના સભ્ય છે અને કોંગ્રેસ પ્રમુખની પસંદના છે.
રાજકારણીની મહત્તમ ઉંમર કેટલી હોવી જોઇએ તે રાજકીય પક્ષોએ નક્કી કરવાનું છે. તેમણે યુવાનો પર ભરોસો મૂકવો પડશે. જો પ્રજા નક્કી કરશે કે અમારે ૬૫ ઉપરનાને મત નથી આપવો તો પક્ષોને ભારે પડી જશે. કોઇપણ જૉબમાં નિવૃત્તિની ચોક્કસ ઉંમર હોય છે. રાજકારણીઓ માટે આવી કોઇ ઉંમર નથી હોતી કેમ કે તે દેશસેવાના લેબલ સાથે ફરે છે પરંતુ તેમણે કેવી દેશસેવા કરી છે તે ભ્રષ્ટાચારની માયાજાળ પરથી ખબર પડી શકે છે.
રાજકારણમાં ઉંમરનો વિવાદ લાંબો ચાલી શકે એમ છે પરંતુ વૃધ્ધોને સેવા જ કરવી હોય તો ગામડામાં જઇને કરે અથવા તો યુવાનોને આગળ ધરીને પાછળ તેમના ગાઇડ તરીકે રહે!! ૬૦-૬૫ વર્ષની જુની ઘરેડમાં કામ કર્યા કરે છે, જે દેશ માટે મોટો ગેરલાભ છે.
ભારતના રાજકારણમાં ૭૦થી ૭૯ વર્ષ વચ્ચેના ઢગલો રાજકારણીઓ છે જ્યારે ૮૦થી ૮૯ વર્ષ વચ્ચેના પણ મોટાપાયે છે. વિશ્વની સૌથી વૃધ્ધ સંસદ ભારતની છે જ્યાં એવરેજ ઉંમર ૬૫ વર્ષની છે.
સિક્કાની બીજુ બાજુ એ છે કે આપણે યુવા ભારત છીએ જ્યાં આપણી એક અબજ વસ્તી પૈકી ૪૦ વર્ષની અંદરના ૭૫ ટકા લોકો છે. ૫૪ ટકા લોકોએ હજુ ૨૫ વર્ષ વટાવ્યા નથી!!
આપણે કોઇ બૉલ્ડ નિર્ણય લેવા તૈયાર થતા નથી; રાજકારણને આપણે મત આપવાથી વધારે કોઇ પ્રાધાન્ય નથી આપતા કેમ કે બધું જુની ઘરેડમાં ચાલવા દઇએ છીએ.
આ વાંચીને કોઈ વૃદ્ધ રાજકારણીએ બંધ બેસતી પાઘડી પહેરવાની જરૃરન થી, વૃદ્ધો પ્રત્યે આ લખનારને આદર છે પરંતુ મેનેજમેન્ટ ગુરૃઓ કહે છે કે, જગ્યા કરી આપવામાં જ મોટાઈ છે. જ્યારે એક અબજથી વધુ વસ્તી ધરાવતા દેશની વાત આવે છે ત્યારે તે ચિંતાનો વિષય બની જાય છે. વૃક્ષો પણ કૂંપળો માટે જગ્યા કરી આપે છે.
આપણા મગજમાં એક વાત ઘર કરી ગઇ છે કે ''ઘરડાં ગાડા વાળે''... પરંતુ ''ઘરડાં ગાંડા કાઢે'' તે પણ ભૂલવું ના જોઇએ. યુવા ભારત, યુવા રાજકારણીઓ ઝંખે છે..

Share |
 

Gujarat Samachar Plus

પાઠયપુસ્તક મંડળે શરીરના અંગોની જગ્યા બદલી નાંખી
વારસદાર વિહોણા બાઈક સાથે સેપ્ટના એ સવારો આજે પણ લાપત્તા
કોલેજોમાં જામ્યું સ્ટુડન્ટનું ઝૂમ બરાબર ઝૂમ
ના કોઈ દિશા ના કોઈ મુકામ બસ ચલ પડે હૈ
વિડીયો ગેમની અસર ઘરે નહીં સ્કૂલમાં દેખાય છે
શોપિંગ ગાઇડ જરૃરી હૈ...
પ્રેમનું પ્રતિક રાખડી બજારમાં નવી સ્ટાઇલ સાથે
 

Gujarat Samachar glamour

સલમાનની ફિલ્મનું પ્રાઇવેટ સ્ક્રીનીંગ નહીં કરાય
આમિર તરફથી બહેનને 'બર્થ-ડે' ગિફ્ટ
મનીષાએ પતિ સાથેના સંબંધોનો છેડો ફાડી નાખ્યો
કિસ્મત ફિલ્મે પહેલીવાર 'જ્યુબિલી'નો સ્વાદ ચખાડયો
સુનિતાને અંતરિક્ષમાં 'જોકર' જોવા મળશે કે નહીં?
શાહરૃખ અચાનક આરાધ્યાને રમાડવા ગયો
કરીના દબંગ-૨માં સલ્લુ સાથે આઇટમ સોન્ગ
 
 
   
   
   
 

Gujarat Samachar POLL

 

Olympics 2012 Photos

webad3 lagnavisha
   

Follow Us

Facebook Twitter
   
 
   

ARCHIVES
સમાચાર સંગ્રહ જોવા અહી ક્લિક કરો

aaj

આજનું પંચાગ

આજનું ભવિષ્ય
સુપ્રભાતમ્

આજનું ઔષધ

આજની જોક આજની રેસીપી
       
 
 

વૈવિધ્ય

• તંત્રી લેખ • પ્રસંગપટ
• દિલ્હીની વાત • આસપાસ
• ન્યુઝ વ્યુઝ •વાતવાતમાં
• નેટવર્ક • અવસાન નોંધ
• હવામાં ગોળીબાર • ઓનલાઇન
• ઇંટ અને ઇમારત • સિનેમેજિક
• મેરા ભારત મહાન • વિચાર વિહાર
 
plus
 

આજનું કાર્ટુન

arc archive

પૂર્તિઓ

 
 
Gujarat Samachar © 2012 All Rights Reserved